DESTINY (PART-35) in Gujarati Fiction Stories by મુખર books and stories PDF | DESTINY (PART-35)

Featured Books
Categories
Share

DESTINY (PART-35)


બગીચાના બાંકડા પર બેસી જૈમિક ગિફ્ટ પેપરથી પેક કરેલ ભેટ ખોલે છે ને જોવે છે તો નેત્રિના હાથથી બનાવેલ સ્ક્રેપબુક હોય છે. સ્ક્રેપબુક જોતાં જ એ મંત્રમુગ્ધ થઈ જાય છે ને કહે છે નેત્રિ તું તો કહેતી હતી સ્ક્રેપબુક તારા હાથથી બનાવી છે પણ જોઈને તો એવું લાગે છે કે ભરપુર લાગણીઓથી બનાવી છે.

શું તમે પણ જૈમિક........! હમેશાં આવું જ કરો છો. ઠીક તમને ગમી હશે એવી આશા છે મને. મારી પણ એવી ઇચ્છા છે કે આ હાથ ઘડિયાળ તમારા હાથથી જ પહેરાવી દો મને એમ નેત્રિએ કહ્યું.

હા.....! મને ખુબજ ગમી તારી ભેટ.....! હું આજીવન આ ભેટને યાદ રાખીશ અને સાચવીને પણ રાખીશ. ને હા લાવ ઘડિયાળ અને તારો હાથ આગળ કર તો મારા હાથે પહેરાવી દઉં. નેત્રિનો હાથ પકડીને એના હાથમાં ઘડિયાળ પહેરાવી એ બોલ્યો કાશ.......! આ સમય અહીંયા જ થોભી જાય તો કેટલું સારું કહેવાય.....! હે ને નેત્રિ.....?

હા સાચી વાત જૈમિક.....! પરંતુ કહેવત છે ને કે સમય સમય બળવાન. આપણો સમય હવે હાથમાંથી સરકી ગયો છે એ માની લેવું જ હિતાવહ છે. માટે આ સમયને હમેશ માટે આપણે આપણા હૃદયમાં સમાવી લેવો જોઈએ કારણ કે આવો સમય ભવિષ્યમાં ક્યાંય નસીબમાં નહીં હોય કદાચ......! નેત્રિએ દુ:ખી થઈ જણાવ્યું.

ઠીક કહે છે તું સમય ક્યારેય કોઈની રાહ નથી જોતો એ નિરંતર ચાલ્યાં જ કરે છે. એમ સમય ખરાબ હોય કે સારો માણસે પણ નિરંતર ચાલતાં રહેવું જોઈએ ક્યારેય થોભી ના જાઉં જોઈએ એ માનવું રહ્યું એમ જૈમિક જણાવે છે.

ચાલો ઠીક છે બધું.....! હવે તમે જે કહેવા આવ્યા છો એ કહો નેત્રિએ કહ્યું.

મારો એકજ પ્રશ્ન છે કે શું તું મારા જીવનમાં પાછી આવીશ.......? શું મારે તારી રાહ જોવી જોઈએ......? જૈમિકે કહ્યું.

મેં તમને પહેલા પણ કહ્યું હતું ને આજે પણ કહું છું કે આ પ્રશ્ન વારંવાર કેમ......? મને તો એ પણ નથી સમજાતું કે શું મારો તમને છોડીને જવાનો નિર્ણય સાચો છે......? શું કહેશે લોકો મારા વિશે કે મેં તમારી સાથે દગો કર્યો......? મારો પ્રેમ બસ નાટક હતું.....? નેત્રિએ આંખ ભીની કરતાં જણાવ્યું.

લોકો શું કહેશે.....? તો સાંભળ લોકો તો ત્યારે પણ કાંઈક કહેશે જ્યારે તું મારી સાથે આવી જઈશ અને ત્યારે પણ જ્યારે નહીં આવે. માટે લોકોને જે વિચારવું હોય ને જે કહેવું હોય કહેવા દે બસ તારું હૃદય સાચું હોય તો તું તારા નિર્ણય પર ગર્વ કર અને તારું મન કહે એજ કર.

મને લોકોથી નહીં તારાથી પ્રેમ છે નેત્રિ માટે મને લોકો શું કહે છે એનાથી નહીં પરંતુ તું શું કહે છે એનામાં વધારે રસ છે. ને રહી વાત વારંવાર પૂછાતા મારા પ્રશ્નની તો હું તને આ પ્રશ્ન છેલ્લી વાર પુછી રહ્યો છું માટે તારા મનમાં જે હોય એ કહીં દે જૈમિકે જણાવ્યું.

જવાબની રાહમાં જૈમિક આતુરતાથી નેત્રિ સામે જોઈ રહે છે. હવે જોવું એ રહ્યું કે વર્ષોના સંબંધમાં અલ્પવિરામ કે પછી પૂર્ણવિરામ.......?

(લાગણીઓના વ્યવહારમાં હું માનું કે હું ઉચ્ચ છું,
તો બસ તું આગળ ને હું તારી પાછળ છું,
કાંઈ કરવા જાઉં ત્યાં તારી યાદમાં બધું ભૂલી જાઉં છું,
બસ પ્રશ્ન એટલો છે કે શું હું પણ તને યાદ છું....?
અજીબ વ્યથા છે મારી તને હું બધું સમજાવવા માંગુ છું,
ને અમુક અંશે તને પણ સમજવા માંગુ છું,
પણ એથી મોટી વ્યથા એ છે તું જતી રહી છે,
તો જતું કરવું બધું એવું મનમાં વિચાર્યાં કરું છું,
શું ચાલી રહ્યું છે જીવનમાં કાંઈજ સમજાતું નથી,
બસ એટલું સમજાય છે કે,
જ્યાં જાઉં ત્યાં હું છવાઈ જાઉં છું,
તો બસ કેમ તારા કારણે જ હું બદનામ છું?)