Devilry - 18 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 18

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

જંતર મંતર - 18

પ્રકરણ – 18



જીયા ની નજર સામે એક ટોળું હતું. જે જીયા ના મનમાં ઘણા બધા પ્રશ્નો જગાવી રહ્યું હતું. જીયા ના મનમાં હવે ડર ઘર કરવા લાગ્યો હતો. જીયા ને એમજ લાગતું હતું કે નક્કી પેલી કાળી પોટલી ફેરી આંટી ના હાથમાં આવી ગઈ હતી! જેના લીધે જ જેની સાથે કોઇક ગડબડ થઈ ગઈ છે. જીયા ગભરાતી પેલા ટોળા તરફ આગળ વધી રહી હતી. જીયા ને ડર હતો કે “ક્યાંક જેની ને કંઇક થઈ ગયું હશે તો! “ જીયા ની બેચેની અને ડર બંને સતત વધી રહ્યા હતા. જીયા ટોળા ની નજીક પોહચી ગઈ અને ત્યાં જઈને જોયું ત્યારે ખબર પડી કે જીયા નો ડર હકીકત હતો. જે વાત નો જીયાને ડર હતો એજ બન્યું! જેની ત્યાં જમીન ઉપર બેહોશ થઈને પડી હતી. જીયા જેની ને જોઈને ખૂબજ ગભરાઈ જાય છે. ને તરત જ જેની પાસે જઈ બેસી જાય છે.


“ જેની… ઉઠ ને યાર… શું થયું છે તને ? પ્લીઝ જેની વેકઅપ… (જેની મને માફ કરી દે! તારી આ હાલત માટે જવાબદાર પણ હું જ છું )” જીયા તેના મનમાં પોતાની જાત ને કંખોળી રહિ હતી. “ કોઈ મારી મદદ કરો જેની ને તેના ઘર સુધી લઈ જઈએ પ્લીઝ હેલ્પ મી…”

ત્યાં ઊભેલા અમુક લોકો જીયા ને મદદ કરે છે અને જેની ને તેના ઘર સુધી મૂકી આવે છે. ઘરે ફેરી એકલી હોય છે ને જેની ને આ હાલત માં જોઈ તે ખુબજ ડરી જાય છે. પણ આ હવે રોજનું થઈ ગયું હતું એટલે થોડા સમય પછી તે પોતાની જાતને સંભાળી પણ લે છે. ફેરી જીયા ને આજ રાત માટે અહી જ જેની ની પાસે રોકી લે છે. થોડા સમય પછી જેની ને હોશ આવે છે.

“ જીયા ! હું ક્યાં છું ? “ જેની

“ તું તારા ઘરે છે , ચિંતા કર્યા વગર તું આરામ કર! પણ એની પહેલા તું એમ કે તારી સાથે થયું શું હતું ? “ જીયા

“ ખબર નઈ યાર હું મારું પ્રેઝન્ટેશન પૂરું કરીને નીચે કેમ્પસ માં આવી રહી હતી. ત્યાં આવીને મે તને શોધવાનો ખૂબજ પ્રયાસ કર્યો પણ તું મને ક્યાંય પણ મળી નહિ. પછી એટલી વાર માં જીમી આવ્યો પણ એનો વર્તાવ સાવ મારી માટે બદલાઈ જ ગયો હતો. તેને મારી સાથે વાત પણ ન કરી! મે ખૂબજ પ્રયાસ કર્યા પણ તેને મારી સામે પણ ન જોયું યાર. તે પોતાનું બુલેટ લઈને નીકળી ગયો ને હું તેની પાછળ દોડી તેને રોકવા માટે પણ તે ન રોકાયો. ને એના પાછળ દોડતા હું પડી ગઈ ને બેભાન થઈ ગઈ! પછી મને કઈ જ યાદ નથી.” જેની


જેની ની વાત સાંભળીને જીયા ને એટલી તો ખબર પડી જ ગઈ કે જેની સાથે પેલી અજીબ કાળી પોટલી ની વજહ થી કોઈપણ થયું નથી. જીયા ના દિલ ના ધબકારા હવે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા હતા. જીયા ને એ વાત ની ખુશી હતી કે જેની બચી ગઈ.


“ જેની પછી હું અને આપડા મિત્રો તને ઘરે લઈ આવ્યા! જેની તું ઠીક તો છે ને ?” જીયા

“ હા જીયા હું એક દમ ઠીક છું પણ મને એક વાત સમજ નથી આવી રહી યાર!” જેની

“ કઈ વાત ?” જીયા

“ જીયા યાર મને બે દિવસ પહેલા જીમી એ પ્રપોઝ કરી હતી ! મે તેને હા પાડવા માટે સ્વીટ કેફે માં બોલાવ્યો હતો. પણ એની પછી મને કઈ યાદ નથી યાર. અને આજે જીમી નો વર્તાવ જાણે કે મને તે ઓળખતો જ નથી તેવો હતો. જીયા તને કંઇ ખબર છે જીમી કેમ મારી સાથે આવો વર્તાવ કરી રહ્યો છે ?” જેની

“ હા જેની મને ખબર છે. જીમી એ મને ત્યાં બોલાવી હતી ફોન કરીને ! તું બઉ અજીબ વર્તાવ કરી રહી હતી જીમી સાથે. “ જીયા

“ શું ? મે એવું તો શું કરી દીધું કે જીમી મારાથી આટલો નારાજ છે ?” જેની

“ યાર તે જીમી ની સામે એક બુઝુર્ગ ને પ્રપોઝ કરી દીધો. આખા કેફે માં તે જાહેરાત પણ કરી દીધી કે તું આ બુઝુર્ગ સાથે લગ્ન કરવાની છે. તે જીમી નું ખૂબ અપમાન કર્યું. જીમી ને બઉ હર્ટ કરી દીધો તે! પછી જીમી મને બાથ ભરાવીને ખૂબ રડ્યો યાર. જીમી એ પછી કસમ ખાઈ લીધી કે હવે તારું મોઢું પણ નઈ જોવે! “ જીયા

“ જીમી એ મારું મોઢું ન જોવાની કસમ ખાઈ લીધી ? પણ કેમ ?” જેની

“ તે પેલા બુઝુર્ગ ના હોઠ ઉપર ચુંબન કરી લીધું , અને તેની સાથે એવી એવી વાતો કરવા લાગી કે મને કહેતા પણ શરમ આવે છે. તું સમજે છે ને હું શું કહેવા માગું છું ?” જીયા

“ હા યાર ! પણ હું આટલી હદ સુધી નીચે કઈ રીતે ગિરિ શકું ? મને તો વિચારીને જ મારા ઉપર શરમ આવે છે. “ જેની

“ કોઈ વાત નહીં યાર ! આપડી ઉંમર જ એવી છે. ક્યા સમયે શું થઈ જાય એની કંઇજ ખબર હોતી નથી. તું હવે ચિંતા કર્યા વગર સૂઈ જા. હું જીમી ને સમજાવી દઈશ. “ જીયા

“ પાક્કું ને ? તું જીમી ને સમજાવી દઈશ ને ? હું જીમી વગર નઈ જીવી શકું જીયા ! પ્લીઝ તેને તું સમજાવી દે યાર. મને તો એ પણ નથી ખબર કે મારી સાથે થઈ શું રહ્યું છે. પ્લીઝ. “ જેની

“ તું ચિંતા કર્યા વગર સૂઈ જા. હું બધુજ ઠીક કરી દઈશ ( મારા ) માટે!” જીયા


જેની ની આંખમાંથી આંસુ ધરધર વહી રહ્યાં હોય છે. થોડી વારમાં જ તે રડતાં રડતાં સૂઈ જાય છે. જેની ને નિરાતે સૂતી જોઈ ને જીયા ની આંખ પણ લાગી જાય છે. જીયા આજે જેની ની ચિંતા કરતી હતી પણ કેમ ? જીયા તો જેની થી ખૂબજ બળતી હતી તો આજે તે જેની ની મદદ કેમ કરી રહી હતી ? જીયા ના મનમાં જરૂર કંઇક અલગ જ ચાલી રહ્યું હતું. જેની નિરાંતે સૂઈ રહી હતી….


( “ જુલિયટ તે મારા પ્રેમ ને ઠોકર મારી ને આ જેમ્સ ના પ્રેમ નો સ્વીકાર કર્યો હતો ને? પણ યાદ રાખજે આ જેમ્સ ને ખતમ પણ તું જ કરીશ. જુલિયટ તું સિર્ફ મારી છે અને તારે મારું બનવું જ પડશે. જેમ્સ આજે તું જુલિયટ ના જન્મદિવસ ઉપર જ ખતમ થઈશ! એ પણ જુલિયટ ના હાથે જ. હાહાહાહા….. હાહાહાહા….. “ શીલ

શીલ જેમ્સ ના રૂમ માં એકલો હતો એટલે તેની વાતો કોઈ સાંભળી શકે એમ પણ નોતું. જુલિયટ અને જેમ્સ બંને જુલિયટ ના રૂમ માં જુલિયટ ના આજના શો માટે તૈયારી કરી રહ્યા હતા. જુલિયટ થોડી બેચેન હતી કેમકે બે દિવસ પહેલા જેજે તેની સાથે થયું તે તેના ખાલી મગજ માં ફર્યા કરતું હતું. જેના લીધે જુલિયટ કોઈપણ વિચારી ન શકતી હતી. જુલિયટ નો માયુસ ચહેરો જોઈને જેમ્સ તેને ખુશ કરવાની તરકીબ કરે છે.

“ જુલિયટ તને યાદ છે આપડી પહેલી મુલાકાત ? જે દિવસે તે મને પાણી ભરેલી પેટી માં પૂરી દીધો હતો ?” જેમ્સ

“ હા જેમ્સ યાદ છે. “ જુલિયટ

“ સાચું કહું ને તો એ દિવસે મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો ! પણ મને આપડા શિવજી અને તારા જાદુ ઉપર ભરોસો હતો. મને તમે બંને કંઇજ નઈ થવા દો. એટલે જ હું હિંમત કરીને આ પાણી ભરેલી પેટી માં ગયો હતો. જુલિયટ તે અત્યાર સુધી 1244 શો કર્યા છે એમાંથી 1243 શો સુપર હિટ છે. ખાલી એક જ શો માં તારાથી ગળબળ થઈ ગઈ તો શું થઈ ગયું ? એમાં શું મોટી વાત છે યાર !” જેમ્સ

“ જેમ્સ યાર વાત એ નથી પણ યાર એ શો માં હું મારા મન ને એકાગ્ર નોહતી કરી શકતી ! જેના લીધે મારા જાદુ ફ્લોપ થઈ રહ્યા હતા. જેમ્સ આજે પણ કંઇ એવું ના બને તો સારું !” જુલિયટ

“ તારો જેમ્સ તારી સાથે છે; આજે એવું કંઈ જ નઈ થાય! પણ જુલી એક વાત કે તું તારા મનને એકાગ્ર કેમ નોહતી કરી શકતી ?”જેમ્સ

“ જેમ્સ યાર મને સમજ નથી આવી રહ્યું કે હું તને શું કહું ? તું મારી વાત પર વિશ્વાસ કરીશ કે નહિ એની પણ મને ખબર નથી. “ જુલિયટ

“ જુલી આજ સુધી ક્યારેય એવું કંઈ બન્યું છે કે તારા જેમ્સ એ પોતાની જુલી ઉપર વિશ્વાસ ન કર્યો હોય ? નહિ ને ! તો ખુલી ને કે આપડે કોઈક રસ્તો શોધી લઈશું. “ જેમ્સ

“ જેમ્સ જ્યારે મારો શો પેરુ માં હતો ને એ દિવસે હું પોતાના મન ને એકાગ્ર નોહતી કરી શકતી કેમકે મારી નજર ની સામે એક કાળા રંગ નો ધુમાડો ફરી રહ્યો હતો. જે અચાનક મારી નજર સામે આવીને મારી ફરતે ફરતો હતો. મને ખૂબજ ડર લાગતો હતો પણ શું કરું જેમ્સ તું જ કે ? મારે મારા શો ને કામયાબ પણ બનાવવાનો હતો. પછી મેં હિંમત કરી ને મારો જીવ જોખમ માં મૂકી દીધો અને પાણી ભરેલી પેટી માં હું ખુદ જવા માટે તૈયાર થઈ ગઈ. પણ પેલો કાળો ધુમાડો મારી પાછળ આ પાણી ભરેલી પેટી માં અંદર પણ આવી ગયો. મારી નજર સામે જ હતો ને ગતિ થી મારી તરફ આગળ વધ્યો ને સીધો જ મારા શરીર માં ઉતરી ગયો. જેમ્સ જેવો આ ધુમાડો મારા શરીર માં ગયો કે મારો ડર ખૂબ જ વધી ગયો અને હું બેહોશ થઈ ગઈ. જેમ્સ મારો જીવ જવાની તૈયારી માં જ હતો. પણ સમય ઉપર પાણી ભરેલી પેટી ખુલી ગઈ અને મારો જીવ બચી ગયો. જેમ્સ પેલો કાળો ધુમાડો હજુ સુધી મારી અંદર જ છે. હું શું કરું મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. જેમ્સ કાળો ધુમાડો મારી અંદર ગયા પછી મારી સાથે ખૂબ જ અજીબ ઘટનાઓ બની રહી છે. મારી ઉપર કોઈક નિયંત્રણ કરી રહ્યું હોય એવું મને લાગે છે. જેમ્સ પ્લીઝ મને બચાવી લે.” જુલિયટ




ક્રમશ……






આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary