Granny, I will become rail minister - 18 in Gujarati Fiction Stories by Pratik Barot books and stories PDF | બા, હું રેલમંત્રી બનીશ. -અધ્યાય ૧૮

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

બા, હું રેલમંત્રી બનીશ. -અધ્યાય ૧૮

અધ્યાય ૧૮

વહેલી સવારે ડોરબેલ વાગતા તિવારી સાહેબે હાંફળા-ફાંફળા દોડતા આવીને દરવાજો ખોલ્યો. દરવાજે મને ઉભેલો જોઈ કંઈક ખરાબ બનવાની આશંકાએ એ ચોંક્યા.

"શુ થયુ કાકા? આટલી સવાર-સવારમાં તમે અહીં?"

"બધુ બરાબર છે ને? મિનલબેનને તો કાંઈ..."
એમણે ચિંતિત સ્વરે પૂછ્યુ.

"બધુ બરાબર છે, સાહેબ."
"પણ પેલી બે ગેંગ હજુયે પકડાણી નથી એની ચિંતામાં રાત આખી સૂઈ શક્યો નથી. શુ આપણે વહેલા સ્થળ પર પંહોચી જઈએ તો એકાદ પણ શંકાસ્પદ પકડાઈ શકે અને કદાચ પૂરી ગેંગ સૂધી પંહોચી શકાય."

"હું એટલો મોટો માણસ નથી કે હું આપને સલાહ આપી શકુ, પરંતુ જો એમની યોજના શપથવિધિ સમયે જ હુમલો કરવાની હોય તો સ્થળ પર અત્યારે એમના અમુક માણસો હાજર હોવા જ જોઈએ એવુ મારૂ માનવુ છે. માટે હું સીધો તમારી પાસે જ આવી ગયો."

તિવારી સાહેબ જરા અણગમા સાથે પણ મારો સૂઝાવ સ્વીકાર્યો.

"તમારી વાતમાં મને તથ્ય લાગે છે. મારા બે ટુકડીઓને તો હું ત્યાં મોકલી જ ચૂક્યો છુ. વળી, આપણા એનઆઈએ ના સભ્યયોને પણ હુમલા વિશે માહિતી પંહોચાડી દીધી છે. આપણે બંને પણ ત્યાં જ પંહોચીએ." એમણે એમની પોલીસ જીપ બોલાવી.

બે બીજા હવાલદાર સાથે અમે બંને એ જીપમાં શપથવિધિના સ્થળ રાષ્ટ્રપતિ ભવન પંહોચ્યા.

વોકી-ટોકી સાથે અલગ અલગ દિશાઓમાં માણસોને મોકલી હું અને ઈન્સ્પેક્ટર પણ મેદાનમાં ચાલતી મંડપ અને ખાણીપીણીની તૈયારીઓ વચ્ચે થઈ મેદાનના અલગ અલગ વિસ્તારોનુ અવલોકન કરવા ચાલ્યા. લક્ષ્ય હતુ પેલી હજુ સુધી પોલીસના હાથમાં સપડાયેલી ગેંગના માણસો અથવા એમના વિશેની માહિતી મેળવવી.

અડધા કલાકમાં જ સંદિગ્ધ લાગે એવા ચાર બદમાશોને જડપી લેવામાં આવ્યા. એ ચારની પોલીસે પોતાની રીતે પૂછપરછ કરતા પણ કંઈ નક્કર માહિતી ન મળતા સૌ ફરી ચિંતામાં આવી પડયા, કેમકે શપથવિધિ આડે હવે માંડ દોઢ કલાક જેટલો સમય બચ્યો હતો.

પકડાયેલા ગેંગના માણસોના કહેવા પ્રમાણે હુમલો ભીડમાંથી અને આકાશમાંથી બંને તરફથી થવાનો હતો. આનાથી વધુ કોઈ માહિતી મળી નહોતી.

તિવારી સાહેબે એમની જાસૂસ ટૂકડીને કામે લગાડી દીધી હતી અને આસપાસની ઉંચી ઈમારતોમાં પણ સઘન શોધખોળ આરંભી દીધી હતી. અર્જુનને સાહેબના ફોન પરથી પૂરી વાત જણાવી ચૂક્યો હતો. એને મિનલની સાથે જ રહેવા જણાવ્યું હતુ.

બીજા એકાદ કલાકમાં બીજા બે માણસો પોલીસે ઝડપી લીધા. હવે પચીસેક મિનિટ જેટલો સમય જ બાકી હતો. પોલીસના માણસોને યોગ્ય સ્થાને જ્યાંથી પૂરા મેદાનનુ ચોતરફથી નિરિક્ષણ થઈ શકે એમ ગોઠવી હું અને તિવારી સાહેબ કંટ્રોલ રૂમમાં આવી બેઠા, જ્યાંથી બધાને એકસાથે સંદેશો પંહોચાડવાનુ આસાન હતુ અને પૂરા મેદાનને ત્યાંથી અવલોકી શકાય એમ હતુ.

એક પછી એક અધિકારીઓ, રાજનેતાઓ, સેલીબ્રીટીઓ અને સૈનિકોએ મેદાનમાં સૌથી આગળ મૂકેલી બેઠકો જોતજોતામાં ભરી દીધી. એમની પાછળ સામાન્ય જનતાએ સ્થાન જમાવ્યુ. નવા ચૂંટાયેલા બીજા શપથ લેનારા મંત્રીઓની સાથે મિનલના આવવાની રાહ જોવાતી હતી. બીજી તરફ હું મિનલ આવીને હેમખેમ કોઈ આંચ વિના પાછી ફરે એ સમયની રાહ જોતો હતો.

પાંચેક મિનિટ વાટ જોયા પછી મિનલે અજ્જુ સાથે મેદાનમાં પ્રવેશ કર્યો. સ્વયંસેવકે બતાવેલા પૂર્વનિર્ધારીત સ્થાન તરફ એ આગળ વધી રહી હતી. ચારેતરફ ગોઠવાયેલા પોલીસના માણસોને સતર્ક રહેવાનો સંદેશો પાઠવી દેવામાં આવ્યો હતો.

મિનલ એની બેઠકની એકદમ પાસે પંહોચી જ હતી, ત્યાં એની ડાબી તરફથી આગળ વધતો એક વ્યક્તિ મારા ધ્યાનમાં આવ્યો. એ પોતાના થેલામાં કંઈક છુપાવવાનો પ્રયત્ન કરતો કરતો આગળ વધી રહ્યો હતો. તિવારી સાહેબે પણ પોસ્ટર પાછળ સંતાઈ મિનલ તરફ આગળ વધી રહેલા બે વ્યક્તિઓને ઓળખી પાડ્યા. વોકીટોકી પર સંદેશો પાઠવી દેવામાં આવ્યો અને ત્રણે શાર્પશૂટરોને પકડી લેવામાં આવ્યા. એક હુમલો નિષ્ક્રિય બનતા સૌએ રાહતનો શ્વાસ લીધો.