રાતના એક વાગ્યે શુંભમ અમદાવાદ પહોચ્યા. ત્યાં સુધીમાં સ્નેહા તેમનો ફોન બંધ કરી સુઇ ગઈ હતી એટલે બંને વચ્ચે કોઈ વાત ના થઈ શકી. સવારે વહેલા ઉઠતા જ સ્નેહાએ ગુડમોનિગનો મેસેજ કર્યો. શુંભમ હજું સુતો હતો. કાલ આખા દિવસ સફરનો થાક હોવાથી તે આજે એમ જલદી ઉઠે તેમ ના હતો. સ્નેહા સવારનું કામ પુરું કરી ઓફિસ જવા માટે નિકળી ગઈ. શુંભમ હજું ઉઠયો નહોતો. સ્નેહાને મન થયું કોલ કરવાનું પણ ફરી તેમની નિંદર ખરાબ થશે તે વિચારે તેને કોલ ના કર્યો ને તે ઓફીસ પહોંચી.
નિરાલી તેમની રાહ જોઈને બેઠી જ હતી. કાલે આખો દિવસ બંને વચ્ચે કોઈ વાત નહોતી થઈ એટલે આજે એવી કેટલી બધી વાતો ભેગી થઈ ગઈ હતી. ઓફિસની વાતો, તેમના ઘરની વાતો ને શુંભમની વાતો. નિરાલીએ આવતા જ સીધું સ્નેહાને શુંભમ વિશે જ પુછી લીધું ને સ્નેહાએ જે કંઈ વાત થઈ તે બધી જ વાતો એકપળમાં બતાવી દીધી.
"નિરું, ફાઈનલી મારો પ્રેમ જીતી ગયો ને હું ને શુંભમ હંમેશા માટે એક થઈ જ્ઈશું. તું વિશ્વાસ નહીં કરે કે આજે હું કેટલી ખુશ છું. આજે સાંજે પપ્પા અમારી સંગાઈ પણ ફિક્સ કરી દેવાના છે. " સ્નેહાએ પોતાની ખુશી જણાવતા કહયું.
"ગુડ. તારી લાઈફમાં તે પળ તો આવી જેનો તને હંમેશા ઈતજાર હતો." નિરાલીએ સ્નેહાની ખુશીમા ખુશ થતા કહયું.
બંનેની વાતો બસ એમ જ ચાલતી હતી ત્યાં જ શુંભમનો મેસેજ આવ્યો. 'ફ્રી હોય તો કોલ કર'
નિરાલી હજું તેની કેબિનમાં જ બેઠી હતી. ને બધાને આવવાનો સમય થઈ ગયો હતો. વાતો કરવાનું તેનું પણ બહું જ મન હતું પણ અત્યારે વાતો થઈ શકે તેમ ના હતી. એટલે તેમને તરત જ સામે મેસેજ કર્યો ' પછી કરી અત્યારે થોડું કામ છે." શુંભમે મેસેજ વાંચી પછી કોઈ મેસેજ ના કર્યોને સ્નેહા પણ તેના કામમાં લાગી ગઈ.
નિરાલી તેની કેબિનમાં જતી રહી ને તેની કેબિનમાં બધા આવી ગયા હતા. તેને કામ કરવાની શરૂઆત કરી પણ મન ખાલી શુંભમની પાસે હતું. જયા સુધી તે વાત ના કરે ત્યાં સુધી તેનું મન બેસેન રહે છે તે વાત તે સારી રીતે જાણતી હતી. કેટલા વિચારો પછી તેને શુંભમને ફોન લગાવ્યો. પહેલી જ રિંગે શુંભમે કોલ ઉઠાવ્યો.
"તારે તો કામ હતું ને...!! મને કોઈ આટલી જલદી નહોતી. આપણી પાસે તો વાતો કરવા બહું જ સમય છે. "શુંભમે કહયું
"કામ કરતા વધારે ઈન્પોટન મારા માટે તમે છો. પણ હવે તમારે વાતો કરવી જ નથી તો પછી હું ફોન મુકી દવ. " સ્નેહાએ કહયું
"વાત કરવા ફોન કર્યો કે મને એ કહેવા...??"
"તમને જે લાગે તે..... ઓકે બાઈ કામમાં છું. પછી શાંતિથી વાતો કરીશું." સ્નેહાએ આટલું જ કહી ફોન કટ કર્યો ને તે કામમાં લાગી ગઈ. દિલને વાત કર્યો પછી કામમાં મન લાગી રહયું હતું.
ઓફિસમાં કામ જ એટલું હતું કે તેને કંઈ વિચારવા માટે સમય નહોતો રહેતો પણ વિચારોની અંદર શુંભમ હંમેશાં રહેતો. શુંભમ પણ દુકાને પહોંચી ગયો. કાલે આખો દિવસનું કામ આજે ભંગું થયું હોવાથી તે પણ કંઈ વિચાર્યા વગર કામ કરવામાં ખોવાઈ ગયો.
સાંજના પાંચ વાગ્યા સુધી બંનેમાંથી કોઈ વાત કરવા ફ્રી ના થયું. સાંજના છ વાગ્યે ઓફિસેથી બહાર નિકળી સ્નેહાએ શુંભમને ફોન કર્યો. શુંભમ કામમા હતો એટલે કોલ ના ઉઠાવ્યો. થોડીવાર પછી શુંભમનો કોલ આવ્યો. તે બસમાં બેઠી હતી ને ઘર આવવામાં થોડો સમય જ બાકી હતો.
બંને વચ્ચે વાતોનો સિલસિલો શરૂ થઈ ગયો. આજે ફરિયાદ નહોતી આજે કાલના આવનારા નવા જીવનના સપના સજાવી રહયા હતા. બંને ખુશ હતા. કેટલી એવી વાતો જે અહેસાસને પ્રેમનો રંગ ભરી રહી હતી.
રસ્તામાં ચાલતા વાહનોનો અવાજ તેની વાતોમાં ખલેલ બની રહયો હતો. છતા પણ વાતો ચાલતી જ હતી. મન ભરી આ પળને જીવાય રહી હતી. આસપાસની દુનિયા ભુલાઈ રહી હતી ને બંને એકબીજાની વાતોમાં ખોવાઈ રહયા હતા. હવે એકબીજાને ખોવાનો ડર નહોતો. હવે ખાલી સાથે જીવવાના સપના હતા.
વાતોમાં રસ્તો કયારે પુરો થયો તે ખ્યાલ ના રહયો ને સ્નેહાનું ઘર આવી ગયું. તેમને ફોન કટ કર્યો ને તે ઘરે પહોંચી. સપના આજના દિવસ માટે હજું અહીં જ હતી. સપનાની નાની બાળકી ને રમાડવામાં સ્નેહા પળભર બધું ભુલી ગઈ ને તે તેની સાથે મસ્તીમાં લાગી ગઈ. આજે તેના ચહેરા પર ખુશી સાફ દેખાય રહી હતી. થોડીવાર ફ્રેચ થઈ તે સપના સાથે વાતો કરવા બેસી ગઈ. તેમની મમ્મી રસોઈ બનાવી રહયા હતા ને બંને બહેનો ટીવી જોતા જોતા વાતો કરી રહી હતી. સપના રાતે ઘરે જવાની હતી એટલે પછી વાતો ના થઈ શકે એટલે આજે તે પણ મન ભરી વાતો કરી રહી હતી.
રાતના દસ વાગ્યે જમવાનું પુરું થતા જ તેમના મોટા પપ્પા અને કાકા સ્નેહાના ઘરે આવ્યા. આજે સ્નેહાની સંગાઈ નકકી કરવાની હતી એટલે રમણીકભાઈ બધાને બોલાવ્યા હતા. તેમની વાતો બસ એમ જ ચાલતી હતી. સ્નેહા આ બધી ચુપ બેસી સાંભળી રહી હતી.
" આજે હું ભરતભાઈ ને પુછવા ગયો હતો. તે પરેશભાઈને બહું સારી રીતે જાણે છે. તેમની સાથે તેના વહેવાર પણ સારો છે. " સ્નેહાના મોટા પપ્પાએ તેમની વાત જણાવતા કહયું.
"હા, તો શું કિધું તેને તમને..??બધું બરાબર કહેવાય ને...?? " રમણીકભાઈ બોલ્યા
"આમ તો બધું જ બરાબર છે. પણ ભરતભાઈ કહેતા હતા કે છોકરાને થોડી અવળી લાઈન છે. તેને એક જ નહીં એવી કેટલી છોકરી સાથે લફરા કર્યા છે. પણ એ તો આપણી દિકરી જશે એટલે બધું સુધારી દેશે. તમે વાત આગળ વધારો. રમણીક તેમની વાતોથી તો એવું જ લાગ્યું કે આપણે હજું એકવાર વિચાર કરવો જોઈએ. આખીર આપણી દિકરીની જિંદગીનો સવાલ છે. " સ્નેહાના મોટા પપ્પા આટલું જ કહી ચુપ થઈ ગયા.
રમણીકભાઈ જાણે કોઈ ઉડા વિચારમા ખોવાઈ ગયા હોય તેમ બસ ચુપ રહી વિચારી રહયા હતા. વાતાવરણમાં અવાજ વગરનું શાંત બની ગયું. સ્નેહા આ ખામોશીને જોઈ રહી. પળમાં જ તેની ખુશી જાણે વિરહની વેદના બની જ્ઇ રહી હતી. તે જાણતી હતી આ સમાજની વાતોને એ કોઈને પણ જાણ્યા વગર જ તેને કેવી રીતે બદનામ કરે છે. તેને બધાની વચ્ચે બોલવાનું મન થઈ આવ્યું. બધાનું કહેવાનું મન થઈ આવ્યું કે જેને લોકો ખરાબ સમજી રહયા છે તેને હું જાણું છું તે ખરાબ નથી. પણ તેમની મર્યાદા તેમને બધાની સામે બોલવા રોકી રહી હતી.
"ભાઈ, મને એવું લાગતું જ હતું કે તે છોકરો આપણી સ્નેહાને લાઈક નથી. પણ તમે મારી વાતનો વિશ્વાસ કેવી રીતે કરો. સ્નેહાને તેના કરતા પણ સારો છોકરો મળી જશે. હું કહું છું આ સંબધને ના કરો તો વધારે સારું છે. પછી રમણીકભાઈ અને મોટા ભાઈ તમે જે કરો તે. "આગમા ઘી ઉમેરવા બાકી હતું તો સ્નેહાના કાકા પણ શુંભમ અને સ્નેહાના સંબધની ખિલાપ ઊભા થઈ ગયા.
કોઈ કંઈ જ ના બોલ્યું પણ સ્નેહાને ખ્યાલ આવી રહયો હતો કે અહીં તેમના કાકાની વાતનો વિશ્વાસ તેમના મોટાપપ્પા કરશે જ. ને જો મોટાપપ્પા કહી દેઈ તો પછી તેમના પપ્પા તેમની સામે કંઈ જ નહીં બોલે અને તેનો સંબધ થતા પહેલાં જ તુટી જશે. પણ અહીં તેને કંઈ બોલવાનો અધિકાર નહોતો. તે ખામોશ બની બસ શું થઈ રહયું છે, ને શું થવાનું છે તે જોઈ રહી. અહીં જિંદગીની ડોર સમાજના હાથમાં હોય છે. તેમા છોકરીઓની જિદગીની તો ખાસ.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહાની સંગાઈ નકકી થવાની તૈયારીમાં છે ને અચાનક તેમના ઘરે થતી શુંભમની ખરાબ વાતો શું આ સંબધને થતા પહેલા તોડી દેશે..?? સ્નેહાનો સંબધ નહીં થાય તો શું સ્નેહા શુંભમ સાથે ભાંગવાનો ફેસલો કરશે...??શું સ્નેહા તેના પ્રેમ ખાતર તેની ખામોશી તોડી આ સમાજની મર્યાદાને તોડી શકશે..?? શું આમા સપના તેની મદદ કરશે...??શું થશે હવે સ્નેહાની જિંદગીમા શું તેની અને શુંભમની સંગાઈ થશે કે નહીં તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"