ran away in Gujarati Moral Stories by Nidhi Thakkar books and stories PDF | ચાલ ને ભાગી જઈએ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ચાલ ને ભાગી જઈએ

ચાલ ને ભાગી જઈએ

વાર્તા નું નામ સાંભળી ને થોડું વિચિત્ર લાગ્યું હશે ને કે આ તે વળી કેવું નામ "ચાલ ને ભાગી જઈએ. મારી આ વાર્તા છે ને આમ તો મારી કલ્પના જ છે પણ મેં મારી આસપાસ આવી ઘટના ઘણી વાર બનતા જોઈ છે એટલે આમ તો મારી કલ્પનાની દુનિયા માં જ છું પણ થોડી વાસ્તવિકતા પણ છે અને મારી આ વાર્તા માં નામ ,જાતિ, સ્થળ,બધું જ કાલ્પનિક છે તો મારી વાચકો ને નમ્ર અપીલ છે કે આ વાર્તા ને કોઈ ની રીઅલ લાઈફ સાથે ના સરખાવે.


"ચાલ ને ભાગી જઈએ " આ વાક્ય જ્યારે પહેલી વાર તેજસ ના મોઢે સાંભળ્યું ને ત્યારે ખૂબ જ સરસ લાગેલું પણ ભાગ્યા પછી શું થશે અને મારી લાઈફ કેવી હશે તેની તો મેં કલ્પના પણ ન હતી કરી. સાચે જ ભાગવાની ભુલ મેં કરી ને એવી ભયંકર ભૂલ ક્યારેય ના કરાય .

હું મારું નામ જિનલ મહેતા બહુ જ ગરીબ પરિવાર માંથી આવું છું અને એમાં પણ દીકરી ની જાત એટલે મારા માં અને બાપ માટે હું બોજો જ કહેવાઉં.પણ તોય એમને આ એબોર્શન નું નોલેજ નહિ હોય કદાચ એટલે જ તો હું આવી ગઈ . અમે સાત બહેનો અને એક ભાઈ હું ઘર માં ચોથા નંબરે આવું .

હું જ્યારે દસમાં ધોરણ માં હતી ત્યારે મારી સગાઈ કરી નાખવામાં આવી. જ્યારે મારી સગાઈ કરી ત્યારે મને ભણવામાં જ રસ હતો .પપ્પાએ કહ્યું કે જો સગાઈ નહિ કરું તો ભણવા નહિ દે એટલે ભણવાનું ચાલુ રહે એટલે જ મેં સગાઈ કરી લીધી.જેની સાથે મારી સગાઈ કરી તે છોકરાનું તો મને નામ પણ નહીં ખબર.

સમય વીતતો ગયો અને હું કોલેજ ના પહેલા વર્ષ માં આવી. ઘર માં વધુ ભણાવવાની ના તો સગવડ હતી કે ના કોઈ ની ઈચ્છા હતી કે હું ભણું પણ છતાંય મારી ઈચ્છા હતી એટલે મેં આર્ટ્સ માં ગુજરાતી વિષય સાથે ભણવાનું ચાલુ રાખ્યું.

કોલેજ માં મળતી સ્કોલરશીપ ના કારણે ઘરમાં બે પાંચ રૂપિયા આવતા હતા એટલે પપ્પાને પણ મને ભણાવવામાં વાંધો ન હતો.હું દરરોજ કોલેજ આવતી.લેક્ચર ભરતી ને ઘરે જતી.અને આજ મારો નિત્ય ક્રમ હતો.

હું જે કોલેજમાં ભણતી હતી ને ત્યાં જ મારી સાથે એક છોકરો પણ ભણતો .એનું નામ તેજસ. આમ તો જલ્દી કોઈ ને બોલવું નહિ પણ ખબર નહિ કેમ વાંક મારો કાઢું કે મારી ઉંમરનો એને જોઈને મને અલગ જ આકર્ષણ લાગતું.

તેજસ દેખાવ માં પણ ખૂબ જ હેન્ડસમ અને સ્ટાઈલિશ લાગતો .દરરોજ કોલેજ માં બાઈક લઈ ને આવતો. અને ખાસ તેના કામથી કામ રાખતો.અમે બંને એકજ ક્લાસમાં હતા.એટલે કયારેક નોટ્સ ની આપલે માટે એકબીજાને બોલાવતા.અમને કોલેજમાં અમને એક ગ્રુપ અસાઈમેન્ટ આપવામાં આવ્યું.

મને મારા ઘર ની પરિસ્થિતિ ની સારી રીતે ખબર હતી એટલે મેં એને કહી દીધું કે હું એની કોઈ મદદ નહિ કરી શકું અસાઈમેન્ટ માં નો પ્રોજેકટ બનાવવામાં. એને જરાય ખોટું ના લગાડ્યું અને મારું કામ પણ એને કર્યું અને આખો પ્રોજેક્ટ એને અમારા બંને ના નામ થી સબમિટ કરાવ્યો.

જ્યારે મને આ વાત ની ખબર પડી ત્યારે મને તો ખૂબ જ નવાઈ લાગી કે બધી મહેનત એને કરી અને એ ધારત તો એના એકલાનું નામ આપીને એ મારા માર્ક્સ ઓછા કરાવી શક્યો હોત પણ તેને એવું ના કર્યું. ત્યારે તેના પ્રત્યે માન વધી ગયું.

જયારે ફર્સ્ટ યર ની ઇન્ટરનલ એક્ઝામ પુરી થઈ અને હું એકલી જ કેન્ટીન માં બેઠી હતી.ત્યાં જ અચાનક એકવખત તેજસ આવેલો.

તેજસ:હાય જિનલ કેવી રહી એકઝામ?

જિનલ:ખૂબ જ સરસ. બધા પેપર સરસ ગયા.

તેજસ :good

જિનલ : મારે તમને thanks કહેવું તું.

તેજસ :કેમ?

જિનલ:જો તમે પ્રોજેકટ માં મારુ નામ ના લખાવ્યું જોત તો કદાચ આજે હું એકઝામ મ જ ન આપી શકી હોત.

તેજસ: અરે એમાં thanks થોડું કેવાનું હોય.તું મારી દોસ્ત બનીશ.

જિનલ:હમ્મ મને ગમશે તમારી દોસ્ત બનવું.

હું અને તેજસ ધીરે ધીરે દોસ્ત બન્યા અને આ દોસ્તી કયારે પ્રેમ માં પરિણમી તેનું તો મને પણ ભાન ન રહ્યું . વેલેન્ટાઈન ડે ના દિવસે તેજસ લાલ ગુલાબ લઈ ને મારી સામે આવ્યો અને કેન્ટીનમાં બધાની સામે જ તેને મને i love you કહ્યું અને મેં પણ તેને હા પાડી અને પછી તો તેજસ મારી આદત બની ગયો તેને મને ફોન પણ લાવી આપ્યો જેથી હું ઘરે જઈને પણ તેની સાથે વાત કરી શકું.

હું તેજસ ના ગળાડૂબ પ્રેમમાં હતી. મને એની સાથે જીવવાનું મન થતું મને એવું લાગતું કે આ દુનિયા માં મારુ પણ કોઈ છે જેને મારી સાચે જ ચિંતા છે હું તેની પાછળ એટલી દિવાની થઈ ગઈ કે જો એ કહે ને તો હું હસતા મોઢે મારો જીવ પણ આપી દવ .

હું તેજસ ના પ્રેમ ના લીધે સમય વીતતાં ઘણી બદલાવા લાગી પહેલા જયારે કોઈ મારી વાત ન સાંભળતું તો હું એકલી ખૂણા માં બેસી ને રડતી. જયારે પપ્પા પણ દારૂ પી ને ઘરે આવતા અને નશા માં એલફેલ વાતો બોલતા ત્યારે તો મને મારી જિંદગી થી જ નફરત થઈ આવતી પણ હવે જો મમ્મી મને કંઈ પણ બોલે મારી કંઈ કહેવાની ઈચ્છા થાય તો હું એક ખૂણા માં દૂર જાવ અને તેજસ ને મિસ્કોલ કરું તેનો ફોન આવે અને બધી વાત હું તેને કરું.

હું આખો દિવસ શુ કરતી એ બધું તેજસ ને કહેતી કયારેક દારૂ ના નશા માં ધુત થઈ ને આવેલા મારા પપ્પા ના હાથ નો માર ખાધો હોય અને પછી જમવાની ઈચ્છા જ ન હોય અને હું તેજસ ને કહું પણ નહીં કે આજે રાત્રે મેં નથી ખાધું તો પણ એ સમજી જતો અને અડધી રાત્રે મારા ઘરે મને સ્પેશિયલ દાબેલી આપી જતો અમે છત પર જઈને નાસ્તો કરતા સાથે એ મારા ઘાવ પર મલમ પણ લગાડતો . મને તેજસ જેટલો પ્રેમ કરતો અને હૂંફ આપતો એટલી તો મને મારા ઘરમાં મને ક્યારેય નહીં મળી હોય.

હું કોલેજમાં ભણવા જવાની જગ્યાએ તેજસ સાથે પાર્કમાં અને ગાર્ડન માં ફરતી થઈ ગઈ કોલેજ માં ભણવાનો સમય હવે હું તેજસ ને આપતી થઈ ગઈ મને એમ જ લાગતું કે આખી દુનિયામાં એ એક જ છે જે મને પ્રેમ કરે છે મારી કદર કરે છે મને સમજે છે મારું સમ્માન કરે છે અને તેને મારા પર વિશ્વાસ છે.

હું અને તેજસ દરરોજ ગાર્ડન માં મળતા અને રાત્રે પણ હું જમવાનું બનાવવાનું અને ઘર ના બીજા કામ ફટાફટ પતાવી ને મારા નક્કી કરેલા ખુણા માં ફોન લઈ ને પહોંચી જાવ અને મન ભરીને મારા તેજસ સાથે વાતો કરું.જો હું ઉદાસ હોવ તો તે મને તરત હસાવી દે . બધું ખૂબ જ સરસ ચાલી રહ્યું હતું.

એક દિવસ હું અને તેજસ કોલેજ થી થોડે દુર આવેલા ગાર્ડન માં એકસાથે બેઠા હતા અને મને મારા પપ્પાએ તેજસ સાથે જોઈ લીધી અને પછી એ મારા વાળ ખેંચી ને મને ઢસળતા ઢસળતા મારા ઘરે લઈ ગયા.અને જે ઘટના બની તે આ મુજબ છે.

પપ્પા: આજે તો આ છોકરી એ બધી હદો વટાવી દીધી.....


જિનલ:પપ્પા મેં એવું તો શું કર્યું છે?


પપ્પા:તારું મોઢું બંધ કર એક તો મારી આબરૂ કાઢી મોઢું કાળું કર્યું અને પાછી પૂછે છે કે શું કર્યું છે


જિનલ: પપ્પા હું તેજસ ને પ્રેમ કરું છું.


પપ્પા:પ્રેમ.....! આ બધાં તારા કાળા કામ સંતાડવાના બહાના છે મને બધી જ ખબર પડી ગઈ છે ભણવાના બહાને તું મોઢા કાળા કરે છે.

જિનલ:ના પપ્પા મેં મોઢું કાળું નથી કર્યું. હું તેજસ ને સાચે જ પ્રેમ કરું છું અને તેની સાથે જ પરણીસ....


પપ્પા:(જિનલ ને થપ્પડ મારતાં)તારી સગાઈ તો તું નાની હતી ત્યારે જ કરી દીધી હતી. તું હાથમાંથી નીકળી જાય એની પહેલાં જ તારું કાંઈક કરવું પડશે...

જિનલ:પપ્પા...... મારી વાત તો સાંભળો....

પપ્પા.:મારે કાઈ નથી સાંભળવું.આજે જ વેવાઈ ને મળીને આવું છું બની શકે તેટલા જલ્દી તારા લગ્ન કરી પતાવી દઉં એટલે બોજો મટે માથેથી...

જિનલ :પપ્પા મારે તેજસ સાથે લગ્ન કરવા છે અને એ પણ ભણતર પૂરું થાય ....

પપ્પા: બસ આગળ એક શબ્દ પણ નહીં ...

પપ્પા ના ગયા પછી જ્યારે હું એકલી પડી ત્યારે મેં તેજસ ને ફોન કર્યો અને આ રહી અમારી ફોન ની વાતચીત.

જિનલ:(રડતાં રડતાં)હેલો તેજસ મારા ઘરમાં આપણા વિશે ખબર પડી ગઈ પપ્પા કાલે જ મારા લગ્નનું નક્કી કરવા ગયા છે પણ મારે ત્યાં લગ્ન નથી કરવા હું તારા વગર નહિ જીવી શકું ....

તેજસ:જિનલ તું શાંત થઈ જા અને રડ નહિ હું કઈક વિચારું છું તારા લગ્ન ત્યાં નહિ થાય.

જિનલ:મને બહુ જ ડર લાગે છે એવું લાગે છે કે મારા પપ્પા કયારેય મને તારી સાથે નહિ જીવવા દે અને કોઈ બીજા સાથે જીવવાની હું કલ્પના પણ નહીં કરી શકું હું મારો જીવ આપી દઈશ પણ લગ્ન નહિ કરું...

તેજસ :ના જિનલ તું તારી જીવ નહિ આપે તને મારા સમ તું આજે રાત્રે બધા સુઈ જાય પછી મને તારી ઘર ની નજીક આવેલા ગાર્ડન પાસે મલ ....ઠીક છે...

જિનલ:ઠીક છે હું આવીશ તને મળવા I LOVE YOU...

તેજસ:I LOVE YOU MORE....બાય મળીએ થોડી વારમાં...



અડધી રાત નો સમય હતો અને નક્કી કરેલી જગ્યાએ હું તેજસ ને મળવા પહોંચી ગઈ અને એ તો ત્યાં પહેલાં થી જ આવેલો હતો તેને જોઈ ને હું મારા આંસુ ના રોકી શકી અને તરત જ તેને દોડીને ભેટી પડી અને રડતાં રડતાં કહ્યું...

જિનલ:તેજસ હું તારાથી દૂર નહિ રહી શકું તું જ મારી જિંદગી છે અને મારા જીવવાનું એકમાત્ર કારણ પણ તું જ તો છે....

તેજસ:(શાંત કરતા)જિનલ શાંત થા હું તારો જ છું મને તારાથી કોઈ દૂર નહિ કરી શકે તું અહીંયા બેસ અને લે આ પાણી પી અને શાંત થા હું તારા માટે નાસ્તો પણ લાવ્યો છું કેમ કે મને ખબર છે આજે સવારથી તે રડ્યા સિવાય કંઈ નહિ કર્યું હોય ખાધું પણ નહીં હોય...

જિનલ:મારે કાઈ નથી ખાવું...તું કંઈક કરને.....કાલે જો પપ્પાએ મારા લગ્ન નક્કી કરી નાખ્યા અને એમણે મને તારાથી દૂર કરી દીધી તો...

તેજસ :એવું કંઈ નહીં થાય પાગલ આપણ ને કોઈ અલગ નહિ કરી શકે....

જિનલ:મારા પપ્પા. મારા લગ્ન નક્કી કરવા ગયા છે તેજસ અને બની શકે તો કાલે જ મારા લગ્ન કરાવી નાખશે...

તેજસ:હું તારા પપ્પા ને સવારમાં જ મળી લઈશ અને સમજાવીશ...

જિનલ:(તેજસ ના મોં ને તેના હાથ નો સ્પર્શ આપતા) ના તેજસ તું પપ્પા ની સામે ક્યારેય ના આવતો એ તને મારી નાખશે...

તેજસ:એવું કંઈ થોડી હોય પાગલ એ મને કાંઈ નહિ કરે તું મારી ચિંતા ના કરીશ અને ઘરે જા

જિનલ :ના તું મારા પપ્પાને નથી ઓળખતો એમને આ દુનિયામાં સૌથી વધારે એમની ઈજ્જત જ વ્હાલી છે અને બીજું કાંઈ પણ નહીં અને જો તું એમને મળીશ તો.......ના ના તેજસ હું તને નથી ખોવા માંગતી તું કોઈ બીજો રસ્તો શોધ....

તેજસ:જિનલ બીજું શું કરી શકાય તો તું લગ્ન કરી લે એ છોકરા સાથે...

જિનલ:(રડતાં રડતાં) તેની સાથે લગ્ન કરવા કરતાં હું મોત ને વ્હાલું કરવું વધારે પસંદ કરીશ...આમ પણ હું વધારાની જ છું મારા ઘરમાં...

તેજસ:જો તું જ આ દુનિયામાં નહિ રહે તો હું જીવી ને શુ કરીશ પાગલ.

જિનલ:તો તું જ કે કોઈ બીજો રસ્તો છે....આપણી પાસે...

તેજસ:(થોડું વિચારીને)હમ્મ એક રસ્તો છે...

જિનલ:(ઉત્સુકતાથી)કયો રસ્તો શુ છે તેજસ.....

તેજસ:ચાલ ને ભાગી જઈએ...

જિનલ:ચાલ ને ભાગી જઈએ એટલે....

તેજસ:ભાગવાનું....કાલે તારાં લગ્ન છે પરંતુ આજની રાત તો છે ને આપણી પાસે....જો કાલે તું જ નહીં હોય તો....લગ્ન કોણ કરશે....

જિનલ:જો હું સવારમાં નહિ હોવ તો પપ્પા સમાજમાં શું મોં બતાવવાને લાયક રહેશે...ના તેજસ આવું તો ના કરાય...

તેજસ:તો તું જ કે તારા પપ્પાએ તારી ખુશી નો વિચાર કરી ને તારી વાત સાંભળી એતો બની શકે તેટલા જલ્દી તારા લગ્ન કરાવવા દોડ્યા.......અને શું તું જીવી શકીશ મારા વગર એટલે જ કહું છું ...ચાલ ને ભાગી જઈએ....

જિનલ:પણ.......

તેજસ:શું પણ જો તારે મારી સાથે ભાગવું ના હોય તો તું તારા પપ્પાની પસંદગી ના છોકરા સાથે લગ્ન કરી ને ખુશ રહેજે....અને મને ભૂલી જજે...

જિનલ:ના તેજસ હું તારા વગર નહિ જીવી શકું ચાલ આપણે ભાગી જઈએ......

તેજસ:આપણે હમણાં જ ભાગવું પડશે આપણી પાસે વધારે સમય નથી...

જિનલ:તેજસ તું મારો સાથ આપીશ ને મને અધવચ્ચે છોડી ને ચાલ્યો તો નહીં જાય ને હું મારું બધું છોડી ને આવીશ....

તેજસ:ના પાગલ હું હંમેશા તારો સાથ આપીશ અને તને ખુશ રાખીશ. તારી ખુશી માં જ તો મારી ખુશી છે ને તો પછી હું શું કામ તારો સાથ છોડીશ......


.............................................................


તેજસ ની વાત માની તેના પર ભરોસો મૂકી હું તે જ રાત્રે મારા ઘરમાં હતા તેટલા ઘરેણાં લઈને ભાગી ગઈ અમે ખૂબ જ દૂર આવી ગયા. અમે રાજકોટ ની જ એક હોટેલ માં બે ત્રણ દિવસ રોકાયા અને એ દિવસો તો સ્વર્ગ ના સુખ જેટલા સુંદર હતા પણ કહેવાય છે ને કે એક સરખા દિવસો કોઈ ના હોતા જ નહીં અમારી પાસે રહેલા પૈસા હવે ખૂટવા લાગ્યા.

હોટેલ માં રોકાણ કરવાના પૈસા ખૂટતા હું અને તેજસ અમે તેજસ ના એક દોસ્ત ના ઘરે રહેવા ગયા જ્યાં તેજસ ને પીઝા ડિલિવરી ની નોકરી પણ મળી ગયેલી . તેજસ ના દોસ્તના ઘરે એક અઠવાડિયું રોકાયા અને અમે હવે ક્યાંક ભાડા નું મકાન શોધતા હતા અને એટલે જ તેજસ આજે ઘરે હતો.

હું અને તેજસ બેઠા હતા કોઈકે દરવાજો ખખડાવ્યો એટલે હું દરવાજો ખોલવા ગઈ દરવાજો ખોલતાની સાથે જ મારી સામે મારા પપ્પા અને સમાજ ના બીજા બે ત્રણ માણસો ઉભા હતા.

મને જોઈને પપ્પા એ કહ્યું આ રહી અમારા ઘરનો કલંક આને લઈ જઈએ મને જબરજસ્તી એ લોકો ઘરમાંથી બહાર તેમની ગાડી માં લઈ ગયા હું રસ્તામાં ક્યાંય ના જવું એટલે મારા હાથ પણ બાંધી દેવામાં આવ્યા.તેજસ ત્યાં ઘરમાં જ હતો પરંતુ મારા પપ્પાને જોઈને તે ડરી ગયો અને સંતાઈ ગયો.

હું શું કરું મને સમજાતું જ નથી.ઘરે જઈને પપ્પાની ખૂબ માર માર્યો પણ મને જીવથી ના મારી નાખી અધમુવી કરી દીધી અને એક રૂમમાં પુરી દીધી .કેટલાય દિવસો થી આ અંધારીયો ઓરડો જ મારી દુનિયા છે મારી મમ્મી ને સારી રીતે ખબર છે કે મને અંધારા માં ખૂબ જ ડર લાગે તો પણ મેં ભૂલ કરી ને ભાગવાની એટલે આ જ મારી સજા હશે મને પણ એવું જ લાગ્યું હતું પણ આટલી મોટી ભૂલ ની આટલી નાનકડી સજા થોડી હોય.

એક દિવસ મારી કોલેજ ફ્રેન્ડ સવીતા મને મળવા મારા ઘરે આવી એ મને અંદર આવી ને તો ના મળી શકી પણ રૂમની એક નાનકડી બારી થી એને મારી સાથે વાતો કરી.તો એને હું તેજસ વિશે પૂછવા નું વિચારતી જ હતી ત્યાં એને મને કહ્યું કે જિનલ તારા વિશે એક જ વાત ફેલાઈ છે કે તારું મગજ ઠેકાણે નથી તને કોઈકે કઈંક કરાવી નાખ્યું છે ને એટલે જ તને આમ રૂમમાં પુરી રાખવામાં આવી છે.

સવિતા આગળ કાંઈ બોલે તે પહેલાં જ મમ્મી આવી ગઈ એટલે તે ત્યાંથી નીકળી ગઈ મેં મમ્મી ને પણ પૂછ્યું કે મમ્મી સાચે જ મારું મગજ ઠેકાણે નથી? તો મમ્મી એ કહેલું કે આ બધું ભાગતાં પહેલા વિચારવું તું ને!......


આખો દિવસ એ અંધારિયા ખુણા માં બેસી ને હું રડ્યા કરતી બે દિવસ માં એક વાર જમવાનું અને આમ જ છ મહિના જેટલો સમય પસાર થયો હશે અને એક દિવસ મમ્મી મારા ઓરડામાં આવી મને બહાર લાવી સરસ કપડાં પહેરાવ્યા હું કંઈ પૂછું એની પેલા તો મને લગ્નની ચોળી માં બેસાડી દેવામાં આવી.


મારા લગ્ન મારા કરતાં ત્રીસ વર્ષ મોટા માણસ સાથે કરવામાં આવ્યા કારણ કે મેં મારા ઘરની ભાગી ને જે બદનામી કરી હતી ને તેના કારણે કોઈ સમાજના સારા ઘરને મારો હાથ પકડવામાં રસ ન હતો. બહુ મુશ્કેલીઓ પછી પપ્પાને આ ત્રીસ વર્ષ નો રોગિષ્ટ છોકરો મળ્યો જેની સાથે પરણાવી ને તેઓ મારા નામ નો બોજો ઉતારી શકે અને આગળ મારુ જીવન એ વ્યક્તિ સાથે કેવું હશે તેની તમે કલ્પના કરી શકો છો હું તો નહીં કહી શકું.


.......................................................



વાર્તા તો અહીંયા પુરી થાય છે પણ મારા મનમાં ઘણા સવાલો છે . ભાગવાનું કામ તો એક છોકરો અને છોકરી બંને કરે છે ને તો પણ બદનામી કેમ છોકરીના માતા _પિતાની વધારે થાય.કોઈ છોકરી ઘરમાંથી ભાગે પણ છે તો ક્યારેય કોઈ એ છોકરી ના મનની પરિસ્થિતિ વિશે વિચારે છે.

હું તો એમ કહું છું કે જો છોકરી ને ઘરમાં જ પૂરતી પ્રેમ અને હૂંફ આપવામાં આવે તેની વાત સાંભળવામાં આવે તો તે છોકરી ને કોઈ ગમતું હશે ને તો તે તરત ઘરમાં કહેશે અને જો ઘરના લોકો નહીં માને તો એ છોકરી તેના પ્રેમ ને જતો પણ કરશે.પરંતુ જો ઘરનું વાતાવરણ જ એવું હોય તો છોકરી મનમાં જ વિચારી લે કે ભાગ્યા સિવાય છૂટકો નથી.

" દીકરી ઘરની આબરૂ કહેવાય " અને સાથે સાથે "પારકી જણી"અને પારકી થાપણ "પણ કહેવાય . આવી જ કહેવતો માં બાંધી રાખવાની દીકરી ને .....શું દીકરી ને પ્રેમ કરવાનો કોઈ અધિકાર જ નથી ભગવાને તેની અંદર દિલ ની જગ્યાએ મશીન તો નહીં જ મૂક્યું હોય ને કે માં બાપ કહે તેમની સાથે જ લગ્ન કરવા......તેમની પોતાની પસંદ પણ તો હોઈ જ શકે ને....


દરેક માણસ ને જીવવા માટે બે ટાઈમ જમવાની અને પાણી ની સાથે સાથે પ્રેમ ની અને લાગણી ની પણ જરૂર હોય છે તો એ જ પ્રેમ,હૂંફ,લાગણી ની જરૂરિયાત શું એક દીકરી ને નહિ હોતી હોય એની પણ અમુક ઈચ્છાઓ હશે,સ્વપ્નો હશે તેને પુરા કરવા કદાચ એ તેની મર્યાદા ભૂલી જાય તો એ ખરાબ કહેવાય સંસ્કાર વિનાની કહેવાય....... સાચી વાત ને મારી..............!

ઘણા લોકો ફરિયાદ કરે છે કે છોકરો જો એમની જ નાત નો હોય તો અમે લગ્ન કરાવીએ એમના મત મુજબ પરનાત માં જવું પાપ છે અથવા બદનામી છે તો મારો એવા લોકો ને મારો સવાલ છે કે તમે ગમે તે ધર્મ ના હોવ દરરોજ મંદિર,ચર્ચ,ગુરુદ્વારા કે પછી નિગાહ પડવા તો તમારા ધર્મ સ્થળે દરરોજ નહિ તો ક્યારેક તો જતા જ હશો ને તો તમે જયારે જાવ છો ત્યારે પગમાં ચંપલ અથવા પગરખા પહેરીને જ ઘરેથી નીકળતા હશો અને ધર્મસ્થળ ની બહાર પગરખા ઉતરતા હશો પણ રસ્તા માં તમે જે પગરખા પહેરીને જાવ છો એ કોણે બનાવ્યા ? ક્યાં ધર્મ ની વ્યક્તિ તેને તમારા પહેલા અડી હશે તેનો ક્યારેય તમે વિચાર કર્યો છે.

સવારમાં જે પ્લાસ્ટિક ની થેલી નું દૂધ અને બપોરે છાસ તમે પીવો છો એ ભરનાર વ્યક્તિ ક્યાં ધર્મ નો હતો તમને ખબર છે? તમને વિચાર આવતો હશે કે આતો સામાન્ય બાબત છે આને અને ધર્મ ને શું લાગે_વળગે........? તો હું એમ કહું છું કે જો ખાવા પીવાની અને ધર્મ સ્થાન એ તો કોઈ પણ વ્યક્તિ માટે મહત્વ ધરાવે છે અને જો આવી બાબતો માં તમે તપાસ ના કરો તો દીકરી કોઈ બીજા ધર્મ ના છોકરા ને અપનાવે તેમાં તમને વાંધો શું છે?

ક્યાં ધર્મ પુસ્તક માં લખ્યું છે કે બીજા ધર્મ માં લગ્ન કરી ને જવું પાપ છે....? મારા મત મુજબ તો ધર્મ અને સમુદાય ના વિભિન્ન ભાગ વિવિધતા માં એકતા રહે એટલા માટે પડ્યા હશે પણ અહીંયા તો ઊલટું જ થઈ રહ્યું છે. જો આખી દુનિયામાં ખાલી બ્લેક કલર જ હોત તો કેવું લાગત? શું આપણ ને એકલા કાળા કલર સાથે જીવવું ગમત? નહિ ને માટે જ ભગવાને સાત રંગો બનાવ્યા અને દુનિયાને સુંદર બનાવી તેવી જ રીતે માણસે પણ એકબીજાની ચોક્કસ ઓળખ અને વિવિધતા માટે જુદા જુદા ધર્મ અને સમુદાય બનાવ્યા...


ભગવાને બનાવેલા બે કલર એકબીજા સાથે મળે તો નવો કલર ઉતપન્ન થાય અને તે કલર પણ સુંદર જ હોય તો જયારે બે અલગ અલગ ધર્મ ની વ્યક્તિ મળે ત્યારે તેમના બાળક ને પણ બે ધર્મ નું જ્ઞાન મળે તો એમાં ખોટું શું છે? એક જ ધર્મ માં લગ્ન નો આગ્રહ લોહી એક હોય એટલે રાખવામાં નથી આવતો પણ રીતિ રિવાજો સરખા હોય તો છોકરી ને સાસરીમાં જઈને સેટ થવામાં તકલીફ ન પડે એટલે રાખવામાં આવે છે. અને જો છોકરી ને બીજી નાત ગમે છે તો એ તે ધર્મ ના પણ રીત રિવાજો માં સેટ થઈ જશે તેવો તેને પણ વિશ્વાસ હશે એને પણ કંઇક તો જોયું જ હશે ને છોકરાં માં.

આપણો જ્યારે જન્મ થાય છે ને ત્યારે રડતાં પણ નથી આવડતું તો રડવાથી લઈને જીવવા સુધી બધું જ આપણે શીખી શકીએ તો એક છોકરી મોટી થઈ ને બીજા ધર્મ ને સમજતા કેમ ના શીખી શકે? મારો આશય કોઈ ને ઠેસ પહોંચાડવાનો નથી તો કોઈ પર્સનલી ના લેતા. આતો મારી કલ્પનાની દુનિયાના વિચારો છે જે મેં તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કર્યો.


મારે ટૂંકમાં એટલું જ કહેવું છે કે જો કોઈ છોકરી ભાગી જાય છે તો તેની પરિસ્થિતિ પણ સમજો તેના તો લક્ષણો જ એવા હતા અને તેના માં_બાપે તેને સંસ્કાર જ નતા આપ્યા આવું બોલીને તે છોકરી ની બદનામી ના કરશો અને ખાસ તમને કોઈ વાત ની ખબર ના હોય તો ચૂપ રહો પણ એના વિશે ખોટી અફવાઓ તો ના જ ફેલાવો....


જો મારાથી કંઈ વધારે પડતું કહેવાય ગયું હોય તો સોરી પણ મને જે યોગ્ય લાગ્યું તે મેં કહ્યું


વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર