Sky Has No Limit - 61 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-61

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-61

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-61

મોહીતે ઓફીસમાં આજે રીચડ્સ અને જહોનસર સાથે બધીજ પેટછૂટી વાત કરી લીધી. એણે સ્પષ્ટ કરી દીધુ કે એ કંપનીમાં કામ કરવા માંગે છે પણ ન્યુયોર્ક યુએસ નહીં પણ ઇન્ડીયામાં સંભાળશે એને એશીયાનાં કંટ્રીનાં પોર્ટફોલીયોમાં વાંધો નથી ભલે કેડર ગમે તે મળે પરવા નથી પણ ઇન્ડીયા શીફ્ટ થવા માંગે છે અને ત્યાંથી એ બધું સંભાળશે. કંપની તરફથી બધીજ સવલતો મળતી હોય અને ડોલરમાંજ મહેનતાણું તો એ કામ કરવા તૈયાર છે નહીંતર આ રીઝાઇન કરીને પાછો ઇન્ડીયા જતો રહેશે.
રીચડ્સ અને જહોનસરને આશ્ચર્યસાથે આધાત લાગ્યો એમણે કહ્યું "અહીં શું તકલીફ છે ? કેમ આવો નિર્ણય ? શું ઓછું પડે છે ? ફરીથી વિચાર કરીને કહે....
મોહીતે ખૂબ આત્મવિશ્વાસ અને મક્કમતાથી કહી દીધુ. "સર અહીં મને કોઇ તકલીફ નથી કંઇ ઓછું નથી હું સંપૂર્ણ સંતૃપ્ત અને સંમત છું પણ મારે મારાં ઇન્ડીયાજ રહેવું છે મારાં ફાધરનાં મૃત્યુ પછી મારે ત્યાં મારી પ્રોપર્ટી મારી ઘરતી પર જીવવું છું મેં કહ્યું છે એ ત્યાં કામ કરવા કંપની પરમીશન આપે મારી શરતો સાથે તો કામ કરવા તૈયાર છું બલ્કે હું એટલી ખાત્રી આપુ છું કે છ માસમાં કંપનીનો નફો ડબલ કરી દઇશ બસ મારી પોલીસી ફોલોઅપ થવી જોઇએ બાકીનું હું જોઇ લઇશ અને ત્યાં હું કંપનીનાં સંપૂર્ણ ખર્ચથી ઓફીસ અને નવો સ્ટાફ રાખીને કામ કરીશ બધાને ટ્રેઇનીંગ આપીશ. હવે વિચાર તમે કરી લો.. મને જણાવજો બાકી હું મારું રેઝિગ્નેશન મોકલી દઇશ અને કંપની આપેલું કોટેજ હું 1 વીકમાં ખાલી કરી દઇશ. આમ કહીને ઉભો થવા જાય છે અને રીચડ્સે કહ્યું મોહીત અમે તને કાલ સુધીમાં જવાબ આપીશું એમ કહીને જ્હોન સર સામે જોયું.
જ્હોન સરે સંમત્તિમાં માથુ હલાવ્યું અને રીચડ્સે આગળ કીધુ" મોહીત તારો આ નિર્ણય આખરી છે ? અને તારી ફેમીલીને તારાં નિર્ણયની ખબર છે ? તેઓ સંમત છે ?
મોહીત થોડીવાર રીચડ્સ સામે જોઇ રહ્યો પછી બોલ્યો "સર મારો નિર્ણય મારો છે અને આખરી છે. ફેમીલીને મારે કંઇ પૂછવાનું નથી હોતું એમ કહીને ઓફીસથી નીકળી ગયો.
મોહીત ઘરે આવ્યો. આજે એ ખુશ ખુશ લાગી રહેલો જાણે માથા પરથી કોઇ મોટો બોજ ઉતરી ગયો હોય એવું લાગી રહેલું એણે જોયું મલ્લિકા આવી ગઇ છે અને ટીવી જોઇ રહી છે.
મોહીતે ઘરમાં આવીને મલ્લિકાની સામે જોયું અને પછી કાંઇ બોલ્યા વિના પોતાનાં રૂમમાં જતો રહ્યો. ફ્રેશ થઇને પાછો આવ્યો ત્યારે મલ્લિકા કોઇ સાથે ફોનમાં વાત કરી રહી હતી. મોહીત આવ્યો એણે ફોન પુરો કરી દીધો અને ફોન બાજુમાં મૂક્યો. અને મોહીતની સામે આશ્ચર્યથી જોઇ રહી કે મોહીત કંઇક જુદોજ દેખાઇ રહ્યો છે સાવ રીલેક્ષ.. શું વાત છે ?
મોહીત મલ્લિકાની સામે આવી બેઠો અને હસતાં હસતાં બોલ્યો મલ્લિકા એક વાત કરવાની છે હું જોબ છોડી રહ્યો છું કારણ કે હું ઓફીસમાં જે રીતે વાત કરીને નીકળ્યો છું પછી કોઇ એમનાં તરફથી મેસેજ કે ફોન નથી.
મલ્લિકાએ આશ્ચર્ય અને દુઃખ સાથે કહ્યું "મોહીત તારુ મગજ ફરી ગયું છે જોબ શેના માટે છોડવી છે ? શું તકલીફ છે ? આટલો પગાર, જહોજલાલી, સગવડ કોણ આપશે ? પગ પર તું જાતેજ કુહાડો કેમ મારી રહ્યો છે ? એવું તો શું થયું ? કોઇ સાથે તારે માથાકુટ થઇ છે ? શું તકલીફ છે ? અને આવો નિર્ણય કર્યા પછી પણ આટલો ખુશ છે ?
મોહીતે કહ્યું "મારો આ નિર્ણય મેં વિચારીને જાતેજ લીધો છે એ આખરી અને અફર છે. અને આપણે આ કોટેજ પણ એક વીકમાં ખાલી કરવાનું છે. મેં બાંહેધરી આપી દીધી છે. બાય ધ વે તું ડોક્ટર પાસે જઇ આવી ?
મલ્લિકા ખૂબજ આધાતમાં આવી ગઇ અને સમજજ નહોતી પડતી કે શું રીએક્ટ કરવું ? એણે કહ્યું ના નથી ગઇ કાલે જવાની છું આમે ઓફીસમાં મારે પણ કામ હતું. મને પ્રમોશન મળવાનાં ચાન્સ છે આઇ ડોન્ટ વોન્ટ્સ ટુ મીસ ધીસ ઓપોર્ટ્યૂનિટી.
મોહીત તું કંઇક પાગલ જેવો નિર્ણય લઇ રહ્યો છે પ્લીઝ વિચારજે મારો તો મૂડજ ખરાબ કર્યો હું સૂવા જઊં મારે જમવુ નથી મારે કંઇક સારાં સમાચાર મારી જોબનાં આપવાં હતાં અને હું તારી જોબ.... બોલીને અંદર ગઇ.
મોહીત ખુબજ રીલેક્ષ થઇને આડો પડ્યો ટીવી જોવા લાગ્યો અને જોસેફને કહ્યું મારી થાળી પીરસ મને જમવાનું આપ. જોસેફે કહ્યું "યસ સર લાવુ છું. પછી મોહીતને શું વિચાર આવ્યો કે બોલ્યો જોસેફ મારાં માટે ડ્રીંક પણ બનાવજે. પહેલાં અને મીતાબેન તો જતાં રહ્યાં હશેને મારે ઓફીસથી લેટ થયુ છે આવતાં આજે.
જોસેફ કહ્યું "હાં રસોઇ બનાવીને જતા રહ્યાં છે કાલે સવારે આવશે. અને એણે લાર્જ સ્કોચનો પેગ બનાવ્યો અને મોહીતને આપ્યો. મોહીતે થોડો નાસ્તો માંગ્યો અને મોહીત માંગે પહેલાં જોસેફ લઇ આવ્યો.
મોહીતે કહ્યું મેરી ક્યાં છે ? દેખાતી નથી ? જોસેફે કહ્યું એને ઠીક નથી એનાં ક્વાર્ટરમાં સૂતી છે. બોલાવું ?
મોહીતે કહ્યું "ના મારે કામ નથી. તું જમવાનું પણ લઇ આવ પછી બધાં સૂઇ જાવ ઘણું મોડું થઇ ગયું છે.
મોહીત ડ્રીંક લેતો લેતો રીલેક્ષ થઇ રહેલો એને થયું હાંશ કાલથી ઓફીસ નથી જવાનું.
પેગ પુરો કર્યો ત્યાંજ એનાં મોબાઇલ પર ફોન આવ્યો હલ્લો હાય રીચડ્સ યસ સર બોલો શું કહો છો ? રીચડ્સ ફોનમાં સતત બોલતો રહ્યો. મોહીત સાંભળતો રહ્યો અને છેલ્લે બોલ્યો ઓકે. થેક્સ સર, આઇ વીલ કમ ટુ ઓફીસ ટુમોરો ઇટસ્ માય લાસ્ટ ડે... એમ કહી ફોન મૂક્યો અને થોડીવાર વિચારી રહ્યો પછી જોસેફને કહ્યું "બીજો પેગ બનાવ. અને મોહીત ડ્રીંક લઇ જમીને ત્યાં સોફા પરજ સૂઇ ગયો.
****************
મોહીત તું આ શું કહે છે ? તું યુએસ કાયમ માટે છોડીને જાય છે ? કેમ અચાનક શું થયું ? આટલી સારી નોકરી-છોકરી-પૈસા પાર્ટી બધુ છે શું ખૂટે છે તને ? યાર તેં ભારે કરી ? ઓકે મલ્લિકા ક્યાં છે.
મોહીતે કહ્યું "બસ યાર યુએસથી ધરાઇ ગયો હવે માદરે વતન જઇ રહ્યો છું કાયમ માટે ઓહ.. મલ્લિકાએ કોઇ એનાં ફ્રેન્ડને મળવા ગઇ છે મને કહીને નથી ગઇ એટલે ક્યા ફ્રેન્ડને મળવા ગઇ એ ખબર નથી.
એમ કહીને ફોન મૂક્યો. મોહીતે ફરીથી વિચારમાં પડી ગયો. મલ્લિકા સવારથી ગઇ છે હજી આવી નથી હું ઓફીસથી બધુ કામ પતાવીને આવી ગયો પણ એ ક્યાં અટવાઇ ?
મોહીતે મલ્લિકાને ફોન કર્યો પણ રીંગ વાગે છે ઉપાડતી નથી. મોહીતને આશ્ચર્ય થયુ ઠીક છે કહીને એણે ફોન મૂક્યો.
મોહીતે મીતાબહેન, મેરી, જોસેફ બદાનાં હિસાબ કરીને તૈયાર રાખેલાં. બધાંને ચૂકવી દીધાં. મીતાબહેનને કહ્યું હું કાયમ માટે ઇન્ડીયા જઊં છું આ મારું ઇન્ડીયાનું એડ્રેસ છે તમે ક્યારેક આવો તો જરૂરથી ઘરે આવજો મારાં લાઇક કામ કાજ હોય જણાવજો.
મીતાબહેનની આંખો ભીંજાઇ ગઇ બોલ્યાં "સર તમે… મોહીતે કહ્યું મોહીત કહો સર નહીં.. મીતાબેનની જીભજ જાણે સીવાઇ ગઇ હતી મોહીત પાસેથી એડ્રેસ લઇને કહ્યું ક્યારેક આવીશ તો જરૂરથી તમારાં ઘરે આવીશ.
જોસેફ અને મેરી બન્નેનું આશ્ચર્ય મોહીતને સમજાઇ ગયુ હતું ત્યાંજ મલ્લિકાની ગાડી કમ્પાઉન્ડમાં આવી. મોહીતને અંદર આવીને તરત બોલી તું તારાં મનમાં સમજે છે શું ? મારી કોઇ ચોઇસ હોય કે નહીં. તે તારી રીતે નિર્ણય લઇ લીધો ? હું ઇન્ડીયા નથી આવવાની તારે જવું હોય જઇ શકે છે. તને ઇન્ડીયા જવાનું શું સૂજ્યુ છે ? ત્યાં શું છે ? ભુખ્ખડ ભીખારી દેશ જઇને પાછો પસ્તાઇશ.
મોહીતે હસતાં હસતાં કહ્યું "તારી મરજી અને મલ્લિકા તરફ જોઇ રહ્યો. મલ્લિકા ધીમા પગલે ધ્રુજતી જાણે શરીરમાં તાકાતજ ના હોય એમ એનાં રૂમ તરફ ધીમે ધીમે ગઇ અને બબડતી બબડતી ગઇ તારુ ધાર્યુ કર્યુ છે પસ્તાઇસ ત્યારે કોઇ તારી સાથે નહીં હોય.
હું સૂવા જઊ છુ તારો નિર્ણય તને મુબારક ગુડનાઇટ. એમ કહીને એ એનાં રૂમમાં જતી રહી.
*****************
બીજા દિવસે સવારે મોહીત મોડો ઉઠ્યો.. ઉઠીને એણે જોસેફને કહ્યું "મારાં માટે ચા લાવ અને મલ્લિકાએ પી લીધી ? જોસેફ કહ્યું "સર... મેમતો સવારથી ક્યાંક ગઇ છે...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-62