Characterless Part - 7 in Gujarati Fiction Stories by Parth Kapadiya books and stories PDF | CHARACTERLESS - 7

Featured Books
Categories
Share

CHARACTERLESS - 7

Characterless

ગતાંકથી ચાલુ......

છઠ્ઠા ભાગમાં તમે જોયું કે મારી મમ્મીની અચાનક તબિયત ખરાબ થઇ ગઈ હતી અને નિખિલ ડોક્ટરને લઈને ઘરે ગયો હતો. પછી તે અમારા ઘરે જ જમ્યો અને છેલ્લે ભરતભાઈના કહેવા પર બીજા દિવસે આખી કોલેજના દરેક વિદ્યાર્થીઓ એસિડ અટેકના મુદ્દે આવેદનપત્ર આપવા માટે રેલીમાં જોડાયા. અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જતા જ હતા અને અચાનક જ એક દ્રશ્ય જોઈને બધા સ્તબ્ધ થઇ ગયા, હવે જોઈએ આગળ શુ થશે ?

અમે જોયું કે એસિડ અટેકના આરોપીને પોલીસ લઇ જઈ રહી હતી, બધા એટલા માટે સ્તબ્ધ હતા કારણ કે રેલી પહેલા ભરતભાઈના એક સાથીદારે આ નરાધમનો ફોટો બધાને દેખાડયો હતો. હું તો સ્તબ્ધ હતો જ પરંતુ કારણ કંઈક અલગ હતું. આરોપીને ત્યાંથી લઇ ગયા, અમે તો એમ વિચારતા હતા કે આ વ્યક્તિને અહીંયા કેમ લાવ્યા હશે ?

ભરતભાઈ સૌથી આગળ આવ્યા પછી એમણે થોડું ભાષણ કર્યું અને અમુક સંખ્યા સાથે લીધી જેમાં મારો અને નિખિલનો પણ સમાવેશ હતો, અમે કુલ ૮ જણા આવેદનપત્ર આપવા ગયા. ભરતભાઈએ એક ક્રાંતિકારીની જેમ રજુઆત કરી. પછી અમે બધા જ વિદ્યાર્થીઓ કોલેજમાં પાછા ફર્યા.

લેકચર શરુ થવાને સમય હતો તેથી મેં નિખિલને કહ્યું ૫ મિનિટ આવજે મારી સાથે. નિખિલે કહ્યું કામ શુ છે ભાઈ એ તો જણાવ, મેં કહ્યું થોડીવારમાં જ ખબર પડી જશે ચાલને. મારી નજર સાગરને શોધતી હતી એ અમને ટોયલેટમાં મળ્યો પછી મેં સાગરને પૂછ્યું કે સાગર જે પૂછું એનો સાચો જવાબ આપજે. સાગર અને નિખિલ બંનેને નવાઈ લાગી કે આ બધું શુ ? પછી હું સાગરની સામે જોઈને બોલ્યો કે સાગર ! આજે કલેક્ટર કચેરીમાં તારો મોટોભાઈ અપરાધીની સાથે શુ કરતો હતો ? નિખિલ સ્તબ્ધ અને સાગરને પરસેવો વળ્યો. ૫-૧૦ સેકન્ડ સુધી કંઈ બોલ્યો નહીં પછી કહ્યું કે અરે ભાઈ ! એ તો વકીલાતનું ભણે છે ને એટલે કદાચ... હવે મને વધારે ખબર નથી હું પૂછીને જણાવીશ તને. મને લાગ્યું કે સાગર મારાથી કઈંક છુપાવે છે. અને હું આગળ કંઈ કહેવા જાઉં ત્યાં જ ટોયલેટમાં રાહુલ આવ્યો અને અમને કીધું કે ભાઈઓ અહીંયા શુ કરો છો ? સર ક્લાસમાં આવી ગયા છે. અને પેલી વાત અધૂરી મુકીને અમે ક્લાસ તરફ આગળ વધ્યા.

ક્લાસમાં લેકચર ભર્યું અને બીજા લેકચરમાં સર નહોતા આવ્યા એટલે અમે બધા પાછા મસ્તીની મોજમાં. આજે મેં જોયું તો સરલ સૌથી વધારે મસ્તી કરતી હતી એટલે મને નવાઈ લાગી અને એ શીખવા મળ્યું કે જીવનમાં તકલીફ હોય પરંતુ વલણ તો "હા મોજ હા" નું જ હોવું જોઈએ. એ બધું તો બરાબર પણ મેં છેલ્લી પાટલી પર નજર કરી તો નિખિલ કાવ્યાને મનાવી રહ્યો હતો. આ બધી તકલીફો તો પ્રેમી-પંખીડાને રહેવાની જ. આપડે મોજ ! આવી તકલીફ મારી જીવનમાં નહોતી. અને રાહુલની સામે જોઈને કહ્યું કે સાચી વાતને ! રાહુલ મારી સામે જોઈને બોલ્યો કઈ વાત ? પછી મેં કહ્યું છેલ્લી પાટલી પર નજર તો કર. અને એ તો જોઈને જોર જોરથી હસવા લાગ્યો. મેં કહ્યું ભાઈ ! જોયું આમને આ બધા લોચા, તો રાહુલે કહ્યું કે લોચા નહીં ભાઈ આ તો પ્રેમ છે એમનો, એ તો તને થશેને તો આ બધું પણ સારું લાગશે. મેં કહ્યું કે ફિલ્મી ડાઈલોગ મારવાનું બંધ કર. અને પછી તો અમે જે મસ્તી ચાલુ કરી બોસ !

આમ લેકચર અને મસ્તીની રમઝટ પછી અમે કોલેજમાંથી છૂટ્યા. પાર્કિંગમાં મને સરલ મળી, તો મેં એને પૂછ્યું કે સમીક્ષા દીદીને કેમ છે ? તો એને જણાવ્યું કે પહેલા કરતા સારું છે. અને આગળ વાત ઉમેરતા એને કહ્યું કે આકાશ કોઈને પણ આ વાતની ખબર ના પડવી જોઈએ કે સમીક્ષાદીદી મારા મોટા બહેન છે. તું સમજે છે ને ? મેં કહ્યું હા ! હું કોઈને પણ નહીં જણાવું.

હા તો સરલ ! દીદી વાળી વાત તો આપણા વચ્ચે જ રહેશે પરંતુ મેં જે તને ગઈ કાલે પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ તો આપીશને મને. સરલે કહ્યું હા ! મને યાદ છે અને હું તને જવાબ આપીશ. પછી એણે આગળ ઉમેર્યું કે આકાશ ! સાચું કહું ને તો મને પણ ખબર નથી કે કેમ તને આટલી વાત જણાવી પરંતુ એટલું જરૂર કહીશ કે તું જે રીતે બધા જોડે વાત કરતો હોય છે એ મને ગમ્યું અને એકવાર તારો દોસ્ત છે ને મને એનું નામ ખબર નથી પરંતુ તું એને ધમકાવતો હતો. કઇ બાબત હતી એ તો મને પણ ખબર નથી પરંતુ તે એને કહ્યું હતું કે "કોઈપણ વ્યક્તિ ભલેને તે છોકરો હોય કે છોકરી પણ એના ચરિત્રના પાસા તમે કેવી રીતે નક્કી કરી શકો" બસ મેં આટલું સાંભળ્યું હતું. અને મારા દિલને લાગ્યું કે આ વ્યક્તિની દોસ્તી સરલ માટે સરસ રહેશે અને યાર દિલથી બહુ જ ભરાઈ ગઈ હતી અને તારી અંદર એક સારો દોસ્ત જોયો એટલે બધું જ તને જણાવી દીધું. મેં નવાઈ સાથે કહ્યું બહુ જ અલગ પ્રકારનું કારણ હતું, અને બંને જણા હસવા લાગ્યા. અમે હસતા જ હતા અને સરલે કહ્યું કે ફોન નંબર આપીશ ? એટલે હવે તો આપણે દોસ્તને. મને થોડી નવાઈ લાગી એટલે સરલ બોલી કે અચાનક નંબર માંગ્યો એટલે નવાઈ લાગી કે શુ ? પછી વાત ઉમેરતા કહ્યું કે હું ફેરવી ફેરવીને વાત નથી કરતી એટલે તારી જોડે નંબર માંગી લીધો. સો સિમ્પલ ! મેં કહ્યું કે "નોટ બેડ" અને હસવા લાગ્યો. પછી મેં એને નંબર આપ્યો. પછી અમે બંને પોતાના ઘર માટે નીકળ્યા તો સરલ મારી સામે જોઈને કહ્યું આકાશ ! સ્માઈલ પ્લીઝ. મને સ્માઈલ સાથે થોડું હસવું પણ આવ્યું અને હું મનોમન બોલ્યો મેરા ડાયલોગ મેરે પર !

હું ઘરે પહોંચ્યો અને મને લાગ્યું કે હું કઈંક ભૂલું છું. પછી અરે હા ! એમ કહીને મેં મોબાઈલ લીધો અને તરત સાગરને ફોન કર્યો. હેલ્લો ભાઈ આકાશ બોલું છું, તું ઘરે પહોંચી ગયો ? તો સાગરે કહ્યું કે હા ભાઈ હમણાં જ પહોંચ્યો. મેં આગળ કહ્યું કે ભાઈ આજે તે મને જવાબ તો આપ્યો કે તારો ભાઈ વકીલાત કરે છે પરંતુ સાચું કહું તો મને તો કઈંક અજુગતું લાગ્યું. તો સાગરે કહ્યું કે પછી મેં ભાઈ જોડે વાત કરી એટલે એમણે કહ્યું કે અમારે વકીલાતમાં અમુક પ્રોજેક્ટ વર્ક હોય એના ભાગરૂપે આરોપીને મળવાનું હતું. પછી મેં કહ્યું બરાબર ભાઈ સોરી તારા ભાઈ પર શક કર્યો. સાગર કે વાંધો નહીં ભાઈ. અને પછી સાગરે આગળ ઉમેર્યું કે તને પૂછવાનું ભૂલી ગયો હતો કે માસી ની તબિયત કેવી છે ? મેં કહ્યું મમ્મીની તબિયત સારી છે દોસ્ત. પછી અમે થોડીક વાતો કરી અને મેં ફોન મુક્યો.

મારા રૂમમાં ગયો ને હું, તો જોયું તો એક પુસ્તક હતી અને હું તરત દોડતો મમ્મી પાસે ગયો. મમ્મી આ પુસ્તક ? તો મમ્મી એ કહ્યું કે તારા પપ્પા તારા માટે લાવ્યા છે. અને હું તો ખુશખુશાલ. પુસ્તક એ તો મારો પ્રથમ પ્રેમ. અને મમ્મીને કહ્યું કે થોડીવાર હું આ પુસ્તક વાંચું કંઈ કામ હોય તો જણાવજે, જમવાના સમય સુધી તો પુસ્તક વાંચી.પછી અમે જમી લીધું.

હું આંટો મારવા માટે બહાર નીકળ્યો અને મને સામે કાવ્યા મળી. મેં કહ્યું ક્યાં ફરે છે તું ? કાવ્યાએ કહ્યું અરે કંઈ નહીં થોડો સામાન લઈને જતી હતી. મેં કહ્યું બરાબર અને પછી ઉમેર્યું કે આજે નિખિલથી કેમ નારાજ હતી ? તો કાવ્યા એ કહ્યું કે કાલે અમે છૂટ્યા પછી બહાર જવાના હતા અને એ પણ શોપિંગ માટે ! એ આવ્યો જ નહીં. તો મેં કહ્યું કે તે એને કારણ પૂછ્યું એમ જણાવજે મને ? તો કાવ્યાએ કહ્યું કે 'ના' પાછી એ બોલી કે મેં એને કંઈ બોલવા જ ના દીધું યાર ખાલી બોલ્યે જતી હતી એટલે છેવટે એ મને સાંભળતો રહ્યો. મેં કહ્યું ગાંડી ! એ મારા કામમાં જ રોકાયેલો હતો મારી મમ્મીની તબિયત ખરાબ હતી અને મારો ફોન સાઇલેન્ટ હતો તેથી મમ્મી એ નિખિલને ફોન કર્યો હતો અને પછી એ ડોક્ટરને લઈને મારા ઘરે ગયો હતો, તે ખોટે ખોટો બિચારાને ધમકાવી દીધો. એકવાર તો એની વાત સાંભળવી હતી, ચાલ જે થઇ ગયું એ થઇ ગયું. તારી રીતે પ્રેમની ભાષામાં વાત કરી દે હવે એની જોડે. કાવ્યાને પણ થોડું ખોટું લાગ્યું સામેવાળાનો મુદ્દો તો ધ્યાનમાં જ ના લીધો. કાવ્યા એ કહ્યું કે હું નિખિલની માફી માંગી લઈશ અને પછી એ પોતાના ઘર માટે નીકળી.

હું ઘરે જ જતો હતો અને અચાનક જ સાગરનો ફોન આવ્યો એણે મને કહ્યું કે ભાઈ તું મળજે મારે તને બહુ જ મહત્વપૂર્ણ વાત કરવાની છે. મેં કહ્યું હાલ જ ? એણે કહ્યું હાલ મેળ ના પડે તો કાલે કોલેજમાં જ વાત કરીશુ. પણ તું એકલો જ મળજે મને. મેં કહ્યું એવી તો કેવી વાત છે,તો સાગરે કહ્યું એ તો કાલે કહીશ જ ને ભાઈ ! પાછો નિખિલને સાથે ના લાવતો. મેં કહ્યું બરાબર વાંધો નહીં કાલે મળીએ ત્યારે.

હવે સાગર મારી જોડે કઈ મહત્વપૂર્ણ વાત કરવાનો છે એ તો મને પણ ખબર નથી. કાલે કોલેજમાં મળીશ ત્યારે વાત.મહત્વપૂર્ણ વાત છે એમ કહીને કોઈ તરત વાત ના કરેને તો વાત સાંભળવાની ઉત્સુકતા વધી જાય છે. પરંતુ પરંતુ પરંતુ........ મેરે દિલ એ ખાસ દોસ્તો ! ૮ માં ભાગની રાહ તો જોવી પડશે. ઓકે.

સ્માઈલ પ્લીઝ
(આજે તો સરલે પણ કહ્યું "સ્માઈલ પ્લીઝ" તો તમે પણ સ્માઈલ આપો, તમને તો દરેક ભાગમાં કહું છું)




વધુ આવતા અંકે...........

(વાચકો માટે: આ નવલકથા અને એના દરેક પાત્રો કાલ્પનિક છે)