કે અચાનક જ કોઈક અજ્ઞાત દિશામાં થી હજારો માઈલની તેજ રફતાર નો હેલ સ્પાર્કિંગ wind નૉઈઝ તેમની સામેથી પસાર થાય છે.
રોમન તરત જ તેના ગોગલ્સ ઉતારીને પાછળ જોઈને દિશા સમજવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને નથી સમજ પડતી. પરંતુ બીજી જ સેકન્ડે જ્યારે રોમન આગળ ની બાજુ જુએ છે તો તેને સમજ પડી જાય છે કે એ હેલ સ્પાર્કિંગ wind કઈ દિશામાં ગયો છે?
લસ્સિ નો હાથ પણ ડોર લોક ઉપર જ રહી ગયોઅને તેણે રોમન ની નીમની સામે જોયું.
રોમને લસ્સિ ને હાથના ઇશારાથી સમજાવતા કહ્યું ઉત્તર-પૂર્વ ની વચ્ચે છે એ ફિયાન્સ લસ્સી આઈ એમ શ્યોર.
લસ્સિ કહે છે ઓહ આઈ સી એટલે તું અહીંયા ઊભો હતો?
રોમન કહે છે યા રાઈટ.
લસ્સિ કહે છે તો પછી કોની રાહ જુએ છે?
રોમન કહે છે જલ્દી કર લસ્સિ અને હું જે દિશામાં કહું એ દિશામાં કારને લઈ જા.
લસ્સિ એ રોમન ને સેલ્યુટ મારી અને કહ્યું ઓકે સર.
લસી એ જોરથી તેની કાર ને એકસીલીરેટ કરી અને પછી તરત જ ફર્સ્ટ.
અને રોમન ની સાઈડ નો ડોર લોક થવાનો અવાજ આવે છે.
રોમન ફરીથી લસ્સિ ને હાથનો ઇશારો કરીને કહે છે ઉત્તર-પૂર્વ ની વચ્ચે લસ્સિ .
લસ્સિ ઉતાવળે કહે છે હા હું સમજી ગઈ.
જંગલની આઉટસાઈડર ખુલ્લા મેદાનમાં કાર કલાકના ૯૦કિલોમીટરની સ્પીડે ભાગી રહી છે અને ક્યારેક ક્યારેક તો તે વચ્ચે વચ્ચે ત્રણ ચાર ફૂટ હવા મા ઉછળી પણ રહી છે. પરંતુ લસ્સિ કે રોમન ને તેની પરવા નથી તેમણે તો બસ ડેસ્ટિનેશન ઉપર જ પહોંચી જવું છે. પછી ભલે આખી રાત જંગલમાં રોકાવું પડે તેની તેમને પરવા નથી.
લસ્સી અને રોમન બંને જાણે છે કે આટલી તેજ રફતાર અને આવા ઉબડખાબડ મેદાની ઇલાકામાં કાર ડ્રાઈવ કરતી વખતે એકબીજા સાથે વાત કરવાનું શું પરિણામ આવી શકે છે. લસ્સિ ના હાથની એક જ સેન્ટીમીટર જેટલી ખોટી હરકત પણ કારને પલ્ટી ખવડાવી શકે છે.અને આખો ખેલ ચોપટ થઇ શકે છે.
લગભગ પોણો કલાક પછી રોમને લસ્સિ ને કાર સ્લો કરવા માટે કહ્યું. લસ્સિ એ કહ્યું પરંતુ કાર સ્લો કરીશ અને ગાડી રેતી માં ધસી જશે તો?
રોમને કહ્યું નો પ્રોબ્લેમ એ ડેઝર્ટ આપણે ક્રોસ કરી ચૂક્યા છીએ. સો નાવ રિલેક્સ એન્ડ સ્લો ધ કાર .
લસ્સિ એ કહ્યું ઓકે એઝ યુ વિશ.
લસ્સિ એ જેવી કાર સ્લો કરી કે તરત જ તેને ખબર પડી ગઈ કે રોમન હજુ પણ કોઈક સ્માર્ટ વર્ક જ કરવાની ફિરાકમાં છે અને રોમન ની સાથે સાથે લસ્સિ એ પણ પોતાની એકાગ્રતા વધારવા માંડી અને કોઈક અદ્રશ્ય અવાજને સાંભળવાનો પ્રયત્ન કરવા લાગી.
થોડીવાર પછી લસ્સિ એ ગંભીર સ્વરમાં રોમન ને કહ્યું રોમન હવે આપણે જંગલમાં પ્રવેશ કરી દેવો જોઈએ.
રોમને કહ્યું એ તો હું પણ ક્યારનો વિચારી રહ્યો છું પરંતુ આ જંગલ તો ઉત્તર પશ્ચિમ નું છે જ્યારે આપણે ઉત્તર-પૂર્વમાં જવાનું છે.
લસ્સિ એ કહ્યું આર યુ શ્યોર રોમન?
રોમને કહ્યું યા ડેમ શ્યોર.
કંટાળેલા રોમને તેનું બાયનોક્યુલર ઉઠાવ્યું અને તે જોવા લાગ્યો કે આ જંગલ ક્યાંથી ઉત્તર-પૂર્વ નું થાય છે?
થોડીવાર પછી રોમને લસ્સિ ને હાથમાં બાયનોક્યુલર આપીને કહ્યું લસ્સિ જરા જોઇને મને કહેતો કે મેં જે જોયુ છે તે બરાબર જોયુ છે?
લસ્સિ એ ચાલુ ગાડીએ એક હાથ સ્ટિયરિંગ પર રાખ્યો અને બીજા હાથથી બાયનોક્યુલર આંખ પર મુક્યું અને જોવા લાગી અને થોડી જ વારમાં રોમન ની સામે હસી ને કહેવા લાગી રોમન વાવ ધેટ્સ ગુડ. તારો અંદાજો બરાબર હતો આગળથી જંગલ ઊત્તર પૂર્વ બાજુ પણ સ્પ્રેડ થાય છે.રોમને કહ્યું તો પછી હવે કારને માત્ર પાંચ જ ડિગ્રી ઉત્તર-પૂર્વ ની બાજુઓ ટર્ન કર અને સીધી ચલાવવા લાગ .