લસ્સિ એ તરત જ overall માત્ર ૫ જ ડિગ્રી કારને રાઈટ ટર્ન કરી અને પછી સીધી ચલાવવા લાગી.
થોડી જ વારમાં ખુલ્લા મેદાન નો અંત આવે છે અને ઉત્તર પૂર્વીય જંગલ ની હદ શરૂ થાય છે.
લસ્સિ અને રોમન બંને કારની બહાર નીકળે છેઅને રોમન દોડતા દોડતા લસ્સિ ને કહે છે કમોન લસ્સિ .
લસ્સિ બેગના પટ્ટાને ગળામાં ભેરવી દે છે અને દોડતા દોડતા જ બેગ માંથી કેમેરો બહાર કાઢે છે અને દોડતા દોડતા જ તેને ઑન કરી દે છે .
રોમન જાણતો હતો કે લસ્સિ એ કેમેરો ઑન કરી જ
દીધો હશે.એટલે તેણે પાછળ ફરી ને લસ્સિ ની સામે જોયા વિના જ તેને કહી દીધું કે ફિયાન્સ અહીં જ ક્યાંક હોવો જોઈએ.
લસ્સિ એ કહ્યું તું બસ મને ખાલી ઈશારો જ કહી દેજે હું ચૅક કરી લઈશ.
ગણતરીની મિનિટોમાં જ રોમન એક ભાગતાં કોબ્રા બાજુ આંગળી નો ઈશારો કરે છે અને લસ્સિ તેને કેમેરામાં શૂટ કરવા જાય છે.અને તરત જ લસ્સિ કેમેરામાં ચૅક કરીને કહે છે રોમન આની તો ખાલી પૂછ જ એક્ઝેટ આવે છે i think કૅમેરા ને આખો કોબ્રા દેખાડવો પડશે.
રોમને કહ્યું યા રાઈટ આઈ નૉ .
રોમન સમજી ગયો અને તેણે બાજુના ઝાડ પરથી એક લાકડી તોડી ને એ કોબ્રા ની પાછળ દોડવા લાગ્યો.અને થોડી જ વારમાં લાકડી વડે કોબ્રા ને દબોચી લઈને લસ્સિ ને કહ્યું check it out નાવ .
લસ્સિ એ કહ્યું અમેઝિંગ રોમન આ તો એ જ છે.
લસ્સિ એ રોમન ને શંકા કરતાં કહ્યું તો પણ આપણે એક બે કોબ્રા ચેક કરી લેવા જોઈએ રોમન. મશીન તો મશીન જ છે આફ્ટર ઓલ અને આપણે કોઈ ચાન્સ નથી લેવો.
રોમન એ કહ્યું ઍઝ યુ વીશ .અને એ કોબ્રાને તેની બેગ માં નાખી ને બીજો કોબ્રા શોધવા નીકળી પડ્યો.
થોડીવાર પછી રોમને લસ્સિ ને લાકડી નો ઈશારો કરીને બીજો કોબ્રા દેખાડ્યો અને લસ્સિ એ તેને કેમેરામાં શૂટ કર્યો અને બીજી જ સેકન્ડે લસ્સિ એ રોમન ને ઓકે ની થમ્બ સાઇન આપીને કહ્યું યુ આર જિનિયસ રોમન.
બીજા કોબ્રા માં કૅમેરા એ કોઈ જ ઇન્ડકેશન નહોતું આપ્યું.
અને બંને જણા દોડીને કાર પર પહોંચે છે.
રોમને કોબ્રા વાળી બેગ લસ્સિ ના હાથમાં ફેકતા કહ્યું હવે કારની ચાવી મને આપી દે.
લસ્સિ એ કારની ચાવી રોમન બાજુ ફેંકી અને બંને જણા પાછા તેમના ડેસ્ટિનેશન કેમ્પ ઉપર પાછા જવા લાગ્યા.
ઘરે પહોંચીને રોમન સૌથી પહેલો ગૌતમ ને ફોન કરે છે અને ગૌતમ રોમન ને કહે છે મને આશા નહોતી કે તમે આટલું જલ્દી થી કામ પતાવી દેશો. રોમને કહ્યું યા હું કાલે સવારે સેન્ચ્યુરી ઉપર આવું છું.
ગૌતમે કહ્યું મોસ્ટ વેલકમ.
કથા ની અંદર સમાયેલી મથામણો નો આરંભ હવે જ થવાનો છે . મથામણો એટલે કે મૂલ્યોની મથામણો .એ મૂલ્યો કે જેને માનવીની દ્રષ્ટિ એક વન્ય પશુ ને કેવી રીતે જુએ છે?એ મૂલ્યો તે જેની અંદર એક માનવીની નૈતિક તા સમાયેલી છે અને એ મૂલ્યો કે જેને values of life પણ કહેવામાં આવે છે. અર્થાત જીવન મૂલ્ય. મુલ્યોની પણ પોતાની એક મહા માયાજાળ હોય છે .આ મૂલ્યોને પણ એક યા બીજી રીતે ધર્મ કહી શકાય. ધર્મ એટલે જ ફ્લેક્સિબલ librl એન્ડ સરકમટેન્સિસ ડીપેન્ડેડ વર્કસ.જે ઑલમોસ્ટ દરેક જગ્યાએ અને દરેક સમયે અલગ અલગ જ હોય છે.કદાચ એટલે પણ વિદ્વાનોએ નેતિ નેતિ પોકારી ને કહ્યું હશે કે ધર્મની વ્યાખ્યા થવી અસંભવ છે.