......આગળ નાં ભાગ માં જોયું .... ત્રણ મહિના પછી ડૉ.લોસબર્ન ઓલીવર ને લઇ ને પાછા લંડન આવ્યા. રોજ મયલી પણ એની સાથે આવી હતી. તેઓ પ્રસન્ન થયા જ્યારે એ જાણ્યું કે બ્રાઉનલી પાછા આવી ગયા છે અને ઓલીવરને મળવા માટે ઉત્સુક છે. તેઓ ઓલીવર ને મળ્યા .. હવે આગળ
રોજ મિસ્ટર બ્રાઉનલો સાથે એક રહસ્ય ની ચર્ચા કરવા આવેલ હતી. બ્રુનલો રોજ ને એક શાંત રૂમ માં લઈ ગયા ત્યાં રોજ એ એમને એક વાત કહી .
એક બે દિવસ પહેલા નૈન્સી નામની એક યુવતી લંડનનાં એક હોટલમાં રોજ ને મળવા આવી. નૈન્સી એ રોજ ને એક વ્યક્તિ વિશે વાત કરી જે કેટલાક દિવસ પહેલા ફાગિનનાં ઘારી આવ્યો હતો. નૈન્સી ત્યાજ હતી ફાગિન અને મોક્સ એક બીજાને ઓળખાતા હતા. કેમ કે તેઓ એ જે ઘરમાં ચોરી કરવાની યોજના બનાવી હતી જ્યાં રોજ શ્રીમતિ મેયલી સાથે રહેતી હતી. ફાગિન મૌકસને બીજા રૂમમાં લઇ ગયો પરતું નૈન્સી એ બહાર ઉભા રહી ને બધું સાંભળી લીધું. તેઓ ઓલીવર વિશે વાત કરતા હતા. મોક્સએ કહ્યું કે ઓલીવર એનો નાનો ભાઈ છે અને તે ઈચ્છે છે કે ફાગિન એને મારી નાખે જેથી ઓલિવર નાં પૈતૃક પિતા ની સંપતી એને મળી જાય. મેં મેક્સ ને તમારું નામ લેતા સાભળ્યું, નૈન્સી એ રોઝ ને કહ્યું તમે લંડનમાં રહો છો આ વાત પણ એને બતાવી. તેથી જ હું તમને મળવા આવી. પછી નૈન્સી રડવા લાગી એને વિનંતિ કરી કે ઓલિવર ને કોઈ નુકશાન ન થાય , એ ઓલીવર ને બચાવવા માગે છે. અને એ માટે પોતાના પ્રાણ પણ આપી દેશે. "પણ હું શું કરી શકું " રોજે કહ્યું. "હું એ મોક્સને ક્યા અને કેવી રીતે શોધું" નૈન્સી એ પૂછ્યું. "હું આમાં તમારી મદદ કરી શકું છું" જો તમે ઓલીવર ની મદદ અને રક્ષા કરી શકો તેમ હોય ટો હું બતાવી શકું છું કે મૌકસ ક્યા છે. આપણે કઈ જગ્યાએ મળવાનું રાખીએ" રોજ એ પૂછ્યું . નૈન્સી એ કહ્યું લંડન બ્રીજ ઉપર ત્યાં હું રવિવારે રાત્રે ૧૧ વાગે આવીશ. મિસ્ટર બ્રાઉનલો રોજ ની વાત સાંભળીને આશ્ચર્ય પામ્યા. અને તેમને ચિંતા પણ થઇ. નૈન્સી ઓલીવર માટે કઈ પણ કરવા તૈયાર હતી આ ખુબ જ જોખમી હતું. તે ખરેખર એક બહાદુર છોકરી છે. જો તેના ચોર સાથીઓ ની ખબર પડશે ટો તેને મારી નાખશે. પછી તેઓએ કહ્યું, આપણે આ તક જવા નહીદઈએ. કેમ કે ઓલીવર નું ભાગ્ય અને જીવન એના ઉપર છે. આપને આ છોકરી ને મળવા જઈશું અને માહિતી મેળવીશું.
***** નૈન્સી સાથે મુલાકાત *****
પહેલી રવિવારે નૈન્સી લંડન બ્રીજ ઉપર મળવા ન આવી શકી કેમ કે સાઈક્સ નું મૂળ એકદમ ખરાબ હતું, તેને નૈન્સી ને ઘમકી આપી કે ઘર ની બહાર પગ પણ ન મુકવું. પરતું એ વખતે ફાગિન તેની પાસે હતું તેને જોયું કે નૈન્સી કઈક બદલાયેલ હતી, તેના હાવભાવ અલગ હતા. અને આટલી રાત્રે નૈન્સી કેમ બહાર જવા માંગે છે એ પણ વિચારવા જેવું હતું. તેને નૈન્સીમાં કશુક અજુગતું લાગ્યું. બીજા રવિવારે નૈન્સી ની પાછળ પોતાનો એક જાસુસ મોકલ્યો. જે ખબર લઇ ને આવે કે નૈન્સી ક્યા જાય છે અને કોને મળે છે. ફાગિન નાં જાસુસે એની વફાદારી નિભાવી અને નૈન્સી રોઝ અને મિસ્ટર બ્રાઉનલો ને મળી અને તેમની વચ્ચે કઈ વાત થઇ એ બધું એને ફાગિન ને જણાવી દીધું. નૈન્સી એ મોક્સ નું વર્ણન કર્યું અને એ જે હોટલ માં જાય છે એ વાત પણ બતાવી દીધી. તમે એને આરામથી ઓળખી શકો છો કારણકે એના ગળામાં એક લાલ રંગ નું મોટું નિશાન છે. " લાલ રંગ નું નિશાન"!! બ્રાઉનલોએ એને રોકીને પૂછ્યું. રોજ અને નૈન્સીએ આશ્ચર્યની સાથે બ્રાઉનલો સામે જોઈ રહ્યા. " હા લાલ રંગનું " નૈન્સી એ જવાબ આપ્યો.
બ્રાઉનલો નાં ચહેરા ઉપર એક ગંભીર ચિંતા હતી. " હું એને ઓળખું છું '" બ્રાઉનલો એ ઉત્તર આપ્યો. બ્રાઉનલોએ સમય બરબાદ કર્યા વગર બીજા જ દિવસે એમના બે નોકરો ને મૌકસ ને શોધવા જણાવ્યું. એક હોટલ પાસે મૌકસ દેખાયો, જેવું નૈન્સી એ ઉલ્લેખ કર્યું હતું એવું જ મૌકસ ને કઈ ખબર પડે એ પહેલાજ બંને નોકરો એને બાંધી ને ગાડીમાં પૂરી દીધો.
***** રહસ્યનો ખુલાસો ***** ક્રમશ: