Fari Mohhabat - 27 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | ફરી મોહબ્બત - 27

Featured Books
Categories
Share

ફરી મોહબ્બત - 27

“ફરી મોહબ્બત”

ભાગ : ૨૭

લેટર વાંચી અનયને સમજ જ પડતું ન હતું કે આટલો નાનો મને કેમ બનાવી નાંખ્યો. અનયે એકાંતમાં પોતાના બેડરૂમમાં લેટરમાં વાંચ્યું, " ડેડી હું અનયનું ઘર છોડીને જાઉં છું. કેમ કે અનય મને સારી રીતે સાચવતો ન હતો. એ મને ગાલીગલોચ કરતો હતો. મને ગોતવાની કોશિષ ના કરતાં. હું તમારા પર પણ બોજ બનવા માંગતી નથી. હું મારી રીતે જીવી લઈશ"- ઈવા.

"ઈવા.....!!!કેમ.... કેમ.....!! હું તારા પ્યારનાં લાયક ન હતો તો સામે મને કહી દેતી...!! મારા પીઠ પાછળ ઘા કેમ કર્યો...!! હું સહન નથી કરી શકતો યાર....!! ઈવા.....!!" અનય સ્વગત જ વાત કરતો મોટે મોટેથી રડતો રહ્યો.

"ઈવા...હું તને ક્યાં ગોતું ઈવા... નથી રહી શકતો હું તારા વગર.... નથી....!!" કહેતા જ અચાનક એને કશું ભાન થયું હોય તેમ એ ઉઠ્યો. ફ્રેશ થયો અને પોલીસ સ્ટેશન ભાગ્યો. એ કાવરોબાવરો થઈ ઉઠ્યો હતો.

એ પોલીસ સ્ટેશન એટલે જ પહોંચી વળ્યો. જેથી કરીને જાણ થાય કે ઈવાનો કશો પત્તો લાગ્યો!! પરંતુ ત્યાં પણ નિરાશા જ સાંપડી. ઈવાની હજી શોધખોળ ચાલુ છે એ જ પોલીસ સ્ટેશનથી સાંભળવા મળ્યું.

અનય પોતે જ હવે પોતાના તરફથી ઈવા ક્યાં હોઈ શકે એની શોધખોળ કરતો રહ્યો. અંકુરનું લાસ્ટ લોકેશન તેમ જ બીજા ઈવા અંકુરના ફ્રેન્ડ ગ્રુપને પૂછપરછ બાદ તેઓ ક્યાં રોકાયેલા હતા એની જાણ તો થઈ પણ આ બધામાં જ અનયના ચારેક મહિના નીકળી ગયા. એ ઘસાતો રહ્યો પોલીસ સ્ટેશનના ચક્કર ખાઈને. પરંતુ એને કશું જ હાથે લાગ્યું નહીં. એ માનસિક રીતે અને શારીરિક રીતે થાકી ચુક્યો હતો. અનયની મોમ ખાસી પરેશાન થઈ ચૂકી હતી. સાથે જ દિકરાને આવા સોસમાં જીવતા એનું દિલ ભરાઈ આવતું. એને પોતાને પણ સમજ પડતી ન હતી કે આવા પ્રણયભંગમાંથી પોતાના લાલને બહાર કેવી રીતે કાઢી શકું. કેમ કે અનયે તો પોતાની જાતને જ બેરૂમમાં પૂરી દીધો હતો. એને ઈવા સિવાય કશું દેખાતું ન હતું. એ પાગલ પ્રેમી બની તો ચુક્યો જ હતો પણ હવે એ ગમગીન થઈને જીવવા લાગ્યો. એ ધીરે ધીરે ડિપ્રેશનમાં સરતો જતો હતો. ક્યારેક તો એને આત્મહત્યાના પણ વિચારો આવી જતા કે કેમ એ મોહબ્બતમાં ધોખો ખાઈ બેસ્યો. એના પોતાના તરફથી શું કમી હતી કે ઈવાએ એને એવી રીતે દગો આપ્યો..!! એ અફસોસ કરતો રહેતો.

એક દિવસ અનયની બહેન અમિત કુમાર સાથે અનયના ઘરે રહેવા આવી ગયા. સાથે જ એમની ત્રણ વર્ષની બેબીને પણ લાવ્યા એ જ વિચારથી કે અનય પોતાની ડિપ્રેશનની સ્થિતીમાંથી બહાર નીકળી શકે. અને થયું પણ એવું જ ત્રણ વર્ષની બાળકી સાથે અનયનો સમય રમવામાં નીકળતો ગયો. એનું બધું ધ્યાન એ બાળકીને પ્રેમ કરવામાં એને હસાવામાં નાખ્યું. પોતે પણ હસતો થઈ ગયો. એ જ દરમિયાન અમિતકુમારે વાત છેડી, " અનય...!! તું પોલીસના ચક્કર ક્યાં સુધી લગાવતો રહેશે. તને ખબર જ છે કે ઈવા અંકુર હવે સાથે જ રહી રહ્યાં છે તો તું એ પોલીસ કેસ જ ક્લોઝ કરી દે. હવે ભાઈ તું તારા કામધંધા પર ધ્યાન આપ. એટલે આવા પરિસ્થિતિમાંથી તું જલ્દી નીકળી શકશે."

"હા કુમાર. હું એ જ કરવાનો છું." અનયે શાંત સ્વરમાં ઉત્તર આપ્યો.

અનયે અડધી રાત વિચારવામાં ગાળી. એને પોતાના બિઝનેસ તરફ ધ્યાન આપવું હતું એ જ બિઝનેસ જે અત્યારે જ નવોસવો ઊભો રાખ્યો હતો. એને કેટલો સમય વિચારવામાં ગાળ્યો કે શું કરવું જોઈએ!! બિઝનેસ કે ઈવા?? .....ઈવા કે પછી બિઝનેસ....!!

દિલથી ફરી નિર્ણય લેવાયો....!! મોહબ્બતથી હારી ચૂકેલો અનય ઈવાનું જ વિચાર કરતો રહેતો એટલે એની લાખ કોશિશ છતાં એ બહાર નીકળી શકતો ન હતો.

એને ફટાફટ રાતના ત્રણ વાગ્યે મેસેજર ઓપન કર્યું. એને ઈવાને મેસેજ ટાઇપ કર્યો, " ઈવા....!! તું જ્યાં પણ હોય મારી પાસે આવી જા..!! હું બધું જ ભૂલીને તને મારી બનાવા માગું છું. એક વાર ફરી મોહબ્બતમાં આપણે બંને રંગાઈ જઈએ. હું તને ત્યારે પણ એટલો જ પ્રેમ કરતો હતો. અને આજની હાલતમાં પણ એ જ મારી મોહબ્બત તારા માટે છે. ફક્ત તું બધું છોડીને મારી પાસે આવી જા." અનયે એક ઊંડો નિસાસો નાંખી મેસેજ સેન્ડ કર્યો.

તે જ સમયથી એને પોતાનું વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ ચેક કર્યું. ઘણા બધા અનરીડ મેસેજ પડ્યા હતાં. એ બધાનો જ જવાબ એને એ જ સમયે આપ્યો. જાણે ઈવાને લાસ્ટ મેસેજ કરીને એ એની જિંદગીની નવી શુરુઆત કરવા માંગતો હોય તેમ હળવા મને એ બધાના મેસેજનો જવાબ આપતો ગયો. એને પોતે સમય પણ ન જોયો કે રાતના ત્રણ થયા હતા. એ તો ફક્ત જવાબ આપતો ગયો. કોઈ પણ ક્લાયન્ટનું બ્લૂ ટીક આવતું ન હતું. કેમ કે અડધી રાત હતી એટલે બધા સૂતા જ હશે...!! કેટલાક અનનોન નંબરથી પણ મેસેજ હતા. અનય બધાને જ ધીરજથી રિપ્લાય આપતો ગયો. પરંતુ તે સમયે અનનોન નંબરથી અનયને સામેથી જવાબ આવવા લાગ્યો.

અનય ક્લાયન્ટ સમજીને પોતાના બિઝનેસની જાણકારી આપતો મેસેજ આપ્યો. ત્યાં જ એ અનનોન નંબરનો મેસેજ આવ્યો, " તમારી વાઈફ એવી રીતે ભાગી ગઈ. એ જાણીને ખૂબ દુઃખ થયું."

અનયને મેસેજ વાંચીને ઝટકો લાગ્યો હોય તેમ આ અનનોન નંબરથી કોણ મેસેજ કરી રહ્યું હતું એ જાણવાની આતુરતા વધી. એ વ્યક્તિ ઓનલાઈન દેખાઈ રહી હતી.

"હું તમારું નામ જાણી શકું છું?" અનયે ઝડપથી મેસેજ ટાઈપ કર્યો.

"હું ગીત...!!" સામેથી જવાબ આવ્યો.

"હું ઓળખું છું તમને?" અનય ઝડપથી મેસેજ લખીને આપતો હતો.

"જી. ખૂબ જ સારી રીતે..!!" ગીતે મેસેજ કર્યો.

" ગીત નામ...!! મને યાદ નથી આવતું..!!" અનયે લખ્યું.

ગીતે ઝડપથી પોતાનો પિક્ચર સેન્ડ કર્યો. અનયને ફોટો જોઈને ઝાંખી યાદ માનસપટ પર તરવા લાગી..!!

(ક્રમશ)