જ સાહેબને વિનંતી કરી હાથ જોડીને બધા આગેવાનોએ કહ્યું કે સાહેબ આ ગામની ઊજળી નાત અને અમારી નાતના સર્વે ભાઇઓ-બહેનો એક સાથે હળીમળીને ઘણા વરસોથી રહીયે છીએ અમારા દરેકના તહેવારો પણ કોઇ જાતની કનડગત વગર એક સાથે ઉજવણીએ છીએ,અત્યારે દુકાળનું વષઁ હોવા છતા મહેનત મજૂરી કરીને પેટનેા ખાડો પુરીએ છીએ પરંતુ ક્યારે પણ ચોરી કરવાનો વિચાર સુધધા નથી કયોઁ તો ચોરી કરવાની વાત જ કયાં રહી?આપ સાહેબને યોગ્ય લાગે તેા અમારા ઘરોની તપાસ કરી શકો છો અને ચોરીની એકપણ વસ્તુ પકડાય તો આપ જે સજા કરશેા તે અમે સ્વીકારવા તૈયાર છીએ,પરંતુ ખાલી શકથી કોઇને માર-ઝૂડ કરશો નહીં,મુખીજી ને પણ અમારા વિષે અભિપ્રાય પૂછી શકો છો.
મુખી: સાહેબ આ લોકોની વાત સાચી છે.તેઓ ભલે નિચી વર્ણના છે પણ મહેનત-મજૂરી કરી જીવવાવાળા છે,ભુખયા હશે તો માંગીને લેશે પણ ચોરી કદી નહી કરે તેવો મને વિશ્વાસ છે.
સાહેબ:મુખીજી જો આ લોકોએ ચોરી નથી કરી તો કોણે ચોરી કરી?કોઇ બહારના માણસનો હાથ હોય તેવી શંકા છે?
મુખી: સાહેબ આપણે અત્યારે તો આ લોકોને જવા દઇએ પછી જરુર પડશે તો ફરીથી બોલાવીશું,હવે જમવાનો સમય થઇ ગયો છે તેથી આગળની કાર્યવાહી જમ્યા પછી રાખીએ!
સાહેબને જમવા માટે મુખીએ તેમના ઘરમાં બોલાવ્યા,પાટલા આસન પાથરી સાહેબ તથા મુખી સાથે બેઠા અને તેમના હવાલદારોને બીજા ખંડમાં બેસાડ્યા.ગરમા-ગરમ શીરો,પુરી,બટાકાનું શાક,ભજીયા,દાળ-ભાત,પાપડ અને અથાણું પીરસી પે્મથી આગ્રહ કરીને રમાબેને સાહેબને જમાડ્યા, જમીને ઊભા થયા પછી સરસ મઝાની મલાઇદાર છાસનો ગ્લાસ ભરીને આપ્યો.
જમી રહ્યા પછી બધાને બહાર ફળિયામાં લીમડાના ઝાડ નીચે ખાટલામાં બેસી આરામ ફરમાવવા બોલાવ્યા.સાહેબે તેમની ધોળી સિગારેટ કાઢી પીવા લાગ્યા તેમના સાથીદારો બીડી પીવા માટે બહાર ગયા.મુખી અને સાહેબ વાતો કરતા હતા ત્યાં બાપુનો માણસ સાહેબને તથા મુખીને બધાને ચા-પાણી કરવા બાપુની ડેલીએ પધારવા માટેનુ આમંત્રણ આપવા અને સાથે લેતા આવવા કહીયું છે તેમ કીધું .સાહેબે કલાકમાં આરામ કરીને આવીએ છીએ તેમ કહી માણસને રવાના કયોઁ.
ઢળતી બપોરે બધા બાપુની ડેલીએ જવા રવાના થયા.
બાપુ:પધારો-પધારો પથુભા ઝાલા સાહેબ,અમારી ડેલીએ તમારું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થયો.બોલો સાહેબ તમે તથા અમારા ભાભી અને સર્વે બાલ-ગોપાલ મઝામાં છે ને ?
સાહેબ: હા બાપુ ભગવાની દયાથી અને તમારા જેવા વડીલોના આશિષથી સર્વ-મંગલ છે.કાલે વનેચંદભાઇની દુકાન તથા ઘરમાં ચોરી થઇ તેની ફરિયાદ નોધાવવા બન્ને તાલુકાના પોલીસ સ્ટેશને આવ્યા હતા,તેથી તેની તપાસ અર્થે આજે આપના ગામ આવવાનું થયું.જમીને આરામ ફરમાવતા હતા ત્યાં આપની ડેલીએ ચા-પાણી કરવા માટે આવવાનું આમંત્રણ મલ્યું. આપનું આમંત્રણ સ્વીકાર્યા વગર અમારો છૂટકો હતો ?
બાપુ:સાહેબ આપણે બન્ને ઘણા સમયથી મિત્રો છીએ અને હવે મિત્રતાનો સંબધ ઘર જેવો થઇ ગયો છે તેથી અમારા ગામમા આવ્યા હોય અને મારી ડેલીએ તમારે આવ્યા વગર ચાલે જ નહી ?
શુ તમારી બઢતી થાય તેવી તજવીજ ચાલે છે?મને કાલે મુખીએ સમાચાર આપ્યા.અમે અત્યારથી જ તમારી મોટા સાહેબની જગ્યાએ નિમણૂક થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.
સાહેબ: હા બાપુ, મુખી જ્યારે ચોરીની ફરિયાદ નોધાવવા આવ્યા ત્યારે મોટા સાહેબની ભલામણવાળી અરજી લઇને અંગ્રેજ ઓફિસર જિલ્લા મથકે પધાર્યા હતા તેથી રુબરુ મલી આપવા ગયો હતો,અત્યારે તો મોટા સાહેબની મહેરબાની તે જગ્યાએ મારી નિમણૂક કરવાની છે બાકી તો આગળ શું થાય તે જોઈએ .
આમ વાતો ચાલતી હતી અને ચા-પાણી આવ્યા તેથી ચા-પાણી કરતા કરતા સાહેબે ચોરી બાબતે બાપુ સાથે ચર્ચા કરી અને કિધુ કે બાપુ ગામના નીચલા વર્ણના આગેવાનો સાથેની પૂછપરછ અને મુખીના અભિપ્રાય પછી મને લાગે છે કે ગામના કોઈ માણસનો ચોરીમાં હાથ હોય તેમ મને લાગતું નથી,હવે આપણે વધુ માહિતી મેળવવા વનેચંદભાઇને બોલાવી તપાસ કરીએ તો કાંઈ રસ્તો નિકળે..........
વધૂ માટે વાંચો પ્રકરણ -૧૦