ઘણીવાર રાત્રે સૂતા સુતા આકાશ તરફ જોઈએ તો લાગે કે આ આકાશ કેટ-કેટલા રહસ્ય એની અંદર ધરબીને બેઠું છે ખબર નહી નાનકડા દેખાતા તારા કેટલા મોટા છે અને આ મોટો દેખાતો સુરજ એની સામે કેટલો નાનો છે કદાચ એની સરખામણી તો સ્વપ્ને જ શક્ય છે.દ્રવ્યના અણુ અને એના પરમાણુ અને એમાં ઇલેલટ્રોન અને એમાં પણ ક્વાક્સ કણો સુધી પહોંચેલો આ માનવી હજી અવકાશના છેડા સુધી નથી પહોંચી શક્યો.આથી એને બ્રહ્માંડ અનંત છે એવું કહી દીધું.તો શું સાચે જ એ અનંત છે,તે અનંત હોય કે ન હોય પણ ઘણા રહસ્યો એની અંદર ધરબીને બેઠું છે,એટલે જ વૈજ્ઞાનિકો નો સૌથી મનગમતો વિષય પણ છે.અવકાશની સાથે જ એક બીજો સહસ્યમય વિષય છે સમયયાત્રા,એના માટે જરૂર પડે છે એક ટાઈમમશીનની અને તે વૈજ્ઞાનિકો બનાવે ન બનાવે પણ આપડા હિન્દી ફિલ્મોના લેખકો ડાયરેક્ટરો બનાવી નાખે છે.તો મને થયુ એકવીસમી સદીના બે સૌથી રહસ્યમય વિષયો પર જ એક નવકથા લખી નાખું. કદાચ આવું ગુજરાતી ભાષામાં બહુ ઓછું લખાય છે. તો આ નવલકથામાં તમને સમયયાત્રા અને અવકાશીય યાત્રા તો મળશે જ સાથે સાહસ પણ ખૂબ ભરેલું છે આ નવલમાં!! તો ચાલો તૈયાર થઈ જાવ અને બોરિંગ જિંદગી અને રિપીટ થતી ઘટનાઓ ને ગુડબાય કહો અને ચાલો પૃથ્વીથી અરબો ખરબો પ્રકાશવર્ષ દૂર અને હજારો લાખો વર્ષો ભવિષ્ય કે ભૂતકાળમાં!!!
***********************
સ્થળ: આરામ હોસ્ટેલ
સમય: સવારના છ વાગ્યાનો
આરામ હોસ્ટેલનો એક નિયમ રહેલો કે ત્યાંના ગૃહપતિ રોજે સવારે તેમને પાંચ વાગ્યે તો જગાડી જ દેતા. એમાં પણ એક રૂમ ખાસ વહેલો ઉઠતો તે હતો રૂમ નંબર “120” અને તેમાં ત્રણ વિદ્યાર્થી રહતા હતા સૂર્ય,રાધે અને નીલ. ત્રણેયની દોસ્તી જોઈએતો કૃષ્ણને સુદામા જેવી કહી શકાય.ક્યારેક ઝગડો થાય પણ એક કલાકથી વધારે ન ટકે.ત્રણેય આમતો ગામડેથી જ આ સાયન્સ સ્કૂલમાં ભણવા આવેલા.
તેમાં સૂર્ય સૌથી વધારે સમજદાર હતો.દેખાવમાં પાતળો,એક પેટર્નના ચશ્મા અને કોઈને પહેલીજ નજર મા પસંદ આવી જાય એવો છોકરો હતો. પણ વિજ્ઞાનનો ખૂબ રસિયો એમાં પણ આકાશ સાથે તો જૂની મિત્રતા. આકાશના નવા નવા લેખ વાંચે અને એમાં પોતાના મંતવ્ય પણ ટપકાવે સાથે જ ભણવામાં બીજા વિષયમાં થોડા ઓછા માર્ક્સ આવે પણ ફિઝિક્સ માં તો અવ્વલ જ હોય સાથે તેના સરને પણ સ્પેસ વિશે એટલા પ્રશ્નો પૂછે કે ન પૂછો વાત ક્યારેક તો સર ને પણ વિચારતા કરી મૂકે!! તેનું સપનું ક્યારેય ડૉક્ટરી લાઈફનું રહ્યું જ નથી તે તો એક એસ્ટ્રોનોટ બનાવ જ માંગતો હતો.કોઇ વધારાની વાત કોઈ સાથે ન કરતો સિવાય કે રાધે અને નીલ સાથે અને અવની સાથે પણ વાતો કરી લેતો. હા આમ તો તે રોમિયો લાઈફ થી બને એટલો દૂર રહેવા માંગતો. પણ અવની માટે તેના ખ્યાલો જુદા હતા તે તેને પહેલા દિવસથી ગમવા લાગી હતી કદાચ પહેલી નજરમાં જ!! પણ તે એ વિશે વધારે વિચારતો ન હતો. હા અવની સાથે હોય ત્યારે તેની નજર પલકારો ન કરતી!! સાથે જ સૂર્યને સવારે ખુલ્લા આકાશમાં પોતાને ભેટ મળેલ એક બાઈનોક્યૂલરથી આકાશ નિહાળતો. અને કહેતો બસ થોડાક વર્ષોમાં આવું છું જાન. તેનું માનવું હતું કે રાત્રે વાહનો વધારે હોવાથી વાતાવરણમાં ધૂમમ્સના લીધે કશું જોઈ ન શકાય. આથી એનું ડેઇલી રૂટિન હતું સવારે ચાર વાગે ઉઠાવનું.
સૂર્ય નાનો હતો ત્યારથી જ તેને દુનિયાથી અલગ વિચારવાની આદત હતી અને તેની સાથે જ તેને એક સપનું હતું કે વૈજ્ઞાનિકોનું હબલ ટેલિસ્કોપ જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી તેને જવું હતું પણ કઈ રીતે તે એ રોજ વિચારતો ક્યારેક તો રાત્રે બે વાગ્યા સુધી વિચારતો.તેમ છતાં ઉઠી તો ચાર વાગે જ જવાનું અને એક કલાક અવકાશ ને નિહાળવાનું કામ અચૂક કરવાનું. ઘણી વાર તો તે એવા એવા પ્રયોગો કરતો કે તેના પપ્પાના હાથનો માર પણ પડતો સાથે જ મોટો થતો ગયો એમ એ એવા પ્રયોગો ઓછા કરતો ગયો પણ પાગલપણ થોડું દૂર થાય! એક વખત તેને ગામથી દૂર જઈને એરક્રાફ્ટ નામે એક મોટો ફુગ્ગો બનાવ્યો અને ઉડાડયો 100 ફૂટ ઉપર ગયો અને નીચે આવી ગયો એટલે એ થોડો દુઃખી જરૂર થયો પણ તેને તેના મનને કહેતો કે આતો બસ હજી શરૂઆત છે અને આકાશ સામે જોઇને કહેતો કે બસ જાન થોડાક દિવસો માં જ આવું છું.
બીજી તરફ રાધે એકદમ કસાયેલા શરીર વાળો અને એકદમ હ્યુસ્ટપૃસ્ટ સાથે થોડા ગંભીર પ્રકારનો. તે વિચારતો કે દરેક વસ્તુમાં મસ્તી કરવી એ ક્યારેક જીવનું જોખમ ઉભું કરે છે.તે ફરવાનો ખૂબ શોખીન હતો ઘણું ફરેલો. લગભગ સાતેય મહાદ્વીપ ફરેલો અને ઘણા જંગલો,ઘણા રણ તો ઘણા પર્વતો તેને સર કરેલા.જોકે સત્તર વર્ષની ઉંમરેતો આ જ બહુ કહી શકાય પણ તેને કંઈક અલગ જોવાની ઈચ્છા થતી સાથે જ તેને થતું કે પહેલાના જમાનામાં તો શોધખોલમાટે કેટલું હતું અત્યારે તો કહી વધ્યું જ નથી કોઈ ઉલ્કા પણ પડે છે તો સેટેલાઇટ આપડા પહેલા જોઈ જાય છે અને સરકારી માણસો પહેલા પહોંચી જાય છે તો આપણને તો કઈ નવું જોવાજ નથી મળતું.ટુક માં એમ કહીએ કે તે રોજ દેખીતી પૃથ્વીથી કંટાળી ગયો હતો તો પણ ખોટું નહીં.ટૂંકમાં તેને પણ કયાંક દૂર ફરવા જવાની ઈચ્છા તો હતીજ!!!
રાધે એક વાર તેના પિતાશ્રીને કે કોઈને કહ્યા વગર રાજસ્થાનના રણમાં જતો રહેલો અને ઘરે કહેલું કે કોઈ સ્કૂલ પીકનીક છે અને સાથે જ સાત દિવસ તે રાજસ્થાનના રણમાં જાનની જોખમે પગપાળા રખડ્યો અને પછી ઘરે પહોંચ્યો ત્યારે તેના પપ્પાને ખબર પડી ગઈ હતી કે ક્યાંક બીજે જ ગયો હતો એટલે તેમણે તેને ડરાવી ધમકાવીને પૂછ્યું ત્યારે રાધેએ સાચું કહ્યું પણ પછી તેના પપ્પા એ તેને આખા ગામમાં દોડાવ્યો.એ પછી પણ સુધરે એ બીજા એક વાર ઉનાળુ વેકેશનમાં દોસ્તના ઘરે જાવ છું એમ કહી આખું વર્ષથી ભેગા કરેલ પૈસાથી જૂનાગઢ રખડવા જતો રહ્યો જોકે આ વાત ઘરે ખબર ન પડી એટલે તેને દોડવાની કસરત ન કરવી પડી.પણ આવી બધી પ્રવૃત્તિના લીધે તેનું શરીર એકદમ કોઈ બોડીબિલ્ડર જેવું થઈ ગયું હતું,જ્યારે સૂર્યનું મગજ…
બીજી તરફ નીલ થોડો મજકિયા સ્વભાવનો, દેખાવે ઠીકઠાક અને જિંદગીને કોઈ દિવસ સિરિયસલી લેવાની જ નહીં એવો એનો રૂલ, વિજ્ઞાન સાથે કટ્ટર દુશ્મની તેમ છતાં પપ્પાની જીદના લીધે સાઇન્સમાં એડમિશન લીધું અને તે દિવસથી બસ પાસ થવાના ગોલ સાથે આગળ વધતો,સ્વભાવનો ખૂબ સારો અને સાથે જ ઘણી વાર કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મજાક કરવાની ટેવ,કોઈ વાર હોસ્ટેલના રસોડામાં રાત્રે નાસ્તો લેવા જાય ત્યાં પણ જોક્સ મારે પાછો જાતે જ હશે અને ત્રણેય પકડાઈ જાય પેલા અક્કલના જાદુગર છટકી જાય અને પોતેજ બે ડંડા ખાય… નીલના દાદા એક ખગોળવિદ પણ તેમનું માનવું કે જગત માં ઘણો મોટો હીરા થતા સોના નો ખજાનો છે જે બ્રહ્માંડમાં અલગ અલગ જગ્યાએ છે.પૃથ્વી પર હોવાની શક્યતા નથી કેમ કે અત્યાર સુધી લગભગ આખી પૃથ્વી અનેકો વખત ફેંદાઈ ગઈ છે પણ બીજા ગ્રહો પર તે મિનિયનો ટનની માત્રામાં છે ટૂંકમાં એના પર જ તે રિસર્ચ કરતા અને એ પણ તે નક્શા સહિત તેમની પાસે પુરાવા હતા પણ તે ગ્રહો એટલા દૂર હતા કે ત્યાં જવાની કલ્પના માત્ર પણ અશક્ય હતી.સૂર્યના કહેવાથી નીલ તે નક્શાઓ માંથી ખૂબ સારા બે નકશાઓ ની બે ત્રણ કોપી લઈ આવ્યો હતો.જોકે તેને તેમાં કોઈ ખાસ્સો રસ નહીં પણ ખજાનાની બાબતમાં તે ઠીકઠાક રસ લઈ લેતો હતો. સૂર્યએ એ નક્શા કોઈ ખજાના માટે નહોતા મંગાવ્યા પણ એને જાણવું હતું કે તે ગ્રહો વિશે તેમાં કેટલી સચોટ માહિતી છે.લાવેલ બે નકશામાં થી એક માં એલિયન વસ્તી હોવાનો તથા બીજા માં પુષ્કળ સોનુ અને હીરા હોવાનો દાવો કરેલ હતો.સૂર્ય તેને રોજ જોતો અને પછી આકાશ તરફ જોતો અને પછી કહેતો “બસ જાન થોડાજ દિવસો માં આવું છું”.નિલની પણ કોઈ ભૂતકાળની વાત કહેવાની ઈચ્છા થાય પણ સાલો આખો દિવસ સુવામાંને મોબાઈલમાં જ કાઢ્યો છે!
વાત કરીએ અવનીતો સાચા સમયે સાચો નિર્ણય લેવો તેની સૌથી મોટી ખૂબી હતી જે બહુ ઓછા લોકો કરી શકતા હોય છે.તે મોટા ભાગનો સમય વાંચન માં નાખતી.અને પછી બીજો સમય સૂર્ય સાથે વાત કરવામાં તે પણ સૂર્યને મનોમન પસંદ કરતી પણ પ્રેમ તો એક ટકા જ હોય છે 99 ટકા તો હિંમત જ લઈને બેઠી હોય છે.
*************
“ એ નિલયા જાગ ને હવે નહીંતર પેલો કલાસરૂમમાં નહીં આવવા દે” રાધે એ નિલને ટકોર કરતા કહ્યું જ્યારે સૂર્યતો તેના આકાશમાં જ વ્યસ્ત હતો.
“અરે!યાર એ તો એનું રોજ નું થયું કેમ સૂર્ય” નીલે તેના અંદાજ માં કહ્યું
“હા…હું તો આ તારા દાદાનો નકશો જોવું છું વિચારું છું કે ત્યાં કઈ રીતે પહોંચી શકાય?” સૂર્ય એ નકશામાં ડૂબેલા અવાજે કહ્યું
“એ તું અત્યારમાં મગજનું દહીં થાય એવી વાત બંધ કર એ રાધે આને કંઈક સમજાવ ને તું રોજ આ નકશો લઈને બેસી જાય છે” નીલ રાધેને કહી પોતાનો ટુવાલ લઈને નીકળી ગયો
“હા સૂર્ય મુક ને યાર” રાધેએ સૂર્યને કહ્યું
“અરે! પર આમાં આટલું સચોટ માપ આપેલુ છે અને આ ખજાનો તો ત્યાં 100% હશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે” સૂર્યએ કહ્યું
“ ચલ..તારી વાત માની લીધી કે એ ખજાનો ત્યાં હશે જ..પણ એનું અંતર આ નક્શા મુજબ 5.1 મિલિયન પ્રકાશવર્ષ છે જ્યાં જવા માટે આપડે આપડી આકાશગંગા છોડી ને બીજી દૂરની ગેલેક્સિ માં જવાનું છે અને માણસે સૌથી વધુ કાપેલું અંતર પણ 4 થી 5 કરોડ કિલોમીટર થી વધુ નહી હોય”,તે અચકાતા બોલ્યો કદાચ તેને પાકી નહોતી ખબર પછી આગળ વધાર્યું “એ પણ ખૂબ આધુનિકય યંત્રોની મદદથી અને આપડી પાસે તો અત્યારે પૂરતી તો સાઇકલ પણ નથી. તો એ પોસીબલ નથી” રાધે એ તેને પ્રેમથી સમજાવતા કહ્યું
“હા તારી વાત તો સાચી પણ એકવાર તો હું ત્યાં જઈને જ રહીશ”
“ઠીક છે” રાધેએ દિલાસો આપવા કહી દીધું
******************
સમય 8 વાગવામાં 5 મિનિટ બાકી
“અરે અવની ગુડ મોર્નિંગ”સૂર્યએ કલાસ તરફ જતી અવનીને કહ્યું
“ઓહ સૂર્ય ગુડ મોર્નિંગ,બોલ શુ ચાલે”અવનીએ કહ્યું
“કાઈ નહીં જો આજે સ્કૂલનો છેલ્લો દિવસ છે તો એકદમ ખુશ છીએ” સૂર્યએ રાધે અને નીલ તરફ જોતા કહ્યું.તે બને એ પણ હોંકારો આપ્યો
“કાલે જ ઘરે જાવ છો?” અવનીએ પૂછ્યું
“ના કાલે કંઈક હોસ્ટેલ તરફથી નાનો પ્રવાસ છે તો અમે પરમદિવસે જઈશું” આ વખતે રાધે એ કહ્યું
“હા એ તો દરવર્ષે હોય છે ખબરનહિ પણ મને સાંભળવા મળ્યું છે કે તમારા ગૃહપતિ ત્યાં કંઈક મિશન માટે જાય છે”અવનીએ કહ્યું
“કેવું મિશન?” નીલને થોડું તાજુગ થતા પૂછ્યું
“એ તો ખબર નહિ પણ એમાં એવું છે કે તમારા ગૃહપતિ કંઈક વસ્તુની ખોજમાં છે જે એ જંગલમાં ક્યાંક છે. એમ પણ એ ગૃહપતિ મને કંઈક ઠીક નથી લાગતો” અવની એ કહ્યું
“પણ તો એમાં અમને બધાને સાથે લઈ જવાની શુ જરૂર પડે?” સૂર્યએ પૂછ્યું
“અરે! એ એક પક્ષીઓનું અભયારણ્ય છે. ત્યાં કોઈને જવાની પરવાનગી ન હોય ફક્ત સ્કૂલ પીકનીક જઈ શકે” અવનીએ કહ્યું
“અરે! પણ આટલી બધી જાણકારી તને કેમ?” રાધે એ પૂછ્યું
“અરે! આપડા સિનિયર પાસેથી આ વાત મને જાણવા મળેલી” અવની એ કહ્યું
ક્રમશ:
દર રવિવારે……
તમારો પ્રતિભાવ મને 7434039539 પર આપો