Pagrav - 47 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 47

Featured Books
Categories
Share

પગરવ - 47

પગરવ

પ્રકરણ - ૪૭

કે.ડી. : " પરમ , ક્યાં જાય છે બેટા ?? ફેંસલો ગમે તે આવે પણ આજની આ બધી વાત તારે પણ પૂરી તો સાંભળવી પડશે‌‌.... મેં પણ કોઈને બધી વાત સાંભળવાનું વચન આપ્યું છે.

પરમ નાછૂટકે ઊભો રહ્યો...!!

સુહાની બોલી, " કદાચ મારી ભૂલ ન થતી હોય તો તમે પંક્તિ જ ને ?? "

પંક્તિ હસીને બોલી, " હા અને તું સુહાની...એમ આઈ રાઈટ ?? "

સુહાની : " યસ.."

કે.ડી. : " લો તમે લોકો તો ઓળખો છો એકબીજાને...હવે શું બાકી છે ?? "

પરમ : " આ બધું શું થઈ રહ્યું છે ?? અહીં મિલન સમારોહ છે રાખ્યો છે પપ્પા ?? મારી પાસે એટલો સમય નથી હવે..."

પંક્તિ : " સહેજ ઠંડો પડ... મારાં ભાઈ...દરેક વખતે આવો ગુસ્સો સારો નહીં...ખબર છે તને આમ ને આમ ફરી કોઈનો જીવ લઈ લઈશ...!! અને જો પોલીસ આવશે તો આમ પણ તારી પાસે સમય નહીં બચે આ બધાં માટે... "

પરમ : " શું બોલી રહી છે તું ?? પપ્પા તમે પંક્તિને કહ્યું કે એ મારી બહેન છે ?? "

કે.ડી. હસીને બોલ્યો : " મેં નહીં...તારી ભૂલોએ...પણ હવે એ શું કરવાની કે કહેવાની છે એ મને નથી ખબર..."

એટલામાં જ પંક્તિ બોલી, " આપણે બે એક જ માબાપનાં સંતાનો છીએ પણ આપણાં બંનેમાં રાત દિવસનો ફરક છે....સ્વભાવથી માંડીને કામ સુધી બધું...મને હવે સમજાય છે કે માણસ કોની કૂખે જન્મે છે એનાં કરતાં પણ એ ક્યાં કેવી રીતે ઉછરે છે, કેવા લોકોની વચ્ચે ઉછરે છે એનાં પર બહુ મોટો આધાર હોય છે...હવે કદાચ બધાંને ખબર નહીં હોય પણ પરમ એટલે ભાગવા માંડ્યો કારણ કે પરમને બીક લાગી હતી કે આ મારી પાછળ જે છોકરી ઉભી છે સાક્ષી એને પરમે મારી નાખી હતી...તો એ જીવતી કઈ રીતે ?? એનું ભૂતબૂત તો નહીં હોય ને ?? "

પરમ કંઈ જ બોલ્યો નહીં...પણ એને પરસેવો થવાં લાગ્યો...!!

પંક્તિ : "હું બધી જ વાત કહું છું તમને લોકોને....

સાક્ષી એની કંપનીમાં નવી આવી હતી...એને પરમે એની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ત્રણ મહિના પહેલાં લીધી હતી. હજું એને આવ્યે લગભગ દસેક દિવસ જ થયાં હતાં. એક દિવસ એ પરમની કેબિનમાં કામ કરવા ગઈ. એ અંદર પહોંચી. પરમ પી.સી‌ માં કંઈ જોઈ રહ્યો હતો. જે દિવસે એણે સુહાની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો...એ વિડીયો ચાલુ હતો...સાક્ષી નવી હોવાથી એને ખબર ન હતી પરમનાં સ્વભાવની. એટલે એ સીધી ઈમરજન્સીમાં કહેવા અંદર આવી કે બેઝમેન્ટ સેક્ટરમાં આગ લાગી છે....!!

ત્યાં એ જ દિવસે આવેલાં નવાં ઘણાં પી.સી. ને બધો સામાન આવેલું હતું બધો સામાન હજું ત્યાં જ હતો...જો એમાં કંઈ પણ થાય તો કરોડોનો નુકસાન થાય એવું હોવાથી એ સફાળો ઉભો થઈને ભાગ્યો. આ બાજું સાક્ષી બહાર જવાની તૈયારીમાં હતી. એકદમ જ એને કોઈ છોકરીનો અવાજ બૂમો પાડતો અવાજ આવ્યો.

સાક્ષી નિર્દોષતાથી એ જોવાં ગઈ. એણે અંદર જોયું તો પરમ અગ્રવાલ પોતે જ છે અને એ કોઈ છોકરી સાથે જબરદસ્તી કરવાની કોશિષ કરી રહ્યો છે... એવું દેખાયું. એ થોડી ગભરાઈ એટલે એણે બધું આગળ પાછળ કરીને આખો વિડીયો જોઈ લીધો. એ સાંભળતા ખબર પડી કે એનું નામ સુહાની છે...અને એ દરમિયાન એણે પરમના મોઢે પંક્તિ એની સગી બહેન છે એવી વાત પણ સાંભળી...એણે જોયું તો એમાં કોઈ બહાર પેનડ્રાઈવ કે એવું ન દેખાયું... બહું અંદર તપાસવાની એની હિંમત ન થઈ...એણે ફટાફટ થોડાં વિડીયો શરું કરી ફોટા પાડી દીધાં...!! ને ફરી બહાર નીકળવાની કોશિષ કરી રહી હતી ત્યાં જ પ્યૂન આવીને બોલ્યો, " મેડમ, સર નથી તો તમે કેબિનમાં અહીં કેમ ઉભાં છો ?? "

સાક્ષી ગભરાઈ ગઈ અને એ બહાર નીકળી ગઈ. પછી એ દિવસે તો મોડાં સુધી ઘણું શોર્ટસર્કિટને થતાં નુકસાન પણ થયું હોવાથી પરમ એ બધામાં સપડાઈ ગયો‌. ને મોડું થતાં પ્યૂને આવીને બધું બંધ કરી દીધું....!!

આ બાજું સાક્ષી એ મારાં ફોઈજીની દીકરી એટલે કે મારાં બીજાં પતિ આનંદની કઝીન બહેન છે. પણ મારું એની સાથે સારું બનતું હોવાથી અમારી સાથે ઘણી વાતચીત થતી હોય. આથી જ એને મારાં જીવનની ઘણી વાતો ખબર હતી. એને ખબર નહીં કોઈ દ્વારા એ વાતચીત પરથી અણસાર આવ્યો કે કદાચ એ પંક્તિ જે એની બહેન છે એવી વાત કરી રહ્યો હતો એ હું નહીં હોય ને...કારણ કે મારો પહેલો પતિ એટલે કે સમીર એ આ જ કંપનીમાં કામ કરતો હતો...

એણે ફટાફટ આવીને ગભરાતાં ગભરાતાં મને ફોન કર્યો. એણે પરમની સાંભળેલી બધી વાત કરી. પછી એણે મને ફોટોઝ મોકલ્યાં. એ મુજબ મને એ તો ખબર પડી જ હતી મોટાં થયાં પછી કે મારી મમ્મીનાં બીજાં મેરેજ હતાં ને પિતા અન્ડરવર્લ્ડનાં મોટાં ડૉન છે...એક ભાઈ છે એવું પણ ખબર હતી પણ કોણ છે ક્યાં છે એ ખબર નહોતી.

પણ છોકરી કોણ હતી મને ખબર ન પડી કે કોણ છે... મેં મારાં સસરા જે .કે. પંડ્યા જે પરમની કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટર હોવાથી એ કદાચ ઓળખતાં જ હશે એમ વિચારીને મેં એમને ફોન કર્યો‌. એ તો સુહાનીનું નામ સાંભળતા જ બોલ્યો, " શું થયું બેટા સુહાનીને ?? "

પંક્તિ મેં બધું પૂછ્યું. અને જે હકીકત હતી એ બધી કહી. એ તો રીતસરનાં ધ્રુજી ગયાં. એમણે કહ્યું, બેટા તું મને મળી શકે તો અત્યારે જ ઘરે આવી હું તને બધું કહું. હું ફટાફટ રાત્રે જ મારાં પતિ સાથે ગઈ. એમણે સુહાની એમનાં ઘરે ગઈ હતી અને સાથે એને પરમ દ્વારા થતી જાસુસી બધી જ વાત કરી...પંક્તિએ બધાંની સામે આ બધી જ વાત કરી...એ દિવસે મને ખબર પડી કે આ બધું કરનાર મારો સગો ભાઈ પરમ છે. મને એમણે કહ્યું કે, "તું કંઈ પણ કરીને સુહાનીને આ બધામાંથી મુક્તિ અપાવ. " એમણે સમર્થની પણ બધી જ વાત કરી.

પછી મેં સૌ પ્રથમ બધી માહિતી મેળવીને પહેલાં મારાં પપ્પા એટલે કે કે.ડી. ને મળવાનું નક્કી કર્યું....પણ એ બધું બીજે દિવસે થવાનું હતું આથી હું ઘરે આવી. સાક્ષી બહું ગભરાઈ ગઈ હોવાથી મેં એને સાચવીને રહેવાનું કહ્યું.

બીજાં દિવસે ખબર નહીં પરમને કોણે કહ્યું કદાચ પ્યૂન દ્વારા જ કંઈ ખબર પડી હશે.‌‌..!! એણે ખબર પડી હશે કે શું કે એ વિડીયો સાક્ષીએ જોઈ લીધો છે. એ કંપનીમાં પહોંચતાં જ એણે એની સાથે વાત તો સારી રીતે કરી પછી એક કામ માટે કોઈ જગ્યાએ બહાર જવાનું કહ્યું. સાક્ષીને કદાચ કોઈ ગંધ આવી ગઈ કે શું એણે મને ફોન લગાડીને ચાલુ રાખીને પેન્ટનાં ખિસ્સામાં મૂકી દીધો.

થોડીવારમાં એ નાછુટકે એની સાથે ગઈ. મેં એની બધી જ વાત સાંભળી. અને સાથે જ આનંદને આ ફોન ચાલુ રાખીને ફટાફટ એ જગ્યાએ જવાનું કહ્યું . સાક્ષીએ વાતવાતમાં જગ્યાની હિન્ટ આપી દીધી.... હું અને આનંદ નીકળ્યાં તો ખરાં પણ વચ્ચે ટ્રાફિકમાં ફસાઈ ગયાં...અમને થોડી વાર થઈ ગઈ વળી જગ્યા પણ થોડી દૂર હતી શહેરથી થોડી દૂર...વળી શોધવામાં પણ વાર લાગી.

અમે પહોંચ્યાં ત્યાં તો પરમ તો નહોતો પણ સાક્ષી જમીન પર એક ખૂણામાં પડેલી હતી. એ સુમસામ ભોંયરા જેવી જગ્યામાં. ને કોઈ જ બીજું વ્યક્તિ....!! અમે ફટાફટ પહોંચીને જોયું તો હજું એનાં ધબકારા ચાલુ હતાં. પણ એનો ફોન એની પાસે નહોતો...મતલબ પરમને એ ખબર પડી ગઈ હતી કે બીજાં કોઈને જાણ થઈ ગઈ છે. આથી કદાચ એણે ફોનને કચડીને દૂર ફેંકી દીધો હતો. અને એ ભાગી ગયો હતો.... પરંતું એનાં શ્વાસ હજું ચાલું લાગતાં અમે ફટાફટ અમારી ગાડીમાં જ એને નજીકની હોસ્પિટલમાં લઈ ગયાં. તાત્કાલિક એની સારવાર અપાઈ. એક નાનકડું ઓપરેશન પણ કરવું પડ્યું...પણ યોગ્ય સમયે સારી સારવાર મળી રહેતાં એનો જીવ બચી ગયો...!!

અમે પોલીસ કેસ નોંધાવાનુ વિચાર્યું પણ મેં એ કરવાથી આગળનાં પરિણામ વિશે પણ વિચાર્યું...અને સાક્ષી પણ ના કહેવા લાગી. કંપનીમાં તો નવી છોકરી ન ફાવતા જોબ છોડીને જતી રહી એવું પરમ દ્વારા આડકતરી રીતે જાહેર થઈ ગયું. અને કદાચ પરમે એવો પ્લાન કર્યો હતો કે કોઈને ખબર નહોતી કે પરમ અને સાક્ષી બંને સાથે કંપનીમાંથી બહાર ગયાં હતાં.

પછી તો મેં કોઈ પણ રીતે કે.ડી. ને મળવાનું નક્કી કર્યું. મેં બહું મહેનત પછી તમારું એડ્રેસ અને નંબર શોધ્યો‌. પાછું દરેક વ્યક્તિને આ વિશે પૂછાય નહીં...

બસ મારે એક જ વાત કહેવી છે હવે કે તમે આ સમર્થને છોડી દો...સમર્થ અને સુહાનીને હંમેશા માટે એક થવાં દો... પ્લીઝ...!!

ભલે હું તો નાનપણથી તમારી રહીને ઉછરી નથી. મને તો આટલાં મોટાં થયાં પછી જ ખબર પડી કે મારાં સગાં પિતા તો કોઈ બીજું જ છે... કદાચ મારાં નસીબ એવાં હશે કે હું મારાં પિતાનો પ્રેમ કદી ન મેળવી શકી. પહેલાં તમને ગુમાવ્યા. પછી એક પિતા મળ્યાં એમનો પ્રેમ થોડો મળ્યો ત્યાં તો મમ્મી પપ્પા બેયને ગુમાવ્યાં....બસ આજે હું એક દીકરી હોવાનાં સંબંધે પહેલી ને કદાચ છેલ્લીવાર તમારી પાસે કંઈક માગું છું...આશા રાખું છું કે તમે ના નહીં કહો...!!

બધાં કે.ડી.નાં ફેંસલાની રાહ જોવા લાગ્યાં કારણ કે આ ફેંસલો સુહાની અને સમર્થની જિંદગી સાથે જોડાયેલો છે !!

શું હશે કે.ડી.નો નિર્ણય ?? કે.ડી. પોતાનાં એકનાં એક વહાલસોયા પુત્રની વાત માનશે કે પછી વર્ષો બાદ મળેલી પોતાની દીકરીની વાત સ્વીકારશે ?? સુહાની અને સમર્થ ફરી એક થઈ શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, નવલકથાનો અંતિમ ભાગ એક સુંદર અંત સાથે....પ્રેમનો પગરવ ભીનેરો - ૪૮ ( સંપૂર્ણ )

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......