Love Revenge - 30 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ - 30

Featured Books
Categories
Share

લવ રિવેન્જ - 30

લવ રિવેન્જ

પ્રકરણ-30

“હાશ....! હવે કઈં રિલેક્સ ફીલ થયું...!” “બરોડાં એડવેન્ચર” પત્યાં પછી લાવણ્યાના ઘરેજ રોકાઈ ગયેલી અંકિતા બાથરૂમમાંથી ફ્રેશ થઈને બહાર નીકળતાંજ બોલી.

“જાં લાવણ્યા...!? તું પણ ફ્રેશ થઈજાં હવે...!” પોતાનાં વાળ ટોવેલ વડે પોતાનાં કોરાં કરતાં-કરતાં અંકિતા બોલી. ફ્રેશ થઈને તેણીએ લાવણ્યાનોજ નાઈટડ્રેસ પહેરી લીધો હતો.

“ઓ મેડમ....!” ડ્રેસિંગટેબલમાં મિરરમાં પોતાનેજ ક્યારની જોઈ રહેલી લાવણ્યાએ અંકિતાની વાતનો કોઈ પ્રતીભાવ ના આપતાં અંકિતા ફરી બોલી “હવે આ ચણિયાચોલી ઉતારો....! અને ફ્રેશ થાવ....!”

“મેડમ નઈ.....! ગામડાંની ગોરી....!” લાવણ્યા મજાકીયાં સ્વરમાં અંકિતા સામે જોઈને સ્મિત કરતાં બોલી.

“ઓહો...! જોતો...! પાર્ટી બઉ ફોર્મમાં આઈ ગઈ એમ...!?”

“તો શું....!” લાવણ્યાએ હવે બેડમાં પડતું મૂક્યું “આજે મારી લાઈફનો સૌથી હેપ્પી ડે હતો...!”

છત સામે તાકી રહીને લાવણ્યા બોલી.

“હમ્મ....! એતો છે....!” અંકિતાએ બેડમાં લાવણ્યાની જોડે પડતું મૂક્યું “અરે હાં....! ‘હેપ્પી ડે’થી યાદ આયું....!”

અંકિતા પાછી બેડ ઉપર બેઠી થઈ અને તેનો ફોન હાથમાં લઈને મચેડવાં લાગી.

“શું યાદ આયું....!?” લાવણ્યા પણ બેઠી થઈ.

“હાં....! આ જો....!” અંકિતાએ તેનો ફોન લાવણ્યા બાજુ ધર્યો.

“બ...બાપરે બાપ….! અંકલી….!” લાવણ્યા ફાટી આંખે અંકિતાનાં ફોનમાં સ્ક્રીન ઉપર સ્વાઈપ કરીને એક પછી એક ફોટોસ જોઈ રહી “અ....આ....! બધાં ફોટાં....!”

“છેને..!? એકદમ મસ્ત...!? તમારી બેયની એ સ્પેશિયલ મોમેન્ટ્સ કેપ્ચર કરી લીધી....!” અંકિતાએ આંખો મોટી કરીને આઈબ્રો નચાવી “તમે બેય જણાં બાલ્કનીમાં એકબીજાંને જે રીતે વળગીને ઊભાં’તાં....!” અંકિતા યાદ કરતી હોય એમ આંખો બંધ કરીને બોલી “ઓયે હોયે....! શું મોમેન્ટ હતી એ.....! ઉમ્મા....!” અંકિતાએ લાવણ્યાને એક ફ્લાઇંગ કિસ આપી દીધી.

“તે....તે....! મ....મને પ...પુછ્યાં વગર અમારાં બેયનાં ફોટાં પડ્યાં.....!” લાવણ્યા ભીની આંખે ફોનમાં જોઈ રહીને બોલી.

અંકિતાએ તેનાં ફોનમાં બરોડાંમાં સિદ્ધાર્થનાં ઘરે બાલ્કનીમાં બેયનાં જે ફોટાં અને વિડીયો વગેરે રેકોર્ડ કર્યા હતાં એને લાવણ્યા ચિંતાતુર નજરે જોઈ રહી.

“અરે વિડીયો પણ રેકોર્ડ કર્યો છે જો....!” અંકિતા ઉત્સાહી થઈને હવે વિડીયો બતાવવાં લાગી.

લાવણ્યા એજરીતે ચિંતાતુર નજરે વિડીયો જોઈ રહી. વિડીયોમાં સિદ્ધાર્થ જ્યારે લાવણ્યાને બાલ્કનીમાં જોઈ દોડીને આવેગપૂર્વક વળગી પડ્યો હતો તે દ્રશ્ય પ્લે થઈ રહ્યું હતું.

“તે....તે....પ્રોમિસ કરીતી....! કે....તું...આમારાં બેયનાં પર્સનલ ફોટ્સ વગેરે કોઈને ફોરવર્ડ નઈ કરે....!” લાવણ્યા હવે રડી પડી “ત....તો પણ....! તે...!”

“ના ના ના.....! એવું નથી....!” અંકિતા લાવણ્યાના ગાલ ઉપર હાથ મૂકીને બોલી “મેં કોઈને ફોરવર્ડ નથી કર્યા....! આઈ સ્વેયર .....! તું જ કે છેને કે આ તારી લાઈફનો સૌથી બેસ્ટ દિવસ હતો....!? બોલ...!? તો મેં એ બેસ્ટ મોમેન્ટ્સને કેદ કરી લીધી...! અને આ બધી યાદો....! ફક્ત તારીજ રે’શે....! ફક્ત તારીજ....! હમ્મ....! આઈ પ્રોમિસ....!”

લાવણ્યા ભીની આંખે શૂન્યમનસ્ક અંકિતા સામે જોઈ રહી. થોડીવાર બંને મૌન થઈ ગયાં.

“ત.....તું જોતો ખરી....!” મૌન તોડતાં અંકિતાએ લાવણ્યાનું ધ્યાન ફરી મોબાઈલ સ્ક્રીન તરફ ખેંચ્યું “તમે બેય.....! કેટલાં મસ્ત લાગો છો....! aww…..!”

લાવણ્યા હવે તેની આંખ લૂંછીને મોબાઇલ હાથમાં લઈને વિડીયો અને ફોટાં જોવાં લાગી. જેમ-જેમ તે એ બધું જોતી તેમ-તેમ તેનાં ચેહરાંની સ્માઇલ વધતી ગઈ અને આંખો ભીની થતી ગઈ. સિદ્ધાર્થ સાથે બાલ્કનીમાં વિતાવેલી એ દરેક ક્ષણોને જાણે તે ફરીવાર જીવી રહી હોય એમ ભાવુંક થઈને લાવણ્યા વિડીયો જોતી રહી અને અંકિતા લાવણ્યાને.

“ લાવણ્યા....!” થોડીવાર પછી અંકિતા બોલી.

“હમ્મ...!?” લાવણ્યાએ મોબાઇલ સામે જોઈ રહીનેજ હુંકારો ભર્યો

“આન્ટીને ક્યારે કઈશ....!?”

“કાલે સવારે.....!” લાવણ્યાએ શાંતિથી કહ્યું “હું આ બધાં ફોટો અને વિડીયો મારાંમાં ફોરવર્ડ કરી દઉં છું....!”

“હમ્મ....!”

લાવણ્યા હવે અંકિતાનાં ફોનમાંથી બધાં ફોટાં અને વિડીયો whatsappમાં પોતાનાં નંબર ઉપર ફોરવર્ડ કરવાં લાગી.

“આ લે.....!” બધાં ફોટાં અને વિડીયો પોતાનાં નંબર ઉપર ફોરવર્ડ કર્યા પછી લાવણ્યાએ અંકિતાને તેનો ફોન પાછો આપ્યો અને બેડ ઉપર ફરી લંબાવ્યું.

અંકિતા લાવણ્યા સામે જોઈ રહી. થોડીવાર બંને પાછાં મૌન થઈ ગયાં.

“કોલેજ લંચ પછી જઈશું....! થોડો આરામ કરીને....!” અંકિતાએ કહ્યું.

“હમ્મ....! મને પણ થાક લાગ્યો છે.....!” લાવણ્યા છત સામે જોઈ રહીને બોલી.

“અ....!”

“ટ્રીન.....ટ્રીન.....ટ્રીન.....!” અંકિતા કઈંક બોલવાંજ જતી હતી ત્યાંજ ઓશીકાં જોડે પડેલાં લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.

“અત્યારે કોનો ફોન....!?” અંકિતા બોલી.

“સિડ....!” ફોનમાં સિદ્ધાર્થનો નંબર જોતાંજ લાવણ્યા ખુશીથી બોલી પડી અને બેડમાં પાછી બેઠી થઈ ગઈ.

“સ્પીકર ઉપર કરને....!” લાવણ્યા ફોન ઉપાડે એ પહેલાં અંકિતા બોલી.

“પણ મારે પર્સનલ વાત કરવી છે....!?” લાવણ્યા નાનાં બાળક જેવું મોઢું બનાવીને બોલી.

“આવું યાર....!? હું છેક બરોડાં આવી તારી જોડે તો પણ...!?” સામે અંકિતાએ પણ નાનાં બાળક જેવું મોઢું બનાવ્યું “થોડું છેડીએ એને ચાલને....!”

“હાં...! હાં....! સારું બસ....! ફોન કટ થઈ જશે...!” છેવટે લાવણ્યાએ સ્ક્રીન ઉપર ટચ કરીને ફોન ઉપાડી લીધો.

“હેલ્લો....! લવ....!” સામેથી સિદ્ધાર્થે કહ્યું.

“હાં....! તારી લ....વ બોલું છું....! બોલને જા........ન....!” લાવણ્યા બોલે એ પહેલાંજ અંકિતા લહેકો લઈને બોલી. લાવણ્યા પરાણે પોતાનું મ્હોં દબાવીને હસવું રોકી રહી.

“અંકલી તું....! અ....! સોરી...! મને એમ કે ...! અ...! લવ...! આઈ મીન લાવણ્યા હશે...!” સિદ્ધાર્થ છોભીલો પડ્યો હોય એમ બોલ્યો.

“કેમ...કેમ....!? આમ શરમાઈ શેનો જાય છે...!? હવેતો બધાંની સામેજ તું એને ચીપકતો હોયછેને...!?” અંકિતા સિદ્ધાર્થની ટાંગ ખેંચતાં બોલી.

“અરે ....! અ..! એવું કઈં નઈ....!”

“એક મિનિટ...!? ક્યાંક એવુંતો નઈને કે હવે તારાં મેરેજ થઈ ગ્યાં એટ્લે.....!? હમ્મ...હમ્મ....!”

“અરે તારી પિન હજી ત્યાંજ અટકેલી છે...!?” સિદ્ધાર્થ સહેજ કંટાળ્યો હોય એમ ધીરેથી બોલ્યો “કીધુંતો ખરાં કે મારાં મેરેજ નો’તાં....! અને તું થોડીકતો કોમન સેન્સ લગાડ યાર....! મારાં મેરેજ હોત....! તો હું મારાં ઘરે થોડો ફેરાં ફરવાનો હોત...! જાન લઈને નેહાનાં ઘરે ગયો હોતને..!?”

“અરે હાં...! એતો અમે વિચાર્યુંજ નઈ....! સોરી હાં....!” અંકિતા મજાકીયાં સ્વરમાં બોલી “પણ તું બરોડાં ગયો ત્યારેજ અમને કઈને ગ્યો હોત કે સિસ્ટરનાં મેરેજ છે તો આ બધી બબાલજ ના થાતને...!?”

“અરે મારાં કાકી....! એટ્લે મારી સિસ્ટરનાં મમ્મીને થોડાં દિવસ પે’લ્લાં બેક ટુ બેક બબ્બે હાર્ટ એટેક આઈ ગ્યાં’તા....! એટ્લે એમની ઈચ્છા હતી કે એમની છોકરીનાં મેરેજ એમને કઈંક થાય એ પહેલાં થઈ જાય...!” સિદ્ધાર્થ સમજાવતો હોય એમ બોલ્યો “એટ્લે બધું ઝડપથી કરવું પડ્યું....!”

“હમ્મ....! બરાબર....!” અંકિતા બોલી અને લાવણ્યા સામે જોયું.

“અંકલી....!?” લાવણ્યા ધિમાં સ્વરમાં નાનાં બાળક જેવું મોઢું બનાવીને અંકિતા સામે જોયે રાખ્યું.

“તે અત્યારે ...! સવારે સાડાં પાંચે કેમ ફોન કર્યો....!?” લાવણ્યાની સામે જોઈ રહી અંકિતા તેનાં હોંઠ દબાવીને બોલી. લાવણ્યા સિદ્ધાર્થ સાથે વાત કરવાં તરસી રહી છે જોઈને અંકિતા જાણી જોઈને સિદ્ધાર્થને “બીઝી” રાખવાં મથી રહી.

“અ...! હું તો કારમાં ડીઝલ પુરાવાં ઊભો’તો...! એટ્લે....! અ....!” સિદ્ધાર્થ પાછો ખચકાવાં લાગ્યો “કઈં વાંધો નઈ....! અ... લાવણ્યા સૂઈ ગઈ હોયતો...! હું પછી વાત કરીશ...!”

“નઈ....નઈ...! હું જાગુંજ છું સિડ..! હું નઈ સૂતી...!” લાવણ્યાએ હવે તરતજ ફોનનું સ્પીકર બંધ કર્યું અને બેડ ઉપરથી ઊભી થઈને બાલ્કની તરફ ભાગવાં લાગી.

“બ....બોલ...! હું બાલ્કનીમાં આઈ ગઈ હવે....!” બેડરૂમની બાલ્કનીનો દરવાજો બંધ કરીને લાવણ્યા બહાર ઊભી રહેતાં બોલી “કેટલે પોં’ચ્યો....!?”

“બસ...! અડધે રસ્તે...!” સિદ્ધાર્થ બોલ્યો.

કેટલીક ક્ષણો બંને વચ્ચે મૌન પથરાઈ ગયું.

“લવ....! અ.....! આજે તે જે સરપ્રાઈઝ આપી....! ખરેખર....! અ....! હું શું કવ....! સમજાતું નથી....!”

“બસ તું ખુશ છેને....!?”

“હમ્મ...! બઉજ....!”

લગભગ વીસેક મિનિટ વાત કર્યા પછી લાવણ્યાએ છેવટે પરાણે ફોન મૂક્યો અને પાછી રૂમમાં આવી. અંકિતા હવે બેડ ઉપર ઘસઘસાટ સૂતી હતી. લાવણ્યાએ દીવાલ ઉપર લાગેલી વૉલક્લોક સામે જોયું. વહેલી સવારના લગભગ છ વાગવાં આવ્યાં હતાં.

“આન્ટીને ક્યારે કઈશ....!?” બેડ સૂઈ રહેલી અંકિતાની જોડે બેસતાંજ લાવણ્યાને અંકિતાએ પૂછેલી વાત યાદ આવી ગઈ.

એક ઊંડો શ્વાસ ભરી લાવણ્યાએ પણ હવે અંકિતાની જોડે લંબાવી દીધું. છત સામે તાકતાં-તાકતાં લાવણ્યા તેમનાં બરોડાં “એડવેન્ચર” વિષે વિચારવાં લાગી. છેવટે તેણીની આંખો ઘેરાવાં લાગી.

----

“હે ભગવાન.....!? તે મને કીધું પણ નઈ....!” સુભદ્રાબેન ચોંકીને મોટેથી બોલી પડ્યાં.

પરોઢે વહેલાં છ વાગ્યે સિદ્ધાર્થ સાથે વાતચિત કર્યા પછી લાવણ્યા અને અંકિતા લગભગ બારેક વાગ્યે જાગ્યાં હતાં. કોલેજ જવાં રેડી થઈને બંને નીચે જમવાં આવ્યાં હતાં. કિચનમાં કામ કરી રહેલાં સુભદ્રાબેનને લાવણ્યાએ ધીરેથી આગલી રાત્રે તેની અને અંકિતાની બરોડાં ટ્રીપ વિષે બધુંજ કહી દીધું હતું. જોડે અંકિતા પણ ઊભી હતી. લાવણ્યાની વાત સાંભળીને સુભદ્રાબેન ચોંકી ગયાં અને લાવણ્યા અને અંકિતાની સામે હતપ્રભ થઈને જોઈ રહ્યાં.

“આવો મિસયુઝ કરવાનો મારી છૂટનો બેટાં.....!?” રડું-રડું થઈ ગયેલાં સુભદ્રાબેને લાવણ્યા સામે જોઈ રહીને પૂછ્યું “આવું ગાંડું સાહસ કરાય....!? આટલી મોડી રાત્રે.....!? અંકિતા...! તે પણ આને કઈં નાં કીધું...!?”

બંને જણાં મોઢું નીચું કરીને જોઈ રહ્યાં. થોડીવાર સુધી ભીની આંખે સુભદ્રાબેન પણ કઈં બોલ્યાં વગર બેયની સામે જોઈ રહ્યાં.

“તે એકવાર પણ નાં વિચાર્યું....!?” છેવટે સુભદ્રાબેન લાવણ્યા સામે જોઈને બોલ્યાં “કે જો ખરેખર એનાંજ મેરેજ હોત તો.....!?”

લાવણ્યા હવે આઘાત પામી ગઈ. અંકિતા પણ લાવણ્યા સામે આઘાત પામી જોઈ રહી.

“જો એવું થયું હોત તો તું કેવીરીતે સહન કરત.....!?” સુભદ્રાબેન ભાવવિહીન સ્વરમાં બોલ્યાં “કેવીરીતે એને બીજી કોઈનો થતો જોવત....! બોલ....!?”

“જો ખરેખર એનાંજ મેરેજ હોત તો.....!?” લાવણ્યાનાં મનમાં હવે સુભદ્રાબેનનાં એ શબ્દોનાં પડઘાં પડવાં લાગ્યાં “કેવીરીતે એને બીજી કોઈનો થતો જોવત....!?”

“પ....પણ...! મ્મ...મમ્મી....! મેરેજ ....! મેરેજ થયાં તો નઈને....!?” લાવણ્યા પરાણે દલીલ કરવાનો પ્રયત્ન કરતી હોય એમ બોલી.

“દિવાળી બઉં દૂર નથી બેટાં.....!” સુભદ્રાબેન ઠંડા સ્વરમાં બોલ્યાં આને કિચનમાંથી નીકળી પાછળ ચોકડીમાં જતાં રહ્યાં.

“દિવાળી બઉં દૂર નથી બેટાં.....! બેટાં....!” હવે લાવણ્યાનાં મનમાં એ શબ્દો ગુંજવાં લાગ્યાં.

“દિવાળીમાં મારાં મેરેજ ફિક્સ થઈ ગ્યાં…..!” લાવણ્યાને હવે સિદ્ધાર્થની એ વાત યાદ આવી ગઈ “નેહાએ “હા” પાડી દીધી...!”

બરોડાંમાં સિદ્ધાર્થ સાથે વિતાવેલી એ સુંદર ક્ષણોની યાદમાં સિદ્ધાર્થે જતાં પહેલાં કહેલી એ વાત ભૂલીજ ગઈ હતી કે નેહાએ “હાં” પાડી દેતાં બંનેનાં દિવાળીમાં મેરેજ ફિક્સ થઈ ગયાં હતાં.

લાવણ્યાને જાણે આઘાત લાગી ગયો હોય એમ તે શૂન્યમનસ્ક થઈને તાકી રહી. અંકિતા પણ લાવણ્યા સામે જોઈ રહી અને સુભદ્રાબેનની વાત ઉપર વિચારે ચઢી ગઈ.

-----

“આન્ટીની વાતજ મગજમાં ઘૂમરાય છેને...!?” અંકિતાએ સુનમૂન થઈને જોડે ચાલી રહેલી લાવણ્યાને પૂછ્યું.

બંને લંચ પછી કોલેજ આવી ગયાં હતાં અને પાર્કિંગમાં એક્ટિવાં પાર્ક કરીને કેન્ટીન તરફ જઈ રહ્યાં હતાં. લાવણ્યા હજીપણ તેનાં મમ્મીએ કહેલી વાતનાં વિચારોમાં ખોવાયેલી હતી.

“હમ્મ....! હું તો ભૂલીજ ગઈ હતી કે દિવાળીમાં એનાં મેરેજ ફિક્સ છે....!” લાવણ્યા ઉદાસ ચેહરે ધીમા સ્વરમાં બોલી. બંને હવે કેન્ટીન તરફ જતાં કોરિડોરમાં ચાલવાં લાગ્યાં.

“એક વાત પૂછું...!?” અંકિતા ચાલતાં-ચાલતાં લાવણ્યા સામે જોયું.

“હમ્મ....! બોલને....!” લાવણ્યાએ તેની સામે જોયાં વગરજ કહ્યું.

“સિદ્ધાર્થ ….! અમ્મ...! તને હજીપણ આશાં છેને કે....! કે છેલ્લી ઘડીએ કોઈને કોઈ ચમત્કાર જેવું કઈં થશે અને....! એ તારો થઈ જશે....!?” અંકિતા ખચકાટ સાથે બોલી અને કોરિડોરમાં ચાલતાં-ચાલતાં અટકી ગઈ.

લાવણ્યા પણ અટકી અને નીચું જોઈ રહી.

“હાં.....! કદાચ....!” છેવટે તે બોલી “મને હજુપણ એવી આશાં છે.....! ખબર નઈ કેમ પણ....! પણ....! મારું દિલ એવુંજ કે’છે......!”

“હું સાચું કવ….!” અંકિતા લાવણ્યાની નજીક આવીને સ્મિત કરતાં બોલી “ગઈકાલ રાતથી....! તો મને પણ એવુંજ લાગે છે....! કે કઈંક એવું થશે.....! અને એ તારોજ થઈ જશે.....!”

લાવણ્યા પણ સ્મિત કરી રહી.

“પે’લ્લાં નોરતે જ્યારે મને એ છોડીને ગયો....! ત્યારે મને એવું લાગ્યું’તું કે.....! કે એ હવે પાછો નઈ આવે....!” લાવણ્યાએ ફરીવાર કોરિડોરમાં ચાલવાં માંડ્યુ “પણ...! તે જેમ કીધું....! ગઈકાલ રાતથી મને પણ એવુંજ ફીલ થાય છે.....! કે એ મારોજ થશે.....! યુ નો....! જ્યારે એણે મને બાલ્કનીમાં જોઈ અને જે રીતે દોડીને જોરથી એ મને વળગી પડ્યો’તો...! એજ ક્ષણે મને એવું લાગ્યું કે....! એ જાણે બધું ભૂલીને મારોજ થઈ ગ્યો....! કોઈપણ જાતનાં ડર વિના....! એ બસ મને નાનાં બેબીની જેમ વળગી પડ્યો.......!”

“હમ્મ.....! એતો અમે બધાયે જોયું છે...!” જોડે ચાલતી-ચાલતી અંકિતા પણ બોલી “એ સાવ નાનાં બેબીની જેમજ તને ચોંટી પડે છે...! હોસ્પિટલમાં તને જોઈને કેવો ચોંટી પડ્યો’તો ...! યાદ છે...!?”

“હમ્મ....!” લાવણ્યાએ હુંકારો ભર્યો અને હોસ્પિટલની એ ક્ષણને યાદ કરવાં લાગી જ્યારે એકસીડેંન્ટ પછી તે સિદ્ધાર્થને મળી હતી અને સિદ્ધાર્થ બધાંની હાજરી ભૂલીને તેને વળગી પડ્યો હતો.

“ચાલ .....! માનીલે....! કે આપડાં બેયના દિલની વાત સાચી પડે....! અને તારાં અને સિડનાં મેરેજ પણ થઈ ગ્યાં.....!” કોરિડોરમાં અટકીને અંકિતા હવે તેણીની આંખો નચાવીને બોલી “તો તું સિડ ને શું કઈને બોલાવીશ....!? આઈ મીન....! “એજી-ઓજી”....! કે પછી “સાંભળો છો....!?” અંકિતા લાવણ્યાને છેડતાં તેણીનાં ગાલે ટપલી મારી.

“શું અંકલી તું પણ....!” લાવણ્યા તેનું હસવું માંડ દબાવી રહી.

“કે પછી મેરેજ પછી પણ તું એને “જાન” જ કઈને બોલવાનું ચાલું રાખીશ......!? હમ્મ...હમ્મ.....!?”

“ નાં...ના....! એનાં ઘરમાં એવું બધુ નાં ચાલે....! મેરેજ પછી હું પણ ક્ષત્રિય ઘરની વહુ કેવાઉ તો....! એમ થોડી પોતાનાં હસબન્ડને “જાન-જાન” કેવાય....! એવું પર્સનલમાં ચાલે....! બાકી બધાંનાં સાંભળતાં તો હું ...સિદ્ધાર્થને તુંકારે પણ નઈ બોલાવું....! તમેજ કઈશ....!”

“ઓકે ચલ....! આપડે પ્રેક્ટિસ કરીએ.....! હું સિદ્ધાર્થ છું.....!” અંકિતા બોલી અને પોતે જાણે સિદ્ધાર્થ હોય એમ તેનું મોઢું ઊંચું રાખીને ઊભી રહી.

“હમ્મ....! આ....લો.....! તમારાં માટે ચ્હા.....!” લાવણ્યા ખાલી-ખાલી હાથમાં ચ્હાનો કપ ધરીને બોલી.

“હું ચ્હા નથી પીતો લવ.....! મારાં માટે બોર્નવિટાંવાળું દૂધ લાવ.....!” અંકિતા તેનો અવાજ સહેજ ભારે કરતી હોય એમ બોલી.

“મેં કેટલાં પ્રેમથી ચ્હા બનાઈ’તી.....!” લાવણ્યા ઢીલું મોઢું કરીને નાટક કરતાં બોલી.

“તો ફેંકીદે લવ....! પણ મારે દૂધજ જોઈએ....!” અંકિતા ફરી એજરીતે બોલી.

“જાને હવે....! સિડ એવું કોઈ દિવસ નાં કે’……! હું પ્રેમથી એનાં માટે કઈંપણ બનાવું એ ચૂપચાપ ખાઈલે.....! ફેંકી દેવાની વાતજ નાં કરે.....!” લાવણ્યા મોઢું બનાવીને બોલી અને પાછી ચાલવાં લાગી.

“અરે તું જોજેને મેરેજ પછી તો એ રાજાશાહી ઠાઠથી તને હેરાન કરશે....!” અંકિતા જોડે ચાલતી-ચાલતી હવે લાવણ્યા ને છેડવાં લાગી.

“નઈ....! એ એવો નઈ એટ્લે નઈ કીધુંને બસ....! હશે તારો વિવાન એવો....!”

“મારો વિવાન એવો નથી ઓકે....!?” અંકિતાએ હાથ કરીને કીધું.

“ઓહો....! જોતો....! હવે “મારો વિવાન” થઈ ગ્યો.....!?”

“અમ્મ.....એ.....તો તું બોલી....!એટ...એટ્લે બોલાઈ ગયું.....!”

“ચાલ...ચાલ જુઠ્ઠી.....!” લાવણ્યાએ અંકિતાનાં ખભે પોતાનો ખભો અથડાવ્યો.

બંને મજાક-મસ્તી કરતાં-કરતાં છેવટે ચાલતાં-ચાલતાં કેન્ટીનનાં દરવાજે આવી ગયાં.

“ઓહો.....! આપડાં ગ્રૂપનાં અડધાં મેમ્બર્સ ગેરહાજર લાગે છે....!” કેન્ટીનમાં પ્રવેશીને અંકિતાએ એક ટેબલ ઉપર બેઠેલાં ગ્રૂપનાં મેમ્બર્સ સામે જોઈને કહ્યું.

બંને એ તરફ જવાં લાગ્યાં.

ટેબલ ઉપર ફક્ત કામ્યા અને ત્રિશા બેજ બેઠાં હતાં.

“કેમ કોઈ દેખાતું નથી.....!?” ટેબલ નીચેથી ચેયર ખેંચીને કામ્યાની જોડે બેસતાંજ અંકિતા બોલી. જોડે લાવણ્યા પણ બેઠી.

“અમે બેય બેઠેલાં નથી દેખાતાં તને.....!?” ત્રિશાએ મજાક કરતાં કહ્યું.

અંકિતાએ જીભ કાઢીને ત્રિશાને ચિડાવી.

“સ....સિદ્ધાર્થ જોડે કઈં વાત થઈ...!?” કામ્યાએ ઉચાટભર્યા સ્વરમાં પૂછી લીધું.

“અમ્મ....! નાં....! અ....!” લાવણ્યાએ મૂંઝાઈને અંકિતા સામે જોયું પછી પાછું કામ્યા સામે જોઈ રહી. કામ્યા તેનાં ઉચાટને છુપાવવાં મથી રહી હતી એ વાત લાવણ્યાએ નોટિસ કરી.

“બાકી બધાં ક્યાં છે.....!?” લાવણ્યાએ છેવટે વાત બદલવાં પૂછ્યું.

“રોનકની તબિયત થોડી નરમ ગરમ છે...! પ્રેમ કશે બા’ર જવાનો છે....!” કોઈ ન્યૂઝ રિપોટરની જેમ ત્રિશા વારાફરતી બધાં વિષે કહેવાં લાગી “અંકિતા....! સામે બેઠી છે....! તું પણ સામેજ બેઠી છે....! કામ્યા....! આ રહી મારી જોડે....! અને હાં....! સિદ્ધાર્થનો કોઈ અત્તોપત્તો નથી....!”

“હમ્મ.....! સમાચાર પૂરાં નઈ......!” અંકિતાએ પણ હસીને ટાપસી પુરાવી.

કામ્યા અને લાવણ્યા પણ હસી પડ્યાં.

“આ જો પ્રેમ શું કે’છે....!” ત્રિશા તેનાં ફોનમાં પ્રેમનો મેસેજ વાંચતાં-વાંચતાં કહેવાં લાગી.

“શું....!?” કામ્યાએ તેની બાજુ જોઈને પૂછ્યું.

“આજે એ નઈ આવે....! કોલેજમાં પણ અને ગરબાંમાં પણ....!” ત્રિશા બોલી.

“હમ્મ....! અને રોનકની તબિયતનું કોઈ ઠેકાણું નથીને....!” કામ્યા બોલી “તો એનું પણ નક્કી નઈ....!”

“હમ્મ....!” ત્રિશાએ પ્રેમને મેસેજનો રિપ્લાય આપતાં-આપતાં હુંકારો ભર્યો.

“યાર....! આજે તો હું પણ બઉ થાકી ગઈ છું....! ઊંઘજ પૂરી નઈ થઈ....!” અંકિતાએ લાવણ્યા સામે જોઈને કહ્યું.

“હમ્મ…! મારી પણ.....!” લાવણ્યાએ હામી ભરી.

“તો....!? આજનાં ગરબાં કેન્સલ...!?” ત્રિશાએ વારાફરતી બધાં સામે જોઈને પૂછ્યું.

“કામ્યા....! તારું શું કેવું....!?” અંકિતાએ કામ્યા સામે જોયું.

“હમ્મ....! મારું પણ મૂડ નથી....!” વિચારોમાં ખોવાયેલી કામ્યાએ કમને જવાબ આપ્યો.

“તો પાર્લરની આપોઈંટમેંન્ટ.....!?” ત્રિશાએ પૂછ્યું.

“એ હું કેન્સલ કરાવી દઇશ....!” કામ્યાએ ચેયરમાંથી ઊભાં થતાં બોલી.

“ક્યાં જાય છે....!?” લાવણ્યાએ પૂછ્યું.

“લેકચરમાં....!” કામ્યાએ ટૂંકો જવાબ આપ્યો અને પોતાની બેગ ઉઠાવી ત્યાંથી જતી રહી.

ત્રિશા, અંકિતા અને લાવણ્યા પણ થોડીવાર કેન્ટીનમાં બેઠાં પછી છેવટે લેક્ચરમાં જતાં રહ્યાં.

----

“શું થયું....!?” પાર્કિંગમાં પોતાનાં એક્ટિવાંનાં લોકમાં ચાવી ભરાવીને અંકિતાએ જોડે ઊભેલી લાવણ્યાને પૂછ્યું.

સાંજે લેકચર પત્યાં પછી બંને કોલેજથી ઘરે જઈ રહ્યાં હતાં.

“સિદ્ધાર્થને ફોન કરુંછું તો એ ઉઠાવતોજ નઈ.....!” લાવણ્યા તેનો ઉદાસ થઈ ગયેલો ચેહરો નકારમાં ધૂણાવીને બોલી “મેસેજનો પણ રિપ્લાય નઈ આપ્યો....!”

“અરે સવારે જ્યારે એણે ફોન કર્યો’તો ત્યારે તો એ અડધે રસ્તે પોંચ્યો’તો...! રિમેમ્બર....!?” અંકિતા યાદ અપાવતી હોય એમ બોલી “પછી તે કેટલી લાંબી વાત કરી એ તો નઈ ખબર બટ એને બરોડાં પહોંચતાં બીજો કલ્લાક તો થયોજ હશે....! અને આખી રાતનો ઉજાગરો, ત્યાંથી અહીં અને અહીંથી ત્યાંનું ડ્રાઇવિંગ....! એની સિસ્ટરની વિદાઈ....! બિચારો થાકી ગ્યો હશે...! ખબર નઈ એણે સુવાં પણ મળ્યું હશે કે નઈ....!”

“હાં....! એ તો મેં વિચાર્યુંજ નઈ....!”

“તો પણ એક લાસ્ટવાર ટ્રાય કરીલે....! પછી હું તને ઘરે ઉતારી જાવ....!”

“હમ્મ....!” લાવણ્યાએ ફરી એકવાર સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

“ફોન સ્પીકર ઉપરજ કરને....! એ ઉપાડે તો આપડે એને છેડીએ....!” અંકિતાએ તેની આંખો નચાવીને કહ્યું. લાવણ્યાએ તેનો ફોન આગળ ધરી સ્પીકર મોડ પર કર્યો.

થોડીવાર રિંગ વાગ્યાં પછી છેવટે ફોન ઉપડ્યો.

“હેલ્લો સિડ....! બેબી...! કેવો છે તું...!? શું કરે છે...!?” ફોન ઊપડતાંજ લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી ગઈ.

“તારો બેબી મારાં માટે આઈસક્રીમ લેવાં ગયો છે....!” સામે છેડેથી નેહાનો વેધક સ્વર સંભળાયો.

“ન....નેહા....!?” લાવણ્યા ચોંકી અને હતપ્રભ થઈને અંકિતા સામે જોઈ રહી.

અંકિતા પણ ચોંકી ગઈ.

“તું સિદ્ધાર્થ જોડે શું કરે છે...!? એનો ફોન તું શેની ઉપાડે છે....!?” આઘાતપામી ગયેલી લાવણ્યાને જોઈને અંકિતા નેહાને ધમકાવતી હોય એવાં સ્વરમાં બોલી.

“અંકિતા તું...!?” નેહા અંકિતાનો સ્વર ઓળખી ગઈ “સિદ્ધાર્થ મારો વુડ બી છે....! રિમેમ્બર....!? અને ખાલી એનો ફોનજ નઈ....! એ આખે આખો મારોજ છે.....! માઇન્ડ ઈંટ.....!”

“ખાલી એનો ફોનજ નઈ....! એ આખે આખો મારોજ છે.....!” એ વાક્યનાં પડઘાં લાવણ્યાનાં કાનમાં પડવાં લાગ્યાં અને આઘાતપૂર્વક અંકિતા સામે જોઈ રહી.

“ઓહ પ્લીઝ....! સિદ્ધાર્થ જેવાં બોય્ઝ તારાં જેવાં ટોર્ચર મશીનને શું લેવાં પરણે...!?” અંકિતા ફરી એજરીતે બોલી “એ ક્યાંય નાહવાં-બાવાં ગ્યો હશે અને તે એનો ફોન ઉઠાવી લીધો...! આઈ પાછી....!”

“એમ....!?” નેહાએ વ્યંગ કર્યો “તો જો તારાં મોબાઇલમાં વોટ્સએપમાં જો....!”

નેહાએ કહેતાંજ અંકિતાએ તેનાં જીન્સનાં પોકેટમાંથી ફોન કાઢ્યો અને સ્ક્રીન લોક ખોલ્યું. તે હજી ફોન અનલોક કરીજ રહી હતી ત્યાંજ વોટ્સએપમાં નેહાનાં મેસેજની નોટિફિકેશન આવી. ફોન સ્પીકર મોડ ઉપર ધરી રાખીને લાવણ્યા અંકિતાને ફોન મચેડતાં જોઈ રહી.

અંકિતાએ તેનાં મોબાઇલમાં વોટ્સએપ ઓપન કરતાં નેહાએ મોકલેલો મેસેજ જોયો. નેહાએ મોકલેલી ઇમેજ ઉપર ટચ કરીને અંકિતાએ તે ફોટો ડાઉનલોડ કર્યો.

“ઓહ ગોડ....!” નેહાએ મોકલેલો ફોટો જોઈને અંકિતાએ લાવણ્યા સામે જોયું.

“શું થયું....!?” લાવણ્યાએ બેબાકળાં સ્વરમાં અંકિતાને પૂછ્યું.

અંકિતાએ ફોન તેની સામે ધર્યો. લાવણ્યાએ સ્ક્રીન ઉપર જોયું. નેહાએ મોકલેલાં સેલ્ફી ફોટોમાં નેહા પોતે અને બૅકગ્રાઉન્ડમાં રસ્તાની એક બાજુ બનેલાં અમુલ પાર્લરનાં પગથીયે બ્લ્યુ ટી-શર્ટમાં સિદ્ધાર્થ ઉભેલો હતો. તેનાં હાથમાં આઈસક્રીમનાં બે-ત્રણ કોન પણ દેખાઈ રહ્યાં હતાં.

“જોયો ફોટો...!?” નેહાએ સામેથી વ્યંગ કરતાં પૂછ્યું. તેનો કૉલ હજી ચાલુજ હતો.

અંકિતા અને લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર એકબીજાંનાં મોઢાં તાકી રહ્યાં.

“હજી થોડાં દિવસ રાહ જો....!” ફરીવાર નેહાનો વેધક સ્વર સંભળાયો “હનીમૂનનાં ફોટો પણ મોકલીશ.....!”

લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ. તે અંકિતા સામે ઢીલું મોઢું કરીને જોઈ રહી. અંકિતાને લાવણ્યા ઉપર દયા આવી ગઈ.

“અને હાં....! લાવણ્યા....! મેં તને કીધું’તુંને....! કે દૂર રે’જે એનાંથી....!?” નેહા હવે ચેતવણી આપતી હોય એવાં સ્વરમાં બોલી “હવે પછી એને ફોન-બોન નાં કરતી....! સમજી....! નઈતો તું કે’છેને....! એમ...! આ ટોર્ચર મશીન તારાં બેબીને ટોર્ચરજ કર્યા કરશે....! ગોટ ઈંટ....!?”

નેહા ઉપર ગુસ્સો ચઢતાં અંકિતા પોતાનાં દાંત ભીંચીને મોબાઇલ સામે જોઈ રહી.

“હનીમૂનની વાત કરે છેને તું....!” પોતાનાં દાંત ભીંચતાં અંકિતા ભારોભાર અણગમાં સાથે નેહાને કહેવાં લાગી “ઊભી રે’….!”

અંકિતા હવે ફટાફટ તેનો ફોન મચેડવાં લાગી.

“ થોડાં દિવસ રાહ જો....!” લાવણ્યા ફરીવાર નેહાએ કહેલી વાતોનાં વિચારોમાં ખોવાઈ ગઈ “હનીમૂનનાં ફોટો પણ મોકલીશ.....! હનીમૂનનાં ફોટો પણ મોકલીશ.....!”

“તારું હનીમૂન થશે ત્યારની વાત ત્યારે ….!” અંકિતા હજીપણ એજરીતે બોલી રહી હતી. તેનો સ્વર સાંભળીને લાવણ્યાની તંદ્રા જાણે તૂટી ગઈ.

“હવે મેં જે તને મોકલ્યુંને....! એ જો....!” અંકિતા બોલી.

“શ....શું મોકલ્યું તે એને....!?” લાવણ્યાએ નવાઈ પામીને પરાણે પૂછ્યું.

“વ્હોટ નોનસેન્સ.....!” નેહા તાડૂકી હોય એમ મોટેથી બોલી “લાવણ્યા....! તું....તું....! બરોડાં...! સિદ્ધાર્થનાં ઘરમાં....! બ...બાલ્કનીમાં....! ત.....તું...! ક્યારે....!”

“તું....તું.....વાળી......! તપેલી ગરમ થઈ ગઈને તારી....!” અંકિતા હજીપણ એજરીતે અકળાઈને બોલી રહી હતી “હવે....! બોલ...! બોલ..!?”

“તે....શું મોકલ્યું એને....!?” લાવણ્યાએ હવે અંકિતાનો મોબાઇલ ખેંચી લીધો અને જોવાં લાગી “હે....! ભગવાન....! આ શું કર્યું તે....!?”

લાવણ્યાએ અંકિતાનાં મોબાઇલમાં તેણીએ નેહાને મોકલેલાં ફોટો અને વિડીયો જોઈ ચોંકીને અંકિતા સામે જોયું. બરોડાંમાં આગલી રાત્રે સિદ્ધાર્થનાં ઘરની બાલ્કનીમાં જે ફોટાં અને વિડીયો અંકિતાએ કેદ કર્યા હતાં એમાંથી બે-ત્રણ ફોટાં અને એકાદ-બે વિડ્યો તેણે નેહાને ફોરવર્ડ કરી દીધાં હતાં.

“તે....તે....! આ બધાં ફોટાં અને વિડીયો નેહાને શું કરવાં મોકલી દીધાં....!” લાવણ્યા હવે ભાંગી પડી હોય એમ બોલી.

“હ....હેલ્લો....! નેહા....! નેહા......! મારી વાત સાંભળ...! સ....સિડ....! સિડનો ક....કોઈ વાંક નઈ....! તું...તું...એને....! એને....! કઈં નાં કેતી પ્લીઝ....! હેલ્લો...!? નેહા...!?” લાવણ્યા રઘવાઈ થઈ ગઈ “એવું હોય....! તો...તો....! તું...તું...! કોલેજમાં બધાંની વચ્ચે મ્મ....મારી ઇન્સલ્ટ કરી લેજે....! બસ....! પણ...પણ...!”

“બીપ.....બીપ....બીપ.....!” નેહાએ ફોન કટ કરી દીધો.

“હે ભગવાન....! ફોન કટ કરી દીધો....!?” લાવણ્યાએ તરતજ તેનાં મોબાઇલમાંથી હવે નેહાનો નંબર ડાયલ કર્યો.

પણ નેહાએ લાવણ્યાનો નંબર રિજેક્ટ લિસ્ટ મૂકેલો હોવાથી તેનો નંબર લાગ્યો નહીં.

“હવે એનો ....! ન....નંબર પણ નઈ લાગતો જો...!” લાવણ્યા હવે રડી પડી “તે...તે....શું કામ એ ફોટો અને વિડીયો એને મોકલ્યાં....!?”

“અરે એ બઉ ચરબી કરતી’તી....! તો એને પણ ખબર પડેને...!” અંકિતા હજીપણ એજરીતે બોલી રહી હતી “અને તું શેની આમ બિવે છે....! હું છું તો ખરી....!”

“તું...તું સમજતી કેમ નઈ....! એ....એ....સિડને ટોર્ચર કરશે....! તે પ્રોમિસ કરી’તીને કે....કે આ બધાં ફોટાં અને વિડીયો....! એ બધાં મોમેન્ટ્સ....! ફક્ત મારાંજ....! તો...તો...! તે...! શું કામ એને ફોરવર્ડ કર્યા.....!? હવે એ.....એ બધું સિડ જોશે તો....!?” લાવણ્યાને હવે વધુ આઘાત લાગ્યો “એને કેવું લાગશે....!? એ શું....વિચારશે....!?”

“નેહા....! નેહા....! એને કેટલું બધું ટોર્ચર કરશે....!?” લાવણ્યા છેવટે ભાંગી પડી અને પોતાનું મોઢું તેની બંને હથેળીઓમા દબાવીને રડવાં લાગી.

“લાવણ્યા....! આમ જો મારી સામે....!” અંકિતાએ તેણીના હાથ વડે લાવણ્યાનો ચેહરો પકડ્યો અને સમજાવતી હોય એમ બોલી “બી સ્ટ્રોંગ....! ઓકે....! અને હાં....! સિડ....! એ ફકત તારી સામે કમજોર પડી જાય છે....! બટ નેહાને હેન્ડલ કરી શકે એટલોતો સ્ટ્રોંગ એ છેજ.....! હમ્મ....!”

“પણ....! પણ....! અમારાં પર્સનલ ફોટાં....! એ બધું.....! અંકિતા.....! પે’લ્લાં પણ મેં તને સમજાવીતીને....! તો પણ તે આવું શું કામ કર્યું....!?”

“અરે....! એ ચિબાવલી ફાલતું બકવાસ કરે જતી હતી....! તને જલાવાં માટે....!” અંકિતા મોઢું ફુલાવીને બોલી “મ્મ....! મારાંથી સહન ના થયું....!”

“હવે સિડ....! મ...મારી જોડે વાત પણ નઈ કરે....!” લાવણ્યા હવે શૂન્યમનસ્ક થઈ ગઈ “ખબર નઈ....! આ બધાં ફોટાં જો...જો....નેહાએ ટ્રસ્ટી સાહેબ અને સિડનાં ફેમિલીને બતાવી દેશે....! તો...તો...! એને બધાં પાછો પણ નઈ આવવાંદે....! પાછો પણ નઈ આવવાંદે....!”

લાવણ્યા ફરીવાર રડી પડી.

“એતો મેં વિચાર્યુંજ નઈ....!” અંકિતા હવે આઘાત પામીને વિચારે ચઢી ગઈ.

----

“આજે ગરબાબાંમાં નથી જવાનું....!?” પ્લેટફૉર્મ સાફ ફરી રહેલાં સુભદ્રાબેને વિચારોમાં ખોવાઈને જમવાની પ્લેટો સાફ કરી રહેલી લાવણ્યાને પૂછ્યું.

ઘરે આવીને લાવણ્યા થોડુંઘણું જમી હતી અને ઘરકામમાં તેનાં મમ્મીની મદદ કરી રહી હતી.

“હમ્મ…..!? શું....!?” લાવણ્યા જાણે વિચારોમાંથી બહાર આવી હોય એમ બોલી.

“એમ કઉ છું કે આજે ગરબાંમાં નથી જવાનું....!?” સુભદ્રાબેન ફરી બોલ્યાં.

“નાં...! આજે કોઈને મેળ નથી પડે એવો.....!” લાવણ્યાએ ટૂંકો જવાબ આપ્યો.

સુભદ્રાબેન પાછાં પોતાનાં કામમાં લાગી ગયાં.

“તું હજીપણ નારાજ છેને.....!?” લાવણ્યાએ છેવટે સુભદ્રાબેનને પૂછી લીધું.

કઈં બોલ્યાં વગર સુભદ્રાબેન તેમનું કામ કરી રહ્યાં.

“સોરી મમ્મી......! હું ડરી ગઈ’તી.....!” લાવણ્યાએ તરતજ પાછળથી સુભદ્રાબેનને આલિંગન આપી દીધું. સુભદ્રાબેનની પીઠ ઉપર માથું મૂકીને લાવણ્યા ડૂસકાં ભરવાં લાગી.

સુભદ્રાબેનની આંખ ભીંજાઈ ગઈ. છતાં તેમણે કઈંપણ બોલવાનું ટાળ્યું.

----

“ખબર નઈ નેહાએ આપડા ફોટાં જોયાં પછી તને કેટલો ટોર્ચર કર્યો હશે....!” બેડ ઉપર ઊંઘે-ઊંઘે લાવણ્યા તેનાં ફોનમાં સિદ્ધાર્થનાં ઘરે બાલ્કનીમાં પાડેલાં બંનેનાં ફોટાં વગેરે જોતાં-જોતાં મનમાં બબડી.

સિદ્ધાર્થનો ફોટો જોતાં-જોતાં લાવણ્યાએ બેડમાં પડખું ફેરવ્યું. રાતનાં લગભગ બાર વાગ્યા હતાં. લાવણ્યાનાં ઘરની પાછળ સોસાયટીનાં કોમન પ્લૉટમાં ચાલી રહેલાં ગરબાંનું મ્યુઝિક લાવણ્યાને સંભળાઈ રહ્યું હતું.

ક્યાંય સુધી પડખાં ફેરવતી લાવણ્યાની આંખ સિદ્ધાર્થ વિષે વિચારીને ભીંજાઈ ગઈ. સિદ્ધાર્થ વિષે વિચારતાં-વિચારતાં લાવણ્યાની આંખ છેવટે ઘેરાવાં લાગી.

“ટ્રીન.....ટ્રીન.......ટ્રીન.....!” લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.

“અત્યારે કોણ....!?” અધકચરી ઊંઘમાંથી ઊઠીને લાવણ્યાએ બેડ ઉપર ઊંધો મૂકેલો તેનો મોબાઇલ સીધો કર્યો અને સ્ક્રીન ઉપર નંબર જોયો.

“સિડ.....!” સ્ક્રીન ઉપર સિદ્ધાર્થનો નંબર જોઈને લાવણ્યા મોટેથી બોલી પડી અને બેડ ઉપર બેઠી થઈ સિદ્ધાર્થનો કૉલ રિસીવ કરી લીધો.

“સિડ.....! બેબી....! તું...! તું....! કેવો છે....!?” લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી પડી.

“લવ....! તારો અવાજ બરાબર નથી સંભળાતો....!” સામેથી સિદ્ધાર્થ બોલ્યો.

“હેલ્લો....! હાં....! હવે સંભળાયો....!” લાવણ્યા બેડ ઉપરથી ઊઠીને રૂમમાં આમતેમ ફરવાં લાગી.

“નાં....! હજી બરાબર નઈ સંભળાતો....! અવાજ કપાય છે તારો....!”

“ઓહો....! એક મિનિટ......! હું બાલ્કનીમાં જતી રવ.....!” ઉતાવળાં પગલે લાવણ્યા તેનાં બેડરૂમની બાલ્કનીનો દરવાજો ખોલીને બહાર આવી ગઈ.

“હાં......! હવે સંભળાયો...!?” બાલ્કનીમાં આવીને લાવણ્યા બોલી.

“નાં.....! પણ દેખાયો.....!” સિદ્ધાર્થે મજાક કરતાં કહ્યું.

“હમ્મ....!? દેખાયો એટ્લે....!?” લાવણ્યાને નવાઈ લાગી.

“નીચે જો.....! ઓટલાં ઉપર....!” સિદ્ધાર્થ એવાજ રમતિયાળ સ્મિત સાથે બોલ્યો.

બાલ્કનીમાં ઊભેલી લાવણ્યાએ તરતજ તેનાં ઘરના ઓટલે નજર નાંખી.

“સિદ્ધાર્થ......!?” ઓટલાં ઉપર સિદ્ધાર્થને ઉભેલો જોઈને લાવણ્યાથી સહેજ મોટેથી બૂમ પડાઈ ગઈ.

લાવણ્યા તરતજ પાછી ફરી અને બાલ્કનીમાંથી દોડી તેનાં બેડરૂમમાં અને બેડરૂમમાંથી બહાર નીકળી સીડીઓ ઉતરીને ડ્રૉઇંગરૂમમાં આવી ગઈ. ડ્રૉઇંગરૂમમાં આવી ઘરનો મુખ્ય દરવાજો ઝડપથી ખોલીને લાવણ્યા સિદ્ધાર્થ તરફ ઝડપથી દોડી.

તેનાં સુધી પહોંચતાં સુધીમાંતો લાવણ્યા રડી પડી અને ઉછળીને સિદ્ધાર્થને વળગી પડી.

“અરે.....! હા...હા....! આટલી બધી આતુરતાં....! સવારેજ તો મળ્યાં’તાં......!?” સિદ્ધાર્થે લાવણ્યાની પીઠ પસવારીને કહ્યું.

“તારી જોડે ગમે તેટલો ટાઈમ સ્પેન્ડ કરું.....! જીવજ નઈ ધરાતો.....!” આવેગપૂર્વક સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવતાં લાવણ્યા બોલી “તારી જોડે વાત કરવી’તી....! પણ ....! ક્યાંક નેહા જોડે હોય અને મારો કૉલ જોઈલે..! તો....તો...! તને ટોર્ચર કરેને...! એટ્લે મ્મ....! મેં ફોન નાં કર્યો...!”

“હાં....! એટ્લેજ તો હું પણ નાં કરી શક્યો....! એ બલા આખો દિવસ કોઈને કોઈ બા’ને મારી આગળ-પાછળજ ફર્યા કરે છે.....!એમાંય આપડાં બેયનાં ઓલાં ફોટાં જોઈને તો ખાસ....!”

“સિડ.....! મેં....! એ ફોટાં ….!”

“શ્શ્શ.....!” સિદ્ધાર્થે લાવણ્યાનાં હોંઠ ઉપર તેની આંગળીઓ મૂકી દીધી “કઈં નાં બોલ....! ફોટાં બવજ મસ્ત હતાં....! અને અંકિતાએ જે કર્યું એ બરાબરજ હતું.....! હમ્મ…!”

ભીની આંખે લાવણ્યા નવાઈપૂર્વક સિદ્ધાર્થ સામે જોઈ રહી. તેની આંખો લાવણ્યા માટે પ્રેમથી ભરાયેલી હતી.

“મને તો તારી ચિંતા થતી હતી....! નેહાએ ફોટાં જોઈને ખબર નઈ તને શું કીધું હોય....!” સિદ્ધાર્થ ચિંતાતુર ચેહરે લાવણ્યાનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલ્યો “મારાંથી રે’વાયું નઈ....! તો આઈ ગ્યો....!”

“ઓહ બેબી....! તે તો મને મસ્ત સરપ્રાઈઝ આપી દીધી....!” લાવણ્યા સિદ્ધાર્થનાં ગાલ ખેંચીને બોલી.

“હમ્મ...! પણ અહિયાં ક્યાંય સીડી પડેલી નો’તી....! નઈતો હું પણ તારી જેમ બાલ્કનીમાં ચઢીને આવી જાત.....!”

“નાં હવે.....! પડી જવાય તો....!?”

“હાં તો અમે પણ એજ સમજાવતાં’તાં તમને મેડમ....!” સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાની કમરમાં તેનાં બંને હાથ ભેરવી દીધાં અને તેણીને પોતાની નજીક ખેંચી લીધી.

કેટલીક ક્ષણો બંને એકબીજાંની સામે જોઈ રહ્યાં.

“અમ્મ.....! મ...મારી જોડે આઈશ....! રિવરફ્રન્ટ.....!?” થોડીવાર પછી ખચકાટ સાથે સિદ્ધાર્થે નાનાં બાળકની જેમ મોઢું બનાવીને પૂછ્યું.

“Aww….! તું આટલો ઈનોસંન્ટ ફેસ બનાવીને પૂછે તો કોણ ના પાડે....!?” લાવણ્યા ફરીવાર સિદ્ધાર્થના ગાલ ખેંચીને બોલી “ચાલ જલ્દી.....!”

લાવણ્યા સિદ્ધાર્થનો હાથ પકડીને કમ્પાઉન્ડના ગેટ તરફ ચાલવાં લાગી.

“અરે પણ....આન્ટીને પૂછવાંતો દે.....!” સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ ખેંચ્યો “અને તું આજ કપડાંમાં આઈશ.....!?”

લાવણ્યાએ પહેરેલાં નાઈટડ્રેસ તરફ હાથ કરીને સિદ્ધાર્થ બોલ્યો.

“અરે હાં નઈ.....!” લાવણ્યા પોતાની તરફ જોઈને બોલી “ચાલ …..! હું કપડાં બદલી લવ ત્યાં સુધી તું સોફાંમાં બેસજે.....!”

લાવણ્યા સિદ્ધાર્થનો હાથ પકડીને તેને અંદર ખેંચી ગઈ.

“મમ્મી....! મમ્મી....! જો કોણ આયું....!?” લાવણ્યાએ સુભદ્રાબેનના બેડરૂમ તરફ જોઈને બૂમ પાડી.

“આટલી રાત્રે કોણ છે બેટાં.....!?” સુભદ્રાબેન આંખ ચોળતાં-ચોળતાં તેમનાં રૂમમાંથી બહાર આવ્યાં “ઓહ.....! આતો......! સિડ છે.......!”

સિદ્ધાર્થને જોતાંજ સુભદ્રાબેનના ચેહરાંનાં ભાવો બદલાઈ ગયાં.

“આન્ટી.....! મજામાં....!?” એટલું કહેતાંજ સિદ્ધાર્થ સુભદ્રાબેનને હળવેથી વળગી પડ્યો.

જવાબમાં સુભદ્રાબેને માત્ર ઔપચારિકતા ખાતર સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ મૂક્યો.

“તું બેસ .....! હું ચ્હા બનાવી લાવું.....!” સુભદ્રાબેન ઠંડા નીરસ સ્વરમાં બોલ્યાં અને કિચન તરફ જવાં લાગ્યાં.

“અરે....! નાં મમ્મી.....!” લાવણ્યા તેમને ટોકતાં બોલી “એક્ચ્યુલી.....! અ......!” લાવણ્યાએ ખચકાઈને સિદ્ધાર્થ સામે જોયું.

“આન્ટી...! અ....! જો ત...તમે પરમીશન આપોતો .....! અ....! મારે લાવણ્યાને લઈ જવી’તી....! આઈ મીન....! બા’ર જવું’તું....! એને લઈને.....!”


“પણ બેટાં....! આટલાં મોડાં તો.....!?અ ....!” સુભદ્રાબેને લાવણ્યા સામે જોયું.

“મમ્મી....! અમે જલ્દી પ....પાછાં આઈ જઈશું બસ.....!” લાવણ્યા નાનાં બાળક જેવુ મોઢું બનાવીને બોલી “પ્લીઝ..... જવાંદેને.....!”

સુભદ્રાબેન થોડીવાર સુધી લાવણ્યા સામે જોઈ રહ્યાં પછી ધીરેથી ડોકી હલાવીને “હાં” પાડી.

“થેંક્યું આન્ટી.....!” સિદ્ધાર્થે સ્મિત કરીને કહ્યું.

સુભદ્રાબેને ફરીવાર એવુંજ ઔપચારિક સ્મિત કર્યું અને કિચન તરફ જતાં રહ્યાં.

“હું આવું......! ચેન્જ કરીને.......!” લાવણ્યા સ્મિત કરીને ઉપર તેનાં બેડરૂમમાં દોડી ગઈ.

સિદ્ધાર્થ સોફાંમાં બેસીને લાવણ્યાની વેઈટ કરવાં લાગ્યો.

----

“તું બેઠીને બરાબર....!?” બાઇકની બેકસીટ ઉપર બેઠેલી લાવણ્યાને સિદ્ધાર્થે પૂછ્યું.

કમ્પાઉન્ડનાં ગેટ આગળ પાર્ક કરેલી બાઇકને સિદ્ધાર્થે સેલ માર્યો.

“મમ્મી.....! હું જલ્દી આવું છું હોં.....!” લાવણ્યાએ ગેટનાં પગથિયે ઉભેલાં સુભદ્રાબેનને જોઈને કહ્યું.

સુભદ્રાબેને એજરીતે નીરસ ચેહરે ડોકું હલાવી દીધું અને સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થે પણ તેમની તરફ જોયું. તેમનાં ચેહરા ઉપર નારાજગીનાં ભાવ સ્પષ્ટ દેખાતાં હતાં.

સિદ્ધાર્થે છેવટે એક્સિલેટર આપી બાઇક ચલાવી દીધું. બાઇકનાં સ્ટિયરિંગ ઉપર લાગેલાં સાઈડ મિરરમાં સિદ્ધાર્થે સુભદ્રાબેનને પગથિયે ઉભેલાં જોયાં.

“આન્ટીનું બિહેવિયર બદલાયેલું લાગે છે...!” સિદ્ધાર્થ મિરરમાં જોઈને લાવણ્યાને કહેવાં લાગ્યો “મારાંથી નારાજ હોય એવું લાગે છે..!”

“હમ્મ......! પણ તારાંથી નઈ મારાંથી નારાજ છે....!” લાવણ્યા સિદ્ધાર્થની નજીક સરકી અને તેને ચીપકીને બેસતાં બોલી “બરોડાંવાળી વાતને લઈને......!”

“ઓહ....!”

“ડોન્ટ વાર જાન......!” લાવણ્યા બોલી અને સિદ્ધાર્થ ફરતે તેનું આલિંગન એકદમ સખત કરી દીધું “હું મમ્મીને મનાવી લઇશ.....! હમ્મ....!”

-----

“ફોટાં જ...જોઈને નેહા તને જેમ-ફાવે એમ બોલીને....!?” લાવણ્યાએ ચિંતાતુર નજરે સિદ્ધાર્થ સામે જોઈને પૂછ્યું.

બંને રિવર ફ્રન્ટ આવી ગયાં હતાં. બાઇકને ડબલ સ્ટેન્ડ કરીને સિદ્ધાર્થ બાઇકના ટેકે ઊભો હતો અને લાવણ્યા તેની સામે.

સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર તેણી સામે જોઈ રહ્યો.

“એણે ત....તારાં ઘરે....! બધાંને આપડાં ફોટાં બતાઈ દીધાંને....!?” લાવણ્યાએ પૂછ્યું.

“હાં.....! એને ઝઘડવાં માટે બા’નું જોઈતું’તું....! ને મલી ગ્યું.....!”

“મેં અંકિતાને ના પાડી’તી.....! તો પણ એને....!”

“કોઈ વાંધો નઈ લવ.....! અને એમ પણ.....! અંકિતાએ ફોટાં મોકલીને બરાબરજ કર્યું....! દર વખતે એ તને ટોર્ચર કરતી’તી.... જેમફાવે એમ બોલીને....! પણ એ ફોટાં જોઈ-જોઈને હવે એ પોતે ટોર્ચર થઈ રહી છે....! સો....! ડોન્ટ વરી....! જે થયું એ બરાબરજ થયું છે....! હમ્મ.....!”

“પણ.....! પણ....! તારાં અંકલ....!? એ તને બ...બોલ્યાં હશે.....!?એ....!”

“જવાદેને તું એ બધી વાત.....!” સિદ્ધાર્થે માથું ધૂણાવ્યું અને લાવણ્યાને કમરમાંથી પકડી લઈ પાછાંફરીને ડબલ સ્ટેન્ડ કરેલાં બાઇકની સીટ ઉપર બેસાડી દીધી.

લાવણ્યાને આશ્ચર્ય થયું. અને તે કઈં બોલે પહેલાંજ સિદ્ધાર્થે નીચાં નમીને લાવણ્યાનાં ઉરજોનાં ઊભાર ઉપર માથું મૂકી દીધું અને કચકચાવીને તેણીને આલિંગનમાં જકડી લીધી.

“ખબર નઈ ભગવાને તને કેમ આવી બનાવી છે....!?” સિદ્ધાર્થ એમજ વળગી રહીને બોલ્યો “કે આમ તારી બાંહોમાં આવતાંજ બધો થાક ઉતરી જાય છે......!”

લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ. તે સિદ્ધાર્થની પીઠ ઉપર વ્હાલથી હાથ ફેરવવાં લાગી.

“બરોડાંમાં તું એકલો....! કોની જોડે બધું શેયર કરતો હોઈશ....!?” લાવણ્યા મનમાં બબડી.

સિદ્ધાર્થે હવે તેનું આલિંગન સહેજ વધુ સખત કરતાં લાવણ્યાથી ઊંહકારો ભરાઈ ગયો. તેણીની આંખ વધુ ભીંજાઈ ગઈ.

“કોઈ વાત શેયર કરવી હોય......! તો બોલને જાન......!” લાવણ્યાએ હળવેથી સિદ્ધાર્થના કાન ઉપર બાઇટ કરીને કહ્યું.

“ના....! એવું કઈં નથી.....!” સિદ્ધાર્થ તેણી સામે જોઈને બોલ્યો “તમે લોકો આજે ગરબાં ગાવાં નો’તાં ગ્યાં......!?”

“કોઈનું મૂડજ નો’તું.....!”

“હમ્મ....!” સિદ્ધાર્થે હવે લાવણ્યાની આંગળીઓમાં પોતાની આંગળીઓ ભેરવી દીધી અને પાછો લાવણ્યાને વળગી પડ્યો.

કેટલીક ક્ષણો સુધી લાવણ્યાની પીઠ ઉપર હાથ ફેરવ્યા પછી સહેજ હળવેથી સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલ પાસે બાઇટ કરી.

“અરે......!?” લાવણ્યાને હવે વધુ આશ્ચર્ય થયું.

“સોરી....! અ....! ખબર નઈ....મારાંથી કેમનું....!” સિદ્ધાર્થ છોભીલો પડ્યો હોય એમ એની જીભ થોથવાઈ ગઈ.

“અરે ....જાન....! હું એમ નઈ કે....!”

“નઈ નઈ.....! I’m sorry……! મારો એવો કોઈ હક નઈ તારાં ઉપર....! તે હજી એવો કોઈ હક નઈ આપ્યો.....! એટ્લે મારે એવું નો’તું કરવું જોઈતું....!” સિદ્ધાર્થ માથું ધૂણાવવાં લાગ્યો.

“સિડ.....! જાન....!” લાવણ્યાએ સિદ્ધાર્થનો ચેહરો વ્હાલથી તેનાં બંને હાથમાં પકડી લીધો અને તેની આંખોમાં જોઈને બોલી “કેટલાંક હક આપવાંનાં નાં હોય....! બસ લઈ લેવાંનાં હોય....! જતાવી લેવાંનાં હોય....! હમ્મ...!”

“પણ લવ મારી એંગેજ....!”

“સિડ....! આજે આપડે જોડે છીએ....!” લાવણ્યા ભીંજાયેલી આંખે ભારપૂર્વક બોલી “બીજું બધું ભૂલીજા.....! બધું ભૂલીજા.....! જાન......!”

સિદ્ધાર્થની આંખ પણ ભીંજાઈ ગઈ. છેવટે તે ફરીવાર લાવણ્યાને વળગી પડ્યો.

-----


“હવે ક્યારે પાછો આઈશ...!?” બાઇક ઉપરથી ઉતરીને લાવણ્યાએ સ્ટિયરિંગ પાસે ઊભાં રહીને પૂછ્યું.

રિવરફ્રન્ટ ઉપર લગભગ દોઢ-બે કલ્લાક ગાળ્યા પછી સિદ્ધાર્થ તેણીને ઘરે ઉતારવાં આવ્યો હતો અને બરોડાં પાછો જઈ રહ્યો હતો.

“અમ્મ....! નવમાં નોરતે.....!”

“ઓહો....! આટલાં બધાં દિવસ....!” લાવણ્યા નાનાં બાળકની જેમ મોઢું ઢીલું કરીને બોલી.

“અરે કેમ....! આજે છઠ્ઠું નોરતું થઈ ગ્યું....!” સિદ્ધાર્થ બોલ્યો “કાલે સાતમું…..! પછી આઠમું અને પછી નવમું.....!”

“હજીતો આખું છઠ્ઠું નોરતું બાકી.....! પછી સાતમું....! આઠમું.....! સિડ તને લાગે ….! પણ મારાંથી દિવસો નઈ નીકળતાં....!” લાવણ્યા ફરીવાર મોઢું બનાવી સિદ્ધાર્થને વળગી પડી.

“અચ્છા બાબા...! હું આઠમાં નોરતે રાત્રે નૈવેધનું પતે એટ્લે રાત્રેજ આવતો રઈશ બસ....!” સિદ્ધાર્થ બોલ્યો.

“પાકું....!?”

“હાં….! પાકું.....! હવે જાઉં....!? રાતનાં બે વાગી ગ્યાં છે....!”

“બાય......!” લાવણ્યા ઢીલું મોઢું કરીને બોલી.

સિદ્ધાર્થે સ્મિત કર્યું અને “બાય” કહીને બાઇકનો સેલ માર્યો.

*****


-J I G N E S H