હવે આગળ,
આપણે આગળ જોયું કે દેવ ના મોઢા પર થી મુસ્કાન હટતી નથી .દેવ મનમાં ને મનમાં આજે વધુ ખુશ છે આજે દેવ ઘરે આવે છે તો તેની બહેન મયુરી પણ પૂછી બેસે છે ભાઈ કાઈ નવીનમાં તો નથી ને ?
દેવ : ના દીદી કાઈ નવીનમાં નથી તને કેમ એવું લાગે છે?
મયુરી : આજે તું વધુ જ ખુશ દેખાય છે એટલે પૂછ્યું.
દેવ : ના દીદી એવું કઈ જ નથી અને હશે તો તને સૌથી પહેલા કહીશ .
મયુરી : સાચે જ ને ! મને બનાવતો તો નથી ને ?
દેવ: ના દીદી સાચે જ કાઈ જ નથી એવું.
મયુરી : તો અત્યારે કેમ મનમાં ને મનમાં હજી મુસ્કુરાય છે એમ કે મને ?
દેવ : દીદી સાચે જ કાઈ નથી પ્રોમિસ તમને પહેલા કહીશ.
વાત કરતા કરતા દેવ બહાર નીકળી જાય છે .દેવ અત્યારે ઘરે આવીને શોપ પર જવા નિકળે છે.
દેવ શોપ પર આવીને કામ કરવા લાગે છે સાંજ પડી જાય છે.દેવ તેના મિત્રો સાથે ગામમાં ફરવા જાય છે ને સાથે સાથે નાસ્તો પણ કરે છે નાસ્તો કરતા કરતા ફરી તેને એકવાર કાજલ સાથે જે વાત કરી હતી તે યાદ આવી જાય છે અને ફરી મનમાં મુસ્કુરાય છે. દેવને તેના મિત્રો નાસ્તો કરી બહાર નીકળે છે પણ કોઈ ને ખ્યાલ ન આવે તે રીતે ક્યારેક ક્યારેક કાજલ ના ખયાલોમાં ખોવાય જાય છે વાત કરતા કરતા ફરી દેવ શોપ પર પહોંચે છે દેવ ફરી કામ માં લાગી જાય છે અને કામ કરવા લાગે છે રાતના 10 વાગી ગયા હોવા છતાં પણ તેને ખબર પડતી નથી હવે તે શોપ બંધ કરી ઘરે જવા નિકળે છે ઘરે પહોંચી જમીને સુઈ જાય છે .
સવારે 5 વાગ્યે જાગીને તે ફટાફટ તૈયાર થઈ ને બસ સ્ટોપ પર જવા નીકળે છે. બસ સ્ટોપ પર પહોચીને બસની રાહ જોવા લાગે છે .બસ આવે છે ગામના બધા મિત્રો બેસે છે બસ આગળ વધે છે સાથે સાથે દેવના વિચાર પણ આગળ વધે છે શુ આજે કાજલ બસમાં આવશે કે નહીં .તે વિચાર કરતા કરતા ક્યારે દેવને ઊંઘ આવી જાય છે બસમાં તે જ ખબર પડતી નથી તેની બાજુમાં આજે પણ સીટ ખાલી જ છે દેવે પોતાની બેગ બારી બાજુ મૂકી છે જ્યારે તે બહાર ની સીટ પર બેઠો છે બસ આગળ વધતા વધતા બસ વિદ્યાર્થી થી ભરાવા લાગે છે દેવને કોઈ જગડતું નથી દેવ તો હજી પોતાના સપના માં જ ખોવાયેલો છે .કાજલનું ગામ આવી જાય છે દેવની ઊંઘ હજી ઊડતી નથી પણ કાજલ ને તેની ફ્રેન્ડ આવે છે તો કાજલની એક ફ્રેન્ડ સ્મિતા દેવને જગાડે છે અને દૂર બેસવા માટે કહે છે દેવ જાગીને સામે જોવે છે બાજુમાં કાજલ પણ હોય છે દેવ પોતાની બેગ લઈને બારી બાજુ બેસે છે સ્મિતા પણ દેવની બાજુમાં બેસતી નથી તે કાજલને દેવની બાજુમાં બેસવા માટે કહે છે અને દેવની બાજુમાં બેસી જાય છે. દેવ તો બસ સ્મિતા અને કાજલને જ જોતો રહી જાય છે આજે ફરી કાજલ તેને મળી બસમાં તો દેવના ચહેરા પર એક ખુશીનું મોજું ફરી વળે છે.પણ ખુશી બોવ જાજા સમય માટે હોતી નથી અમરેલી આવી જાય છે વિદ્યાર્થી બસમાંથી ઉતરવા લાગે છે .બસ સ્ટોપ પર ઉતરી દેવને લેવા માટે ભાવેશ તેની રાહ જ જોતો હોય છે .દેવને લઈને તે આઈટીઆઈ તરફ જવા લાગે છે કાજલ પણ કોલેજ તરફ તેની ફ્રેન્ડ સાથે આગળ વધે છે .