An untold story - 13 in Gujarati Love Stories by Palak parekh books and stories PDF | એક અનામી વાત - 13

Featured Books
Categories
Share

એક અનામી વાત - 13

એક અનામી વાત ભાગ

નિકલે થે છુને આસ્માનકા ચમન,

નહીથા માલુમ કે કાંટે તો તકદીરને વહાભી બિછાયેથે.

પુરપાટ જતી ગાડીમાં દરેક વ્યક્તિ જો અત્યારે કોઈના વિચારો કરી રહ્યું હોય તો તે પ્રાષા હતી. તેનું બાલિશ વર્તન, તેનું નિર્દોષ હાસ્ય, તેની વિચિત્ર અને કૈક અંશે ચસ્કેલ હરકતોને કારણે તે બધાને ગમવા લાગેલી તો કોઈકને વળી તેનાથી સુગ પણ ચડતી. અને તેમાંથી એક હતો પલાશ.

પલાશનાં પિતા પ્રાષાના દાદાજીના ખાસ હતા, કહીએ કે ડાબો હાથ. તેના પિતા પર દાદાજી કઈક વધુંજ ભરોસો કરતા જે શિખાને નહોતું ગમતું. પણ કઈ કહી નહોતી શકતી. કરે પણ શું પલાશના પિતા જેટલા દાદાજીની સાથે સૌમ્ય અને વફાદાર રહેતા તેટલા જ સામાન્ય માણસ તરીકે ઉદ્ધત અને લાલચુ શિખાને લાગેલા, અને તેનો આ દ્રષ્ટિકોણ સાચો પણ હતો.

કોલેજમાં બેસ્ટ પીક ઓફ ધ યર ની સ્પર્ધા ચાલી રહી હતી. પ્રાષાએ તેમાં હોંશ પૂર્વક ભાગ લીધેલો અને આ સ્પર્ધામાં તેનો પાર્ટનર હતો મેક્સ. મેક્સને ફોટો પાડવાનો જબરો શોખ કહોકે કોઈપણ પરીસ્થિતિ હોય તેનો હાથ સદા તેને ક્લિક કરવા માટે તત્પર જ હોવાના. અને બીજી બાજુ પ્રાષાને બધુ નવું જાણવાનો અને કૈક નવું કરવાનો ભારે અભરખો. તો તેપણ લાગી ગઈ મેક્સની સાથે,બેસ્ટ પિક શોધવા, એક બાજુ જ્યાં મેક્સે ઉડતા પંખીઓ અને શહેરની ધમધમતી શેરીઓના ફોટા પાડેલા ત્યાં પ્રાષાએ મુંબઈની ચાલમાં જઈને ટોયલેટમાં ઉભેલા અને અને માથે ચડ્ડી પહેરેલા છોકરાની પિક્ચર ક્લિક કરેલી. અને હજી પાછુ ઓછું થતું હતું તે તેણે વાછરડીને ચાટતી અને તેને વહાલ કરતી ગાયના, છોકરાનો કાન પકડી તેને સજા કરતી ભિખારણ જેવા અજીબ ફોટા પાડેલા.

કોલેજનો એક્ષિબિશન હોલ તે દિવસે ચિક્કાર ભરાયેલો હતો વિધાર્થીઓ અને તેમના વાલીઓતો ખરાજ પણ સાથે સાથે શહેરની ઘણી મોટી હસ્તીઓ પણ આ પ્રદર્શન જોવા આવી હતી. પ્રદર્શનમાં પ્રથમ દસ ક્રમમાં આવેલા સ્ટુડન્ટસ ની તસ્વીરો મુકવામાં આવેલી પણ સાથે સાથે ભાગ લીધેલાને પણ અન્યાય ના થાય એટલા માટે સ્પર્ધકોની તસ્વીરોને એક અલગ ખુણામાં કોલાજ બનાવીને મુકવામાં આવેલી. સ્વાભાવિકપણે પ્રાષાની તસ્વીરો આમાં પ્રથમ ક્રમ પર આવતી કારણકે આ અજીબ તસ્વીરો દરેકને હસાવતી હતી. મુકુન્દરાય આ બધીજ તસ્વીરોને બિરદાવતા આગળ વધી રહ્યાં હતા અને ખૂણામાં પડેલી પ્રાષાની તસ્વીરો જોઇને તેઓ તેમના આંસુઓને રોકી નાં શક્યા, પણ કોઈ જોઈ ના જાય એટલે સિફતથી રૂમાલ લઈને આંખનો એ ભીનો થયેલો છેડો તેમણે લુછી લીધો અને દુર મહેમાનોની વચ્ચે ઉભેલી શિખા તરફ જોયું અને ત્યાંથી સીધા બહાર નીકળી ગયા.

શારદા સદનમાં આજે ખુબ શોરછે આખરે કેમ નાં હોય પ્રાષા આજે ઘરે આવીછે. અને પ્રાષા તેની આદત મુજબ જોરથી મ્યુસિક વગાડી રહીછે જેનો અવાજ બહાર લોન સુધી આવી રહ્યો છે. આ અવાજ સાંભળીને મુકુન્દરાય મનમાં હરખાયછે અને મસ્ત બનીને પ્રાષાની સાથે મસ્તી કરેછે. પણ આ શોરગુલ બહાર હમણાજ આવેલી શિખાને નથી ગમતો અને તે આવતાજ લાઉડ સ્પીકરને ઓફ કરેછે અને વેધક નજરો સાથે તે બંનેને જુએછે. પ્રાષા અચાનક બદલાયેલી પરિસ્થિતિ ને કારણે થોડી ડઘાઈ જાય છે પણ ફરી સ્વસ્થતા જાળવી મો પર હાસ્ય સાથે શીખાનો હાથ પકડીને બોલેછે, ક્મ..ઓન.. મોમ લેટ્સ રોક...

એક જટકા સાથે શિખા પ્રાષાથી પોતાનો હાથ છોડાવે છે અને ગુસ્સાથી તેની સામે જુએછે.

અને બોલેછે, આઈ હેટ મ્યુસિક,એન્ડ આઈ હેટ ...

.શિખા નો...કહેતા મુકુન્દરાય બોલ્યા. અને શીખાનો હાથ પકડીને તેને પોતાના રૂમમાં લઇ જાય છે.પ્રાષા અચાનક ગટેલી આ બધી ઘટમાળ માં એટલુ તો સમજીજ જાયછે કે તેની માં નો છેલ્લો શબ્દ કયો હશે? અને આંખમાં આવેલા આંસુ સાથે તે મનોમન પોતાને અરીસામાં જોઇને બોલી રહીછે મમ હેટ્સ મી.......યેહ શિ હેટ્સ મી...અને બોલતા બોલતા ઘરની બહાર નીકળીને સીધી હોસ્ટેલ તરફ ભાગેછે. રસ્તામાં તેનું મગજ એટલી તીવ્રતાથી દોડી રહ્યુછે કે સામેથી આવતા પલાશને તે જોઈ જ ના શકી અને અમસ્તોજ તેનો પગ પલાશના પગ પર પડ્યો અને ખુલ્લા પગે ચાલી રહેલો પલાશ પગે ચાલી રહેલા પલાશથી ચીસ નખાઇ ગઈ. ઓ...માં...છુંદી નાખ્યો ...

સોરી..સોરી..લૂક હું જોઈ ના શકી. પ્રાષાએ માફી માંગતા કહ્યું.

સોરી....મેડમ તમારા જેવા લોઢાના ચપ્પલ પહેરતા લોકોને અમે ખુલ્લા પગ વાળા નજરમાં જ કેમ આવીએ. અને હા પાછા તમે તો અમીર બાપની ઓલાદ એટલે...પલાશ બોલ્યો .

સ્ટોપ પ્લીસ, જુઓ મેં તમને સોરી કહ્યુછે અને હજી તમે ફરી કહો તો પણ હું માફી માંગવા તૈયારછુ પણ પ્લીસ ફેમીલી ને વચ્ચે ના લાવો પ્રાષા બોલી.

ઓહ ! મીન્સ કે તમે સોરી કહીને મોટું તીર મારોછો ? જો મીન્સ જુઓ હું ઘવાયો છુ, અને આ પગની હાલત જુઓ કેવો પોપડો ઉખડી ગયો છે, મારે પાટાપીંડી કરાવી પડશે અને મને તમારેજ દવાખાને લઇ જવો પડશે. પલાશ બોલ્યો.

સોરી ...ક્યા? દવાખાનું એટલે...?

દવાખાનું એટલે હોસ્પિટલ...મેડમ અંગ્રજ.

તો સ્સ્પષ્ટ બોલને.

શું બોલું? તને ...મુક બધી જફા અને મને હોસ્પિટલ પોચાડ મારી માં....

ઓકે..ઓકે.. રિલેક્ષ આટલા માટે હોસ્પિટલ જવાની જરૂર નથી મારી પાસે બેન્દેદ છે ઠીક થઇ જશે.

અને ના થાય તો...

તો હું જાતે ઉઠાવીને દવા..ખ.નાં ભેગો કરીશ ઓકે...અને પછી ત્યાં ડોક. ઇન્જેક્શન દેશે અને એદ્મિત કરશે, અને બસ પછી ભગવાન જાણે... પ્રાષા હાથ ઉંચો કરતા બોલી.

પ્રાષાની વાતમાં સહમત થતો હોય તેમ પલાશ બોલ્યો અને તેની સાથે જવા તૈયાર થયો . બંને પ્રાષાની રૂમ તરફ જતાજ હતા કે મેક્સ ત્યાં આવ્યો અને પલાશને લંગડાતો જોઇને બોલ્યો,

અરે...પલ્લું...શું થયું? તું આમ લેડીસ હોસ્ટેલ બાજુ કેમ જાયછે?

પછી પ્રાષા સામે જોઇને બોલ્યો, ઇસ એવરીથિંગ ઓકે? કઈ પ્રોબ્લેમ તો...નથીને.

મેક્સે પલાશને પલ્લું કહ્યું એ વાત જેટલી પલાશને ખટકી તેટલી પ્રાષાને મઝા પડી, તે આંખ મિચકારતા બોલી,

સો.....સીરીયસ મેટર યાર. આ બિચારાનો આખા પગનો આખા અંગુઠાનો એક બાજુનો ભાગ થોડો છોલાઈ ગયોછે જોને. પછી વાક્ય લંબાવતા બોલી, બિચારા....નું સો ગ્રામ લોહી વહી ગયું....

આ સાંભળતાજ ત્યાં ઉભેલી પ્રિન્કા જોરથી હસી પડી. અને પાસે આવતા બોલી, અરેરે...બિચારો.. બહુ વાગ્યુચે..બબુને....કહેતા પુચ્કારતા બોલી...

પ્રિયંકાની હરકત જોઇને પલાશ ખિજવાયો અને ગુસ્સાથી તેની સામે જોતા બોલ્યો, જો...જો...પ્રીન્કુડી,માપમાં રેજે હો...આતો મને વાગ્યુછે નઈતો જોઈ લેત તમને.

તરત પ્રિયંકા તેની નજીક જતા બોલી, તો જોને...આમે તું જોવા તો આવતો હતો,લેડીસ હોસ્ટેલમાં, હેને. એ સાચું કેને કોને જોવા આવતો હતો...?

પ્રિયંકાના આટલા વાક્યથી પલાશ ઓર ધૂંધવાયો અને ખીજમાં પગ પછાડતો ત્યાંથી ચાલ્યો ગયો. અને અહી મેક્સ,પ્રાષા અને પ્રિયંકા પલાશના આ વર્તન પર પેટ પકડીને હસવા લાગ્યા.

મિત્રોથી છુટા પડી પ્રાષા પોતાના રૂમમાં આવી અને ક્યારનું હાસ્ય પાછળ છુપાવી રાખેલું ડૂસકું હળવેથી બહાર કાઢતા સ્વગત બોલી, મોમ હેટ્સ મી..યેસ શી હેટસ મી લોટ..કહેતા ઓશોકાં પર નમીને રડવા લાગી.

પપ્પા એ છોકરીને મેં એજ શરતે જન્મ આપેલો કે એની સાથે મારે કોઈ જ લેવાદેવા ભવિષ્યમાં નથી. ગુસ્સા સાથે શિખાબોલી.

લેવાદેવા મતલબ. મુકુન્દરાય બોલ્યા.

મતલબ તમે સ્પષ્ટ જાણોછો. છતાં કહી દઉં તે મારી કોઈ જ લાગતી નથી, હા મેં એને જન્મ આપ્યો કારણકે તમે ઈચ્છતા હતા,હું નહિ.હવે હું એને સ્વીકારું કારણકે તમે ઇચ્છોછો ,તો એ શક્ય નહિ બંને પાપા. કારણકે તેને જોતાજ....

તેને જોતા શું? શું થાયછે તને બેટા? અરે..તું નથી જોઈ શકતી કે એ કેટલી તળપેછે, અરે તે દિવસે તને મળવા માટે ખાસ એ તોફાન કરીને તારી ઓફીસ પર આવી જેથી માત્ર ઠપકો તો ઠપકો તું એને બે શબ્દો તો કહીશ. અરે એ બિચારીનો શું વાંકછે? તારી સાથે ભૂતકાળમાં જે કઈ બન્યું તે તારા નસીબમાં હશે શિખા. એમાં એનો શું ગુનો? કઈ ભૂલની સજા તું એને આપેછે. અરે તે નાં જોયું તેણે ખેંચેલા પ્રત્યેક ફોટામાં માં છે માનું વાત્સ્લ્યછે, માનો ઠપકો છે, અને માંનો પ્રેમછે જેના માટે તે તલસેછે. ગળગળા અવાજે મુકુન્દરાય બોલ્યા, હું ભલે તેને ગમે તેટલો પ્રેમ આપું પણ એક માંની કમી તો હું ક્યારેય પૂરી નહિ કરી શકું શિખા ક્યારેય નાહિ ....કહેતા કહેતા મુકુન્દરાય ત્યાંથી નીકળી જાયછે, તેઓ જાણેછે કે તેમના લાખ પ્રયત્ન છતાં શિખા કદાચ પ્રાષાને ક્યારેય એક માં જેટલો પ્રેમ નઈ કરે, બહુ જીદ્દીછેને પણ તેઓ પણ જીદ્દીછે, તે શીખામાં માતૃત્વ જગાડીને જ રહેશે. ......

પલક પારેખ.