Breakups - Ek navi sharuaat - 16 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 16

Featured Books
Categories
Share

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 16

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(16)

આખરે કેટલાંક દિવસોની મુસાફરી બાદ હું મારા વતનમાં આવી પહોંચ્યો. ચાર વર્ષમાં કંઈજ બદલાયું નહોતું. શહેર વહી કા વહી હૈ. બસ મારામાં કેટલાક બદલાવો આવી ગયા હતા. બાકી શહેર એવો જ એકદમ ટીપટોપ હતો. એજ માનવીઓ હતા. એજ ભીળભાળ હતી.એજ લોકો! જે કિડા-મકોડાની જેમ કોઈની પરવાહ કર્યા વગર ચાલ્યા જતાં હતાં. હું ત્યાં રેલવેસ્ટેશન પર બેઠો હતો. અને ત્યારેજ શંકર ત્યાં મને પિક કરવા માટે આવી પહોંચ્યો. ચાર વર્ષ બાદ મને જોતા જ તે મને ભેટી પડ્યો. તેની આંખોમાં આંશુ હતા. આખરે અમારી મિત્રતા ગાઢ જે હતી. દેવેન્દ્ર એક ઈંજરી બાદ, ભાંગી પડ્યો હતો. એ ઈંજરી ના કારણે તેનું આખું કરિયર તબાહ થઈ ગયું હતું. ડોક્ટરએ ફરી ક્યારેય ફુટબોલ ન રમજે એવી સલાહ આપી હતી. દેવેન્દ્ર આજકાલ ડિપ્રેશનમાં હતો. આટલું દુઃખ તેનાથી સહન થતું નહોતું. એક વખત તેણે આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ, તેના પિતાજી સહી સમયે પહોંચી જતાં તેનો જીવ બચ્યો હતો. પરંતુ, છતાંય તે નિરાશ રહેતો. તેના જીવનમાં માત્ર નિરાશા અને માત્ર નિરાશા જ હતી. મારો મિત્ર ભાંગી પડ્યો હતો. ક્યાં એ એક તક? જે તેણે નેશનલ ટીમમાં લઈ જવાની હતી. અને ક્યાં આ ઈંજરી? જેણે તેનું જીવન તબાહ કરી નાખેલું.સ્ટીલ એ મને મળવા આવ્યો હતો. તેના મિત્ર માટે આવ્યો હતો. લંગોટિયો યાર જે છે. મિત્ર પ્રત્યે ઘણોજ લગાવ હોવાના કારણે આજે તે એક મિત્ર તરફ ખેંચાઈ આવ્યો હતો. અમે બંને ભેટી પડ્યાં. દેવેન્દ્ર રડવા લાગ્યો.

"શાંત દેવેન્દ્ર. બધું જ બરાબર થઈ જશે. આમ લાઈફમાં ક્યારેય ગીવ અપ નહીં કરવાનું. એક જ જીવન છે. આપણે આ જીવન આપવા પાછળનું ભગવાનનું પણ કોઈ મકસદ હશે. તું નિરાશ નઈ થા મારા ભાઈ. જીવનના દરેક કાર્યમાં સફળતા મળે એવું જરૂરી નથી. કેટલાંક લોકો હારી ગયા બાદ, પણ પ્રયત્ન કરવાનું નથી છોડતાં. જીવતો જાગતો ઉદાહરણ હુંજ છું. મેઘના બાદ પૂજા મેમ. બંનેને ખોઈ બેઠો છું. હું જીવનમાં બે વખત ફેઈલ થયો છું. સ્ટીલ હું જીવી રહ્યો છું. આમ, હારી ન જા દોસ્ત. કર હર મૈદાન ફતેહ. જીવનમાં બીજી તક જરુર મળશે. સમય આવવાનો ઇંતેજાર કર. સમય પણ એક તક આપશે તને. અને હા! ફુટબોલ મારો પણ પહેલો પ્રેમ હતો નહીં? તોહ? હું બન્યો ફુટબોલર? આપણા જેવા કેટલાંક લોકો સ્પોર્ટ્સ સાથે જીંદગીના કેટલાક અન્ય કાર્યોમાં ફેઈલ થતા હોય છે. પરંતુ, એમાંના માત્ર કાયર વ્યક્તિઓજ આત્મહત્યા કરતા હોય છે. બાકી શુરવીરો જંગમાં હારી જતાં હોવા છતાં પણ હાર માનતાં નથી. અને હા! તારે તારા ઇતિહાસ થીજ શીખ મેળવવી જોઈએ. એક ક્ષત્રીય તેના જીવનના અંત સુંધી હાર નથી માનતો. તે તેના છેલ્લાં શ્વાસ સુંધી લડે છે. બસ તારે એજ કરવાનું છે. આ બધું તને નથી શોભતું. આમ ઉદાસ રહેવું આવી હાલતમાં ફરવું. મને તારી પર દયા આવે છે દોસ્ત. તું મજાકીય વ્યક્તિમાંથી આ શું બની ગયો છે? તું ફાઈટર બન. અને આ જિંદગીમાં આવેલાં શંકટનો સામનો કર. તારા જેવા મહેનતું વ્યક્તિઓને સફળતા જરુર પ્રાપ્ત થાય છે. અને મને વિશ્વાસ છે તને પણ સફળતા જરુર પ્રાપ્ત થશે." મેં કહ્યું.

"યશ! સાચું જ કહે છે લોકો. તું ડાયમન્ડ છે. જીવનમાં તારા જેવા દોસ્ત બધાય પાસે હોવવા જોઈએ. જે દોસ્ત હંમેશા સારા માર્ગે લઈ જાય. અને કામયાબી ન મળતાં તારા જેવી ઈંસ્પીરેશનલ સલાહ પણ આપે. હવે મને સમજાઈ ગયું છે કે, મારે ફરી ઉભું થવાનું છે. ફરીવાર મહેનત કરીશ. ફરી એ મારો મુકામ પ્રાપ્ત કરીશ. અને મારું સપનું સાકર કરીશ. આભર દોસ્ત! આભર. આજે મને સમજાયું છે કે જીવન શું છે. જીવનમાં આપણે કોઈના કોઈ મકસદથી આવીએ છીએ. અને મારો મકસદ કદાચ, દેશ માટે કંઈક કરવાનું છે. મારી નેશનલ ટીમને સર્વ કરવાનું છે. એ ફેન્સને આનંદની કેટલીક પણો આપવાનું છે. ડોક્ટરને પણ હું દર્શાવી દઈશ કે, ધારો તોહ એક હારેલો પણ જીત મેળવી શકે છે. અને હું પણ એ જીત મેળવવાનો છું."

"અરે, મિત્ર તોહ હોય જ એટલા માટે છે. મુસીબતોમાં તમારું સાથ આપે અને સારા સમયમાં તમારી ખેંચે. અને મને વિશ્વાસ છે કે, તું જરુર કામિયાબ થઈશ. બસ હવે અહીજ ઉભા રહીશું? કે પછી ઘેર પણ જવાનું છે?"

"ચલો..ચલો.. ભાઈનું સમાન ઉપાડો. અને હા! હવે ક્યાંય નથી જવાનું હો! ચાર વર્ષ વીત્યા. અને તને અમે યાદ પણ ન આવ્યા? હવે અમે નહીં જવા દઈએ તને. કેમ? સાચું કહું છું ને શંકર?"

"અરે, એ પણ કહેવાની વાત છે? આ ભાઈ ને હવે ચાર હાથ વાળા કરીને જ મોકલવાના છે. જો મારી સગાઈ થઈ ગઈ છે. અને દેવેન્દ્રના તોહ, કેટલાક રિસ્તાઓ આવે છે. ભાઈએ રિકવરી કરી લીધી તોહ, હમણાં વર્ષમાં જ પરણી જશે. હવે રહ્યો તું. તારું શું વિચાર છે? તારા પિતા પણ આજ દખો કરી રહ્યા છે. અને સાચું કહું? તોહ જતાંની સાથે જ આ વાત ન નીકળી તો મારું નામ બદલી નાખજે. હવે ચલો આગળની વાતો કારમાં કરી લેજો." શંકરએ કહ્યું.

શહેરમાં ચાર વર્ષ બાદ આવ્યો હતો. પરંતુ, આ સાલાઓએ ઇમોશનલ કરી નાખ્યો. એમને જોઈ અને દાદાજીની યાદ આવી જાય છે. ગામની યાદ આવી જાય છે. પરંતુ,દાદાજી હવે આ દુનિયામાં રહ્યા નથી. અને માટે જ ગામમાં ફરી જવાનું પ્રશ્ન ક્યારેય આવ્યું જ નથી.

"ગામની યાદ આવે છે ભાઈઓ. કેટલાય વર્ષો થઈ ગયા યાર. છેલ્લે દાદાજી ગયા ત્યારે આવવાનું થયું હતું. પરંતુ, એ વાતને પણ પાંચ થી છ વર્ષ વીતી ગયાં છે. ગામની એ મહેક, યાદો, સુંદરતા, લાગણીઓ, માનવીઓ, બાળપણને અને ખાસ માટી ને ફરીવાર જીવવાનું મન થાય છે. પિતાજીને હોસ્પિટલમાં જોયા બાદ, આપણે જઈએ આપણાં ગામ." મેં કહ્યું.

"વાત તો સાચી છે યશ. હું પણ છેલ્લાં બે વર્ષથી ત્યાં ગયો નથી. અને દેવેન્દ્રનું ઘર છે ત્યાં. પરંતુ, એ પણ ફુટબોલના કારણે બહારજ રહેતો. માટે ત્યાં મારું કોઈ કામ હતું નહીં. મારું પરિવાર પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી મારી સાથે અહીં શહેરમાં જ છે. ગામ જોયે વર્ષો થઈ ગયાં. એક વાર જવું જ પડશે." શંકરએ કહ્યું.

"અરે, બિન્દાસ આવો તમે. મારા ઘેર રોકાજો. ગામમાં રહી ગયેલા એ બાળપણને ફરી જીવી લઈશું." દેવેન્દ્રએ કહ્યું.

આમ વાતો કરતાં-કરતાં અમે જઈ પહોંચ્યા હોસ્પિટલમાં. મમ્મી સાથે કેટલાક રિલેટિવ અને ગામડાં વાળા ઓળખીતાઓ પણ અહીજ હતાં. હું તેમની વચ્ચે પહોંચ્યો. મારા માતાજી મને જોઈ રડવા લાગ્યા. પિતાજીની હાલત બગડી હતી. અચાનક બગડી હતી. મેં માતાજીને શાંત રહેવાનું કહ્યું. અને પિતાજીને જોવા માટે અંદર ચાલ્યો ગયો. તેઓ ઊંઘી રહ્યા હતાં. આજે ચાર વર્ષ બાદ, હું તેમને જોઈ રહ્યો હતો. હું જઈને તેમની પાસે બેઠો. તેમના માથા પર હાથ ઘુમાવવા લાગ્યો. મનમાં થયું કે, બધું જ બરાબર થઈ જવાનું છે. પિતાજીને કંઈજ નથી થવાનું. પણ તમને મેં કહ્યું ને? મેરી ફુટી કિસ્મત. મારા જીવનમાં ટ્વિસ્ટ અને ટર્ન આવતા જ રહે છે. મારા જીવન પર એકાદ ફિલ્મ બનીજ શકે છે. અને જો ફિલ્મના બને તોહ, એકાદ પુસ્તક તો લખાઈ શકે છે. કદાચ, કરણ જોહર એ પુસ્તક વાંચી અને એની પર ફિલ્મ બનાવે. અરે, મારા જેવાના જીવન પર કરણ જોહર જેવા ડાયરેક્ટર જ ફિલ્મ બનાવી શકે. બાકી રાજકુમાર હિરાની થોડી બનાવે. હું આ વિષયમાં વિચાર કરું છું કે, મારી પર ફિલ્મ બની તોહ? કદાચ, ત્રણ સો કરોડ તો પાક્કા જ છે. લો આ વિષય પર જ અટક્યો છું. મુસીબતો મારા જીવનનો અભિન્ન અંગ છે. અને એ મુસીબત હમણાં બે મિનિટ જ દૂર છે. હમણાં આવશે. પણ આ બે મિનિટ તમારી માટે બે દિવસ બની જવાની છે. ચલો, આતે હૈ.

ક્રમશઃ