Law Of Attraction - 2 in Gujarati Thriller by Madhurima books and stories PDF | આકર્ષણ નો સિદ્ધાંત - 2 - કલ્પના ચિત્ર

Featured Books
Categories
Share

આકર્ષણ નો સિદ્ધાંત - 2 - કલ્પના ચિત્ર

આશા છે કે મારું પ્રથમ પુસ્તક આકર્ષણ નો સિદ્ધાંત તમે વાંચ્યું હશે. જે લોકોએ મારું પ્રથમ પુસ્તક વાચ્યું છે તે લોકો એ આ પુસ્તક માટે સમય ફાળવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે મારા વિચારો તમારા જીવનમાં કયાંક ને કયાંક, કોઈ ને કોઈ રીતે તમને ઉપયોગી થાય . તેમજ તમારા સૌની ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી ઈશ્વર ને પ્રાર્થના. તો આજે આકર્ષણ નો સિદ્ધાંત પુસ્તકનો બીજો ભાગ શરૂ કરીએ.

આકર્ષણ નો સિદ્ધાંત શું છે એ તો તમે સમજી જ ગયા હશો તો પણ થોડી માહિતી મેળવીએ. આકર્ષણ નો સિદ્ધાંત એ બ્રહ્માંડનો એક સૌથી અગત્યનો સિદ્ધાંત છે. આકર્ષણ નો સિદ્ધાંત એટલે કે આપણે જે કંઈ પણ વિચારો કરીએ છીએ તેને આપણા જીવનમાં આકર્ષિત કરીએ છીએ. માટે આપણે હંમેશા આપણા વિચારો પ્રત્યે જાગૃત રહીને આપણા જીવનને સુંદર બનાવી શકીએ છીએ.

આજે આપણે આકર્ષણ ના સિદ્ધાંતની એક સૌથી અગત્યની પદ્ધતિ કલ્પના ચિત્ર વિષે માહિતી મેળવીએ.કલ્પના ચિત્ર એટલે અંગ્રેજીમા કહીએ તો 'Visualization'. કલ્પના ચિત્ર એક સૌથી સરળ અને અગત્યની પદ્ધતિ છે. કલ્પના ચિત્ર એટલે આપણી ઈચ્છાનું એક માનસિક ચિત્ર આપણા મનમાં ઊભું કરવું તે.

આ પદ્ધતિનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ તે જાણીએ. માની લો કે તમારી ઈચ્છા એક નવી કાર ખરીદવાની છે તો તમારે તમારા મનમાં એક નવી કારનું માનસિક ચિત્ર જોવાનું છે અને તમે એક નવી કારમાં બેઠાં છો તેનો અનુભવ તમારા માનસિક ચિત્રમાં કરવાનો છે. તમે જેટલો સમય તમારી ઈચ્છાની કલ્પના કરશો તેટલી જ વહેલી તમારી ઈચ્છા ને તમારા જીવનમાં આકર્ષિત કરશો.

કલ્પના ચિત્ર પદ્ધતિને વધુ અસરકારક બનાવવા માટે તમારે તમારી ઈન્દ્રિયોનો પણ ઉપયોગ કરવાનો છે. જેમકે જો તમારી ઈચ્છા એક નવી કારની હોય તો તમારે તમારા માનસિક કલ્પના ચિત્રમાં તમે એ નવી કારમાં બેઠા છો અને નવી કારનું સ્ટિયરીંગ તમારા હાથમાં પકડેલુ અનુભવો છો તેમજ નવી કારની એક નવી જ સુગંધ તમને રોમાંચિત કરી રહી છે. તથા તમે તમારી નવી કારને ચાલુ કરવાનો અવાજ પણ સાંભળી રહ્યાં છો.

આવી જ રીતે તમે તમારી ઇચ્છાના કલ્પના ચિત્રમાં ઓતપ્રોત થઈને તેનો અનુભવ કરશો તો તમે અવશ્ય તમારી ઇચ્છાને તમારા જીવનમાં સાકાર કરશો. કલ્પના ચિત્ર એ આકર્ષણના સિદ્ધાંતની એક સૌથી અગત્યની પદ્ધતિ છે કેમકે જયારે તમે તમારી ઈચ્છાની કલ્પના કરો છો તો ત્યારે તમે તે ઈચ્છાને તમારા જીવનમાં સાકાર થયેલી જોઈ શકો છો અને તમારી ઈચ્છાને એટલી જ ઝડપથી તમારા જીવનમાં આકર્ષો છો.

કલ્પના ચિત્ર પદ્ધતિનો ઉપયોગ કરવા માટે સવારે ઊઠીને તરત બાદની પાંચ મિનિટ તેમજ રાત્રે સૂતા પહેલાની પાંચ મિનિટ એ સૌથી વધુ યોગ્ય સમય કહેવાય છે. કેમકે આ બે સમયમાં આપણું અર્ધજાગ્રત મન સૌથી વધુ કાર્યરત હોય છે. માટે આ સમયમાં આપણા વિચારો સીધા જ આપણા અર્ધજાગ્રત મનમાં સંગ્રહિત થાય છે .

તો આજે આપણે આકર્ષણ ના સિદ્ધાંતની એક પદ્ધતિ કલ્પના ચિત્ર વિષે જાણ્યું હવે આવી જ એક પદ્ધતિ સાથે આગળ મળીશું......

અંતમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન ના એક વિચાર સાથે આ પુસ્તક પૂર્ણ કરીએ.

"Imagination is more important than knowledge. For knowledge is limited whereas imagination embraces the entire world, stimulating progressprogress, giving birth to evolution. "

- Albert Einstein

મારું આ પુસ્તક તમને તમારા જીવનમાં કોઇ પણ રીતે મદદરૂપ થાય તો મારા આ પ્રયત્ન ને સાર્થક સમજીશ. જો તમને મારા વિચારો ઉપયોગી જણાય તો તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી. આભાર.