Sometimes a full stop is required in a relationship in Gujarati Motivational Stories by Milan Mehta books and stories PDF | સંબંધમાં ક્યારેક પૂર્ણવિરામ પણ જરૂરી

Featured Books
Categories
Share

સંબંધમાં ક્યારેક પૂર્ણવિરામ પણ જરૂરી



આ પૃથ્વી પર આપણે પ્રવાસી છીએ કાયમ કોઈ સાથે કાયમી રહેવાનું હોતું નથી તો શા માટે બધા સાથે દિલ ખોલીને ના રહીએ.ક્યારે ક્યાં સમયે એક બીજાથી જુદા પડી જઈશું તે ક્યાં કોઈને ખબર છે.તો શા માટે આપણે દરેક પળને ઉજવતાં નથી? મન ભરીને જીવી લેવાનું,મનમાં લઈને નહિ દોસ્ત.

સંબંધમાં ક્યારેય કોઈ પણ સાથે કાયમી રહેવાનું હોતું નથી તે વાત નક્કી છે પણ સબંધમાં ક્યારેક ટકવા માટે અટકવું તો ક્યારેક અલ્પવિરામ પછી વધુ સબંધ ચલાવવા માટે અટકવું જરૂરી છે. એ સબંધ મિત્રતાનો હોય,પતિ – પત્નિનો હોય,બે ભાઈઓ વચ્ચેનો હોય કે પિતા- પુત્રનો હોય .

સંબંધમાં કોઈ માટે જગ્યા કરી આપવી તે ખૂબ જ જરૂરી છે. કારણ કે કોઈ વ્યક્તિ જયારે પણ જેની સાથે ન બને ત્યારે શા માટે તે સંબંધ નિભાવવા માટે તમે વ્યર્થ મહેનત કરો છો.કારણ કે અમુક વ્યક્તિ અને અમુક સંબંધ આપણા જીવનમાં આપણને શીખવાડવા માટે જ આવતા હોય છે અને ભગવાનનો એટલો આભાર કે તે આપણા જીવનમાં આવે છે કારણ કે તેનું આપણા જીવનમાં આવવાથી આપણને ફાયદાકાર જ નીવડે છે.કારણ કે ઘણાં આપણી લાગણી સાથે રમતા હોય તો ઘણાં આપણને આપણા કામ માટે જ રાખતાં હોય છે કારણ કે આપણું કામ પૂરું થતાં જ સંબંધનો પણ અંત આવતો જ હોય છે અને દરેક વ્યક્તિએ સ્વીકારી લેવું જોઈએ કે બધા જ પહેલાં જેવા હોય તેવું માનવું ભૂલ છે.કારણ કે તમે ભણતાં હોવ અને સાથે જોબ કરતાં ત્યારે સાથે રહેવાનું થતું અને આજે તમે અલગ-અલગ રહો છો તો ઓછું મળવાનું થાય છે પણ એ વાત ત્યારે તમારે સહજતાથી સ્વીકારી અને સમજી લેવી જોઈએ જ.હા,સંબંધના મૂળમાં યોગ્ય સમયે સમયરૂપી પાણી રેડતાં રહેવું પડે છે.

સંબંધનો સરવાળો સુખ આપે છે તો યોગ્ય સમયે ના ગમતું હોય તો કોઈપણ વ્યક્તિથી રાજીખુશીથી અલગ થઇ જવું જોઈએ.એ વાતનો સહજતાથી સ્વીકાર કરી લેવો જોઈએ કે આ સંબંધ આપણને ગમ્યું અને સમયની અનુકૂળતા હતી ત્યાં સુધી બંને સાથે રહ્યા.પછી તે મિત્ર હોઈ,પ્રેમ હોય કે કોઈપણ સંબંધ કેમ ના હોઈ.તે વ્યક્તિથી દૂર જ થઇ જવું જોઈએ કારણ કે પછી સાથે રહેવાથી તમે બંને દુઃખી જ થશો અને દુઃખી થઈને સાથે જીવન જીવવું તેના કરતાં તેનાથી દૂર થઈને આપણે આપણી મસ્તીમાં કોઈપણ ભૂતકાળને વાગોળ્યા વગર જ મસ્તીમાં જીવન પસાર કરવું જોઈએ.જે મારી દ્રષ્ટિએ આવશ્યક નહિ પરંતુ અનિવાર્ય છે.
સંબંધમાં તમામ પ્રયત્નો પછી પણ જો સંબંધ આગળ ચાલે તેમ નથી તો અલ્પવિરામ કે પૂર્ણવિરામ મૂકીને આગળ ચાલો.કારણ કે સંબંધમાં જેમ એન્ટ્રીનું મહત્વ છે તેમ તેમ સેલ્ફ રિસ્પેક્ટ અને મનની શાંતિ માટે એક્ઝીટનું પણ અતિ મહત્વ છે.જેનાથી તમને ચોક્કસ આનંદ થશે અને જયારે પણ સંબંધ છોડીને આગળ વધો ત્યારે પાછા ફરીને જોવો જ નહિ કારણ કે તેમાં હંમેશા તમારી ભૂલ નહિ હોવા છતાં તમને દુઃખ જ થશે. સંબંધ છોડો ત્યારે સામેની વ્યક્તિને સંબંધ ગુમાવ્યાનો ભારે અફસોસ થવો જોઈએ.બે સારા - અંગત અને પ્રામાણિક મિત્રો રેણુકા અને મિહિર છે.જે જીવનમાં સવારે ગુડ મોર્નિંગથી લઈને રાત્રે ગુડ નાઈટ સુધીની બધી જ વાત સહજ ભાવે સતત ૪ વર્ષ સુધી વહેચતાં અને મિત્રતાની એકપણ પળને જવા દેતાં ન હતાં. તેઓ બંને વાત કરે એટલે બસ દિવાળી જ હોય.બંનેને પોતાના પર એકબીજા કરતાં પણ વધારે વિશ્વાસ અને બંને એકબીજાનું માન–સન્માન અને આદર પણ એટલો જ આપે આ મિત્રતા જોતા એવું જ લાગે કે ભગવાન ખરેખર આ બંનેને લોહીના સંબંધથી બાંધવાનું ભૂલી ગયા ન હોય જાણે.એવામાં એક દિવસ રેણુકાની સગાઈ નક્કી થાય છે અને બીજા જ દિવસે મિહિરે રેણુકાને એક શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો અને ફોન માં વાત પણ કરી અને કહયું કે,'હવે હું મેસેજ ઓછા કરું તો એવું ના માનતા કે હું આપને ભૂલી ગયો છું અને યાદ જ નથી કરતો કે તમારા પ્રત્યે માન – સન્માન અને આદર ઓછો થઇ ગયો છે.' ત્યારે જ રેણુકાના શબ્દો હતાં,“હું પણ એ જ કહેવા માંગતી હતી તમને જીવનના પરમ અને સ્નેહીમિત્ર મારા જીવનમાં તમારું સ્થાન ક્યારેય કોઈ નહિ લઇ શકે મિત્ર.આટલું કહેતાં રેણુકા રડી પડી બસ હું આને જ સાચો સંબંધ કહું છું.
મિલન મહેતા – બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨