Female friend in Gujarati Short Stories by Pramod Solanki books and stories PDF | સ્ત્રી મિત્ર

Featured Books
Categories
Share

સ્ત્રી મિત્ર

પ્રવીણ એક નિષ્ઠાવાન, પ્રામાણિક, લાગણીશીલ, પ્રેમાળ, શર્માળ અને સંકુચિત માનસિકતા ધરાવતો ગામડાનો છોકરો પોતાના ઊજળાં ભવિષ્યની આશાઓનું પોટલું બાંધી M.B.A. કરવા પ્રથમ વાર જ પોતાના ગામડાથી દૂર ભાવનગર ખાતે હોસ્ટેલમાં પ્રવેશ મેળવે છે. ભણતર માં થોડો કાચો પરંતુ પોતાની મીઠી ભાષા થી આખા વર્ગમાં સારી એવી ઘનિષ્ઠતા કેળવે છે. તેની સાથે જ અભ્યાસ કરતી હેતલ તેની ખાસ મિત્ર હતી. તે બંને ના વિચારો ઘણા મળતા હતા. પરંતુ હેતલ ને એક વાત હંમેશા મન માં ખૂંચ્યા કરતી કે પ્રવીણ ક્યારેય એને અથવા તેના કોઈ મિત્ર સામે પોતાની અંગત વાત ક્યારેય કહેતો નહતો. જ્યારે એના મિત્રો અને ખુદ હેતલ પણ પોતાની અંગત વાત કહેવા પ્રવિણનું સાનિધ્ય પામવા મથતા હોય છે. આજ કારણે હેતલ તેની એક અંગત વાત પોતાના મન માં જ દબાવી રાખે છે.


હેતલ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી સાથે સાથે કોલેજ માં યોજાતી વિવિધ સ્પર્ધા, ગ્રૂપ ડિસ્કશન, નાટકો અને નુત્યમાં હોંશે હોંશે ભાગ લેતી. પરંતુ પ્રવીણ આ બધી પ્રવૃતિથી હંમેશા અળગો રહેતો હતો. હેતલ હંમેશા આ બાબતે પ્રવીણ સાથે જગાડતી પણ આ વખતે હેતલે ધમકી ના સ્વરમાં કહી જ દીધું કે જો તું કોઈ પ્રવૃતિમાં ભાગ નઈ લે તો હું તારી સાથે વાત પણ નઈ કરું. એ ધમકી રામબાણ ઈલાજ જેમ જાણે પ્રવીણ પર અસર કરી ગઈ. અને પ્રવીણ બધી જ પ્રવૃતિમાં ભાગ લેવા લાગ્યો. હેતલ પણ તેને બધી જ પ્રવૃતિમાં મદદ કરવા લાગી. ભણવામાં પણ હેતલ તેને પૂરો સપોર્ટ આપતી. દિવસે દિવસે બંને વચ્ચે ની મિત્રતા વધુ ગાઢ બનતી જાય છે.


કોલેજમાં આ બંને ની મિત્રતાને એક લફરાંનું નામ આપી ચગાવવામાં આવે છે. પરંતુ એ વાત થી બેખબર એ બંને વધુ ને વધુ એકબીજા સાથે સમય પસાર કરી શકે એ માટે રોજ મોર્નિંગ વોક પર જવાનું નક્કી કરે છે. કોલેજમાં પણ બંને આખો દિવસ સાથે જ હોય છે અને રાતે મોડે સુધી બંને ફોન પર વાતો કરે છે. હેતલને જ્યારે પોતાના ગામ જવાનું હોય ત્યારે પ્રવીણ વેહલા ૪ વાગ્યે તેને રેલવે સ્ટેશન મૂકવા જતો. બંને એકદમ નિર્દોષ ભાવે એકાબીજા ની મિત્રતા નિભાવે જતા હતા. બંને ના મન માં ક્યારેય મિત્રતા સિવાયની કોઈ લાગણી પ્રકટતી નથી.


એક વાર પ્રવીણ હોસ્ટેલ ના બધા મિત્રો સાથે ચાલી ને રાજપરા ખોડિયાર મંદિરે જાય છે. ત્યારે હેતલ નો ફોન આવે છે. પ્રવીણ તેની સાથે વાત કરી રહ્યો હતો ત્યાં જ હોસ્ટેલ ના એક મિત્ર એ પ્રવીણ નો ફોન આંચકી હેતલ સાથે વાત કરવા લાગે છે અને કહે છે કે તમે આટલા સમય થી ફોન પર વાતો કરો છો તો કેમ બંને એકાબીજા ને I Love You નથી કહેતા? શું તમારા બંને વચ્ચે પ્રેમ નથી? હેતલ તેના પ્રત્યુતર માં કહે છે કે અમે બંને સાચા મિત્રો છીએ. જો તમે મિત્રતાના લક્ષમાં જ પૂછતા હોવ તો હું એને એક વાર નઈ ૧૦૦ વાર I Love You કહીશ. પણ અમારા બંને વચ્ચે સાચી મિત્રતા સિવાય બીજા કોઈ જ ભાવ નથી. હેતલ નો જવાબ સાંભળી પ્રવીણ નો મિત્ર પ્રવીણ ને ફોન પરત કરે છે. અને હેતલે શું જવાબ આપ્યો તે કોઈ ને કહેતો નથી.


એક વાર હેતલને એવો વિચાર આવ્યો કે એવું તો નથી ને કે પ્રવીણ મને પ્રેમ કરતો હોય પરંતુ એકરાર ના કરી શકતો હોય? તેણે પ્રવીણ ની પરિક્ષા લેવાનું નક્કી કર્યું. સંજોગો પણ સાથ આપતા હોય એમ એની બંને રૂમ પાર્ટનર ગામડે ગયા હોવાથી આજે એકલી જ રૂમ પર હતી. રાત્રે ૨ વાગ્યે પ્રવીણ ને ફોન કરી ને કહ્યું કે પ્રવીણ કાઈ ગમતું જ નથી તું મારી રૂમ પર આવી જા આજે રૂમ માં પણ કોઈ નથી. ત્યારે પ્રવીણે કહ્યું કે આટલું મોડું તારા રૂમ પર આવવું સારું ના લાગે દિવસ હોત તો જરૂર આવત. તને જો ગમતું જ ના હોય તો આપડે ફોન પર જ આજ આખી રાત વાત કરીએ પણ sorry હું ત્યાં નઈ આવી શકું. પ્રવીણ નો જવાબ સાંભળી હેતલ ગદગદિત થઈ ગઈ. હેતલને તેના સવાલનો જવાબ મળી ગયો હતો.


વાયુવેગે પ્રચરેલી લફરાંની અફવા એ બંને ના કાને પહોંચે છે પરંતુ એ બંને આ અફવાથી વિચલિત થતાં નથી કારણ કે બંને ને પોતાની સાચી મિત્રતા પર દ્રઢ વિશ્વાસ હોય છે. અને એ લોકો જાણતા જ હોય છે કે ગામ ના મોઢે ગર્ણા ના બંધાઈ. હેતલ ને હવે પોતાની અંગત વાત જે પ્રવીણ થી છુપાવી હતી તે શુળા ની જેમ ખૂંચવા લાગે છે. પરંતુ તેની અંદર એક છૂપો ડર પણ રહે છે કે વાત સાંભળ્યા પછી પ્રવીણ એની મિત્રતા તોડી ના દે. છતાં હિંમત એક્ઠી કરી પ્રવીણ ને કહેવાનું નક્કી કરે છે. બીજા દિવસે હેતલ પ્રવીણ ને ફોન કરી ગાર્ડન માં બોલાવે છે.


હેતલ : જો પ્રવીણ મારે તને એક વાત કેહવી છે માટે જ તને અહી ગાર્ડન માં બોલાવ્યો છે. ( થોડી ગંભીર થતાં પ્રવીણ ને કહે છે)


પ્રવીણ : અરે એક શું બે વાત કે ને પણ તારો ચેહરો કેમ ઉતરી ગયો છે.


હેતલ : વાત જ કંઈક એવી છે.


પ્રવીણ : જે હોય તે તું મને બિન્દાસ કહે.


હેતલ : હું એક પરિણીત સ્ત્રી છું મે ઘણી વાર તને કહેવાનો પ્રયત્ન કર્યો પણ હું ના કહી શકી એના માટે sorry.


પ્રવીણ : અરે એમાં આટલું ગંભીર થવાની ક્યાં જરૂર છે. અને મને તો બસ એટલું જ જોઈએ કે તું જ્યાં હો ત્યાં ખુશ હોવી જોઈએ. અને લગ્ન તો આજ નઈ તો કાલે થવાના જ હતા ને, તારા થોડા વેહલા થઈ ગયા એમાં ક્યાં મોટી વાત છે.


હેતલે પ્રવીણ સાથે વાત કર્યા પછી હાશકારો મળે છે. હેતલ ની વાત થી પ્રવીણ નારાજ ના થયો એ વાતથી પણ હેતલને ખુશી હતી.


કોલેજની એક્ઝામના રિઝલ્ટ પણ આવી જાય છે જેમાં હેતલ યુનિવર્સિટી પ્રથમ આવે છે જ્યારે પ્રવીણ distiction સાથે પાસ થાય છે. જે પ્રવીણ ૬૦% માંડ માંડ લાવી શકતો તે હેતલના કારણે ૭૦% લઈ આવ્યો. પોતાનો કોલેજ કાળ પૂર્ણ થઈ ગયો હોવાથી હવે એકાબિજા થી વિદાય લેવાની સમય આવે છે. પ્રવીણ અને હેતલ તેમની છેલ્લી મુલાકાત માટે ગાર્ડન જાય છે.


હેતલ : મને તારી ખૂબ જ યાદ આવશે.


પ્રવીણ : હા મને પણ તારી યાદ આવશે. પણ આ સમય નું ચક્ર હોય છે જેમાંથી આપડે પસાર થવું જ રહ્યું.


હેતલ : તું રોજ મને ફોન કરીશ ને?


પ્રવીણ : ના, આ આપડી છેલ્લી મુલાકાત છે. હું આજ પછી તને ક્યારેય ફોન કે મેસેજ નઇ કરું, કારણ કે તું એક પરિણીત સ્ત્રી છો. જો મારા એક મેસેજ કે ફોન ના કારણે તારા ઘરમાં કંઇક પ્રોબ્લેમ થશે તો હું સહન નઈ કરી શકું. તારા માટે બધી જ છુટ્ટી તું મને સામે થી ફોન કરી શકીશ.


હેતલ : ખરેખર તારા જેવો મિત્ર પામી ને હું મારી જાત ને ભાગ્યશાળી માનું છું. મને કાંઈ તકલીફ ના થાય એ માટે તું કેટલી નાની બાબતો નું પણ ધ્યાન રાખે છે.
આજે આ વાત ને ૧૨ વર્ષ વિતી ગયા છતાં ક્યારેય પ્રવીણે સામે થી હેતલને ફોન કે મેસેજ નથી કર્યો. હેતલ જ સામે થી પ્રવીણ ને ફોન કરી ખબર અંતર પૂછે છે.


સારાંશ


અહીંયા મારો એક પ્રશ્ન છે તમને કે શું પુરુષ અને સ્ત્રી મિત્ર ના હોઈ શકે? શું કામ આપણો સમાજ એક પુરુષ અને સ્ત્રી ની મિત્રતા ને લાંછન ની નજરથી જોવે છે? મિત્રતા એ બે શરીર સાથેનો સંબંધ નથી. મિત્રતા તો બે આત્મા સાથે નો સબંધ છે. જયાં બને ના વિચારો મળે છે ત્યાં નિસ્વાર્થ લાગણી હોય છે. સ્ત્રી મિત્ર હોવું એ તો ગર્વની વાત છે કે જ્યાં એક સ્ત્રી પોતે સ્ત્રી છે એવો ભય રાખ્યા વગર કોઈ પુરુષ સાથે નિર્દોષ મિત્રતા નિભાવી શકે છે.ત્યાં વાસના ને કોઈ સ્થાન જ નથી. હું તો કહું કે દરેક પુરુષ ના જીવન માં એક સ્ત્રી મિત્ર તો હોવી જ જોઈએ જે હંમેશા એને પ્રેરણા આપી સાચો રાહ દેખાડે....

સમાપ્ત.

વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. જો મારી વાર્તા તમને ગમી હોય તો જરૂરથી પ્રતિભાવ અને રેટિંગ આપજો. કારણ કે આપનો એક પ્રતિભાવ વધુ સારું લખી શકવાની પ્રેરણા પૂરી પાડે છે.