Second Chance to Love in Gujarati Short Stories by jaan books and stories PDF | સેકેન્ડ ચાન્સ ટુ લવ

The Author
Featured Books
Categories
Share

સેકેન્ડ ચાન્સ ટુ લવ

રાત્રીના નવ વાગ્યા હતા. હેમાંગી પોતાના ઘર ની છત પર રોજ ની જેમ સ્ટાર ને જોતી હતી. પરંતુ, આજે તેનું મન થોડું ખોવાયેલ હતું. થોડી વારમાં તેની બહેન માનસી ત્યાં આવે છે. માનસી હેમાંગી ના મન ને વાંચી જાય છે, તેને ખબર હોઈ છે કોઈક વાત છે જે હેમાંગી ને બપોર થી જ અંદર ને અંદર ચિંતીત કરતી હોઈ છે.
માનસી હેમાંગીના માથા પર હાથ ફેરવે છે અને તેને આ ખોવાયેલા મન નું કારણ પૂછતાં કહે છે.
શુ થયું છે હેમાંગી હું તને બપોર થી જોવ છું તું કંઈક ચિંતા માં હોઈ એવું લાગે છે ?
પરંતુ, હેમાંગી ને તો માનસી ના આવ્યા નું પણ ભાન પણ નથી હોતું એ તો પોતાના વિચારો અને પોતાના સવાલો માં જ ગુંચવાયેલ હોઈ છે.
માનસી હેમાંગીને હચમચાવી ને ફરીવાર એજ સવાલ કરે છે. હેમાંગી ના મનમાં ઘણા સવાલો હોઈ છે જેના જવાબ તેની પાસે હોતા નથી.
હેમાંગી ને વિચાર આવે છે બપોરે બનેલ બધી ઘટના માનસી ને કેવી જોઈએ કદાચ પોતાના સવાલ ના જવાબ મળી જાય.
માનસી દીદી આજે ઓફિસમાં.... બોલતા હેમાંગી થોડી અચકાઈ છે. માનસી તેને બોલવા માટે હિંમત આપતા કહે છે. તને ખબર છેને હેમાંગી તું મારી સાથે બધી વાત કરી શકે છે હું તારી મોટી બહેન કરતા તારી ફ્રેન્ડ વધુ છું ચાલ હવે જરા અચકાયા વિના બોલ......
દીદી મારા ઓફિસ ના એક સ્ટાફ મેમ્બર........ કાર્તિક નામ છે એનું, પાછલા ઘણા દિવસથી કહેવું હતું કે અમે બંને એક બીજા ને પસંદ કરી છી પણ તારે બહાર જવાનું હોવાથી કઈ કહી ન શકી.....
અરે ગાંડી તો શુ થયું આવડી અમથી વાત માટે આટલો વિચાર કરવાનો હોઈ તને કોઈ પસંદ છે એ તો સારી વાત કેવાઈ.. માનસી હેમાંગી ને જોર થી હગ કરતા બોલે છે.
દીદી, હજુ વાત પુરી થઈ નથી......
માનસી હેમાંગી ચેહરા ની રેખા ને ભાપે છે. અને હળવેક થી હેમાંગી ને કહે છે.
શુ થયું ?
હેમાંગી થોડું અટકે છે પછી બોલે છે. આજે બપોરે કાર્તિકે મને મળવા માટે બોલાવી હતી.અને એને મને પ્રપોઝ કર્યું.. વાત કરતા ની સાથે હેમાંગી ના ચેહરા પર એ ખુશી માનસી ને દેખાતી ન હતી જે હોવી જોઇતી તી,
આગળ શુ થયું ?માનસી એ પૂછ્યું.
શુ જવાબ આપવો એ મને સમજાતું ન હતું.
મેં એને સામે એક સવાલ કર્યો.
સવાલ ? માનસી અશ્ચર્ય થી પૂછે છે.
હા, દીદી મેં એને પૂછ્યું બે વર્ષ પછી હું તને લગ્ન માટે પ્રપોઝ કરું તો તારો જવાબ શુ હશે. દીદી એના જવાબ થી જ મારુ મન અશાંત થઈ ગયું છે.
તેનો જવાબ શુ હતો, ગુસ્સા ના સ્વર માં માનસી એ પૂછ્યું.
તેને કહ્યું કે મારા મનમાં મારા માટે પ્રેમ ઘણો છે કદાચ તે વિચાર્યો નહીં હોઈ એટલો પણ........ હું તારી સાથે લગ્ન કરીશ એવું ના કહી શકું. કારણકે હું મારા પપ્પા ને નીચું દેખાડવા નથી માંગતો. મારુ આવું કરવાથી એમને દુઃખ થશે જે હું ક્યારેય નઈ ઈચ્છતો. મેં એને સમજવા ની ઘણી કોશિશ કરી પપ્પા થી કોઈ વાત છુપાવવી એ એમને દગો દીધો કેવાઈ એના કરતા ઘરે કહી દેવું સારું કેવાઈ. મેં એને સમજાવ્યું કે હું મારા પપ્પા થી કઈ છુપાવી નઈ શકું. કહેતા હેમાંગી ની આંખો ભરાઈ ગઈ. માનસી હેમાંગી ને શાંત પાડે છે અને આગળ શુ થયું એ પૂછે છે.
દીદી, મેં એને સમજવાની બહુ કોશિશ કરી. મેં એને કીધું કે જો નસીબ જોગ મારુ માંગુ તમારે ત્યાં આવે તો તમે શુ કરશો, તો એને કીધું જો પપ્પા હા પાડશે તો હા નહીંતર ના.
પણ હા મારા દિલમાં તારા માટે જે છે એ ક્યારેય મટી નહીં શકે. એટલે મેં પૂછ્યું તમે મને વચન આપ્યું હતું હંમેશા સાથે રહેવાનું એનું શુ.
એને કહ્યું જ્યાં સુધી મારા લગ્ન કોઈ બીજા સાથે ન થાય ત્યાં સુધી હું તારી સાથે રહીશ પછી આપડે અલગ થઈ જાસુ.
હેમાંગી ડૂસકાં ભરવા લાગી અને માનસી ને પૂછે છે આ કેવો સંબંધ કે એ મારી પાસે રહેવા માંગે છે પણ મને સાથે નથી રાખી શકતો. એકલતા માં મારો હાથ પકડી શકે ને ભીડ માં મને એકલી મૂકી દે.......
માનસી હેમાંગી ને જોર થી હગ કરે છે અને તેને શાંત પાડે છે. થોડી વાર બંને ચૂપ થઈ જાય છે પછી માનસી બોલે છે તું એને ભૂલી જા એ ખાલી તારો ઉપયોગ કરવા માંગે છે એ પણ સમય પસાર કરવા......
માનસી હેમાંગીને બધું ભૂલી જવા કહે છે. અને તેને સુવડાવી દે છે.
બીજા દિવસે માં માનસી અને હેમાંગી આ વિષય પર થોડી વાતો કરે છે અને હેમાંગી કાર્તિક વાળી વાત ને ભૂલવા નો નિશ્ચય કરે છે. સમય પસાર થાય છે. અચાનક હેમાંગી ના ફોન માં મેસેજ ટોન વાગે છે હેમાંગી જોવે છે તો પોતાના જુના ઓળખીતા એક છોકરા ની ફ્રેન્ડ રિક્વેસ્ટ હોઈ છે હેમાંગી તે એક્સેપટ કરે છે બન્ને ફ્રેન્ડ બને છે.
સમય પસાર થતો જાય છે. હેમાંગી પોતાના નવા ફ્રેન્ડ સુરજ સાથે વાતો કરે છે બન્ને આખો દિવસ વાતો કરતા હોઈ છે. હેમાંગી ની જેમ સુરજ નું પણ એક ભૂતકાળ હોઈ છે અને સુરજ તે છોકરીને ખુબ પ્રેમ કરતો હોઈ છે. હેમાંગી અને સુરજ એક બીજા સાથે સમય પસાર કરતા પણ એમનો અડધો સમય પોતાના ભૂતકાળ ની વાતો માંજ પસાર થતો.
સુરજ પોતાના જીવન માં ચાલતી બધી વાતો હેમાંગી સાથે શેર કરતો પણ ત્યારેજ જયારે હેમાંગી સામેથી પૂછે. એની વાતો પરથી એવું લાગતું જાણે એ રાહ જ જોતો હોઈ કે ક્યારે હેમાંગી એને પૂછે અને ક્યારે એ પોતાના દિલ ની વ્યથા કહે.
હેમાંગી અને સુરજ ની ફ્રેન્ડશિપ વિષે એના એક મિત્ર ને ખબર પડે છે. અને સુરજ તેને જણાવે છે કે અમે ખાલી ફ્રેન્ડ્સ છીએ. સુરજ ફ્રેન્ડ થી વધુ કઈ બનવા માંગતો પણ ના હતો. કારણકે તે આગલા મહિના માં એબ્રોડ જવાનો હતો પોતાની માસ્ટર ની સ્ટડી પુરી કરવા આગલા ચાર વર્ષ સુધી તે ઇન્ડિયા આવવાનો નહતો એ વાત હેમાંગી ને પણ ખબર હતી છતાં, એના દિલ માં સુરજ માટે લાગણી ના ફૂલો ખીલવા લાગ્યા હતા.
હવે તો એ સુરજ ને એના કરતા પણ વધારે ઓળખવા લાગી હતી. એમની વાત ફક્ત મેસેજ માં જ થતી છતાં બન્ને એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા હતા. બન્ને એક શહેર માં રહેતા ન હતા છતાં જાણે એકબીજાની સાથે હોઈ એવો અનુભવ થતો.
હેમાંગી જામનગર માં રહેતી જયારે સુરજ બારડોલી શહેર માં રહેતો. રોજ સવાર ના ગુડ મોર્નિંગ થી લઇ ને ગુડ નાઈટ સુધી નો સમય વાતો માંજ પસાર થતો.
સુરજ ને વિદેશ જવાની તૈયારી ચાલતી હતી. હેમાંગી પોતાના એક સાગા ના ઘરે બારડોલી આવે છે. એકબીજા ને મેસેજ કરવા સાથે હવે એકબીજા ની સામે બેસી મેસેજ કરવાનું શરૂ થઈ ગયું. થોડો સમય વીતે છે સુરજ ની ટિકેટ કન્ફર્મ થઈ જાય છે. એવામાં એક દિવસ સુરજ પોતાની ભૂતકાળ ની ગર્લફ્રેન્ડ ને જોવે છે એના પતિની સાથે એની જૂની બધી યાદો આંખો સામે ફરી વળે છે અને તે ખુબ દુઃખી થઈ ઘરે આવે છે.
કોઈ ને કઈ પણ કહ્યા વિના છત પર જઈ એકલો બેસી જાય છે. હેમાંગી પણ રોજ ની જેમ છત પર ખુલી હવા માટે જાય છે. અને તે સુરજ ને ઉદાશ જોવે છે અને તરત જ એની છત પર જઈ તેને ઉદાસી નું કારણ પૂછે છે પરંતુ સુરજ એટલો દુઃખી હોઈ કે એની પાસે શબ્દો હોતા નથી એ કઈ બોલી જ શકતો નથી. હેમાંગી એના હાથ ને પકડે છે અને તેની સાથે વાત કરવાની કોશિશ કરે છે ત્યાં જ સુરજ હેમાંગી ને જોર થી હગ કરી લે છે અને એની આંખો માં આસું આવી જાય છે. હેમાંગી ને સમજાઈ છે કે તે પેલી છોકરી ને કેટલો પ્રેમ કરે છે. કારણકે સુરજે અગાઉ તેને કીધું હતું કે તે ક્યારેય રડ્યો જ નથી એની બહેન સાસરે ગઈ ત્યારે પણ નહિ પણ પેલી છોકરી માટે રડે છે. આખી રાત હેમાંગી સુરજ સાથે રહે છે અને તેને ત્યાંજ સુવડાવી દે છે
સવાર પડતા હેમાંગી પોતાના ઘરે ચાલી જાય છે. સુરજ ની આંખ ખુલતા તેને રાતે થયેલ યાદ આવે છે તે હેમાંગી ને મળવા બોલાવે છે અને તેને કહે છે કે તારા જેવી ફ્રેન્ડ નસીબ વાળા ને જ મળે...... આ વાત સાંભળી હેમાંગી ને ખુબ દુઃખ લાગે છે તેને મનમાં વિચાર આવે છે સુરજ ના મનમાં તે એની એક ફ્રેન્ડ જ છે. હેમાંગી ઘરે આવે છે દિવસ વીતી જાય છે પણ હેમાંગી સુરજ ના મેસેજ નો જવાબ આપતી નથી. એની સાથે બીજો દિવસ પણ વીતી જાય છે.
સુરજ વિચારે છે શુ થયું હશે હેમાંગી ને આમ અચાનક વાત કરવાનું બંધ કેમ કરી દીધું. હેમાંગી ને સ્ટાર સાથે કંઈક અલગ જ લગાવ હતો એટલે ઈ રોજ સાંજે છત પર જતી અને સુરજ ને આ વાત ની ખબર હતી એને વિચાર્યું સાંજે હેમાંગી છત પર જશે ત્યારે વાત કરીશ.
હેમાંગી એકલી ઉભી ઉભી સ્ટાર સામે જોતી હતી ત્યાં સુરજ આવ્યો અને એને પૂછે છે. હેમાંગી એની સામે ચૂપ થઈ ઉભી રહે છે. સુરજ ઘણો ફોર્સ કરે છે બન્ને વચ્ચે ઝગડો થાય છે અને એમાં હેમાંગી પોતાના દિલ ની વાત કહી દે છે જે સાંભળી સુરજ આષ્ચર્ય ચકિત થઈ જાય છે સુરજ હેમાંગી ને સમજાવે છે કે તેઓ તો ખાલી મિત્ર છે એવું નક્કી કરેલ તો પછી આ........
હેમાંગી એના કોઈ સવાલ ના જવાબ આપ્યા વિના જ ત્યાંથી ચાલી જાય છે. બે દિવસ પસાર થાય છે સુરજ નો એક મિત્ર તેને મળવા આવે છે. સુરજ તેને પોતાની અને હેમાંગી વિશે જણાવે છે સુરજ ખુબ ગુસ્સા માં બધી વાત એના મિત્ર સામે રજુ કરે છે.
તેનો મિત્ર એને શાંત પાડે છે અને શાંતિ થી સમજાવે છે કે હેમાંગી ખુબ સારી છોકરી છે અને તારા દિલ માં પણ એ છે. આ વાત સાંભળતા સુરજ વધુ ગુસ્સે થઈ જાય છે અને એનો મિત્ર એને સમજાવે છે.
જો સુરજ તું યાદ કર કે તારા એવા કેટલા મિત્ર છે જેની સાથે તે એટલી વાતો કરી જેટલી તે આ થોડા સમય માં હેમાંગી સાથે કરી છે એવો કયો મિત્ર છે કે જેને તારા વિશે એટલી ખબર છે જેટલી હેમાંગી ને અને સૌથી છેલ્લે યાદ છે પેલી રાત તું આખી રાત એના ખોળા માં માથું રાખીને સૂતો હતો તને એનાથી વધુ કોઈ નઈ ઓળખતું.
સુરજ ને અહેસાસ થાય છે અને તે થોડો શાંત થાય છે અને દોડીને હેમાંગી ના ઘર તરફ જાય છે ત્યાં એને ખબર પડે છે કે હેમાંગી જામનગર જવા રવાના થઈ ગઈ છે. એના મિત્ર ની મદદ થી એ સ્ટેશન જાય છે. આખા સ્ટેશન માં દોડી હેમાંગી ને ગોતે છે અંતે સ્ટેશન ના છેલ્લા બાંકડે તેને એક છોકરી બેઠેલી દેખાઈ છે તે નજીક જઈ જોવે છે તો હેમાંગી હોઈ છે.
સુરજ નીચે બેસી હેમાંગી ના ખોળા માં માથું રાખે છે હેમાંગી આ જોઈ અશ્ચર્ય હોઈ છે. આઈ એમ સોરી હેમાંગી પ્લીઝ મને છોડી ને નઈ જા હવે મને એકલા રેહવાની આદત નથી રહી. કેહતા તેની આંખ ભીની થઈ જાય છે તેની આંખ નું આંસુ હેમાંગી ના હાથ પર પડે છે એ ચમકી જાય છે એને મનમાં ખુશીનું મોજું ફરી વડે છે કારણકે સુરજ પેલી વાર તેની સામે જ રડ્યો હતો પરંતુ કોઈ બીજા માટે અને આજે એની સામે રડ્યો અને એ પોતાના માટે........
હેમાંગી સુરજ ને ઉભો કરે છે અને એને માફ કરી દે છે બન્ને સાથે પાછા ઘરે આવે છે. હેમાંગી સુરજ ના વિદેશ જવા સુધી બારડોલી રહે છે.
ઘણી વખત આપણી અંદર ની લાગણી આપણે પોતે પણ નથી સમજી સકતા દરેક ના જીવન માં એક સારો મિત્ર હોવો જ જોઈ જે સાચો માર્ગ બતાવે. અને એક સાચો સાથી જે દરેક પરિસ્થિતિ માં સાથે રહે.




* Thank you *