લાઈફ પાર્ટનર
દિવ્યેશ પટેલ
ભાગ 15
તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો
પ્રિયા અને માનવ દોઢેક કલાકના સફર બાદ તે બંગલે પહોંચી ગયા.તે ખૂબ આલિશન બંગલો હતો.તેનું બાંધકામ સંપૂર્ણ પણે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખી ને કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ત્યાં એક અતિસુંદર ગાર્ડન હતું અને સાથેજ આ બન્ને તો એમ પણ ગાર્ડન પ્રેમી અને મુલાકાત પણ એના લીધે જ થયેલી. ત્યાં એક મસ્ત સ્વિમિંગપુલ પણ હતો અને એની ઊંડાઈ એ રિતે રાખવામાં આવી હતી કે તરતા ન આવડતું ન હોય એ પણ મજા લઇ શકે.તે બંગલો બે મહીનાથી ખાલી હતો પણ તેની રોજ સાફ-સફાઈ થતી હોવાથી કોઈ પ્રોબ્લેમ તો પડવાનો જ નહતો
બને વિચારી રહ્યા હતા કે હવે કદાચ તેમને કોઈ પ્રોબ્લેમ પડવાનો ન હતો પણ આટલી સવાર માં પણ કોઈ તેમનો પીછો કરી રહ્યું હતું. આટલા અંધારામાં તેનું મોઢું જોવું તો લગભગ અશક્ય હતું પણ તેની હલનચલન સારી રીતે જોઈ શકાતી હતી તેણે એક દુરબિન કાઢ્યું અને તે પ્રિયાને જોવા લાગ્યો આ પરથી સમજી શકાતું હતું કે તે થોડાક વર્ષોથી તે પ્રિયાનો જ પીછો કરી રહ્યો હતો.અને તેના મુખ પરની ચમક પરથી સમજી શકાતું હતું કે તે જે મોકાની તલાશ કરી રહ્યો હતો તે મોકો તેને મળી ગયો હતો અથવા નજીક ના ભવિષ્ય માં મળવાનો હતો.
તે બને ને ત્યાં ઉભેલા જોઈને તે બાંગલાના સિક્યોરિટીએ કહ્યું “તમે માનવ સર અને પ્રિયા મેમ છો?”આ સાંભળી બંને તે તરફ આગળ વધે છે અને કહે છે “હા” એટલે સિક્યોરિટી દરવાજો ખોલી આપે છે એટલે તે બંને અંદર જાય છે અને ગાર્ડનમાં આજુ બાજુનો નજારો માણતા જાય છે.પેલો દૂરબીન વાળો વ્યક્તિ પણ ત્યાંથી નીકળી જાય છે.
માનવ પોતાનો સામાન મૂકીને સવાર પડી ગઈ હોવાથી ચાની ભૂકી જેવો જરૂરી સમાન લેવા બહાર જાય છે અને પ્રિયા પણ સમાન સરખો ગોઠવીને ત્યાનું આલીશાન બંગલો જુવે છે
**************
“સહદેવ..સહદેવ આવી બૂમો સહદેવના રૂમમાંથી સંભળાઈ રહી હતી.આ બૂમો પાડવાવાળું બીજું કોઈ નહીં પણ પ્રિયાના પપ્પા જ હતા અને તેઓ પ્રિયા ક્યાંય ન માળતા સહદેવ ને જગાડવા આવે છે.
સહદેવ ઝબકીને જાગે છે તેને ખબર હતી કે આવું કંઈક થશે એટલે તે પહેલેથી તૈયાર હતો એટલે તે કઈ બન્યું જ ન હોય એમ આશ્ચર્યના ભાવ સાથે ઉભો થયો અને કહ્યું “શુ થયું” એટલે પ્રિયાના પપ્પાએ બધી વાત કહી એટલે સહદેવે થોડો ઉપજાવેલો ગુસ્સો કર્યો અને તેની સાથે જ તેના પપ્પાને થોડી ધીરજ રાખવા કહ્યું
પછી ઈશ્વરભાઈ એ સિકયુરિટી ને બરાબર ઝાટક્યો અને પછી પોતાના પાવર નો યુઝ કરતા શહેરની અડધી પોલીસ ને પ્રિયા અને માનવ ને શોધવામાં લગાડી દીધી પણ બાપ શેર હતો તો દીકરો સવા શેર હતો સહદેવે ઈશ્વરભાઈ ને કહ્યું “પપ્પા મને લાગે છે કે કદાચ તે શહેરની બહાર પણ ગયા હોય શકે આથી ત્યાં પણ શોધખોળ કરવી જોઈએ. તો હું ઉત્તર તરફ હું જાવ છું બાકી પોલીસ ને તમે બીજી તરફ મોકલો. સહદેવની વાત ઈશ્વર ભાઈ તરત માની ગયા એટલે સહદેવ નીકળી પડ્યો તેના ભાઈબંધ ના બંગલા તરફ…..
***********
માનવ જરૂરી વસ્તુ લઈને પાછો આવે છે પછી પ્રિયા બંને માટે ચા બનાવે છે બને ગાર્ડનમાં બેસી ને ચાની મજા લે છે અને તેની સાથે જ માનવ ની એ ઈચ્છા પૂરી થઈ ગઈ કે તેની પત્ની તેને આજ રીતે ચા બનાવી ને પ્રેમથી પીવડાવે જો કે એ વાત અલગ છે હજી માનવ અને પ્રિયા બને ને પતિ પત્ની બનવામાં એક દિવસ બાકી હતો. તે બંને ચા પી રહ્યા હતા અને પોતાના ભવિષ્ય વિશે વાતો કરી રહ્યા હતા એટલા માં સહદેવ આવી પહોંચે છે એ બનેની વાત સાંભળી ને તે કહે છે “ઓહ હો અત્યારથી જ પતિ પત્ની ની પ્રણાલી શરૂ થઈ ગઈ” આ સાંભળી બને થોડા શરમાઈ ગયા અને માનવે કહ્યું “એ તો બસ રાત્રીનો ઉજાગરો હતો એટલે થોડા ફ્રેશ થવા માટે”
“હા એટલે જ તમે આરામ કરી શકો એટલે જ આપડે કાલે કોર્ટે જઇયે છીએ”સહદેવે કહ્યું
“હા એ તો ઠીક પણ તું અહીં શુ કરશ અને પપ્પાનો ગુસ્સો..?” કવિતા એ ચાનો કપ બાજુ માં મુક્તા કહ્યું
“હા પપ્પા ગુસ્સે થવાના જ હતા પણ હું એમને સાંભળી લઈશ અને તેમને આખા પોલીસતંત્ર ને તમારી પાછળ લગાવ્યું છે એટલે તમે પકડાવ નહીં એ હેતુ થી મેં કહ્યું કે હું આ તરફ જાવ છું” આ સાંભળી કવિતા કહે છે કે “ શો સ્વીટ ભઇલું ઉભો કેમ છે બેસ ને ચા આપું હું” એટલે સહદેવ બેસે છે અને તે ચા પી રહ્યો હોય છે ત્યાં તેના મોબાઈલ ની રિંગ વાગે છે એટલે તે મોબાઈલ તરફ જુવે છે એટલે તેમાં પપ્પા ફ્લેશ થાય છે એટલે તે વાતું કરી રહેલા પ્રિયા અને માનવ ને શાંત થવાનો ઈશારો કરે છે અને પછી ફોન ઉપાડે છે અને કહે છે
“હા પપ્પા”
“ક્યાંય તેમનું પગેરું મળ્યું કે નહીં?” ઈશ્વરભાઈએ થોડી ઉત્સુકતા સાથે પૂછ્યું
“ ના પપ્પા તે અહીં ક્યાંય નથી” સહદેવે સામે બેસેલ પ્રિયા અને માનવ પર નજર નાખતા કહ્યું
“પેલો માનવ પકડાય તો સાલા ને જીવતો નહીં મુકું પછી ભલે મને જેલ થાય”ઈશ્વરભાઈ એ ગુસ્સા માં કહ્યું
“કુલ ડાઉન પપ્પા તમને કાઈ ભાળ મળી”સહદેવે અદભુત અભિનય કરતા કહ્યું
“ના દીકરા આખું પોલીસ તંત્ર ગોતે છે પણ ક્યાંય મળતા નથી છોકરા વાળાએ પણ પ્રિયાની આવી હરકત જોઈ ને સગાઈ તોડી ને હવે મળે તો પણ તે તેની સાથે લગ્ન નહીં કરે એવું કહી ચાલ્યા ગયા હવે આવી જા પાછો હવે ખાલી કોર્ટ પર પહેરો રાખવાનો છે ” ઈશ્વરભાઈએ થોડી ઉદાસી સાથે કહ્યું અને કોલ કટ કર્યો
સહદેવે સઘળી વાત માનવ અને પ્રિયા ને કહી.આ સાંભળી ને પ્રિયા અને માનવ ને પણ દુઃખ થયું સાથે જ એ વાત ની ખુશી હતી કે કાલે કોર્ટ મેરેજ થઈ જશે એટલે ત્રણ દિવસ પછી એ પપ્પા ને મનાવી લેશે.પણ અંદરખાને એક ડર હતો કે પપ્પા નહીં માને તો આગળ કોઈ પ્લાન હતો નહીં.
સહદેવ પછી તેમને તે બાંગલા માંથી બહાર નીકળવાની ના પાડીને પ્રિયા અને માનવને ભેટી ને ત્યાંથી નીકળે છે.આ તરફ પ્રિયા અને માનવે થોડો નાસ્તો કરી લીધો હોવાથી બંને ને બપોરે જમવાની કોઈ ઈચ્છા ન હતી ઉપરથી બંને ને ઊંઘ પણ આવી રહી હતી.આથી માનવ જઈને સુઈ જાય છે.પ્રિયા પણ તેનું થોડું કામ પતાવી ને સુઈ જાય છે.
**********************
આ તરફ માનવ ના પપ્પા પણ પોતાનું કામ પતાવી ને બાજુ ના શહેરમાં આવી જાય છે.અને એક સારી હોટલ માં એક દિવસ માટે ડેરો નાખે છે અને ભગવાન ને અરજ કરે છે કે આ સમસ્યા પણ હલ થઈ જાય.પણ કદાચ એટલા માટે કે તેમનું આખું જીવન ઘણું સંઘર્ષપૂર્ણ રહ્યું હતું.
******************
આ તરફ ઈશ્વરભાઈ પણ પોતાનાથી બનતી કોશિશ કરી રહ્યા હતા જોકે સહદેવ તેમને સફળ નહોતો થવા દેવનો એ તો નક્કી જ હતું. ઈશ્વરભાઈએ એક નિર્ણય લીધો હતો જે કદાચ સહદેવ માટે પણ પરિસ્થિતિ સાંભળવા માટે અઘરો રહેવાનો હતો.
ક્રમશ:
તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો