Viral Tasvir - 14 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૧૪)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૧૪)


હા બેટા રેડી....!! આટલું કહી ઇશી અને અનિ બન્ને ગંગા ઘાટ પર જાય છે.
હે માં ફરીથી તારો આભાર કે તે મારી દીકરીને બચાવી લીધી,
ઓ આમ આવ ચલ,
અનિ એ હાથ પકડી ઇશીને પોતાની તરફ ખેંચી લીધી અને સેલ્ફી માટે ઉભી રાખી,
બંને એ સેલ્ફી લીધી. જો આ બરાબર છે ને??
અનિ હસી અને મોઢા પર નાની સ્માઈલ આપી.
દીકરા તું શું ખાઈશ બોલ??
તું જે ખવડાવે એ ખાઈ લઈશ હું,
બન્ને નજીકની હોટેલમાં ગયા અને ખાધું.
થોડી વાતો પણ કરી,
અનિ એક વાત પૂછું?? હા બોલને...
તને યાદ છે બરાબર એ રાત્રે થયું'તું શું બરાબર??
બરાબર તો યાદ નથી મમ્મી પણ હા કઈક ધૂંધળું ધૂંધળું હતું એક હવા આવી અને મને ખેંચી લઈ ગઈ હોય એમ લાગ્યું હું કઈક વિચારૂ એ પહેલાં તો મારી ગાડી થોકાઇ ગઈ મને તો આશા નહોતી જ કે હવે હું જીવીશ વધારે પણ....
રુદ્ર અને સલોની એ મને બચાવી લીધી.
બેટા હું તને એ નહિ પણ એમ પૂછું કે કંઈક અજીબ શક્તિ જેવું કઈક લાગ્યું??
ના ના મમ્મી....ઇશી સમજી ગઈ હતી કે એને કઈ જ ખબર નથી એટલે વાતને ત્યાં જ દબાવી દેવામાં જ ભલાઈ સમજી ઇશી બોલી,
ચલ જમી લે આપણે આજે ફરવા જઈશું,
ના મમ્મી આપણે રુદ્ર અને સલોનીને પણ બોલવી લઈએ એમની સાથે ફરીશું તો મને સારું લાગશે.
હા એ વાત પણ સાચી છે તારી હન...
તું કોલ કરી લે અત્યારે ટીકીટ બુક કરી સવાર માં નીકળે.
હમણાં જ કરું,
અનિ પોતાનો ફોન લઈ ઇશીને કોલ કરે છે.
હેલો.....રુદલા ક્યાં છે??
હા અનિ ઘરે છું તમે ક્યાં છો?? હજી અહીંયા જ છીએ પણ તમે બન્ને આવી જાવ કાલે અહીંયા,
કેમ?? રુદ્ર પૂછે છે.
અરે !! આવી જાવ ને તારી કોલેજમાં તો રજા છે ને હમણાં?? હા યાર હમણાં તો મીની વેકેશન છે એકઝામ પુરી થઈ ગઈ એટલે,
પણ સલોની ને રજા નહિ મળે ને.
એ હું ના જાણું તમે બન્ને આવી જાવ કાલે જ તું અત્યારે ને અત્યારે જ ટીકીટ બુક કર બરાબર.
સારું ચલ હું સલોનીને કોંફરન્સમાં લઉં છું તું જ વાત કરી લે એની જોડે હું વાત કરીશ તો મારાથી એ માનશે જ નહીં.
હા ચલ લે, હેલો સલોની અનિ ને કઈક કહેવું છે વાત કર,
ઓહ !! અનિ તને કેવું છે હવે ઠીક છું ને? હા યાદ ઠીક છું તું કેમ છે. તું ઠીક છે એ સાંભળી હું ઠીક છું. સલોની કાલે તમે બન્ને અહીં ગંગા ઘાટ આવી જાવ. કેમ ? સલોનીએ કહ્યું,
કેમ કે મારે તમારી બન્નેની જરૂર છે પણ અનિ મને...
રજા નહિ મળે એ જ ને? તુ કર કઈક અને આવ કાલે બરાબર હું ફોન મુકું છું.
હા ચલ કરુ,
Sure નથી પણ ટ્રાઈ કરીશ.
ઓકે કહી ત્રણે ફોન મૂકે છે.

ટ્રીન......ટ્રીન.....ટ્રીન.....
અવાજ થતા જ અનિ પોતાનો ફોન લઈને જુએ છે, હેલો... હા અનિ હું રુદ્ર.
બોલ...અનિએ જવાબ આપ્યો. મેં ટીકીટ બુક કરી દીધી છે અમે બન્ને સવારમાં નિકડીશું એટલે બીજા દિવસ પહોંચી જશું. ઓકે ચલ થેન્ક હન યાર તમને બન્નેને હેરાન કર્યા પણ મને જરૂરત છે તમારા બન્નેની એટલે,
ઓહ નો પ્રોબ્લેમ તું કહીશ ત્યારે હાજર રહીશ.
ચલ ગુડ નાઈટ આટલું કહી અનિ ફોન કટ કરી દે છે.
***
રાત્રીના ત્રણ વાગ્યે એક જોરથી અવાજ અનિના કાન પર પડે છે. બેટા !! પહેલા તો અનિ ડરી જાય છે પણ હિંમત ભેગી કરી ઉભી થઈને પૂછે છે કોણ છે??
લાઈટ ચાલુ કરીને જોતા આજુબાજુ કોઈ નજર ન આવતા રૂમની બહાર નીકળે છે.
પવનના સુંસવાટાની સાથે ઘુવડનો અવાજ અનિના કાને પડી રહ્યો છે. એટલામાં જ અચાનક અનિના ખભા પર કોઈ હાથ મૂકે છે.
અનિ ડરી જાય છે. પાછળ જોતા કોઈ નજર નથી આવતું,
તે ફરીથી થોડી આગળ જાય છે.
એક ધીમા ધીમા ડગલાંઓનો અવાજ તે હવે સ્પષ્ટપણે સાંભળી શકે છે.
ડરેલી અનામિકા આગળ વધી રહી છે સાથે સાથે તેની ધડકન પણ વધી રહી છે.
કોણ હશે તે?? મનમાં આ પ્રશ્ન સાથે અનિ આશ્રમની બહાર નીકળી જાય છે.
સામેથી એક સફેદ કપડામાં આવતો વૃદ્ધ માણસ
બેટા !! અત્યારે રાત્રે કયા જાય છે??
ક્યાંય નહીં કાકા...
તું અહીંયાની નથી લાગતી હા હું ગુજરાતથી આવું છું અને આ આશ્રમમાં રોકાયા છીએ.
સારું તું મને મદદ કરીશ?? કેવી મદદ અનિ પૂછે છે.
સામે પેલી ઝૂંપડી સુધી છોડી દઈશ. હા ચોક્કસ,
આટલું કહેતા જ અનામિકાને એક
વિચાર આવે છે અહીં આ ગુજરાતી બોલનાર કાકા કોણ હશે??
તે પૂછવા તો માંગે છે પણ....
છોડને હશે એમ કહી અવગણી દે છે અને પેલા વૃદ્ધ માણસને તેની ઝૂંપડી સુધી છોડી આવે છે.
અહીં જ ને...હા બેટા બસ
ખૂબ ખૂબ આભાર તારો,
આવ અંદર ચા પીને જજે.
અનિને ઘણું અજીબ લાગે છે આટલી રાત્રે આ વૃદ્ધ માણસ ચાનું કેમ પૂછી રહ્યો છે?
ના બસ હું જાઉં મારી મમ્મી રાહ હોતી હશે.
જેવી તારી ઈચ્છા અને હા રસ્તામાં જોઈને જજે બરાબર જગ્યા સારી નથી.
હા....એટલું કહી અનિ પાછી વળી જાય છે.

ક્રમશ :