તમારા બંનેમાંથી કોઈ નો અવાજ હવે આવ્યો તો ઉડાવી મારવામાં આવશે..
"હું તારા બાપને કોલ કરું છું.. તે પૈસાની વ્યવસ્થા ક્યારે કરે છે."
"તું તૈયાર રહેજે એમને તારો અવાજ સંભળાવા નો છે."
"હલો"
મેં તમને 20 કરોડ તૈયાર રાખવા કહ્યું હતું વ્યવસ્થા કરી લીધી છે.
આટલી બધી વ્યવસ્થા એક જ દિવસમાં કેવી રીતે કરી શકું."
"મને લાગે છે તમને તમારો છોકરો વહાલો નથી."
"ના તમે એને કશું જ નહીં કરતા મે થોડી ઘણી વ્યવસ્થા કરી લીધી છે પણ આટલી બધી મોટી રકમને વ્યવસ્થા કરતા ટાઈમ તો લાગે ને પ્લીઝ મારો એક નો એક છોકરો છે એને તમે કશું જ નહીં કરતા.."
"હું તમને અડધા નો ઓપ્શન આપું છું કાલ સવાર સુધી મારે જોઈએ... 20 ના બદલે 10 કરોડનો ચેલેન્જ બરાબર..
"ઓકે હું તમને જરૂર પહોંચાડી દઈશ પ્લીઝ ફોન કરતા નહીં..મને મારા વિવેક જોડે એક વખત વાત કરવા દો."
"લે મેં તને શું કહ્યું હતું લે તારા બાપ જોડે વાત કર."
"હલો પપ્પા જે પણ આ લોકો પૈસા માંગે છે તેમને આપી દો મને અહીં ભૂખ્યો-તરસ્યો બાંધી રાખ્યો છે."
"હા બેટા હું જલ્દી એરેન્જ કરું છું તને કશું નહીં થવા દઉં."
"અવાજ સાંભળી લીધો કાલે સવારમાં પૈસા સાથે હું કહું તે જગ્યાએ આવવા તૈયાર રહેજો."
"અરે મને ભૂખ લાગી છે કોઈ સાંભળો છો મને ખાવાનું જોઇએ."
"કેવો માણસ છે તું આવી ખરાબ પરિસ્થિતિમાં પણ તને ખાવાનું સૂઝે છે ."મીનાક્ષી ની બહેન બોલી.
"તારું મોઢું બંધ રાખ હું તારા જેવો ભિખારી ફેમીલી માંથી નથી. જો બરાબર જમવાનું નહીં હોય તો હું એમને એમ જ ઊગી જઇશ."
"લો અહીં તો રૂમ સર્વિસ પણ છે... આ કમીના એ તો ખાવાનું માગ્યું અને આવી પણ ગયું કેવું પડે ખા હવે."
"આ શું છે, આવું ખાવાનું ...આવું કોણ ખાય ...લઈ જાઓ પાછું ....આ તો ભિખારીઓ પણ ન ખાઈ શકે એવું ખાવાનું છે."
"ચૂપચાપ ખાવું હોય તો ખાઈ લે આ તારા બાપનું ઘર નથી.. અને ઓય છોકરી તું પણ ચૂપચાપ ખાઈ લે કાલે તારે તો ઘણી એનર્જીની જરૃર પડશે."
"ઓય મારી સામુ જો નહીં..
નહીં તો તારી આંખો ફોડી નાખીશ.."
"હાથ બાંધેલા છે અને આંખો ફોડવાની વાત કરે છે.. એટલી હિંમત.."
"સારું કાલે તૈયાર રહેજે તારા હાથ છોડી દઈશું."
*****
પોલીસ સ્ટેશનમાં ઇસ્પેક્ટર પ્રમોદ આવીને ખુરશી પર બેસતાં ... બોલ્યા અરે સોરભ ચા મંગાવા કહી દે ચા પીવાથી મગજ થોડું કામ કરે ...એક નેહા વાળો કેસ ઉકેલાતો નથી અને બીજા કેસ ની પ્રોબ્લેમ..
"હા સર કહી દઉં છું.
શું થયું છે સર."
"મારી મીસ પ્રેરણાના મમ્મીના ફ્રેન્ડ છે. તેમનું સન વિવેક ગુપ્તા નુ કીડનાઈપ થઈ ગયું છે.. તેના પપ્પા યોગેશ ગુપ્તા એવું વિચારે છે કે આપણે એમની અન ઓફિસિયલ મદદ કરીએ પણ એવી રીતે મદદ કરવી મુશ્કેલ છે."
"હા સર આવી રીતના તો આપણી પર પણ મુશ્કેલી આવી શકે છે કેમકે તે લીગલી ન કહેવાય."
"હા અને રિસ્કી પણ કહેવાય."
"સર ઉપરથી કોલ આવ્યો છે."
"ઓકે લાવ.
હા સર ... પ્રમોદ બોલું છું..
બોલો ...
હા જરૂર..
હું પણ મદદ કરવા તૈયાર છું તમારી પરમિશન છે તો મને પણ હિંમત આવી ગઈ.
ઓકે સર ...જય હિન્દ."
"સર નું કહેવું છે કે આપણે યોગેશ ગુપ્તાની મદદ કરવાની છે એ પણ અન ઓફિસિયલ રીતે તો તૈયાર થઈ જા સોરભ જવા માટે."
"હા સર તૈયાર જ છું પણ ખૂબ મુશ્કેલ પડશે કારણકે અન ઓફિસીયલી રીતે કોઇ મદદ પણ નહિ કરે."
"હવે તો ઉપરથી કોલ પણ આવી ગયો છે મદદ તો કરવી જ પડશે એ પણ અન ઓફિસિયલ રીતેજ"
"હા જરૂર સર હું પૂરી કોશિશ કરીશ."
"સારું સૌરભ એક કામ કર તારી જોડે કુસુમ ને પણ લઈ જજે એ તારી હેલ્પ કરશે."
"હા સર"
"અને હા જો ભૂલથી વર્દીમાં ના પહોંચી જતો અને ગુસ્સા પર થોડો કાબૂ રાખજે."
"હા સર જરૂર ધ્યાન રાખીશ."
continue...