આગળ ના ભાગ માં જોયુ કે હિર અને સમર્થ બંને વચ્ચે ઝઘડો થાય છે સ્મૃતિ અને વીર તે બંને ને સમજાવે છે હવે આગળ.....
પછી તેમનો લેક્ચર સ્ટાર્ટ થાય છે તેમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે જેમાં વીર અને સ્મૃતિ અને હીર અને સમર્થ ની ટીમ બને છે. હિર તેમના ટીચર ને કહે છે કે તે સમર્થ સાથે પ્રોજેક્ટ પર કામ નહિ કરે પરંતુ ટીચર તેનું કારણ યોગ્ય ગણતા નથી. એને કહે છે કે કોઈ માણસ ના તમારી સાથે અથડાવવા થી તમે એને judge ના કરી શકો. અને આમ જ સ્કૂલ નો પેહલો દિવસ પૂરો થાય છે. સ્કૂલ ની બહાર હીર,વીર, સમર્થ અને સ્મૃતિ ચારે ભેગા થાય છે
સ્મૃતિ: અરે શું તમારી બંને સાવ નાના બાળકો ની જેમ અથડામણ જેવી એક નાની એવી વાત માં ઝઘડો કરો છો.
હીર હવે જવા દે એ વાત ને અને આજ થી ફ્રેન્ડ બનીએ . પ્લીઝ
હીર: ok, ફ્રેન્ડ (સમર્થ તરફ હાથ લંબાવીને)
સમર્થ અને હીર handshake કરે છે અને પછી તેઓ એક બીજાના contact number લે છે અને છુટ્ટા પડે છે.
હીર જ્યારે ઘરે આવે છે ત્યારે તેને ખબર પડે છે કે વીર અને સમર્થ નું ઘર તેના ઘર ની બાજુ વાળી ગલી માં જ છે.
હીર જમીને પછી સ્મૃતિ ને કોલ કરી ને આ વાત કહે છે
સ્મૃતિ: it's very great. કમસેકમ તારે અને સમર્થ ને એકબીજા ના suggestion લેવા હોય પ્રોજેક્ટ માટે તો લઈ સકે. મેં તો એમ નક્કી કર્યું છે કે કેવી રીતે બનાવવું અને તેમાં લખવું એ બધું હું કહીશ અને મહેનત વીર ની.
હીર: એ પણ સારું તારે તો.ok ચલ બાય . મારે ટયૂશન માં જવાનું છે
સ્મૃતિ: ઓકે બાય.
પછી સ્મૃતિ ફોન પર વોટ્સએપ માં વીર ને બધું સમજાવે છે પ્રોજેક્ટ ના presentation વિશે
સ્મૃતિ: વીર thanks કે આમાં બધી જ મહેનત તું જ કરે છે.
વીર: વેલ્કમ.ઓકે.બાય
સ્મૃતિ: બાય
પછી સ્મૃતિ પોતાની ડાયરી લખવા બેઠી જાય છે.
પિંક કલર ની ડાયરી અને તેને ખૂબ જ સુંદર બનાવતું સ્મૃતિ ની તેના પર કરેલ સજાવટ
સ્મૃતિ ને શાયરી લખવાનો અને વાંચવાનો ખુબ શોખ પણ આ વિશે તેણે કદી કોઈ ને કહ્યું નહિ તે પોતાની ડાયરી માં તે લખતી અને તેમાં જ રેહવા દેતી.
તેણે ડાયરી માં લખવાનુ શરૂ કર્યું અને આખા જ દિવસ નું બધું થોડા શબ્દો માં વર્ણવ્યું.
આ બાજુ સમર્થ ના મનમાં સ્મૃતિ એ એક અલગ ઓળખાણ બનાવી લીધી હતી. ત્યાં તેને યાદ આવ્યું કે સ્મૃતિ એ પણ પોતાની હોબી singing જ કહી હતી.
પછી તે વીર ને કોલ કરે છે, તો તેનો ફોન વ્યસ્ત બતાવે છે.
તો તેને થાય છે કે હીર ને કોલ કરી ને પ્રોજેક્ટ વિશે જ ચર્ચા કરી લવ . પછી હીર ને તે ફોન કરે છે.
હીર : હેલ્લો.
સમર્થ: પ્રોજેક્ટ વિશે શું વિચાર છે તમારો કે પછી ક્લાસ ની બહાર ઉભવાનો પ્લાન છે.
હીર: ઊભવાનો પ્લાન તમારો હોય તો ખબર નઈ. અને પ્રોજેક્ટ માં લખીશ હું તું મને આ પ્રોજેકટ માં જે ફોટોઝ લગાવવાના છે એ સૌથી બેસ્ટ ફોટોઝ ની પ્રિન્ટ તારે આપવાની છે બાકી તો i love painting અને અક્ષર તો મારા તારા કરતા સારા જ હશે. ઓકે
સમર્થ: ઓકે.
પછી હીર કોલ કટ કરી નાખે છે.
સમર્થ પાછો વીર ને કોલ કરે છે
.વીર: બોલ સમર્થ, શું કામ છે?
સમર્થ: તું તો ત્યાં સ્કૂલ નું બધું જાણતો જ હસે તો સ્કૂલ માં કોઈ competion ડાંસ,singing નું થાય છે
વીર: દર બુધવારે થાય જ છે અને એમાં શાહ સર ને નામ નોંધાવવાનું હોય છે.
સમર્થ: ઓકે thanks.