The Traveler's journey in Gujarati Poems by પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ books and stories PDF | મુસાફરની એક સફર

Featured Books
Categories
Share

મુસાફરની એક સફર

1)મંઝિલ - એક સફર


તું નજર થી નજર મિલાવી તો જો,
તું હાથને તારા ફેલાવી તો જો!
નથી ગયું અહીંથી કોઈ ખાલી હાથે,
તું મહેનતનું ચક્કર ચલાવી તો જો!
ભૂલાવી ભરોશો હવે કિસ્મતનો ,
તું ખુદમાં વિશ્વાસ જતાવી તો જો!
મંઝિલ નથી હોતી જાઝી દૂર,
તું કદમને તારા જરા હલાવી તો જો!
કોણ જીત્યું છે અહી વાતો થકી,
જાગીને થોડું, દોટ લગાવી તો જો!
કાંટા ભલે મળે લાખ રાહોમાં,
જીતવાની ઉમ્મીદ જતાવી તો જો!
મળે છે રાહો મહી, નકાર હજાર,
તું જીતી,નકારને શરમાવી તો જો!
બનીને સાથી તું હવે ખુદનો 'પ્રિત્તમ',
જરા મંઝિલને આંગણે લાવી તો જો!


2) 'મુસાફર' - 1


ક્યાંક રસ્તો શોધવા નીકળ્યા હોય,
એમાં મંઝિલ મળી જાય તો સારું,
જિંદગીની આમ કાંટાડી રાહ પર,
નાની પગદંડ મળી જાય તો સારું,
એકલાજ ચાલ્યા છીએ ડગર પર,
કોઈ અન્જાન રાહી મળે તો સારું,
આશ છે હવે અંબરને આંબવાંની,
ખાલી પાંખો મળી જાય તો સારું,
આજ નીર કેરી મીઠાશો માણવી!
પેલી ચંચળ સરિતા મળે તો સારું,
આમ પુષ્પોની શોધમાં છે 'પ્રિત્તમ'
પણ પંખૂડી મળી જાય તોય સારું,
નિઃશબ્દ બની આમ શબ્દો ને શોધું,
ને મારી કવિતા મળી જાય તો સારું.


3)પારેવડું - એક સફરનું મુસાફીર


પંખીઓના માળાનું છૂટું હું પારેવડું,
ના પ્રેમ મળ્યો,ના મળી જેને મંજિલ!
અસ્તિત્વ માટે હું, તરફડતું પારેવડું,

હાથ પકડી ચાલવાના સપના તો જોયા,
હવે સપનાઓના તૂટવાથી ડરતું પારેવડું,

ક્યાંક ખોવાતું, ક્યાંક શોધતું ખુદને,
કોઈની યાદોમાં યાદ બની જીવતું પારેવડું.

હઠ આગળ હાથ મૂકી દીધા છે હેઠા,
હવે નાહક હૈયાને દિલાશા દેતું પારેવડું,

ક્યારેક ખુદ ઉપર હસી, અંદર અંદર રડતું,
એકલતાથી હરપળ હું પીડાતું પારેવડું.

મંજિલ કેરી આંધળી આ દોટમાં 'પ્રિત્તમ',
હવે જો, ખુદને જ ખુદમાં શોધતું પારેવડું.


4)મુસાફરી કરતો રાહે રાહે (મુસાફર-૨)


મુસાફર હું મુસાફરી કરતો રાહે રાહે,


ભટકતો હું મંઝિલની ખોજમાં,

નથી ખબર મંઝિલ ક્યારે ભાળે.

આંખો મહીં રહી ગયા લાખો સપના,

હકીકત મહી હું સપના ને ક્યારે ભાળે?


મુસાફર હું મુસાફરી કરતો હવે રાહે રાહે,


ઘણી યાદો, યાદો મહી યાદ રહી ગઈ,

ફરી યાદોની જીંદગી હકિકતે ક્યારે ભાળે.

વાતો મહી વાત રહી ગઈ ઘણી અધૂરી,

એ વાતોની સચ્ચાઈ હવે હું ક્યારે જાણે.


મુસાફર હું મુસાફરી કરતો હવે રાહે રાહે.


5) અજાણી સફર


ક્યારનોં ઊભો છું,પણ હજુ કોઇ પૂછવા નથી આવ્યું,

અંતર મહી પડેલ લાગણીની આંટી,કોઈ ઉકેલવા નથી આવ્યું,


સફર આજ હતો, પણ મંઝિલ નજાણે હવે અજાણ બની છે,

પણ હાથ પકડી, કોઈ અહીં સાચી રાહ ચીંધવા નથી આવ્યું,


નજાણે કેમ ખુદના ખોળિએ જ, ખુદ મેહમાન બન્યો છું,

કોઈ બીજું તો અહીં,હવે મેહમાન બનવા નથી આવ્યું.


ચાલીને જાઉં તો હતું, અમારે પણ ઘણું દૂર સુધી,

પણ સાચા હ્રદયે કોઈ સાથ નિભાવવા નથી આવ્યું.


અજાણ સફર પાછળ,હવે શું કામ પાગલ બને છે,તું 'પ્રિત્તમ',

અહીં કોઈ પણ , કોઈનો સાથ નિભાવવા નથી આવ્યું.


6)મુસાફરી - 3


"આજે રસ્તા ઉપર ચાલતા પણ અટવાઈ રહ્યો છું,
ઘણું બધું કેહવું છે મારે, પણ અચકાઈ રહ્યો છું,

ખુદને ખુદમાં શોધી રહ્યો હું, ક્યારથી મીટ માંડીને.
પણ ખુદને પણ ખુદમાં, હું ક્યાં મળી રહ્યો છું.

આજે ના તો હું નાસમજ છું, ના તો સમજદાર,
છેવટે તો છું એક મુસાફર, તો કેમ ગભરાઈ રહ્યો છું!,

સપના ઓ તો હતા મારા પાંખ વીના આકાશે ઊડવાના,
પણ આજે આ પાંખને જાણી-જોઇને હું કાપી રહ્યો છું,

જીવવાની ચાહના ઓ તો હતી મને પણ ઘણી,
પણ હવે આ મુસાફરી કરતા હું હારી રહ્યો છું,

ખુદની તકલીફ, દર્દ, અસહ્ય પીડાને,હૃદય મહી દબાવી,
હું મુસાફર ખુદને હવે કુદરતને ખોળે આપી રહ્યો છું.....

બસ એક આખરી મુસાફરી હવે કરી રહ્યો છું..... 🌹