Conflict: .. Part 1 in Gujarati Motivational Stories by Bhagvati Jumani books and stories PDF | સંઘષૅ.. ભાગ 1

Featured Books
Categories
Share

સંઘષૅ.. ભાગ 1

સંધષૅ

મિત્રો આપણે બધા જ સંઘષૅ થી આ જીવન જોડાયેલા છીએ , માણસ જન્મ થાય છે ત્યાર થી લઇ ને મુત્યુ પામે છે ત્યા સુધી તે સંઘષૅ જ કરવો જ પડે છે. બાળક ના જન્મ તાની સાથે જ તેના સંધષૉ શરૂ થઇ જાય છે.

કોણ એક સારુ જીવન જીવવા નથી માગતું, કોણે શાંતી ભરપુર જીવનની આકાષૉ ન હોય, પણ મિત્રો એક સારુ જીવન વિતાવા માટે સંધષૅ અતિ મહત્વ પૂણૅ છે.

એટલે જ હું કહુંછું કે જે કરે સંધષૅ એ મીઠા ફળ પ્રાપ્ત થાય
જીવન જ એવું છે કે દરેક ક્ષણ માં માણસને સધષૅ કરવું જ પડે છે. જો માણસ સંઘષૅ જ ના કરે તો તેને જે જોઈએ તે તેને મળે જ નહી.

આપણે આપણા જીવન માં અલગ અલગ સંઘષૉ કરીએ છીએ.. જેમ કે એક ખેડૂત જે ખૂબજ મહેનતથી ખેતર માં બીજ રોપી નિયમ પ્રમાણે પાણી આપી અને પાકનું ઉત્પાદન કરે છે .આટલું સધષૅ કરયા પછી તેને પોતા નું ફળ પ્રાપ્ત કરે છે.

એવી જ રીતે એક વિદ્યાર્થી પણ આંખુ વષૅ અભ્યાસ કરી અને પછી તે તેના સારા પરિણામ આશા રાખે છે. આમ સંધષૅ તો ડગલે ને પગલે માણસ સાથે જોડાયેલા જ છે.

એવું નથી હોતું કે સંધષૅ માત્ર માનવીના સારા સમય મા જ એને સંધષૅ સામનો કરવો પડે છે, પણ ક્યારેક ક્યારેક તેને ખરાબ સમયમા પણ સંઘષૅ કરવો પડે છે. અને તેને તે પરિસ્થિતિમા સંધષૅ કરી બહાર આવવાનું હોય છે.
કેટલાક લોકો હોય છે કે જે આખી જીંદગી બસ એસો આરામ થી વિતાવાનું વિચારે છે ,અને સપના માં જ ફરે છે પણ તેમને સંધષૅ નથી કરવું એવા લોકો પોતાની જીંદગી મા કોઈ પણ તક હાસીલ નથી કરી શકતા, એવી જ હું તમને એક પ્રંસગ કહું છું

એક રામગઢ નામનું ગામ હોય છે, તેમા વિરાટ નામનો છોકરો તેના પરિવાર સાથે રહે છે. તે નાનપણ થી જ ખૂબ જ ભણવામાં આડસું હોય છે તેને ગમતું જ નથી કે તેને કામ કરવું પડે. તે શાળા માથી આવે અને રખડવા નીકળી જાય છે. એટલે તે પરીક્ષા માં પણ વાચે નહી અને રખડવા નીકળી જાય જેથી તેને 9 ધોરણ સુધી તો ચડાવો પાસ કરવામાં આવ્યો અને 10 ધોરણ માં તે પાસ ન થયો તેથી તેના પપ્પા એ તેને ભણવાનું ના કરી પોતાના ધંધા માં જોડયો
પણ તેને તો કામ કરવું જ નતું, તેને તો રખડવું ફરવું બસ આમા જ પોતાનો સમય વિતાવું હતું. તેના પપ્પા તો તેને અમુખ સમય મારતા પણ પણ તેને અસર ના થતી આમ આમ સમય વિતવા લાગ્યો પણ અને હવે વિરાટ મોટો થઈ ગયો તો અને તેના માતા પિતાને તેની ચિંતા હતી તેથી તેમને સારી છોકરીઓ જોઈ તેના લગ્ન કરાવી દીધા, હવે આ કામ તો કરતો નતો તેથી તેની પત્ની પણ કંટાડી ધર છોડી જતી રહી. અને એવું બન્યું કે

એના માતા પિતાની પણ અકસ્માત મા દુઃખદ મુત્યું થયું .હવે તો તે શું કરે તેના પિતા પણ બાકી લોકો જોડેથી ઉધાર પૈસા લીધા હતા, તેથી બધા તેની જોડે માગવા આવતા હતા .અને તેની ગામમા એટલી ખરાબ છાપ હતી કે આ તો રખડું છે તો શું કોઈ મદદ પણ કરે તેથી તેને પોતાનું ધર વહેચી નાખવું પડયું તેથી તે રોડ પર આવી ગયો, હવે તે શું કરે??

ત્યારે તેણે યાદ આવ્યું કે પિતા તેને નાનપણ થીજ કહ્યું હતું કે બેટા તું કામ કર, સારુ ભણપણ તેને ન કર્યુ રખડવામા જ તેને સમય પસાર કર્યા, અને તે રડતો હતો પણ હવે શું મતલબ કોઈ તેને કામ આપવા તૈયાર ન હતો હવે કોઈ ફાયદો જ હતો. કેમ કે તેને આજીંવન સંધષૅ ના કર્યું .

તો મિત્રો હું તમને એટલું જ કહેવા માગું છે કે જો જીવનમાં આપણે સધષૅ જ ના હોય, આપણે ખાલી સારુ જીંવન જીવવું છે પણ તેના માટે સંધષૅ તો આપણ ને કરવું જ પડશે

હવે મિત્રો સધષૅ તો ખરુ પણ જો તે યોગ્ય રીતે સંધષૅ ન કરવામા આવે તો તે નિષ્ફળ નિવડે છે .તે હું તમને મારા ભાગ 2 મા રજૂઆત કરીશ,

આભાર।..🙏














,