ભાગ - 13
ઈન્સ્પેક્ટરને જેવું ડૉક્ટર સાહેબે જણાવ્યું કે,
વેદના ગળાના ઓપરેશન માટે શ્યામે ગઈકાલે રાત્રે જ, રૂપિયા પાંચ લાખ રોકડા જમા કરાવ્યા છે.
આટલું સાંભળી તુરંત
પોલીસ ઈન્સપેક્ટર, વેદને જે રૂમમાં રાખ્યો હોય છે, તે રૂમ તરફ ડોક્ટરને સાથે રાખી, તે રૂમ જવા પોતાની જગ્યાએથી ઊભા થઈ, તે રૂમ તરફ જઈ રહ્યાં છે.
તેમની સાથે બે કોન્સ્ટેબલ પણ છે.
RS પણ તેમની પાછળ-પાછળ જઈ રહ્યા છે.
આ બાજુ શ્યામ
પોતાના મિત્ર વેદનું ગળાનું સફળ ઓપરેશન, જે ગઈકાલે રાત્રે થયું છે, અને અત્યારે વેદ હોસ્પિટલના રૂમમાં જે પલંગ પર સૂઈ રહ્યો છે, તેની બાજુમાં જ સ્ટુલ લઈને, વેદનો એક હાથ પકડીને આંસુ ભરી આંખે બેઠો છે.
અચાનક
શ્યામ પોલીસ જવાનો અને RSને રૂમમાં આવતા જોઈ, થોડો ચોંકી જાય છે.
તેને કંઈ સમજાતું નથી.
શ્યામને મનમાં થાય છે કે, ચલો RSતો વેદની ખબર કાઢવા આવ્યા હોય,
પરંતુ
RSની સાથે પોલીસને જોઈને તેને ખૂબ જ નવાઈ લાગે છે.
શ્યામને સમજાતું નથી કે RSની સાથે
પોલીસ કેમ ?
તે પણ આવા સમયે, અને હોસ્પિટલમાં.
શ્યામ વધારે વિચારે કે RS સરને કંઈ પૂછે,
એ પહેલા તો...
પોલીસ ઈન્સપેક્ટર,
રૂમમાં વેદની પાસે બેઠેલ શ્યામની બિલકુલ પાસે આવી, ગઈકાલે બેંક પર બનેલ સમગ્ર ઘટના શ્યામને જણાવે છે, અને એ ઘટનાના અનુસંધાનમાં શક અને ઈંકવાયરી માટે,
શ્યામની ધરપકડ કરવા માટેની વાત કરે છે.
સાથે-સાથે ઈન્સપેક્ટર, શ્યામ કાલે હોસ્પિટલમાં ભરેલ રૂપિયા પાંચ લાખ રોકડા ક્યાંથી લાવ્યો ?
તે પણ સાફ-સાફ શબ્દોમાં જણાવવા માટે શ્યામને કહે છે.
RS તો અવાચક થઈ, વિચલિત થઈ, જે થઈ રહ્યુ છે તે બધુ જોઈ/સાંભળી રહ્યાં છે.
શ્યામે જેવી પાંચ લાખની વાત ઈન્સપેક્ટરના મોઢે સાંભળી, શ્યામ પોતાની સફાઈ આપવા પોતાનું મોં ખોલે છે.
શ્યામ : જુઓ સાહેબ, હું બે દિવસથી અહી હોસ્પિટલમાંજ છું, ઘરે ગયો નથી.
એટલે તમે જણાવ્યું તે પ્રમાણે, મારા પપ્પા પંકજભાઈ અને મારા મિત્ર વેદના પપ્પા ધીરજભાઈ
અત્યારે ક્યાં છે ?
તે મને કંઈજ ખબર નથી.
રહી વાત પાંચ લાખની તો.....
શ્યામ પોલીસ ઈન્સપેક્ટરને પાંચ લાખ ક્યાંથી અને કઈ રીતે આવ્યાં, એ બાબતે ચોખવટ કરવા જબાની આપીજ રહ્યો હતો ને, એટલી વારમાં...
વેદ જે અત્યાર સુધી સુઈ રહ્યો હતો, એ રૂમમાં થઈ રહેલ થોડી ઉગ્ર ચર્ચાના અવાજથી જાગી જાય છે.
વેદની આંખ ખુલતા જ
વેદ, રૂમમાં એક નજર કરે છે.
વેદ રૂમનું દૃશ્ય જોઈ, વેદ પણ વિમાસણમાં મુકાઈ જાય છે.
વેદને કંઈ સમજાઈ નથી રહ્યું.
વેદ રૂમમાં જુએ છે તો,
એક તરફ ઈન્સ્પેક્ટર છે.
એક તરફ RS સર.
એક બાજુ હજી તેનો હાથ પકડીને બેઠેલો તેનો મિત્ર શ્યામ. વેદ જુએ છે કે,
શ્યામનો બીજો હાથ એક કોન્સ્ટેબલનાં હાથમાં છે, અને એ જ કોન્સ્ટેબલનાં બીજા હાથમાં વેદ હથકડી જુએ છે.
વેદને કંઈ સમજાઈ નથી રહ્યું.
એટલે
વેદ RS સર સામે, કંઈક જાણવા/સમજવાના આશયથી એક પ્રશ્નાર્થ ભરી નજર કરે છે.
RS વેદને જવાબ આપવાને બદલે, શ્યામને કહે છે કે,
RS : શ્યામ આગળ બોલ,
ઈન્સપેક્ટર સાહેબને તું શું કહેતો હતો ?
પરંતુ
કેમ જાણે શ્યામ, હમણાં જ જે બોલવા જતો હતો, જે ચોખવટ કરવા જતો હતો, ને અત્યારે કંઈ બોલતો નથી, અને ચુપ થઈ, નિરાશ થઈ, પોતાનું મોઢું બંધ કરી નીચું જોઈ રહ્યો છે.
એટલે
ઈન્સપેક્ટર તો કોન્સ્ટેબલને કહી દે છે કે,
શ્યામને હથકડી પહેરાવી બહાર લઈ આવો.
આટલુ કહી ઈન્સપેક્ટર, રૂમની બહાર નીકળી જાય છે.
તેમની પાછળ બન્ને કોન્સ્ટેબલ શ્યામને લઈને બહાર નીકળે છે.
શ્યામ પણ ચૂપચાપ કોઈ આનાકાની કર્યા સીવાય, બહાર નીકળી ગયો છે.
વેદથી નહીં રહેવાતા, તે પણ પલંગમાંથી ઉભો થઈ જાય છે.
RS વેદને આરામ કરવા કહે છે.
RS વેદને કહે છે કે, બેટા તુ આરામ કર, વાત બહુ લાંબી અને અત્યારે મારી સમજની બહાર છે.
હું હમણાં આવીને બધુ સમજાવું છું તને.
આટલુ કહી RS ફટાફટ રૂમમાંથી બહાર આવી, હોસ્પિટલના ગેટ પર ઊભેલ પોલીસની ગાડી સુધી પહોંચવા આવેલ શ્યામ અને પોલિસ સુધી પહોંચવા રીતસર દોડે છે.
બાકી ભાગ 14 માં