Play mad and ba in Gujarati Short Stories by DOLI MODI..URJA books and stories PDF | રમલો ગાંડો અને બા

Featured Books
Categories
Share

રમલો ગાંડો અને બા

બા..એ..બા...!!આ જોને !!આને લઈજાને.!!"નીચે ફળીયામાથી ચારુ એ બાને બુમો મારતાં રડમસ આવજ કર્યો. બંધ ડેલી વાળુ ફળિયું એને એમા એક મેડી વાળુ ગારથી અને પથ્થરથી બનેલું મકાન, લાકડાનો દદરો,ઉપર ચડી પેહલી ઓસરી મા ખરબચડી લાદી,અને સામે દીવાલ ઉપર એક ટાંકુ ભગવાનનુ, અને અંદર જાતા રસોડું જેના એક ખુણામાં માટીનો ચુલો અને પડખે પતરાનુ પાજંરુ એ જમાનામા એમા રસોઈ ઢાંકતા." અલા રમલા...!!!! એને હેરાન કરમાનેનેને....."બા ગુસ્સા મા દાદરો ઉતર્યા બોલતા બોલતા અને રમલાને હાથ પકડી ઉપર લઈ ગયાં.
રસોડા માજ રમલા માટે હિંડોળાની ખાટ રાખેલી,
રમલાને હાથપકડી ત્યા બેસાડતા બોલ્યા, "હવે રોટલાનો કરીલઉ ત્યા સુધી ઉભો નો થાતો."જરા ધકકાથી બેસાડી બોલી બા.
માલપર નાનુ એવુ ગામ,નાનું એટલે લગભગ ચાર પાંચ હજારથી પણ ઓછી વસ્તી વાળું એમા ઘણી નાત જાતના ઘર,એક ગલી એમા વાણાયાની.કહેવાય વાણીયા શેરી પણ એમા બીજી નાતના પણ ઘર ખરા,એક ઘર એમા
ઝવેરશેઠનુ,બહું સામાન્ય પરંતુ નાના ગામા બધા શેઠ તરીકે જ ઓળખાતા કારણકે એમને કરીયાણાની દુકાન, એને ચાર દિકરી ચાર દીકરા પેહલાતો કુટુંબ નીયજનનો કદાચ અર્થ પણ નહી ખબર હોય.એટલે લંગરજ લાગતા. અને અત્યારની જેમ ભણવાના,હોટલના, ફરવાના, મુવીના ખર્ચા પણ નોહતા. એટલે નાખો ત્યા મોટા થઈ જતા અને
આપો એ ખાઈ,ભણવાનું પણ એટલુ મહત્વ નહી, એ બધુ થોડું ઉચ્ચ વર્ગ મા આવતુ. સામાન્ય માણસ તો માંડ બે ટંક ખાવાનું કરતો.

આ ગામમા લગભગ બધાં આવાજ હતા.એમા ઝવેર શેઠનુ ફેમાલી પણ શામીલ, ઝવેર શેઠનો બીજા નંબરનો દિકરો મહેશ,મોટો ગણેશ,ત્રીજા નંબરે દીનેશ અને ચોથો રમેશ,એને ચાર બહેનો એ મોટી ચારેયના લગન થઈ ગ્યા, પણ બાપુની જીંદગી ભરની
કમાઈ એમા ખર્ચાઈ ગઈ.પાછળ ચાર ભાઈઓ અને માં બાપુ તો ચાર દિકરીઓની જવાબદારી પુરી સ્વર્ગ સીધાવી ગયા.

બધી જવાદારી આમતો મોટા ભાઈએ ઉપાડવાની હોય.પરંતુ મોટાભાઈ ક્યારેય ઘરે નહી રેહતા ઈ મુંબઈ સેટ
થયા હતા. અને ત્યાની છોકરી સાથે લગ્ન પણ કરી લીધા હતા.છોકરી એ બોલી કરેલી ગામડે નહી આવે કયારેય.એટલે ભાઈ પણ નહી આવતા,મહેશ ભણતો જતો અને નોકરી પણ કરતો સાથે મીલ મા એમા ધર ચાલતું, દીનેશ સાવ નઠારો ખાલી ગુસ્સો કરતા આવડે,પણ એક સારુ હતુ એની એની બીકે રમેશ એટલે રમલો શાંતીથી બેસી રહે.

રમેશ એને બધા રમલા ગાંડા તરીકે ઓળખાતા,એ મંદ બુદ્ધિ યાતો કેહવાય ગાંડોજ હતો.ઓખો દીવસ તોફાન કરે
ગામમા રખડ્યા કરે.તોફાન કરે એટલે વસ્તુ ફેકીદે ધમપછાડા કરે દીનેશ બે લકડી મારે ત્યારે બેસે અનેથી એકથીજ ડરતો.

પરંતુ બાના લગાવ, લાગણી, વહાલ, બધું રમલા માટેજ માં જો હતી.બધા છોકરા પોતાની રીતે તૈયાર હતા.એક રમલાને માંની હર પલ જરૂર રેહતી.અને બા પણ આખો દિ'
રમલા..રમલા..!કર્યા કરે બા વગર રમલાનેનો ચાલે રમલા વગર બાને,

પાછો રમલો ઉભો થઈ કયાં જતો રહ્યો. "રમલા ...! એ રમલા...કયા મરીગ્યો..?હાલ જમાડી લઉ તને ..બાએ રમલાને બુમ મારી પણ એ પાછો ચારુ હેરાન કરવા પોહચી ગ્યો તો. બા એને પાછો હાથ પકડી લઈ આવીયા અને જમવા બેસાડયો.ચારુ બાજુવાળા દીકરી, એને બહુ હેરાન કરતો રમલો.

રમલાના તોફાન,દિનેશનુ નઠારાપન,મહેશની મેહનત જવાબદારી, અમને આમ સમય કયાં નીકળી ગયો ખબરજના રહી.મહેશના લગ્ન થઈ ગયા, એવી કોઈ ખાસ ધામધૂમ નોતી કરી કારણકે મહેશ પોતાની ઘરની પરીસ્થિતી સમજતો હતો.એટલે પછેડી પ્રમાણે સોડ તણાય એ પણ સમજતો હતો.

હવે નવી વહુ આવી ઘરમે એ સમજું હતી.એણે ઘર સરસ સંભાળી લીધુ હતું. સાસુ વહુને બનતું પણ ખરુ એ જોઈને શેરી વાળા ઈર્શા કરતા.રમલાને પણ નાના ભાઈની જેમ સાચવતી.કયરેક દિનેશ ગુસ્સો કરે તો એને સમજાવતી "ભાઈ જાવા દયોને એને કયાં સમજણ છે.""આપણેતો સમજી છીએને"પરંતુ દિનેશ માથા ફરેલો કહીદેતો એની ભાભીને તમારે આમારી ભાઈઓ વચ્ચે નહી બોલવાનું.આવું કહીં રેખાને ચુપ કરી દેતો.

થોડો સમય ગયો મહેશને ત્યા દીકર જન્મી,લક્ષમી પધારવાથી બધા ખુશ હતા.સંસાર સરસ ચાલતો હતો.
રમલો પણ હવે જુવાન થાઈ ગયો હતો. મહેશની દીકરી રીમા પણ મોટી થઈ ગઈ.

રમલો હતો ગાંડો એના મા થતા શારીક ફેરફાર એ સમજી
શકતો નહી.એ આખા ગમમા ભમયા કરતો. કોઈ કામ ચીંધે તો મનમા આવે તો કરી આપે. નહી તો ગામના ચોરે
બેઠેલા વંઠેલ નવરા નબીરા સાથે બેસે. બાપણ કેટલેક દોડે હવે એની પણ ઉમર થઈ ગઈ હતી. એ નવરા નબીરા
રમલાને મસ્તી કર્યા કરે અને નો શીખવાડવાનુ બધુ શીખવાડે.

રમલાને તો બુધ્ધિ નોતી પણ એના પાગલ પન મા એ વંઠેલા મજા લેતા. મફતની બીડી પાઈ પાઈને એવી લત લગાડીકે હવે રમલો ઘરે પણ બીડી મટે જીદ કરવા લાગ્યો.
મહેશ બીચારો માંડ ઘર ચલાવતો એમા આ તોફાન વધ્યા.
દીનેશ નોકરી કરવા શહેર જતો રહ્યો હતો. એટલે એની બીક હવે રહી નોતી. કયરેક તમાંબાકુ વાળો માવો ખવરાવી
દતા તો કયરેક વાડીએ લઈ જઈ દારૂ પીવરાવીદે ,રમલાને ભાનનો પડે ઈ બધા જે કે એમ કરે.અને એ લોકો માટે જાણે એનટટેનમેનટ નુ સાધન બની ગયો રમલો.

મહેશ ખીજાય તો એની અસર એક દિવસ થાય પછો નીકળી જાય બાર.પેલા બધા સાવ આવારા તત્વો એને કેવા જવાય નહી.એ એના માંબાપનુનો સાંભળતા હોય તો
બીજાનુ કયા સાંભળે,બા માટે હવે કપરા દિવસો હતા.
બાંધીને કયા સુધી રાખે.

એક દીવસ હદ થઈ ગઈ. એ બધા આવારા એ રમલાને
ચડાવીવયો કે તારા ઘરના કેમ તારા લગ્ન નથી કરતા. જા
તારા બાને કહે મારે લગ્ન કરવા છે.ભાભી જેવીજ વહુ લાવવી છે.અને રમલો ઘરે આવી ચડ્યો તોફાને મારા લગ્ન
કરાવો. મારે ભાભી જેવી વહુ લાવવી છે. ખુબ ધમપછાડા કર્યા. ઘરમા બધાને મારવા પર ઉતરી આવ્યો.તાત્કાલીક દિનેશનુ બોલાવ્યો.એણે આવી રમલાને ખુબ મર્યો અને
રુમમાં એકલાને બાંધી દીધો. જમવાનું આપવા બાને જવાનુ એના હાથે જમાડી દેવાનો અને રુમ બંધ રાખવાનો.

એક દિવસ બે દિવસ આમ અઠવાડીયું થયુ. રમલો થોડો ઢીલો પડયો. ચુપચાપ બેસીરે. બોલે નહી. બા જમાડવા જાય તો જમે નહી.આજ બા જમાડવા ગયા."બા હવે નહી કરું તોફાન મને છોડી દે ને.. "એમ કરી બાના ખોળામાં માથું નાખી ખુબ રડયો. બાને તો જાણે ઓહહો..!રમલો
ડાહયો થઈ ગયો. બા પણ દુખણા લેતા રમલાને ગળે વળગાડી ખુબ રડયા.એ તો માં દિકરાને આમ જોઈ
સ્વભાવિક હતુ જીવ બળે જ્.

બાએ રમલાને સમજાવીયો "જો રમલા હવે એક,છોકરી નથી રહી ગામમા એટલે તારા લગ્ન કેમ કરાવા..? એટલે હવે તુ તોફાન નહી કરતો .તુ ડાહયો દીકરો છેને મારો."
એક નાના બાળક માફક બાએ સમજાવ્યું કારણકે એને બીજું શુ સમજાવવું..? એના મા એવી સમજણ હોય તો
આ સવાલજ નોતો.બાએ મમતા ભર્યો હાથ માથે ફેરવ્યો
અને પછી વહાલ થી કપાળ ચુમી એને દોરડા ખોલી નાખ્યા. બધુ થોડા દિવસ બરાબર ચાલ્યુ. પાછો થોડા દિવસમા બાર જવા લાગ્યો.

ફરી આવારા ટોળકી ત્યાજ અડ્ડો જમાવતી.રમલો નીકળ્યો ત્યાથી એટલે ટોળકી માંથી એક બોલ્યો "ઓયયય.... !! રમલા આવ આવ ..!કયા હતો અટલા દિવસ.....?લગ્ન થઈ ગયા કે શુ...? અમે તારા દોસ્ત છીએ
અમને બલાવીયા પણ નહી."એને એકબીજા સામુ જોઈ જોર જોર થી હસવા લાગ્યા અને એકબીજાને હાથમાં તાળી આપવા માંડી. એ જોઈ રમલો કઈક વિચારતો હોય
એમ માથું ખંજવાળતો ઉભો રહી ગયો ત્યા. "દોસ્ત ..દોસ્ત.. મારી બા એ કીધુ હવે કોઈ છોડી નહી ગામમા મારી સાટુ. "એ સાવ નાદાની ભર્યા અવાજ સાથે બોલ્યો.અને બધા પ્રત્યે જરા નારાજગી દેખાડતા બોલ્યો
"મારી બાએ તમારી સાથે વાત કરવાનીના પાડી છે.."
એ નીચું જોઈ માથું ખંજવાળતો આગળ ચાલવા લગયો.

એટલે ટોળકી વાળા ભુરાયા થયા અને હવે બદલો લેવાનુ નકકી કર્યુ. આ પેહલા રમલાની હેરાન કર્યાની ફરયીદ રમલાના બાએ એ આવારા ટોળકીના માંબાપ ને કરીતી
એ બધાના માબાપ બધાને ખીજાયા હતા.એ ગુસ્સો પણ
બધાને હતો.

રમલાને જતો જોઈ બધાને મજા હાથમાથી જતી દેખાણી એટલે એક જણ બોલયો"એએએ...રભલા અયા આવ મને
મને યાદ આવીવયુ તારી માટે એક છકરી છે.."
રમલો જાતો જાતો ઉભો રહી ગયો. અને પાછો આવીયો.
બધાએ ટીખળી શરૂ કરી.એક બોલ્યો "રભલા તારી બા ખોટું બોલે છે. "છોરીતો તારા ઘરે છે.કે તારી બાને લગન કરી દયો નહીતો હુ કરી લઈસ.."રમલો કઈક વીચારતા બોલ્યો કોણ છોકરી..?એક જણ બોલયો" લ્યો બોલો તને નથી ખબર રીમા...!!ઈ છોરી તો છે.અને બધા જોર જોર
થી હસવા લાગ્યા.એને રમલાને ગંદા મેગેજીન બતાવી ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા.

રમલો હવે ઘરે ગ્યો એને મનમા ધુન ભરાણી પાછી.
એણે ઘરે જઈ ઘમાલ ચાલુ કરી બાએ સમજાવ્યો પણ એ શુ સમજે...!આજ તો બાને પણ ગુસ્સો આવ્યો એણે પણ મર્યો.એટલે રમલો વધારે ભુરાયો થયો કારણકે બાએ કયારેય એના પર હાથ નોતો ઉપાડ્યો.આજ બાએ હાથ ઉપાડયો તો કેમકે આજ મહેશ પણનોતો ઘરે કામથી શહેર ગયો હતો. સાંજનુ જમી બધા સુતા રમલો જમયો નહી.
બાએ પણ ફોર્સ નહી કર્યો. બા એના મેડીએ સુઈ ગયા.

થોડી વારમાં રીમાની ચીસો સંભળાય ,બા..બા..બા.. !!!
રીમા બા અને મહેશની વહુ રેખાની વચ્ચે સુતી હતી. આજ મહેશ શેહર ગયો હતો. એટલે સાસુ વહુ અને રીમા બધા સાથે સુતા હતા.ચીસો સાંભળતાજ બા અને રેખા સફાળા જગ્યા અને આજુબાજુ જોયુ. સામેજ રમલો રીમાને બન્ને બાવડેથી પકડી એકદમ આગ ઝરતા ગુસ્સા સાથે ઉભો હતો. રેખા ચીસાચીસ કરવા લાગી બાને પેહલાતો કઈ સુઝયું નહી એટલે "રમલા મુક રીમાને ...!ચીસનાખી પણ રમલાએ નો મુકી અને જોરથી દબાવીને પકડી. રીમા "કાકા છોડો...કાકા છોડો....!!!દુખે છે...!રડતી રડતી ચીસો નાખતી હતી."તુ...તુ..મારા લગન કરાવ આ છોરી સાથે ...!!"રમલો ગુસ્સા મા લાલ થઈ બરાડતો હતો.બાએ
દરવાજા પાછળથી લાકડી કાઢી જે દિનેશ કયારેક મારતો રમલાને એનાથી ,બાએ બે ચાર લાકડી પગ પર જોરથી મારતા રમલો, "ઓયયય મા..મા.. !!!ચીલલાવતો ઘુંટણીયે બેસીગયો અને રીમા એના હાથમાંથી છુટી ગઈ.રીમા દોડી ને રેખાને વળગી હીબકાં ભરતી રડતી હતી. બા રમલાને
લાકડી આગળ ધરી નીચે રુમમાં લઈ જઈ દોરડેથી બાંધી દીધો.ત્યા સુધી મા દેકારો સાંભળી આજુબાજુ વાળા ભેગા થઈ ગયા. બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા.

કોઈ કે "આવા ગાંડાંને ઘરમા રખાતા હશે."કોઈ
કે"જુવાની ફુટી છે ગાંડાંને હવે ઘરમા રાખવાનું જાખમનો કરાય,"એક વળીકે ગાંડાના દવાખાને મૂકયાવો નાના વહુ દીકરી છે ઘરમા એનો વીચાર કરો બા."

રમલો અંદર શાંત પડી ગ્યો. રેખા અને રીમાને બાએ પડખે રાખી માથે હાથ ફેરવતા શાંત કરી સુવારયા. પરતું બાને
નીંદ નહી આવી એનુ મન ચકરાવે ચડયુ હવે શું કરવુ..?
,રમલો નાસમજ છે. પણ દિકરી વહુ પણ મારા છે.પરતું હવે રમલાના તોફાને હદ પાર કરીદીધી હતી.

બીજે દિવસે મહેશ આવીયો રેખાએ બધી વાત કરી.
દિનેશ અને ગણેશને બોલાવી હવે આનુ શું કરવુ એ ચર્ચા કરવામા આવી. બધી ચર્ચાના અંતે એને હિંમતનગર ગાંડાની હોસ્પીટલમાં મુકવાનું નકકી થયુ.હોસ્પીટલની બધી પ્રોસેસમાં અઠવાડીયું થયુ. એ દરમિયાન રમલો પણ શાંત થઈ ગયો. એને સમજાયગયુ આ લોકો હવે મને ઘરે નહી રાખે,એ સાવ સુનમુન થઈ ગ્યો, બા કઈ બોલતા નોહતા પણ એની મન પણ બેચેન હતું.

રમલો મારી વગર કેમ રેહશે ,એ સાવ નાદાન છે ,ત્યા કોઈ એને હેરાન કરશે તો.ઈ ઈન્જેકશનથી બઉ બીવે છે."રમેશ તુ ડોકટરને કેજે હો એને ઈન્ફેકશનનો આપે,એનુ જમવાનું ધ્યાન રાખે."બા મહેશને કેહતા .મહેશ પણ બાની મુંઝવણ સમજતો પણ હવે એ વધારે તોફાની થઈ ગયો હતો.એટલે
ઘરમા રાખવો જોખમ હતો.

આજ હવે હોસ્પીટલ જવાનો દિવસ આવી ગયો. મહેશ
અને ગણેશ મુકવા નીકળ્યા, રમલો સાવ સુનમુન બેસી ગ્યો ગાડીમાં કઈજ નહી બલ્યો. બા પણ એને આવજે નહી
કરી શકયા.પણ બારણા પાછળથી એને જોતા હતા.રમલો ઘડી ઘડી દરવાજા સામે જોતો કે બા મને રોકશે.પરતું બાએ નો રોક્યો.

રમલાને જાતા બાને જાણે રમલાના વીરહનો રોગ લાગ્યો,
ખાવા પીવેનુ છોડયું, કોઈ સાથે બોલવાનું છોડયું.સુનમુન
પથારી મા પડયા રહે. એક મહીનામા તો ડોકટર જવાબ આપી ગયા.હવે ભગવાનના ભજન સંભળાવો આયુષ હવે
હશે એટલુ પથારી મા જીવશે.

મહેશ સમજી ગયો બાને રમલાનો વીરહ જીવવા પણ નહી દેતો ને મરશે પણ નહી દેતો.બાનો જીવ રમલામાં છે.
મહેશે બા આગળ જઈ એટલું કહયું "બા હુ રમલો આવી ગયો દવાખાનેથી ભાઈ લઈ આવીયો મને"અને એ શબ્દો
કાને પડતાં બાના હાથ જરીક હલયા મહેશનો હાથ પકડ્યો
અને મોઢે થોડી મુસ્કાન આવી."રરમમમલલા.....બોલતા બાની આંખુ ખુલ્લીજ રહી ગઈ.બાની આત્મ પરમાત્મામાં
ભળી ગઈ.એક માં એના ગાંડા દિકરાનો વીરહ નો જીરવી શકી.

બાની બધી વીધી પતાવી. કુટુંબીઓનુ કહેવુ થયું રમલાને સમાચાર આપી સ્નાન કરાવું જોવે. પેટનો જણ્યો છે. અને
બાનો વાહલો પણ.એટલે મહેશ અને દિનેશ હોસ્પીટલ ગયા.ડોકટર્સને મળ્યા અને વાત કરી,ડોક્ટર અજીબ આશ્ચર્ય સાથે વીચારતા બોલ્યા. રમેશ કાલ રાત્રે નર્સ દવા
આપવા ગઈ એને કહેતો હતો."બા લેવા આવી છે.બા લેવા આવી છે..."પરંતુ નર્સ એનુ સાંભળ્યુ ના સાંભળ્યુ કરી દવા આપી એને સુવારી આવી ગઈ.

એ નર્સ મને હમનાજ કેહતી હતીકે રમેશ આવુ બોલતો હતો. સારુ ચલો મળી લઈએ એમ કરી એ બધાં અંદર મળવા ગયા રમલાને રમલો હજુ સુતો હતો.

મહેશે હલાવી જગાડયો પરતું રમલા નો દેહજ હતો ત્યા.
એ પણ બાના વીરહ સહન નો કરી શકયો અને બાની પાછળજ એણે પણ દેહ ત્યાગ કરી દીધો.

બા અને રમલો એકબીજા વગર જીવી નો શકયા અને એકબીજા વગર મરી પણ નો શકયા. રમલા મટેની એની લાગણી એની મમતા રમલાનો વીરહ બાનો જીવ લીધો.

ધન્ય છે એ માં પોતાનું બાળક દુનીયા ની નજરમાં ગમે તેવુ હોય પણ માંની લાગણી, મમતાની સરખામણીના કરી શકે.

🙏જય શ્રી કૃષ્ણ 🙏