paragini - 9 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની - 9

Featured Books
Categories
Share

પરાગિની - 9

પરાગિની

રિની અને પરાગ બંને નીચે ગેમઝોનમાં જઈ બધી જ ગેમ રમે છે જેમાં થોડી ગેમ પરાગ જીતે છે અને બીજી ગેમ રિની જીતે છે. ગેમઝોનનો રાઉન્ડ રિની જીતી જાય છે. હવે સ્વિમીંગનો રાઉન્ડ છે. પરાગને સ્વિમીંગ એકદમ પાક્કું આવડતું હોય છે. રિનીને આવડતું હોય છે પણ તેને ડિપ પુલમાં નથી ફાવતું હોતું. પરાગતો સ્વિમીંગ કોસ્ચ્યુમ પહેરીને રેડી હોય છે. રિનીતો પરાગને જોતી રહી જાય છે, પરાગનું કસાયેલું શરીર, ગોરો વાન, બાયસેપ્સ વાળા હાથ..! રિનીને ભાન થતાં તે નીચું જોઈ લે છે. રિની પાસે કોસ્ચ્યુમ નથી હોતો, તેથી પરાગ કહે છે સ્વિમીંગ બાદ મારા રૂમમાં ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ હશે તમે ચેન્જ કરી દેજો.

સ્વિમીંગ પુલ માં આખો એક રાઉન્ડ જે પહેલા પૂરો કરે તે વિનર..! ગેમ સ્ટાર્ટ થાય છે પરાગ ફટાફટ સ્વિમીંગ કરી એન્ડ પોઈન્ટ સુધી પહોંચી જાય છે જ્યારે રિની ડિપ પુલ આવતા થોડી થોડી ડૂબવા લાગે છે. રિની બૂમ પાડે છે, પરાગ સર પ્લીઝ હેલ્પ..!

પરાગ જોઈ છે તો રિની ડિપ પુલમાં હોય છે.

રિની- સર.. મને ડિપ પુલમાં સ્વિમીંગ નથી ફાવતું હું ડૂબી રહી છું.

પરાગ ફટાફટ પુલમાં ડાઈવ કરી રિની તરફ જાય છે અને તેને પકડીને બહાર કાઢે છે.

પરાગ- સ્વિમીંગ નહોતું ફાવતું તો કહી શક્તી હતીને..! હમણાં કંઈક થઈ જાત તો..!

રિની- સોરી સર..? મને એમ કે પુલ બહુ ડિપ નહીં હોય.

પરાગ- હા, પણ હવેથી ધ્યાન આપજો અને કપડાં ચેન્જ કરી આવ નહીં તો ઠંડી લાગી જશે. અહીં નીચે જ રૂમ છે. રિની જઈને કપડાં ચેન્જ કરે છે તે પરાગનાં કપડા પહેરે છે. કપડાં સહેજ લુઝ હોય છે પણ રિની પર સારા લાગતા હોય છે. સ્વિમીંગ રાઉન્ડ પરાગ જીતે છે.

પરાગ પણ કપડાં ચેન્જ કરે છે. બંને કોફી પી ને કીચન તરફ જાય છે. કુકીંગ માટે...

પરાગ ત્યાં જઈને હેડ શેફને મળે છે. શેફ બંનેને એક ડિશ બનાવવાનું કહે છે અને બે કલાકનો ટાઈમ આપે છે. બે કલાકમાં બંનેએ ડિશ બનાવી શેફ પાસે પહોંચી જવાનું..!

રિની અને પરાગ બંને તે ડિશ બનાવવાનું ચાલુ કરી દે છે. કામ કરતા વચ્ચે વચ્ચે બંને એકબીજાને જોઈ લેતા હોય છે. દોઢ કલાકમાં તેમની ડિશ બની જાય છે. બંને તેમની ડિશ હેડ શેફને ચખાડવા માટે લઈ જાય છે. બંનેની ડિશનું પ્રેઝન્ટેશન સરસ હોય છે. હવે શેફ તેમની બંનેની ડિશ ચાખે છે. શેફ બંને સામે જોયા કરે છે.

પરાગ- આમ જોયા જ કરશો કે કંઈ કહેશો?

શેફ- સર, તમારા બંનેના ડિશનો ટેસ્ટ સરખો જ છે..! કેવી રીતે? તમે બંનેની જગ્યા પણ અલગ હતી તો પણ સરખો જ સ્વાદ..! બંનેનો પ્રેમ ગાઢ લાગે છે.

પરાગ અને રિની બંને એકબીજા સામે જુએ છે અને બંને જ સાથે બોલે છે કે અમે એકબીજાના પ્રેમ નથી..!

શેફ- સોરી, મારાથી આમ જ બોલાય ગયું.

પરાગ- ઈટ્સ ઓકે..!

કુકીંગ રાઉન્ડનું પરીણામ સરખું આવે છે એટલે કે તેમના બંને વચ્ચે ટાઈ થાય છે.

સાંજ થવા આવે છે. રિની કહે છે, હવે ઘરે જવું જોઈએ, લેઈટ થઈ ગયું છે.

પરાગ- હું તમને ઘરે મૂકી જઉં છું.

રિની- ના, સર હું જતી રહીશ.

પરાગ- રિની તું એક વખતમાં તો માને જ નહીં, નઈ? ચાલ, બેસી જા.

બંને ગાડીમાં બેસે છે. પરાગ માનવને રિનીના ઘર તરફ લઈ જવા કહે છે.

રિની- થેન્ક યુ પરાગ સર, તમારી સાથે આજે મજા આવી કોમ્પીટીશન કરવાની..!

પરાગ- થેન્ક યુ ટુ.. મે પણ તારી કંપની એન્જોય કરી.

બંને એકબીજાને સ્માઈલ આપે છે.

રિનીનું ઘર આવતા તે પરાગને બાય કહે છે અને સી યુ ટૂમોરો કહી ઘર તરફ જાય છે, સામે પરાગ પણ બાય કહે છે.

ઘરે જતા જતા પરાગ રિની સાથે વિતાવેલ સમયને યાદ કરે છે. આજે પરાગને કંઈ અલગ જ ફીલ થાય છે, તેને રિનીનો સ્પર્શ મહેસુસ થાય છે.. જ્યારે તેને રિનીને પુલમાંથી બહાર કાઢી ત્યારે પરાગે રિનીને કમરેથી પકડી રાખી હોય છે અને રિનીએ પરાગને ખભેથી પકડ્યા હોય છે. તે ક્ષણોને યાદ કરી મલકાયા કરતો હોય છે.

આ બાજુ રિની ઘરે જાય છે તો જોઈ છે કે ટીયા તેના ઘરે બેઠી હોય છે, ટીયા એશા અને નિશા સાથે વીતો કરતી હોય છે.

રિની- ટીયા તું અહીંયા? કંઈ કામ હતું?

ટીયા રિની ને પરાગના કપડાંમાં જોઈ છે, તેને પરાગના કપડાંમાં જોઈ ગુસ્સો આવે છે પણ તે બનાવટી સ્માઈલ આપી ફ્લાવરનું બૂકે આપતા કહે છે, આઈ એમ સોરી રિની મેં તારી સાથે ખોટું કર્યું. હું દિલથી માફી માંગું છું.

રિનીને અજીબ લાગે છે અને સાથે નવાઈ પણ લાગે છે કે ટીયા માફી માંગવા આવી?

રિની- ઈટ્સ ઓકે..! હું તો એ વાત ક્યારની ભૂલી ગઈ છું.

એશા- રિની તું આ બોય્સના કપડાં ક્યાંથી પહેરી આવી?

રિની તેમને બધુ કહે છે અને કહે છે કે આ તો પરાગ સરના કપડાં છે.

ટીયા- હવે હું નીકળું મારે મોડું થઈ ગયું છે. બાય રિની એન્ડ થેન્ક યુ તે મને માફ કરી દીધી.

રિની પણ તેને બાય કહે છે. ટીયા બહાર જઈને કોઈને ફોન કરે છે અને તેને મળવાનું કહી ફોન મૂકી લુચ્ચું હસીને જતી રહે છે.

ટીયાના ગયા પછી ત્રણેય જણા તેમના રૂમમાં જાય છે. એશા અને નિશા રિનીની આજુબાજુ ગોઠવાઈ જાય છે.

એશા- ચાલ ફટાફટ બોલવા માંડ શું મજા કરી આજે?

રિનીના ચહેરા પર મોટી સ્માઈલ આવી જાય છે,

નિશા- હાય... મિસ્ટર પરાગનું તો નામ પણ નથી લીધુ અને તારા ચહેરા પર રોનક તો જો...! એશા અને નિશા બંને રિની પરાગના નામે હેરાન કરે છે.

રિની તેમને બધુ કહે છે, પછી ત્રણેય જણા આઈસક્રીમ ખાઈને વાતો કરી સૂઈ જાય છે.

***********

રિની ઓફીસ જઈ તેના કામ પર લાગી જાય છે. નિશા પણ હોસ્પિટલ જતી રહે છે. એશા તેનું બેંકનું કામ પતાવી તેની ઓફીસ જતી હોય છે, સામેથી માનવ તેને મળવા આવે છે. માનવને જોઈ એશા મોં બગાડે છે અને બબડે છે, આવી ગયો ચીપકૂ..!

માનવ- હાય એશા..!

એશા- (ખોટી સ્માઈલ આપી) હાય..! સવાર સવારમાં કેમ અહીં.?

માનવ- એતો તને મળવું હતું એટલે..!

એશા મોં બગાડતી તેની ગાડી પાસે જાઈ છે પણ ત્યાં તેની ગાડી નથી હોતી.

એશા- મારી ગાડી ક્યાં ગઇ? મેં તો અહીં જ પાર્ક કરી હતી..! એશા માનવ તરફ જોઈ છે, માનવ હસતો હોય છે.

એશા- એય મિસ્ટર ચીપકૂ.. મારા ગાડી ક્યાં છે અને તારી હિંમત કેવી રીતે થઈ મારી ગાડીને ટચ કરવાની?

માનવ- અરે અરે... શાંત..! તે દિવસે તારી ગાડી ખરાબ થઈ ગઈ હતીને ત્યારે મેં જોયું કે સ્પાર્ક પલ્ગ બગડી ગયો છે, ઓઈલીંગ પણ કરવાનું હતું તો હું તારી ગાડી ગેરેજમાં મૂકી આવ્યો છું.

એશા- મને પૂછ્યા વગર તું કેમ લઈ ગયો? અને ગાડી તો લોક હતી તારી પાસે ચાવી કેવી રીતે આવી?

માનવ- ચિંતા ના કરીશ.. તારી ગાડીને કંઈ જ નહીં થવા દઉં.. એકદમ મસ્ત કરીને આપીશ અને ચાવી તો ડુપ્લિકેટ મળી ગઈ હતી આ કારના મોડલની મારા ફ્રેન્ડ પાસેથી..!

એશા- બકવાસ બંધ કર અને મને પહેલા ગેરેજ લઈ જા.

માનવ- અત્યારે તને ઓફીસ મૂકી જઉં પછી સાંજે લઈ આવીશું ગાડી અત્યારે સર્વિસ થતી હશેને ગાડી..!

એશા ગુસ્સો કંટ્રોલ કરતા કહે છે, સારૂં પણ આજ પછી મારી ગાડી અડતો નહીં નહીતર મારી મારીને કચુંબર બનાવી દઈશ તારું..!

માનવ- હું તો એ થવા પણ તૈયાર છું.

એશા આંખો કાઢી જતી રહે છે.

માનવ તેને ઓફીસ મૂકી તેના કામ પર જતો રહે છે.

ટીયાએ જે માણસને ફોન કર્યો હતો તે આજે કંપની પર આવે છે. તે એક મોડલ તરીકે અપ્લાય કરે છે અને તે મોડેલીંગનું કામ કરવા ત્યાં આવે છે. ટીયા જૈનિકા અને સમરને તેની ઓળખાણ આપે છે, આ છે રાજ.. મારો દોસ્ત અને થોડા દિવસ મારી સાથે કામ કરશે. એટલામાં જ રિની જૈનિકાને અગત્યનાં પેપર અને ડિઝાઈનની બુક આપવા આવે છે. ટીયા રાજને ઈશારો કરી કહે છે કે આજ રિની છે એમ. રાજ રિનીની આજુબાજુ જ ફર્યા કરતો હોય છે અને આ દ્રશ્ય સમર જોઈ છે તેને મનમાં શંકા થાય છે કે આ માણસ ઠીક નથી, આના ઈરાદા કંઈક અલગ જ છે.

નવીનભાઈ, શાલિની, પરાગ, સમર, જૈનિકા મીટિંગ રૂમમાં બેઠા હોય છે. પરાગ તેની નવી પ્રોડ્ક્ટનાં વિશે બધાને કહે છે.

નવીનભાઈ- નવી પ્રોડ્ક્ટમાં શું છે અને એનું હેન્ડલીંગ કોણ કરશે?

પરાગ- નવી પ્રોડ્ક્ટસમાં છે... ડિઝાઈનર બેગ અને ફૂટવેર...આનું બધું જ હેન્ડલીંગ સમર કરશે.

શાલિની- સમર તો કંપનીનો હેડ છે તો આ કામ સમર શું કામ કરે કોઈ બીજું પણ કરી જ શકે છેને.?

નવીનભાઈ- સમરને જાતે કામ નથી કરવાનું તે ફક્ત ગાઈડ કરશે અને માર્ગદર્શન આપશે.. જો સમરને આ કામથી કંઈ પ્રોબ્લમ હોયતો આ કામ બીજાને આપી દઈશું.

સમર- મને તો કંઈ જ પ્રોબ્લમ નથી ઈન્ફેક્ટ હું તો હમણાંથી જ રેડી અને એક્સાઈટ છું કામ માટે..!

પરાગ- ગુડ..! તો કાલે એ ક્લાઈન્ટ સાથે તારી મીટિંગ છે અને એમને કોન્ટ્રાક પણ સાઈન કરવાનો રહેશે એ હું તૈયાર કરાવી કાલે સવારે તને આપી દઈશ.


મીટિંગ પત્યા બાદ શાલિની એક વકીલને મળીને એક નવો કોન્ટ્રાક બનાવવા કહે છે. જેમાં તે અમુક શરતો મૂકાવે છે જેનાથી કંપનીને નુકસાન થઈ શકે..! આવું કરી તે સમર અને પરાગને લડાવવા માંગતી હોય છે.

શાલિની તે કોન્ટ્રાક સિયાને આપે છે અને કહે છે પરાગે જે કોન્ટ્રાક બનાવડાવ્યો છે તેની જગ્યાએ આ કોન્ટ્રાક તારે મૂકી દેવાનો. સિયા કંઈ બોલતી નથી અને કોન્ટ્રાક તેના ડેસ્ક પર મૂકે છે અને કહે છે ગમે તે થાય સરને કહેવું તો પડશે જ પણ કાલે મીટિંગ પહેલા જ વાત કરી લઈશ.


સાંજે માનવ એશાને લઈ ગેરેજમાં જાઈ છે. એશા જોઈ છે કે ગાડી એકદમ ચકાચક કરી દીધી હોય છે, પછી તે ગાડી ચાલુ કરીને જોઈ છે તો તરત જ ગાડી ચાલુ થઈ જાય છે. એશા બધુ ચેક કરી લે છે. એશા માનવને થેન્ક યુ કહે છે.

માનવ- તારા માટે તો જાન પણ હાજીર..!

એશા હા હવે બહુ રોમીયોના બનીશ..! ગાડી સરખી કરી આપી એટલે કે હુ તારી પાછળ લટ્ટું નઈ થઈ જઉં..! હંહ..!

એશા બિલ ભરવાં જાય છે પણ માનવે બિલ ભરી દીધું હોય છે. એશા તેને બોલે છે કે આજ પછી આ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ વાળી વાત અને વસ્તુ મારી સાથે ના કરતો અને ગેરેજવાળા પાસે કેટલા પૈસા થયા તે જાણીને માનવના હાથમાં પૈસા આપી જતી રહે છે.

શું સમર અને પરાગને લડાવવાનાં શાલિની સફળ થશે?

ટીયા રિની સાથે શું નવું કરશે?

વાંચતા રહો આગળનો ભાગ ૧૦