Devilry - 17 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 17

Featured Books
Categories
Share

જંતર મંતર - 17

પ્રકરણ – 17


ફેરી પેલી પોટલી ને ખોલી જ રહી હોય છે કે એટલા માં તરત જ તેના ઘર ની ઘંટી વાગે છે. ફેરી પહેલા તો ધ્યાન નથી આપતી ને પેલી પોટલી ખોલવા માં ધ્યાન આપે છે.પોટલી ની દોર ખૂબ મજબૂત બાંધેલી હોય છે એટલે ફેરી થી આ દોરી ખુલતી નથી. ફરીવાર દરવાજા નો બેલ વાગે છે. ફેરી પણ હવે આ પોટલી ને ખોલવા માં થોડી થાકી જાય છે. એટલે ફેરી પોટલી ત્યાં ડ્રોવર માં મૂકી દરવાજો ખોલવા માટે નીચે જાય છે.

ફેરી દરવાજો ખોલી ને જોવે છે તો ત્યાં કોઈ જ નથી હોતું. ફેરી વિચારે છે કે કોણ હશે ? કોઈ નઈ કામ હશે તો ફરી આવશે. પછી ફેરી દરવાજો બંધ કરી ને ઘડિયાળ સામે જોવે છે. ઘડિયાળ માં ઠીક 12:05 થઈ હોય છે. ફેરી ને એ જ સમયે યાદ આવે છે કે તેને તો અત્યારે ચોક ઉપર જઈને જેની ના નામ થી અગિયાર ગરીબો ને જમાડવાના છે. એક આ જ રસ્તો છે જેની ને આ બધા દુઃખો માંથી બહાર નીકાળવા માટે નો. એટલે ફેરી એમાં કોઈ જ કસર છોડવાની ન હતી. ફેરી જલ્દી થી ચોક પર જઈને અગિયાર ગરીબો શોધી ને તેમને પ્રેમથી જમાડે છે અને તેમને પોતાની દીકરી ના દુઃખો ને દૂર કરવા માટે ભગવાન પાસે વિનંતી કરાવે છે.

જીયા ફટાફટ પેલી પોટલી જેની ના રૂમ માં બીજી જગ્યા એ છુપાવી દે છે. જેથી ફરીવાર આ પોટલી કોઈના હાથ માં ના લાગે કે ના કોઈ તેને ખોલવા માટે નો પ્રયાસ કરે. જીયા પોટલી છુપાવી ને નીચે આવી જાય છે. પણ આ શું ફેરી તો ઘર ને લૉક કરીને ગઈ હતી. હવે જીયા બહાર કઈ રીતે જશે ? જીયા થોડી ગભરાઈ જાય છે. પણ જેની ના ઘર માં જીયા અંદર આવી કઈ રીતે?

( જીયા ની બેચેની વધી રહી હતી. તેને પોતાનું સત્ય બહાર આવે તેની ચિંતા ન હતી પણ આજે પ્રથમ વખત તેને પોતાની બેસ્ટ ફ્રેન્ડ જેની ની ફિકર હતી. કેમકે તે જેની ને મારવા નોહતી માગતી. જીયા નો મકસદ હતો જેની ની બરબાદી ને જીમી નો પ્રેમ! જીયા ની બેચેની એટલી હદ સુધી વધી ગઈ હતી કે જીયા હવે કોઈપણ કરીને પોટલી ખુલતા બચાવવા માગતી હતી.

“ જેની મને ઠીક ફિલ નથી થઈ રહ્યું! આખા શરીર માં બેચેની થઈ રહી છે. શ્વાસ પણ ઠીક થી લઈ નથી શકતી હું. થોડા સમય માટે હું બહાર જાઉં છું. તું તારું પ્રેઝન્ટેશન પતાવી દે પછી આપડે સાથે ઘરે જઈશું.” જીયા

“ જીયા શું થયું તને ? હું આવું તારી સાથે બહાર. સર ને હું વાત કરી દઈશ પ્રેઝન્ટેશન નો સમય બદલાવી દઈએ અને હું પણ તારી સાથે બહાર આવું.” જેની

“ ના યાર હું ઠીક છું. તું મને છોડ ને તારા પ્રેઝન્ટેશન ઉપર ધ્યાન આપ. મારી ચિંતા ન કર પ્લીઝ.” જીયા

“ જીયા મને કઈ થયુ હોત તો તું મારી ચિંતા ન કરોત ? મારે કઈ નથી સંભાળવું હું તારી સાથે આવી રહી છું બસ. “ જેની

“ તને મારી કસમ છે. તું તારા પ્રેઝન્ટેશન ઉપર ધ્યાન આપ. ઓલ ધ બેસ્ટ જેની..” જીયા

“ ઓકે બટ પ્રોમિસ મી કે તને તબિયત વધારે ખરાબ જેવું લાગે તો તું મને તરત જ ફોન કરીશ. “ જેની

“ ઠીક છે જેની, તને હું તરત ફોન કરી દઈશ. આઈ પ્રોમિસ. “ જીયા


જીયા રૂમ છોડીને બહાર નીકળી જાય છે. જેની નું પ્રેઝન્ટેશન પણ શરૂ થઈ ચૂક્યું હોય છે. જીયા જેની થી છુપાવીને બહાર તો આવી ગઈ હતી પણ હવે તેને જેની ના ઘરે પોચવાનું હતું. પણ જીયા ના મનમાં પ્રશ્ન હતો કે..

“ જેની ના ઘરે તો ફેરી આંટી હશે! તેમને હું શું જવાબ આપીશ ? તે જેની ને કહી દેશે કે જીયા અહી આવી હતી! તો મારો આખો ખેલ ખરાબ થઈ જશે. શું કરું ?”


જીયા પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો. તેને સમજાતુ ન હતું કે જેની ના ઘર માં કોઈને નજર આવ્યા વગર કઈ રીતે ધૂસી જાય ? ત્યારે તેને પોતાના ગુરુ યાદ આવે છે. જેમને જીયા ને જેની પર વિજય માટે કાળી વિદ્યા શીખવી હતી. જીયા તરત જ તેમની ગુફા માં પોહચી જાય છે.

“ ગુરુ જીયા ના પ્રણામ નો સ્વીકાર કરો. ગુરુ હું ખૂબ મોટી મુસીબત માં આવી ચૂકી છું. મારી મદદ કરો. “ જીયા

“ દીર્ઘાયુ ભવ: જીયા તારી પોટલી ખુલી રહી છે. પોટલી ની સાથે જીયા તારો નો ખેલ ખરાબ થઈ જશે. જેની ની સાથે તારો પણ આ કાળી દુનિયામાં ખેલ ખતમ થઈ જશે. “ જીયા ના ગુરુ

“ ગુરુ આ ન થવું જોઈએ ! મારો ખેલ ખતમ એટલે હું હંમેશા માટે ખતમ. ગુરુ તમારી આજ્ઞાંકિત શિષ્ય નહિ રહે તો તમે એકલા પડી જશો! તમારે જ હવે મને આ મુસીબત માંથી બચાવવી પડશે! કંઇક કરો ગુરુ મને બચાવી લો!” જીયા

“ જીયા તારા જેવા આજ્ઞાંકિત શિષ્યો ની મારે હંમેશા જરૂર છે. મે તને બચાવવા માટે નો રસ્તો પણ શોધી લીધો છે. તારી બરબાદી મતલબ તારા ગુરુ ની બરબાદી. હું ખુદ ને ક્યારેય બરબાદ નઈ થવા દઉં! “ ગુરુ જી


“ તો જલ્દી થી કોઈક ઉપાય કરો નહિ તો આજે પોટલી ખુલી જ જશે ! “ જીયા

“જીયા કાળી વિદ્યા મતલબ કે ભૂરાઈ નો અચ્છાઈ ઉપર વિજય ! હું તને એક એવી કાળી વિદ્યા શીખવું છું કે જેનો ઉપયોગ કરી તું એક છાયા માં પરિવર્તીત થઈ જઈશ ! મતલબ કે તું અદ્રશ્ય રહીને તારી કાળી વિદ્યા નો ઉપયોગ કરીશ. આ વિદ્યા નો એક બઉ મોટો ફાયદો છે. જેની ઉપર તું તારું રાજ કરવા માગે છે એને સામે તારે છાયા માં આવી જવાનું! તને જોતા જ એ તારો ગુલામ બની જશે. તેની અંદર ભૂરાઈ જાગી જશે. જેનો ઉપયોગ કરી તું તેની પાસે ગમે તે કરવી શકીશ. પણ તારે એક વાત નું ધ્યાન રાખવું પડશે. “ ગુરુ

“ કઈ વાત નું ધ્યાન રાખવું પડશે ?” જીયા

“ તારે અરીસા થી દૂર રહેવાનું ! જો તું અરીસા સામે આવી ગઈ તો તારું જાદુ અને તારો ખેલ ખતમ! ધ્યાન રાખજે નહિ તો તારો નાશ પણ થઈ શકે છે.” ગુરુ

“ ઓકે હું ધ્યાન રાખીશ! તમે મને આ વિદ્યા શીખવો. હું મારા પ્રેમ જીમી ને મારો બનાવવા માગું છું. જીમી ને મારો બનાવી હું જેની ને બરબાદ કરી દઈશ.” જીયા

“ જીયા તને તારા મકસદ માં કામયાબી મળે. “ ગુરુ


જીયા પોતાના ગુરુ પાસે થી વિદ્યા શીખી ને સીધી જ જેની ના ઘરે જાય છે. ત્યાં આ અદ્રશ્ય વિદ્યા નો પ્રયોગ કરી તે અદ્રશ્ય થઈ જાય છે. તે સમયે ફેરી પેલી અજીબ પોટલી ખોલી રહી હોય છે. તેજ સમયે જીયા દોર બેલ વગાડે છે. પછી ફેરી એ આવી ને દરવાજો ખોલ્યો પણ કોઈ તેને નજર આવ્યું નહિ. કારણ કે જીયા તો અદ્રશ્ય હતી. જેના લીધે ફેરી તેને જોઈ શકી નહિ. જીયા પોતાનું કામ પતાવી ને બહાર જ નીકળતી હોય છે કે સામેથી ફેરી આવી જાય છે. ફેરી ને જોઇને જીયા ડરી જાય છે કે હવે શું જવાબ આપીશ હું આંટી ને ? જીયા ભૂલી જ ચૂકી હતી કે તે કાળી વિદ્યા ના લીધે અદ્રશ્ય છે.


“ આંટી હું જેની ની પેનડ્રાઈવ લેવા આવી હતી. તેનું પ્રેઝન્ટેશન છે ને એટલે! મને કહો ને ક્યાં પડી છે પેનડ્રાઈવ ?” જીયા


જીયા ફેરી ને ઘણું બધું કહી રહી હતી, પણ ફેરી ના કાને તો એક શબ્દ પણ પડી ન રહ્યો હતો. થોડા સમય પછી જીયા ને રિયલાઇઝ થાય છે કે તે અદ્રશ્ય છે અને ફેરી તેને જોઈ કે સાંભળી શકતી નથી. પછી તો જીયા ને પોતાની ઉપર થોડી ઉપહાસ મહેસૂસ થાય છે. જીયા એ પોતાનું કામ પતાવી ને સીધી કૉલેજ જવા રવાના થઈ જાય છે. કૉલેજ માં પોહચી ને જીયા ની નજર એક ટોળા ઉપર પડે છે. જીયા ને આ ટોળું જોઈને ઘણા વિચાર આવે છે. પછી જીયા ધીરે ધીરે આ ટોળા તરફ આગળ જઈ રહી હતી……







ક્રમશ……







આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary