Prem Nu Prakaran - 3 in Gujarati Love Stories by Bharat Prajapati books and stories PDF | પ્રેમ નું પ્રકરણ - ભાગ 3

Featured Books
Categories
Share

પ્રેમ નું પ્રકરણ - ભાગ 3

રાત્રીના લગભગ 11 વાગી ગયા હતા અને હું ગાડી મા ઘર તરફ જઈ રહ્યો હતો. ધીમા અવાજે મધુર સંગીત ચાલુ હતું અને શાંતિ તો શહેર મા રાત્રે જોવા મળે?.. અને એ પણ 11 વાગ્યે..? એ વાત તો શક્ય જ નથી.

ત્યાં પપ્પા કૉલ આવ્યો. મે ગાડી સાઈડમાં લઈ ને કૉલ રિસિવ કર્યો. પપ્પાએ પુછ્યું કેટલી વાર છે?..ભુખ લાગી છે.

મે કહ્યું આવીજ રહ્યો છું.. ગાડીમા છુ.

હું ઘરે પહોંચ્યો, મમ્મી અને પપ્પા ટીવી જોતા-જોતા મારી રાહ જોઇ રહ્યા હતા.

( હાસ્ય વ્યંગ કરતા પપ્પાએ કહ્યું કે, )

આટલી વાર કેમ લાગી?.. પેટ મા ઉંદર દોડે છે. ક્યારથી વાર જોઇએ છીએ તારી અને તારી મમ્મી એ ખાવાનું પણ નથી બનાવ્યું નહિતર હું એકલો ખાવા બેસી ગયો હોત.

આજે હૉટલમાં જવાનું હતું જમવા માટે પણ... આ ગાડી મા પંચર થઈ ગયું અને એમા ને એમા લેટ થઈ ગયું..સોરી.

ચાલો હોટલ માં જઈએ.

હવે તો મોડું થઈ ગયું..આટલી રાત્રે કોણ જાય પપ્પા હૉટલમાં. મમ્મી કહો ખિચડી બનાવી દે.

એવું હોય તો તમે બન્ને જ ખાઈ લો મારે નથી ખાવું. હું સુવા માટે જાઊ છું.

અરે પપ્પા મજાક કરું છું. ખિચડી નથી બનાવાની. મોડું થઈ ગયું હતું એટલે હું હૉટલ માંથી પેકિંગ કરીને જ લઈ આવ્યો. ચાલો હવે ખાવા મને બવ ભુખ લાગી છે..

..અને અમને જાણે ભુખ જ નઇ લાગતી હોય. કઈ કઈ વાનગીઓ લાવ્યો છે.?

તમે વિચારો એટલામાં હું અને મમ્મી બધુ ખાઈ જઈએ.

વાહ...!! ગુલાબ જાંબુ..રસગુલ્લા..કડાઈ પનીર..મસાલા પાપડ..મલાઇ કોફ્તા..ભરેલા ભીંડા નું શાક..મસાલા છાશ...વાહ...!! જોઇને જ મોઢામાં પાણી આવી ગયું. કઈ ખુશી મા આટલું બધું ખાવાનું?..પપ્પા બોલ્યા.

આજે મને જૉબ માં પ્રમોશન મળ્યું છે એટલે...

( આશ્ચર્ય..!! અને ખુશી સાથે પપ્પા અને મમ્મીની પ્રતિક્રિયા )

શું...!??!.. આતો ખૂબજ ખુશીની વાત છે.

હા..મમ્મી- પપ્પા અને એટલે જ હૉટલમાં જવાનું હતું પણ ગાડી ખરાબ થઈ ગઈ અને મોડું થઈ ગયું.

હોટલ ના જઈ શક્યા એમા શું.. પણ તે હોટલ ઘરે લાવી ને મુકી દીધી. [ સ્મિત સાથે મમ્મી બોલી ]

કારકિર્દી મા તો પ્રમોશન મેળવી લીધુ પરંતુ હવે જીવનમાં પ્રમોશન ક્યારે કરવાનું છે?.. પપ્પાએ પ્રશ્ન કર્યો.

એટલે..? ખબર ના પડી.. જીવન નું પ્રમોશન એટલે?

લગ્ન.. જીવન નું પ્રમોશન એટલે લગ્ન. લગ્ન ની વાત કરું છું. કઇ વિચાર્યુ છે એ વિષય ઉપર..? અને ના વિચાર્યું હોય તો વિચાર કર.

આમ થોડી ઘણી મીઠી વાતો થઈ અને અમે બધા સૂઈ ગયા.

બીજા દિવસે રવિવાર હોવાના કારણે સવારે થોડો મોડા ઊઠ્યો. પછી થોડું ઓફિસ નું કામ બાકી હતું એ ઘરે બેઠા-બેઠા કર્યુ. કામ માં ને કામ મા બપોર થઈ ગઈ અને ભુખ પણ કકડીને લાગી હતી. રૂમની બહાર ગયો અને જોયું તો મમ્મીએ હજી સુધી ખાવાનું જ નહતું બનાવ્યું. એટલામાં પપ્પા આવ્યા અને એમને કહ્યું કે;

" મે અને તારી મમ્મીએ તને પાર્ટી આપવાનું નક્કી કર્યું કાલે રાત્રે સુતા સુતા. "

તમારે પાર્ટી આપવાની?.. જેનુ પ્રમોશન થયું એને પાર્ટી આપવાની હોય અને કાલે મે આપી પણ ખરા.

" જ્યારે છોકરાનું પ્રમોશન થાય.. તે જીવન માં એક સીડી ઉપર ચડે ત્યારે તેના એકલા નું પ્રમોશન થયું ના કહેવાય. સાથે સાથે તેના પેરેન્ટ્સ ( મમ્મી-પપ્પા ) નું પણ પ્રમોશન થાય અને એટલા માટે પાર્ટી આપવાનું નક્કી કર્યું છે. " ~ પપ્પા બોલ્યા.

પછી અમે હૉટલમાં ગયા અને ત્યાં જમ્યા અને પછી મોલ મા ગયા..ત્યાં શોપિંગ કરી..ગેમ્સ રમી..ફિલ્મ જોઇ..અને પછી રાત્રિ નું ભોજન પણ બહાર જ કર્યું. પછી ઘરે આવીને બધા થાકી ગયા હોવાનાં કારણે સૂઈ ગયા.

હું જ્યારે સુવા માટે ગયો ત્યારે જ યાદ આવ્યું કે મે તો અવની ને આજે સરપ્રાઇઝ આપવાનું કહ્યું હતું અને હું તો ભુલી જ ગયો. હા એજ કોફીની પાર્ટનર વિટામિન-ટી નું જ નામ અવની છે. પણ... હવે શું કરું?.. આટલી મોડી રાત્રે મેસેજ પણ ના કરાય. કાલે માફી માંગી લઈશું.

બીજા દિવસે સવારે ઉઠીને તૈયાર થઈને કામ પર ગયો અને ફાઈનલિ ( આખરે ) કામ પતાવીને હું કોફી શોપ ઉપર ગયો અને સાથે ચોકલેટ અને રંગબેરંગી ફૂલ લઈ ગયો..અને આજે લેટ નહિ પણ વહેલો પહોંચી ગયો.

હું રાહ જોતો બેસી રહ્યો. 9 વાગી ગયા પણ હજી સુધી એ આવી જ નઈ. મને લાગે છે કે કાલની વાતનું ખોટું લાગ્યું હશે. મે મેસેજ કર્યો કે " કેટલી વાર લાગશે? " પણ મેસેજ નો જવાબ સામેથી આવ્યો નઈ. હું વાર જોતો બેસી રહ્યો અને પછી છેવટે 10 વાગ્યે ઘરે જતો રહ્યો. હજી સુધી પણ એના મેસેજ નો જવાબ આવ્યો ન હતો.

( ક્રમશ: )