Incomplete talk ... in Gujarati Fiction Stories by Hitesh Parmar books and stories PDF | અધૂરી વાત...

Featured Books
Categories
Share

અધૂરી વાત...




"કોરોના... કોરોના... કોરોના... આઈ જસ્ટ હેટ ધ ટર્મ કોરોના!" નિયતિ એ એની ફ્રેન્ડ ચેતા ને કહ્યું.

"કેમ? શું થયું તને?!" ચેતાએ સાશ્ચર્ય પૂછ્યું.

"અરે યાર... સુજાતા... એનું નામ સુજાતા છે!" સાવ રડમસ રીતે જ નિયતિ બોલી.

"અરે એ કોણ છે?!" ચેતા ખરેખર જાણવા માંગતી હતી.

"યાર... રાહુલ ની લાઇફમાં હવે બીજી આવી ગઈ છે... એનું નામ છે સુજાતા!" નિયતિ એ કૉલ પર જ કહેવા માંડ્યું.

"અરે ના હોય... મને તો એ એવો બિલકુલ નહોતો લાગતો..." ચેતા એ કહ્યું.

"હા... તો મને પણ તો એ એવો બિલકુલ નહોતો લાગતો ને!" નિયતિ ના અવાજમાં ભીનાશ હતી.

"શું આ લોક - ડાઉન માં અમે જુદા થઈ જઈશું?! અરે યાર પણ અમે જ્યારે નજીક હતા ત્યારે જ કેમ ના મેં એણે કહી જ દીધું કે... કે હું એણે બહુ જ લવ કરું છું!" નિયતિ એ ભારોભાર અફસોસ કરતા કહ્યું.

"કંઈ નહિ એ તો તારો જ છે અને હંમેશા તારો જ રહેશે... તું ચિંતા ના કર!" ચેતા એ આશ્વાસન આપ્યું.

🔵🔵🔵🔵🔵

"ચેતા... યાર હવે તું રાહુલના હાથમાં ડાબા હાથમાં જોજે... યાર એણે બ્લેડ મારી છે! એ કહેતો નથી પણ ચોક્કસ એણે સુજાતા માટે જ બ્લેડ મારી હશે!" નિયતિ નો ફરી કૉલ જ્યારે ચેતા પર આવ્યો તો એ બોલી રહી હતી.

"હા... સારું એ તો હું જોઈ લઈશ... તું ચિંતા ના કર... ઓકે... અને પાગલ, જમી લેજે... હું પણ રાહુલ ને જમાડીશ!" ચેતા એ કહ્યું અને કૉલ કટ કરી દિધો.

ચેતા ના ભાઈ રાહુલ સાથે નિયતિ એક વાર મળી હતી ત્યારે એમને એમની જ કોઈ ફ્રેન્ડ ના મેરેજ માં જવાનું હતું. બંને ખૂબ જ મસ્ત તૈયાર થઈ ને આવી હતી તો રાહુલ પણ ડેશિંગ દેખાવા નવા કપડાં પહેરી ને આવ્યો હતો.

બંનેની મુલાકાત ત્યારે જ થઈ હતી, બંને એકમેક ને જોયા બાદ... બસ જોઈ જ રહ્યા!

આખાય રસ્તામાં બંને ને રાહુલ એ એના જોકસ અને વાતોથી હસાવી હસાવી ને લોટ પોટ જ કરી દીધા! છેલ્લે બાઈક પરથી જ્યારે એના ઘર માટે નિયતિ ઉતારી તો એણે હાથ લંબાવતા કહ્યું - "ફ્રેન્ડસ?! આજે બહુ જ હસાવ્યું છે હો!"

"હા... બિલકુલ!" કહી ને એણે એની રિકવેસ્ટ એકસેપ્ટ કરતા હાથ મિલાવી લીધો.

એ પછી તો બંને ની ખાસ્સી વાતો થતી... બંને ચિતા ને મળવા ના બહાને મળી પણ લેતા... પણ હજી પણ જે કહેવાયું નહોતું એ જ કહેવાનું બાકી હતું! બંને માંથી કોઈએ પણ એ કહ્યું જ નહોતું! એ જ જેનાથી એમના દોસ્તીના સંબંધ માં પ્યાર ની મહોર વાગે!

"ઓય બ્લે ડ કેમ મારી તુંયે?!" ચેતા એ આંખો પહોળી કરતા રાહુલ ને કહ્યું.

"બસ ખાલી જ..." રાહુલ એ વાત ટાળવા ચાહી.

"તને નિયતિ ના સમ..." ચેતા એ ભારપૂર્વક કહ્યું.

"સારું... કહું છું! પણ કસમ છુટ્ટા કરી દે!", રાહુલ બોલ્યો અને ચેતા એ "હા... છુટ્ટા!" કહ્યું તો કહેવા માંડ્યું, "તુંયે જ તો કહેલું એક વાર કે નિયતિ તો... નિયતિ તો પ્રકાશ ને લવ કરે છે એમ!"

"ઓય પાગલ! પ્રકાશ તો... પ્રકાશ તો એની માસી નો પાંચ વર્ષ નાનો છોકરો છે!" ચેતા બોલી તો આંસુઓ ની ધાર વચ્ચે જ રાહુલના હોશ જ ઉડી ગયા. આ વાતચીત દરમિયાન જ ક્યારે એનાં આંખમાંથી આંસુઓ આવી ગયાં ખુદ રાહુલ ને જ જાણ ના રહી.

"અને... આ સુજાતા કોણ છે?!" ચેતા એ આંખો મોટી કરી અને કહ્યું.

"એ તો... એ તો.. યાર... મેં એણે એટલે કહ્યું કે એ એના લવ ને છોડી ને મારી પાછળ પાગલ ના થઈ જાય!" રાહુલ બોલ્યો તો ચેતા ને તો એણે એક ઝાપટ મારવાનો વિચાર પણ આવી ગયો!

🔵🔵🔵🔵🔵

"જો... યાર તું આમ ના રડીશ ને પ્લીઝ... ભૂલ કઈ તારી એકલી જ નથી... મારે જ એવું ના કહેવું જોઈએ કે હું પ્રકાશ ને લવ કરું છું એમ! મારાથી જ એવી અધૂરી વાત ના કરાવાય! ચેતા ને ખબર હતી... કઈ તને થોડી ખબર હતી!" કૉલ પર જ રાહુલ ને નિયતિ કહી રહી હતી.

"હવે ક્યારે ફરી કોઈના મેરેજ થશે તો આપણે મળી શકીશું?!" રાહુલે પૂછ્યું.

"કોરોના જાય એ પછી... એક વાત કહું... આઈ લવ યુ!" નિયતિ એ એ વાત કહી જ દીધી... જે કાયરની કહેવાતી જ નહોતી!

"આઈ લવ યુ ટુ, નિયતિ!" રાહુલે પણ હવે પ્યારનો એકરાર કરી જ દીધો.

"આ સુજાતા કોણ તો!?!" આ "તો" રાહુલના દિલમાં કોઈ તીર ની જેમ ખૂંપી ગયો!

"અરે એ તો કોઈ નહિ પાગલ... મને લાગ્યું કે તું તારા પ્રકાશ સાથે મસ્ત છું તો હું પણ..." રાહુલ આગળ ના બોલ્યો પણ નિયતિ બધું જ સમજી ગઈ.

"એક વાત કહું... બસ ક્યારે જાય આ કોરોના! ક્યારે હટે આ લોક ડાઉન, આપણે મળીએ!" થોડું હસતાં અને શરમાતા જ નિયતિ બોલી રહી હતી.

"બસ જે કહેવાનું હતું એ તો કહી દીધું... હવે લોક ડાઉન જેટલું વધે એટલું..." રાહુલે કહ્યું.