JEEVAN SATHE EKRUP THAI JIVO in Gujarati Motivational Stories by Saumy Dildaari books and stories PDF | જીવન સાથે એકરૂપ થઈ જીવો

Featured Books
Categories
Share

જીવન સાથે એકરૂપ થઈ જીવો

જીવન સાથે એકરૂપ થઈ જીવો

શું આપણે ખરેખર જ એક જીવંત કહેવાય એવું જીવન જીવી શકીએ..? જવાબ છે હા.

જીવંત જીવવું એટલે કે જીવનને પૂર્ણરૂપથી અનુભવવું અને તેનો સ્વીકાર કરવો.જીવનનાં અસ્તિત્વમાં ઓતપ્રોત થઈ જવું. જયારે આપણે આમ એકરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને ઘણી બાબતો રોકે છે.જેમ કે ભવિષ્ય વિશેની ચિંતાઓ,ઈચ્છાઓ,શંકા-કુશંકાઓ,જ્ઞાત કે અજ્ઞાત ભય અને સૌથી છેલ્લું પણ સૌથી મોટું પરિબળ અજ્ઞાનતા અને અવાસ્તવિકતા.આ જીવનરૂપી ભવ્ય સાગરનાં વહેણનાં પ્રવાહમાં વહેવાનું આપણે શીખવું પડશે અને એ પ્રવાહને સમજવો પણ રહયો.આપણે સૌ જાણીએ છે કે વજનમાં હલકી વસ્તુઓ પાણીમાં તરી જાય છે અને ભારે વસ્તુઓ ડૂબી જાય છે.એ જ નિયમ જીવન સાગરને પણ લાગુ પડે છે.જે લોકો જીવનમાં ચિંતાઓ, અનિશ્ચિતતતા અને કર્તાપણા નો ભાર લઈ જીવે છે તે જીવન પ્રવાહ જોડે એક નથી થઈ શકતા.આજના માણસને કદાચ એક એવી તો ટેવ પડી ગઈ છે કે એને જીવનમાં ભાર હોય તો જ જાણે કે મજા પડતી હોય તેમ લોકોને દેખાડે છે અને કહેવાતા લોકો જીવન એટલે તો સંઘર્ષ અને તેમાં વિટંબણાઓ ,તકલીઓ આવે જ એવી ફિલોસોફી થી પોતે પણ જીવે છે અને બીજાને પણ આ પાઠ શીખવાડે છે.જેના કારણે જીવનનો પ્રવાહ આનંદ તરફથી પલટાઈ નિરાશા તરફ વળે છે.જેના માટે આપણે જ જવાબદાર છીએ.આપણે એટલા તો બુદ્ધિશાળી થઈ ગયા છીએ કે બહુ જ સરળતાથી આપણી તકલીફો માટે આપણે ભગવાન,ગ્રહો,વ્યક્તિ,ભાગ્ય કે પરિસ્થિતિઓને ને દોષ આપી દઈએ છીએ કારણ કે આપણે આપણાં જીવનની જવાબદારી સ્વીકારવાની હિંમત કરતા નથી .કદાચ એટલે જ આપણે કહેવાતી તકલીફો અને દુઃખના રોદણાં રોવાની ટેવમાંથી બહાર નીકળી શકતા નથી.પણ આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે આ બધી વિપરીત પરિસ્થિતિઓ જીવનની અંદર છે એનો બીજો અર્થ એ છે કે એ બધામાં પણ ક્યાંક ને ક્યાંક જીવન છુપાયેલું છે અને તે શોધવું એટલે જ જીવનને સાચા અર્થમાં માણવું. જીવન એ સમયનું બનેલું છે અને સમય અનંત છે પણ આપણા જન્મ અને મૃત્યુ વચ્ચે જે સમય છે તેને જીવન કહેવાય છે.
આમ તો મૃત્યુ પછી પાછો જન્મ થતો હોવાથી મૃત્યુ એ પણ જીવન તરફ નું એક પ્રયાણ જ છે જે વાસ્તવિકતાને નકારી શકાય નહીં.કુદરતે બનાવેલી આ સર્જન અને વિસર્જનની આ પ્રક્રિયા ને આધારે સમગ્ર બ્રહ્માંડ વ્યવસ્થિત રીતે ચાલે છે.

એટલે જ મિત્રો દરરોજ આત્મમંથન કરો અને પોતાની પોતાના અને બીજા પ્રત્યે ની ખોટી ને અવાસ્તવિક ધારણાઓ અને માન્યતાઓને મનમાંથી નીકાળી કાઢો અને પછી તમે અનુભવશો કે તમે જીવન સાથે એક લય થઈ રહયા છો.સદાય પોતાને કહો કે "હું જીવન પ્રક્રિયામાં મારો વિશ્વાસ મુકું છું અને મારામાં આશાનો સતત સંચાર થાય છે".

પરિસ્થિતિઓ બદલાવવા અને આપણામાં હકારાત્મક બદલાવ લાવવા અને મજબૂત કરવા આવતી હોય છે.પણ તેમ ના કરી શકવાને કારણે આપણે તેનું સાચું સ્વરૂપ ના સમજાતા એક ગુલામ ની જેમ પરિસ્થિતિઓ આગળ ઝૂકી જઈએ છીએ.

મનુષ્ય કોઈ પણ વસ્તુ માટે દ્રઢ સંકલ્પ કરે તો અવશ્ય પ્રાપ્ત થાય છે અને તે એક વાર પ્રાપ્ત થાય એટલે વ્યક્તિને અનેરા આત્મવિશ્વાસનો અનુભવ થાય છે અને તેણે ફરીથી ક્યારેય પાછું ફરીને જોવું નથી પડતું...જીવન જોડે એકરૂપ થઈ જાય છે.


આજે કઈંક હૃદયમાંથી થોડાક પ્રેરણારૂપી શબ્દો નીકળી પડે છે અને કહે છે કે :

" દ્રઢ સંકલ્પ તણો એવો રે દંડો ,દુઃખને ફટકારી દિલથી..
મુસીબતો ઉભા પગે ભાગશે ,દંડો દિઠે તત્ક્ષણથી"

- સૌમિલ જોષી ( ઉર્ફે સૌમ્ય દિલદારી લાઈફ કોચ અને લેખક છે)