Radha ghelo kaan - 27 in Gujarati Love Stories by spshayar books and stories PDF | રાધા ઘેલો કાન - 27

Featured Books
Categories
Share

રાધા ઘેલો કાન - 27

રાધા ઘેલો કાન : 27

અહીં બન્નેને આના માટે નથી બોલાવ્યા હો.. " રાધિકા બન્નેની આંખો વચ્ચે હાથ લાવતા બોલે છે..
બન્ને એકબીજાનો હાથ લઇ લે છે ને,
ચા પીવા લાગે છે..
"જા ને બે.." મનીષ પણ વાતને ઇગ્નોર કરતા બોલે છે..

શુક્રવારે મળવાનું નક્કી કરી ત્રણે ત્યાંથી છુટા પડે છે..

* * * * * * * * * * * * * * * * * * * * *

( શુક્રવારે સવારે )

અંજલીનો કોલ આવે છે મનીષ પર..
" હા બોલ અંજલી.. "
" કર્યો હતો ફરી કોલ કિશનને?? "
" હા હમણાં જ વાત થઈ.. એણે કીધું છે એ આવી જશે સાડા અગિયાર સુધીમાં.. "
" ઓકે તો હવે સ્ટેપ ટૂ.. "
તે મનીષનો કોલ ક્ટ કરીને તરત રાધીકાને કોલ કરે છે..
" હેલો રાધિકા હવે તુ એક કામ કર..
નિખિલને કોલ કર અને એને સક ના જાય એ રીતે પૂછ કે એ ક્યાં છે મારે મળવું છે એમ બધું.. ઓકે "

રાધિકા તરત નિખિલને કોલ કરે છે..
હેલો..
" હા નિખિલ ક્યાં છે? "
" કઈ નઈ બસ ઘરે જ કેમ? "
" હા તો તને મળવું હતું.. મારે થોડું કામ છે.. "
" તારે તો પેલા કિશનનું જ કામ હશે નઈ એમનેમ તો તુ ફોન કરે ના.. પણ આજે તો હું બહાર જવાનો છું આજે નહિ મળાશે.. ફરી કયારેક મળશુ.. "

" એવુ નહીં લ્યા ..બીજું કામ હતું મારે..

ના ના આજે નહીં મળાય.. સોરી
" ઓકે તો ક્યારે? "
" કાલે મળીશુ ઓકે.. "
ઓકે..

આટલી વાત કરીને રાધિકા ફોન મૂકી દે છે અને તે અંજલીને કોલ કરીને કહે છે..

" અંજલી આપણું મિશન સક્સેસ થતું હોય એવુ લાગે છે.. એ આજે બહાર જવાનો છે એવુ કીધું એટલે એ આજે નિકિતાને મળવાનો સો ટકા.. " રાધિકા ખુશ થતા અંજલીને જણાવે છે..

" હા.. ઓકે તુ પણ હું કોલ કરું એટલે આવી જજે ઓકે.. આજે તો કિશન છે ને એની નિકિતા..
આજે તો દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જ જશે.. " અંજલી પણ હસતા હસતા જવાબ આપે છે..

આટલુ કહી અંજલી ફોન મૂકી દે છે..
આજુબાજુ ગાડીની અવરજવર સર્કલના કારણે ગાડીઓના હૉર્નના અવાજ અને ત્યાં જ હોટલ પર " એક કટિંગ " બે કટિંગના અવાજ સાથે તૈયાર થતું ચાયમય વાતાવરણ અને ત્યાં ત્રણે તૈયાર થઈને ગેસ્ટ હાઉસની આજુબાજુ ની દુકાનમાં ગોઠવાઈ જાય છે..

મનીષ પણ કિશનની રાહ જોતો ચાના ટેબલ પર બેઠો હોય છે..મનીષ હોટેલની બહાર જોયા કરતો હોય છે અને ત્યાં જ થોડી જ વારમાં કિશન આવે છે અને તેની સામેની ચેર પર બેસે છે..

" હા બોલ શુ હતું તારે?.."
કિશન આવતા જ ગુસ્સામાં મનીષને પૂછે છે..

"ઓહો આટલી ઉતાવળ? કહું છું.. શાંતિ તો રાખ.. પેલા ચા તો પી લે.." મનીષ આજુબાજુ ડાફોળીયા મારતા કહે છે..

" ના મારે કોઇ ચા પીવાનો ટાઈમ નથી અને ચા એ પણ તારી સાથે બિલકુલ નઈ.."
કિશન ફરી મનીષને ધિક્કારતા કહે છે..

" બેસ થોડીવાર પછી તુ જ કહીશ કે મારાં સાથે ચા પીવામાં બીજા જેવો સ્વાદ નથી.. " મનીષ મજાક કરતા બોલે છે..

" કેમ? અને હા..તુ કંઈક કહેવાનો પણ હતો.. બોલ.."
કિશનને ફોન પર કહેલી વાત યાદ આવતા બોલ્યો..

" બસ થોડી વાર" મનીષ વારંવાર ઘડિયાળમાં જોતા જવાબ આપે છે..

" આ આખો દિવસ તુ ટાઈમ શુ જોવે છે??
અને કોની રાહ જોવે છે.. "
કિશન આશ્ચ્રર્ય થઈને મનીષને પૂછે છે..

" અરે સાહેબ થોડી શાંતિ રાખો હમણાં તમારેય ટાઈમ જોવો પડશે.." મનીષ ફરી મજાક ઉડાવતા જવાબ આપે છે..

આમ નિખિલ કિશનને ગમે તેમ કરીને થોડીવાર ત્યાં રોકી રાખવા માંગે છે..
અને અહીં થોડી કિશન ગેસ્ટ હાઉસથી દૂર આવેલી ટી સ્ટોલમાં રાધિકા અને અંજલી નિકિતા અને નિખિલના આવવાની રાહ જોતા ચાની ચુસ્કી મારી રહ્યા હોય છે..

અને દૂરથી જ રાધિકા નિખિલની ચાલના લીધે તેને ઓળખી જાય છે.. પણ મોં બાંધેલું હોવાના કારણે અંજલી ઓળખી શકતી નથી પણ તે દૂરથી મોં પર દુપટ્ટો બાંધીને આવતી નિકિતાને એની ચાલ પરથી ઓળખી જાય છે..

અને એકદમ તે બન્ને એકબીજાને " એ જો નિખિલ " રાધિકા બોલી..
" આ બાજુ જો નિકિતા " અંજલી બોલી..
" શુ વાત કરે.." બન્ને એક સાથે ખુશ થતા બોલી..
અને તરત તેમણે મનીષને ઈશારો કરીને બતાવ્યું કે આ જો નિખિલ અને નિકિતા..

નિખિલ અને નિકિતા એકબીજાને મળ્યા હગ કર્યું અને તરત તે બન્ને ગેસ્ટ હાઉસના પગથિયાં ચડવા લાગ્યા અને તરત મનીષ કિશનનો મોં પકડીને કિશન ગેસ્ટ હાઉસ પર નજર કરાવતા બોલ્યો..

" જો પેલી નિકિતા તારામાં રહીને પણ નિખીલને મળવા જાય છે.. " મનીષ વાતને ગોળ ગોળ ફેરવતા બોલ્યો..

શુ?? કિશન આશ્ચર્યચકિત થઈને બોલ્યો..
જો જો બરાબર..
કિશન નજર ફેરવે છે અને જોવે છે તો કોણ??
હા એ જ નિકિતા જેને તેણે હમેશા કિશનના નામની માલા જપતા જ જોઈ હતી પણ આજે બીજા કોઈના હાથમાં હાથ નાખીને બન્નેને ગેસ્ટ હાઉસમાં જતા જોઈને કિશનનું મગજ ફરી ગયું..
અને તરત તે તે હોટલમાંથી નીચે ઉતર્યો ને જલ્દીમાં ગેસ્ટહાઉસના પગથિયાં ચડી નિકિતાનો હાથ પકડીને બે થપ્પડ ચોંટાડી દીધી..
અને બોલવા લાગ્યો
" વાહ નિકિતા??
આ જ દિવસ દેખાડવાનો હતો મને??
આ જ દિવસ માટે મને લવ કરતી હતી? "

અરે કિશન? નિકિતા પણ દુપ્પટો ખોલતા બોલી..
હા હું.. કેમ હું નહોતો આવો જોઈતો હેને?
અને તરત તે નિખિલ પર પણ હાથ ઉઠાવા જતો હોય છે ત્યાં જ મનીષ આવીને એનો હાથ પકડી પાડે છે અને બોલે છે..

" એને કયા હકથી મારે છે તુ??
તારા પ્રેમની મજાક તો નિકિતાએ ઉડાવી છે..
તારી સાથે બેવફાઈ આ નિકિતાએ કરી છે..
તારા ભોળપણનો ફાયદો આ નિકિતાએ ઉઠાવ્યો છે..
તારી ગુનેગાર આ નિકિતા છે..
નિખિલ નહીં.. " મનીષ કિશનનો હાથ પકડતા બોલે છે..

મનીષ આટલુ બોલતો જ હોય છે પણ અહીં કિશનના આંખમાંથી દડ દડ આંસુ વહે છે..
ત્યાં જ રાધિકા કિશનની બાજુમાં આવીને " તુ શુ કામ રડે છે હવે?? " રાધિકા આંસુ લૂછતાં બોલે છે.
" અમને તો પેહલેથી ખબર હતી કે આ નિકિતા ખરાબ છે એ તારી સાથે રમત જ રમે છે..
પણ તુ માનવા તૈયાર જ નહોતો.."

" ઓહો તો આ બધું તમે કર્યું છે એમને??" નિખિલ વચ્ચે બોલે છે..
" હા અમે જ.. કિશને ભલે અમારી સાથે મિત્રતા તોડી નાખી હોય પણ અમે નહીં..અને તારી અને નિકિતાની સચ્ચાઈ જાણતા હોવા છતાં જો અમે તેનો સાથ છોડીને આ નર્કમાં ધકેલીએ તો ધિક્કાર છે અમારી ફ્રેન્ડશીપ પર.." અંજલી એક પગથિયું ચડતા બોલે છે..

" હા..પણ તને શરમ આવી જોઈએ કે જેણે તારા માટે પોતાના ફ્રેન્ડ્સ, પોતાની ફેમિલી પર વિશ્વાસ ના કર્યો બસ તારા પર જ વિશ્વાસ કર્યો..
તુ તો દુશ્મનીને પણ લાયક નહોતી પણ કિશને તો તને એની વફાદાર પ્રેમિકા બનાવીને રાખી હતી.. તે છતાં આવું કર્યું તે? " મનીષ પણ વચ્ચે ટાપસી પૂરતા બોલ્યો..

આ બધું કિશન સાંભળી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે મેં એવુ તો શુ બગાડ્યું હતું કે એક વર્ષથી નિકિતા મારી સાથે આવું કરતી હતી.. અને એકદમ તે નિકિતા સામે જોવે છે..
અને નિકિતા સામે જોઈને બોલે છે..

" મેં એવી તો શુ ભૂલ કરી હતી કે મારાં પ્રેમમાં એવુ તો શુ કમી હતી કે તે મારી સાથે આટલી મોટી રમત રમી..?
મારી માત્ર એટલી જ ભૂલ કે મેં તને બધાથી વધારે પ્રેમ કર્યો?
મારી માત્ર એટલી જ ભૂલ કે બધા કરતા વધારે વિશ્વાસ મેં તારા પર કર્યો..? "

ત્યાં જ નિકિતા સામે બોલે છે..

" બસ હું આ જ જોવા માંગતી હતી.. બસ તને આવી જ રીતે રડતો જોવા માંગતી હતી..
તને પુરેપુરી રીતે બરબાદ થયેલો જોવા માંગતી હતી ..
તને બહુ ઘમંડ હતો ને તારા શબ્દો પર અને તારી વાતો પર..
બસ આ ઘમંડ જ તોડવો હતો..
તને યાદ છે તારી કોલેજમાં આવતી દિશા?
" હા.. તો?" કિશન પોતાની આંખો સાફ કરતા અને ઊભો થતા બોલે છે..

ક્રમશ :::

ઘરમાં રહો.. વાંચતા રહો..
જય દ્વારકાધીશ 😊