Aekko ke rani - 1 in Gujarati Motivational Stories by Jayrajsinh Chavda books and stories PDF | એક્કો કે રાણી-જીંદગીની ગજબ ખલનાયિકા- ભાગ....1

Featured Books
Categories
Share

એક્કો કે રાણી-જીંદગીની ગજબ ખલનાયિકા- ભાગ....1

•જુગાર,મિત્રો આ શબ્દ બહુ જ પ્રચલિત છે અને ઘણીવાર આ જ શબ્દને જીંદગી સાથે જોડવામાં આવે છે.સામાન્ય રીતે જુગારમાં સૌથી મોટું પતું "એક્કો" હોય છે.જેની સામે બાવન પતામાંથી કોઈ પતું એક્કાને જીતી નથી શકતું.

•કહેવત છે,"છે જીંદગી એક ખૂબસુરત જુગાર તો દિલથી રમી લેજો,જો હારશો તો સાથે કંઈ લઈને નહોતા આવ્યા અને જો જીતશો તો સાથે કંઈ લઈને જવાનું પણ નથી."

•પરંતુ જુગાર શબ્દને જો જીંદગી સાથે જોડ્યું જ છે તો એક એવી હિંમતની વાત લઈને હું આવું છું કે એક સ્ત્રી પોતાની જીંદગીના જુગારમાં હારીને એક એક્કાની જેમ જીતી તો નહિ શકે પરંતું એક્કાની જેમ હારશે તો જરૂર.

•કેવો ગજબ શબ્દ લાગતો હશે નહિ!એક્કાની જેમ જીત નહિ પરંતુ એક્કાની જેમ હાર.હા મિત્રો જીવનના જુગારમાં હાર એક એક્કા જેવી હોવી જોઈએ.

•મિત્રો,આપણા લોકોની જીંદગી એક જુગાર જેવી જ હોય છે,જેમાં ઘણા લોકો હાર માનીને એક ગુલામ જેવી હાર સ્વીકારે છે તો ઘણા લોકો હારીને પણ એક એક્કા જેવી જીત સ્વીકારે છે.

•કહેવાય છે કે,"જીવનમાં તમે કેટલું જીવ્યા તે મહત્વનું નથી,પરંતું કેવું જીવ્યા તે મહત્વનું છે."તેમ જીંદગીના જુગારમાં,"તમે હાર્યા તે મહત્વનું નથી,પરંતુ કેવી હારથી તમે હાર્યા તે મહત્વનું છે."

•જીવન છે તો જીવનમાં હાર-જીત તો રહેવાના છે તો તેનો અર્થ તે નથી કે,તમે એક હારથી હારીને અનમોલ જીવન પૂરુ કરી દો અને તેવું પણ નથી કે એક જીત મેળવીને અભિમાનમાં તમારા જીવનમાં મહેનત છોડી દો.જો જીવનમાં ગમે તેટલી હાર મળે તેને હિંમતથી સ્વીકારીને આગળ વધતા રહેવું અને જો જીત મળે તો સંયમ રાખીને આગળ વધવું.

•જીવનમાં લોકો તેની પરિસ્થિતિ,મુશ્કેલીઓ,મજબૂરી,સંજોગો,સમય અને દુનિયાની મતલબી તથા સ્વાર્થી દુનિયાદારીથી કંટાળીને પોતાના અસ્તિત્વને શૂન્ય બરાબર કરી દે છે.મિત્રો આવું કરવાને બદલે જો હિંમતથી આગળ વધતા રહેશો તો તમારી જીંદગીના અંત સમયમાં જો તમને હાર મળશે તો તે પણ કોઈ જીતથી ઓછી નહિ હોય.

•આપણે ઘણી જીંદગીઓ વાંચી અને સાંભળી હશે તેમાં અંતે કાં તો જીત અને કાં તો હાર મળે,પરંતુ આ રચનામાં એક હારને પણ શાનદાર જીત મળશે.

•તમને જ્યારે પણ એમ લાગે કે,જીવનના જુગારમાં હવે જીતવું અશક્ય છે ત્યારે તમે એકવાર અરીસા સામે ઊભા રહીને તમારી જાતને પૂછજો કે,શું મે હાર માનવા અને સ્વીકારવા જ ધરતી ઊપર જન્મ લીધો છે?હું તમને ખાતરી આપું છું કે જવાબ હશે ના.

•માણસનો અવતાર મળ્યો તો આપણા બધાની ઈચ્છા એકવાર આપણા પોતાના સપનાઓ પૂરા કરવા તડપતી જ હશે.તો શું હાર માનીને બેસી જવાથી તે ઈચ્છા પૂરી થશે?ના મિત્રો તેમ કરવાથી તમારી ઈચ્છા ક્યારેય પૂરી નથી થવાની.તે ફક્ત અને ફક્ત તમારા આત્મવિશ્વાસથી હિંમત કરીને આગળ વધવાથી જ પૂરી થશે.

•હાર આ શબ્દ બધાને ના પસંદ હશે,પરંતુ મને આ શબ્દ બહુ જ ગમે છે કેમકે જો તમે હારશો નહિ તો કંઈ શીખી નહિ શકો અને કંઈ શીખશો નહિ તો કંઈ કરી નથી શકવાના અને અંતે હાર જ સ્વીકાર થશે.માટે હારને એક જાતનો પડાવ સમજીને હિમત રાખીને આગળ વધવાની જરૂર છે.

•હું મારી આ રચનાને એક મજબૂત મેસેજ સાથે લઈને આવુ છું તો તમારા પ્રેમની આ રચનાને બહુ જ જરૂર પડશે તો આ રચના વાંચવાનુ ચૂકશો નહિ.

•તમે શરૂઆતમાં જ વાંચ્યું હશે,"તમે હાર્યા તે મહત્વનું નથી,પરંતુ કેવી હારથી તમે હાર્યા તે મહત્વનું છે."બસ હું આ જ મેસેજને સાબિત કરવા આવું છું એક નવી રચના સાથે,"એક્કો કે રાણી?"જીવનની ગજબ ખલનાયિકા.

•તો વાચીને તમારા પ્રતિભાવો આપવાનું ચૂકશો નહિ અને "એક્કો કે રાણી?-જીવનની ગજબ ખલનાયિકા-ભાગ....૨ ટૂંક જ સમયમાં મારા માતૃભારતીના પેજ ઊપર.

-To Be Continued

-જયરાજસિંહ ચાવડા