પગરવ
પ્રકરણ - ૪૮
(અંતિમભાગ)
સુહાની આંખો તો ભરાઈ જ આવી. એ બોલી, " કદાચ આ બધું જ મારાં કારણે થઈ રહ્યું છે. આટલાં બધાં લોકો હેરાન થયાં છે મારાં લીધે...."
પંક્તિ : " નહીં... એનું કારણ તું નહીં પણ આ પરમ અગ્રવાલની દરેક વસ્તુ પામવાની મહત્વકાંક્ષા છે....એની આ કુમતિને કારણે બધાં હેરાન થયાં છે...."
પરમ : " પપ્પા તો મારી વાત જ માનશે...એમનો તો હું નાનપણથી માનીતો છું... તારાં પર એમને વ્હાલ હોત તો એ મમ્મીને તને કેમ આપત ?? મારી સાથે તને રાખત જ ને ?? એમને જ મને જે જોઈએ તે મેળવીને જપવાનુ નાનપણથી શીખવ્યું છે. "
કે.ડી. : " પરમ... તું હવે બેકાબુ બની રહ્યો છે...પંક્તિ એટલે કે પરીને દૂર મોકલવાનું એક જ કારણ હતું કે હું મારી દીકરીને મારી પડછાયો પણ નહોતો બનવાં દેવા ઈચ્છતો હતો...કારણ કે દીકરીઓ હંમેશા જાણે અજાણે પિતાનું પ્રતિબિંબ હોય છે...!!
પરમ : " તો મને રાખવાનું કારણ ?? "
કે.ડી. : " એક સમયનો મારું બધું શાસન તને સોંપવાનો મોહ....!! પણ પછી હું તને મારી જગ્યાએ લાવવાની હિંમત એક પિતા તરીકે ન કરી શક્યો...મારો આ સમાજમાં સૌથી ખરાબ ઈજ્જત વિનાનો ધંધો...ભલે આખું અન્ડરવર્લ્ડ મારાં હુકમ પર ચાલે...પણ કહેવાતી સારી દુનિયા સામે સઘળું નકામું છે. પણ હવે આજે મને થાય છે કે મારો એ નિર્ણય સંપૂર્ણપણે બરાબર હતો... હું જે રીતે કહેવાતાં સમાજનાં સૌથી ખરાબ એવાં ડૉન તરીકે કામ કરું છું એમાં પણ હંમેશાં મેં પોતે મારાં માટે બનાવેલા નિયમોથી ફર્યો નથી. કોઈને વગર કારણે હેરાન પણ નથી કર્યા ફક્ત પોતાનાં સ્વાર્થ માટે....!! પણ તું હવે આ તારી કરતૂતો પરથી તું અંગત સ્વાર્થ માટે થઈને કોઈને પણ મૂકે એમ નથી એવું લાગે છે...!! "
પરમ : " તો હવે તમારો ફેંસલો કહો એટલે મને ખબર પડે...!! "
કે.ડી. : " નહીંતર શું કરીશ તું ?? "
ત્યાં જ પરમે પોતાનાં ખિસ્સામાંથી બે બંદુક કાઢીને એક સમર્થ અને એક સુહાની સામે ધરી દીધી. હવે તમને કોઈને નહીં છોડું... બહું શોખ છે ને , બહું ઘમંડ છે ને તમારાં પ્રેમનું તો આજે સાચે બે ય સાથે મરીને બતાવો....
કે.ડી. જોરજોરથી હસવા લાગ્યો ને બોલ્યો, " મારાં ફેંસલાને સાંભળ્યા વિના જ તે બધું નક્કી કરી દીધું...?? અને આ તારી કંપની નહીં પણ મારો અડ્ડો છે કે.ડી.ભાઈ નો....!! અહીં મારાં એક ઈશારે બધું જ થઈ શકે છે !!
પરમ : " હું તો કોઈ પણ રીતે તને મેળવીને જ રહીશ... સુહાની...આ સમર્થને આટલો સમય જીવિત રાખ્યો એ જ મારી ભૂલ થઈ ગઈ..." કહીને એણે સમર્થને મારવાં બંદૂક તૈયાર કરી જ દીધી..."
ત્યાં જ કે.ડી. એ બીજાં કોઈને પણ કંઈ જ કહ્યાં વિના પોતાની પાસેની બંદૂક નીકાળીને સમર્થ તરફ કરી...!! ત્યાં જ બધાં ગભરાઈ ગયાં.
પરમે પોતાની ઘન નીચે કરી દીધી ને બોલ્યો," પપ્પા મારે તમને આ રીતે જ કેમ દર વખતે મનાવવા પડે છે ?? "
કે.ડી. : "ભૂલ તો મારી પણ છે જ કે મેં તને અમૂક ખોટાં કામની જીદ પણ તારી પૂરી કરવામાં સાથ આપ્યો. બીજ તો ત્યારથી જ રોપાયું હતું...હવે એ મોટું વટવૃક્ષ બની ગયું છે..!! હવે એનાં માટે એક જ ઉપાય છે..."
પંક્તિ : " શું ?? પપ્પા ??"
કે.ડી.એ કંઈ પણ જવાબ આપ્યાં પહેલાં જ અચાનક જ સમર્થ તરફની બંદૂક પરમ પાસે લઈને સીધી જ એક ગોળી વીંધી જે પરમનાં શરીરની આરપાર નીકળી ગઈ... !! એ બેભાન થઈને પડી ગયો. બધાં જ ગભરાઈ ગયાં.
કે.ડી. ભોંય પર પટકાયેલા પરમને જોઈને બોલ્યો, " આજે તું બધી રીતે ખોટો છે...અને મારી દીકરી આજે પહેલીવાર મારી પાસે કંઈ માંગી રહી છે દીકરીની ઈચ્છા ક્યારે અધૂરી ન છોડાય...!!
સમર્થ : " અંકલ એને છોડી દો... સહુંનાં કર્મો સૌને અહીં જ ભોગવવા પડે છે...એનો હિસાબ કુદરત કરશે હવે..."
સમર્થની ઈચ્છા માનીને કે.ડી. એ પરમને બક્ષી દીધો....!! પણ હવે પરમ કોઈ પણ રીતે સુહાની, સમર્થ, સાક્ષી કે પંક્તિને હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો એ પોતે જ એક પુત્રનો સંબંધ ભૂલીને એને ભગવાનને પ્યારો કરી દેશે...!!
પછી કે.ડી. એ પરમ પાસે એણે સૌથી પહેલાં સુહાની, સમર્થની માફી મંગાવી. અને પછી પંક્તિ અને ખાસ કરીને સાક્ષીની માફી મંગાવી. ને પછી પરમને ત્યાં રાખીને જ એણે એક સાયરન વગાડી એનાં અમૂક માણસોને બોલાવ્યાં.
પછી તરત એણે પંક્તિ અને સાક્ષીને પોતાના ઠેકાણે કોઈ પણ તફલીક વિના મૂકી આવવાં હુકમ કર્યો.
પંક્તિ જતાં જતાં સહેજ ગળગળી બની ગઈ...!! એને જોઈને કે.ડી. બોલ્યો, " એક વાત કહું પિતાને એક સાચી વાત કહેવાનું કે શીખવાડવાનું કામ એક દીકરી સિવાય કોઈ ન કરી શકું... મેં મારી આખી જિંદગી જે કામમાં વિતાવી છે...એને તો હું નહીં છોડી શકું....પણ હવે પછીથી કોઈને પણ મરજી વિરુદ્ધ લાવીને એણે અહીં કામ માટે નહીં લાવું...તને ક્યારેય મારી જરૂર પડે તો બેઝિઝક તું મને કહી દેજે...!!
ને પછી એક ગાડી દ્વારા સુહાની, સમર્થ અને સવિતાબેનને ઘરે મોકલી આપવાનો હુકમ કર્યો.
સુહાની અને સમર્થ કે.ડી. નો દિલથી આભાર માનીને ઘરે જવાં નીકળી ગયાં. આ બાજું કે.ડી. એ પરમની સારવાર કરાવીને હંમેશા માટે સુહાનીને ભૂલી જઈને નવેસરથી જિંદગી શરું કરવાનું કહ્યું....!! જો એ કંઈ પણ એવું કરશે તો હું મારી જાતને તને સજા આપતાં નહીં બચાવી શકું....!! પરમ પાસે હવે કોઈ વિકલ્પ ન બચ્યો. એ બધી બાજુ ફસાઈ જતાં શાંત થઈને બેસી ગયો.
*****************
આ બાજું સુહાનીએ પોતાનાં ઘરે ફોન કર્યો....એણે એક સરપ્રાઈઝની વાત કરી. પરિવારજનોની સુહાનીની ચિંતા હળવી થઈ. બહું સમય પછી આજે એનાં અવાજમાં એક પહેલાં જેવી ખુશી, ઉત્સુકતા, જોશ દેખાયો.
ઘરે પહોંચતા જ સમર્થનું સહુ દ્વારા સુંદર ઉષ્માસભર સ્વાગત કરાયું...!!
સવિતાબેન બહું જ ખુશ લાગી રહ્યાં છે. પણ કદાચ એમની તબિયત સુધારી પર છે પણ મગજમાં અંદર જે અમૂક ફેરફારો થઈ ગયાં છે એ હવે થોડું સરખું થવું ઉંમરને કારણે પણ શક્ય નથી.
ધીમે ધીમે બધાંને ખબર પડી ગઈ. બધાં સુહાની અને સમર્થને પ્રેમને એક સારી નજરથી જોવાં લાગ્યાં. જે લોકો ગામમાં સુહાની વિશે આડીઅવળી એને મેળવવાની બધી વાતો કરતાં હતાં ને ખરાબ નજરથી જોતાં હતાં એ બધું જ બંધ થઈ ગયું....!!
થોડાં દિવસો પછી સારો દિવસ જોઈને સુહાની અને સમર્થનાં લગ્ન નક્કી કરવામાં આવ્યાં... બહું ધામધૂમથી લગ્ન થયાં. બધી જ તૈયારી અશોકભાઈ અને વીણાબેન લોકોએ સ્વીકારી દીધી. ધીમે ધીમે થોડું વ્યવસ્થિત ખાવાં પીવાનું ને બધું જ થતાં સમર્થ ફરી પહેલાં જેવો સરસ થઈ ગયો. સમર્થને એનાં પ્રેમાળ પિતાની ખોટ હંમેશા માટે પડી ગઈ....!!
આખરે જે દિવસનો સુહાની અને સમર્થને દરેક નવદંપતીની જેમ ઈંતજાર હોય એમ એમની મધુરજની આવી ગઈ. લગભગ બે વર્ષનો સમયગાળો થઈ ગયો છે કે એ બંને આજે આવી રીતે મળી રહ્યાં છે....!!
બંનેનાં લગ્ન બાદ એમનાં ફાર્મહાઉસમાં પરમના બેડરુમને સુહાગરાત માટે સુંદર સજાવવામાં આવ્યો છે. કોઈ શણગાર વિના પણ એટલી સુંદર લાગતી સુહાની આજે દુલ્હન બનીને એક અપ્સરાને પણ ક્યાંય મૂકી દે આવી સુંદર દેખાઈ રહી છે... ત્યાં જ સમર્થે આવીને સુહાનીને સૌ પ્રથમ એનાં કપાળ પર એક સન્માનભર્યું ચૂંબન કર્યું. એ બોલ્યો, " કદાચ તારાં પ્રેમ , હિંમત અને વિશ્વાસને કારણે જ હું અહીં છું... કદાચ બીજું કોઈ હોય તો આટલાં સમયમાં કોઈ પણ સારાં છોકરાં જોડે લગ્ન કરીને બધું ભૂલી ગઈ હોય !!"
સુહાનીએ સમર્થનાં બે હોઠો પર હાથ રાખીને કહ્યું, " હવે કંઈ જ ન કહીશ...તારો પ્રેમમાં કદાચ ઉણપ હોય તો પણ એ શક્ય ન બનત...લાગણીઓ તો દિલથી સ્ફુરે છે...એને એક સરખું પ્રેમનું ઝરણું મળતું રહે તો જ એ લીલુંછમ અને ખળખળ વહેતું રહે છે.... બાકી તો એ પણ સમય સાથે સૂકાઈ જાય છે... કદાચ આપણાં પ્રેમમાં પણ એવું છે....!! "
સુહાનીની વાત સાંભળીને સમર્થે પોતાની એકદમ નજીક ખેંચી લીધી...હવે એમની વચ્ચે કોઈ જ દિવાલ નથી...બેય જણાં ઘણાં સમય સુધી એકબીજાંના આલિંગનમાં પોતાનાં પ્રેમને ઠાલવતા રહ્યાં....બેય જણાં અધરોનુ રસપાન કરીને એક તૃપ્તતા પામવાં લાગ્યાં...ને ધીમે ધીમે રાત્રિની નીરવ શાંતિ પોતાની નીરવતા પ્રસારતી ગઈ. બે પ્રેમાળ હૈયાઓ એ ચંદ્રની શીતળતા રેલાવતી ચાંદનીમાં હંમેશા માટે એક થઈ ગયાં !!
કદાચ એમની કસોટીનો સમય પૂર્ણ થતાં બે ય જણાં પતિ-પત્ની બનીને પણ એક સુંદર સમજણભર્યુ જીવન જીવવા લાગ્યાં. સાથે જ સમર્થે જોબ કરવાને બદલે ઘરે પૈસા હોવાથી વડોદરા નજીક પોતાની જ એક સોફ્ટવેર કંપની 'એસ એન્ડ એસ...' નામે ખોલી.... ધીમેધીમે કરતાં એ સુહાની અને સમર્થની મહેનતથી એ કંપની એક સફળતાની ઉંચાઈએ પહોંચી ગઈ...!! ભલે શરૂઆત બહું કઠિન હતી પણ એમનાં પ્રેમની સામે અંતે એ સાચો પ્રેમ દુનિયાની જંગ જીતીને જ રહ્યો. આજે એ બિઝનેસની સફળતા કરતાં પણ સુહાની અને સમર્થનાં સફળ, સુખી અને સંતોષપૂર્ણ જીવનનૈયા એક સુંદર મુકામ પર પહોંચી ગઈ !!
" સંપૂર્ણ "
મિત્રો સાચાં પ્રેમને વર્ણવતી રહસ્ય અને રોમાંચક સાથેની આ નવલકથા તમને કેવી લાગી ?? આપનાં અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.....!!
ડૉ.રિધ્ધી મહેતા "અનોખી"