*આફત* વાર્તા... ૧-૫-૨૦૨૦
આ જિંદગીમાં ઘણી એવી ઘટનાઓ ઘટે છે કે ના બનવાનું બને છે... અને ના થવાનું થઇ જાય છે...
અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં રહેતા કનુભાઈ મિસ્ત્રી..
એમની પત્ની રમીલાબેન ...
જાત મહેનત કરી જીવનનો ગુજરાન ચલાવતા હતા...
એક દિકરો રમેશ અને દિકરી સંગીતા...
ને કનુભાઈ ના માતા શાંતાબેન ..
આટલો પરિવાર...
કનુભાઈ રાત દિવસ મહેનત કરીને છોકરાઓ ને ભણાવ્યા ..
રમેશ શિક્ષક બન્યો અને સૂરતની સ્કૂલ માં નોકરી એ લાગ્યો..
સંગીતા ને નાતમાં પરણાવી અને સાસરે નવસારી વળાવી..
રમેશ નું પણ નાતમાં રક્ષા નામની છોકરી સાથે નક્કી કર્યું અને લગ્ન કર્યા...
હવે સૂરતમાં રમેશ ની સાથે જ રક્ષા ગઈ જેથી રમેશ ને ખાવા પીવામાં કોઈ તકલીફ નાં પડે..
કનુભાઈ સાયકલ લઈને નાનું મોટું મિસ્ત્રી કામ કરી ને ગુજરાન ચલાવતા હતા...
જિંદગી થી કોઈ ફરિયાદ કર્યા વગર પોતાનું રગશિયુ ગાડું ખેંચી રહ્યા હતા....
છોકરાઓ પોત પોતાના સંસારમાં ડૂબ્યા હતા...
એક દિવસ રમીલાબેન ને કમરનો અસહ્ય દુખાવો ઉપડતા સોસાયટી ની બહાર ડોકટર ને બતાવ્યું પણ એમણે કહ્યું કે કોઈ મોટા ડોક્ટરને બતાવી દો... એટલે સરકારી દવાખાનામાં બતાવ્યું અને દવા કરાવી પણ એમને મણકામાં ગેપ હોવાથી ઓપરેશન કહ્યું ડોક્ટરે...
પણ કનુભાઈ અને રમીલાબેને ઓપરેશન નહીં કરાવું એવું નક્કી કરી ને દિવસો પસાર કરતા હતા...
ઘરનું કામકાજ રમીલાબેન જ કરતાં પણ કમરની વેદના વધી જાય ત્યારે થોડી વાર આરામ કરતાં અને ફરી પાછા કામે લાગી જતાં ...
આમ દુઃખ સહન કરીને પણ બન્ને પતિ-પત્ની જીવન ગુજારતાં હતાં....
વેકેશન માં છોકરાઓ આવે ત્યારે રમીલાબેન ને આરામ મળે...
કારણકે વહું અને દિકરી બધું જ કામકાજ સંભાળી લે એટલે એમને એટલાં દિવસ આરામ રહે...
પછી તો એ જ રોજીંદી ઘટમાળ ભરી જીંદગી...
અચાનક ...
આખાં વિશ્વમાં કોરોના વાઈરસ ફેલાઈ ગયો અને ભારતમાં પણ સરકાર તરફથી લોકડાઉન લાગું પડ્યો..
હવે કનુભાઈ નું મિસ્ત્રી કામકાજ પણ બંધ થઈ ગયું...
રોજ રોજ ની કમાણી બંધ થઈ ગઈ...
બચત તો એટલી બધી હતી નહીં..
પણ બહાર નિકળવું મુશ્કેલ હતું...
ઘરમાં રહીને એ વિચારોમાં રેહતા હતાં...
થાય એટલી મદદ રમીલાબેન ને એ કરાવતાં પણ તોયે...
એક દિવસ નવરાં બેઠા કંટાળો આવતો હતો એટલે એ ટેબલ પર ચડીને માળીયા માં સામાન શોધતાં હતાં અને એકદમ જ ચક્કર આવ્યા એટલે એ નીચે પડ્યાં અને શરીર નું બધું વજન આવી જતાં થાપાનો બોલ ટૂટી ગયો...
આ ના થવાનું થયું અને એક ના જોઈતી ઉપાધિ આવી...
રમીલાબેન પડોશી ની મદદથી નજીક નાં
સરકારી દવાખાનામાં લઈ ગયાં અને થાપા નું ઓપરેશન કરાવ્યું અને ઘરે આવ્યા...
આ ઓપરેશન માં સૂરત થી દિકરો કે સંગીતા કોઈ આવી શક્યા નહીં કારણકે બસ, ટ્રેન બધું બંધ હતું અને પોતાની પાસે ગાડી હતી નહીં...
કનુભાઈ ને ઓપરેશન કરીને ઘરે લાવ્યા ને અઠવાડિયું જ થયું હતું...
અને એ તો પથારીવશ હતા..
કનુભાઈ ના માતા શાંતાબેન નેવું વર્ષ નાં હતાં એ બપોરે એક વાગ્યે પ્રભુ ધામ પહોંચી ગયા...
હવે વિધી ની વક્રતા તો જુઓ કનુભાઈ પથારીવશ એ તો ઉભા થઈ શકે નહીં અને એમનાં મોટાભાઈ ગોધરા રેહતા હતાં... એ પણ આ લોકડાઉન માં આવી શકે નહીં..
દિકરો સૂરત હતો એ પણ આવી શકે નહીં..
નવસારી થી સંગીતા પણ આવી શકે નહીં...
આમ આ મહામારી ને લીધે ના થવાનું થયું...
પડોશીઓએ જ કાંધ આપી અને સ્મશાનમાં લઈ ગયા અને પડોશી એ જ અગ્નિદાહ આપ્યો...
આમ કનુભાઈ પર ઉપરા છાપરી આફત આવી અને આ કોરોના વાયરસ માં ના થવાનું થયું...
કર્મ નો સિદ્ધાંત કહો કે વિધી નાં લેખ...
છોકરાઓ અને પૌત્ર, પૌત્રી હોવાં છતાંય નાં પોતાના નો ખભો મળ્યો કે નાં અગ્નિદાહ ....
ભાવના ભટ્ટ અમદાવાદ.....