immortal love in Gujarati Love Stories by Kiran books and stories PDF | અમર પ્રેમ

The Author
Featured Books
Categories
Share

અમર પ્રેમ

થોડાક વર્ષો પેહલા ની આ વાત છે. એન્જિનિરીંગ કૉલેજ માં પહેલા વર્ષ માં એડમીશન થઈ ચુક્યા હતા. રેગ્યુલર કલાસિસ પણ શરુ થઈ ગયા હતા. થોડાક દિવસો માં ફ્રેશર્સ પાર્ટી ની નોટિસ મુકવામાં આવી.અઠવાડિયા માં જ ફ્રેશર્સ પાર્ટી હતી એટલે બધા જ વિદ્યાર્થીઓ એની તૈયારી માં લાગી ગયા. જેમાં ઘણી બધી ઇવેન્ટ હતી જેવી કે,સોલો સિંગિંગ,ડ્યુયેટ, ડાન્સ, એકપાત્ર અભિનય, ફેશન શો વગેરે જેવી ઘણી બધી રસપ્રદ ઇવેન્ટ રાખવામાં આવેલી હતી.

હવે આ ઇવેન્ટ માં મોટાભાગે નવા આવેલા વિદ્યાર્થીઓ ને ભાગ લેવા પ્રેરાય છે. તેથી હવે મોટા ભાગ ના નવા આવેલા વિદ્યાર્થીઓ એ પોતાની રુચિ અને કુશળતા પ્રમાણે અલગ અલગ ઇવેન્ટ માં ભાગ લીધો.
આ નવા આવેલા વિદ્યાર્થીઓ માં એક નિહારિકા નામની એક છોકરી કે જે આખા કલાસ ની બધી જ છોકરી ઓ કરતા ખુબ જ સુંદર અને દેખાવડી લાગતી હતી.એ બધી જ કલા ઓ માં કુશળ હતી આથી સિનિયર એ ફ્રેશર્સ પાર્ટી માટે એને એના ક્લાસ ની ઇવેન્ટ મેનેજર પણ બનાવી હતી. એને ડાન્સ, સિંગિંગ સારુ એવું ફાવતું હતું એટલે એણે એ બન્ને ઇવેન્ટ માં ભાગ લીધો.

આ શિવાય એને ફેશન શો માં ભાગ લેવાની ઈચ્છા થઈ પણ, ફેશન શો માં ભાગ લેવા માટે એને પોતાની સાથે ભણતા કોઈ છોકરા જોડે ભાગ લેવો પડે એમ હતું. આથી પેહલા તો એણે આમતેમ જોયું પછી એને ક્લાસ ની સૌથી છેલ્લી બેન્ચ ઉપર મિત્રો ની ટોળી માં બેઠેલા અનિરુદ્ધ ઉપર નજર ગઈ. ઇવેન્ટ મેનેજર હતી એટલે એણે બધી જ ઇવેન્ટ માં ભાગ લીધેલા વિદ્યાર્થી નું લિસ્ટ ચેક કર્યું. જેમાં અનિરુદ્ધ નું નામ ક્યાય ન હતું.
નિહારિકા ખુબ જ ફ્રી માઇન્ડેડ ફેમિલી માંથી આવેલી એટલે એણે જરાય અચકાયા વગર જ અનિરુદ્ધ ની બાજુમાં જઈ કેહવા લાગી, 'can u take part with me in fashion show event??? '(શુ તમે મારી સાથે ફેશન શો માં ભાગ લઇ શકશો?? )
આવી સુંદર અને હોશિયાર છોકરીને સામેથી અનિરુદ્ધ જોડે ફેશન શો માં ભાગ લેવા ઇચ્છતી જાણી ત્યાં બેઠેલા એના મિત્રો થોડી વાર તો સ્તબ્ધ થઈ ગયા. ત્યારબાદ અનિરુદ્ધ ની બાજુમાં બેઠેલા એક મિત્ર એ ખોખારો ખાતા કહ્યું, 'ભાઈ, જા લઇ લે ભાગ, આમ પણ તે એક પણ ઇવેન્ટ માં ભાગ લીધો નથી, તો એમાં તો લેવો જ પડશે.'
અનિરુદ્ધ થોડી વાર નિહારિકા સામું જોઈ હસ્યો પછી કહ્યું, 'તે મને જ કેમ પૂછ્યું?? બીજા પણ ઘણા છોકરા છે.... 'નિહારિકા તરત હસીને બોલી, 'હા, પણ બધા એ કંઈક ને કંઈક ઇવેન્ટ માં ભાગ લીધો છે તે એક પણ ઇવેન્ટ માં ભાગ નઈ લીધો તો મને લાગ્યું તને પૂછી જોવ... '

(અનિરુદ્ધ એ એકપણ ઇવેન્ટ માં ભાગ ના લેવાનું કારણ એની એક બીમારી હતી. અનિરુદ્ધ ને અસ્થમા ની બીમારી હતી જેમાં એને શ્વાસ લેવામાં તકલીફ પડતી અને જો એ ડાન્સ કરે કે વધુ બોલે તો પણ એને શ્વાસ ચડવા લાગે.જેના લીધે અનિરુદ્ધ કોઈ ઇવેન્ટ માં ભાગ ના લેતો. પણ, અનિરુદ્ધ એ આ વાત માત્ર એના ખાસ મિત્ર નિકુંજ શિવાય કોઈને કીધી ન હતી. )

અનિરુદ્ધ ને પણ નિહારિકાનું આમ પોતાને જોડી બનાવવા નું ગમ્યું એટલે એણે હા પાડી દીધી.હવે બધા જ વિદ્યાર્થી ઓ ધૂમધામ થી ફ્રેશર્સ ની તૈયારીઓ કરી રહ્યા હતા.ફેશન શો માં કેટ વૉક કરવાનું હતું, એટલે નિહારિકા રોજ છૂટી ને અનિરુદ્ધ જોડે પ્રેકટીસ કરતી.હવે બન્ને રોજ પ્રેકટીસ કરતા કરતા એકબીજા ની નજીક આવી જતા. બન્ને હવે ધીમે ધીમે એકબીજા ની બધી વાતો એકબીજા ને કેહવા લાગ્યા. આમ કરતા ફ્રેશર્સ આવી ગઈ.

ફ્રેશર્સ માં પણ બધા એ સારુ પ્રદર્શન કરેલું.નિહારિકા અને અનિરુદ્ધ પણ ખુબ સરસ લાગતા હતા. હવે 'મિસ ફ્રેશર્સ' અને 'મિસ્ટર ફ્રેશર્સ' નું નામ જાહેર થયું. જેમાં નિહારિકા 'મિસ ફ્રેશર્સ ' બની અને એના ક્લાસ નો હર્ષિલ 'મિસ્ટર ફ્રેશર્સ ' બન્યો. આ બધું જોઈ અનિરુદ્ધ થોડોક હતાશ થયો અને કૅન્ટીન માં જઈને એકલો બેસી ગયો. નિહારિકા એ ત્યાં આવી કહ્યું, 'મારાં માટે તો તું જ મિસ્ટર ફ્રેશર્સ છે અનિરુદ્ધ !!'એમ કહી એના ટેબલ પર રાખેલા હાથ ઉપર નિહારિકા એ પોતાનો હાથ મૂકી આશ્વાસન આપ્યું. અહીં થી હવે બન્ને ની દોસ્તી પ્રેમ માં બદલાય ગઈ.

હવે બન્ને એકબીજા ને ખુબ ચાહવા લાગ્યા હતા. બન્ને રજા ના દિવસો માં સિટી માં ફરવા જતા. અનિરુદ્ધ પણ સારા ફેમિલિ માંથી આવતો હતો એટલે એની પાસે પોતાની બાઈક હતી. એટલે બાઇક માં બન્ને જોડે ફરવા જતા.ઘણીવાર તો નિહારિકા હોસ્ટેલે મોડી પોંહચતી એટલે એની ફ્રેન્ડ વિભૂતિ એને પાછળ ના દરવાજે થી અંદર આવવામાં મદદ કરતી. હવે બન્ને એકબીજા વગર રહી શકે એમ નોહતા.

આમ કરતા કૉલેજ ના છેલ્લા વર્ષ માં બન્ને પોહચી ગયા. હવે થોડાક કેટલા દિવસો થી અનિરુદ્ધ નો સ્વભાવ બદલાય ગયેલો લાગતો હતો.એણે મિત્રો પણ બીજા બનાવી લીધા હતા.હવે એ નિહારિકા ને ન મળવા માટેના બહાના કાઢતો. કાંઈ કામ ના હોય તો પણ કામ માં છું એમ કહી એનો કોલ કાપી નાખતો. આવા અનિરુદ્ધ ના બદલાય ગયેલા સ્વભાવ થી એના પેહલા ના મિત્રો અને નિહારિકા હેરાન હતા
થોડા દિવસોમાં અનિરુદ્ધ નો બર્થડે આવતો હતો.એટલે નિહારિકા ને થયું ત્યારે હું એને નિરાંતે બધું સમજાવીશ અને એ શુ કામ એવું કરે એ પણ પૂછી લઈશ. એવું વિચારી એ અનિરુદ્ધ ના બર્થડે પર શુ ગિફ્ટ આપવું એ વિચારવા લાગી.

અનિરુદ્ધ ના આવા અચાનક બદલાવ નું કારણ એની ખરાબ મિત્રો સાથેની સંગત હતું. એના નવા મિત્રો એને નિહારિકા વિશે કાનભંભેરણી કરતા હતા અને નિહારિકા ના ચરિત્ર ઉપર લાંચન લગાવતા હતા. અને વળી અનિરુદ્ધ ને સિગારેટ, માવા -ફાકી નો પણ એવાયો કરી દીધો હતો. હવે અનિરુદ્ધ નિહારિકા ને છોડવા માંગતો હતો. આથી એણે નક્કી કર્યું કે પોતે આવતીકાલે જ નિહારિકા ને મળી એની જોડે બ્રેકઅપ કરી નાખશે. આમ વિચારી એણે નિહારિકા ને કોલ કરી આવતીકાલે મળવા બોલાવી.

બીજા દિવસે નિહારિકા નો મેસેજ આવે છે સવારમા કે 'મારાં પાપા મને લેવા માટે આવ્યા છે મારાં ભાઈ ની સગાઇ નક્કી થઈ ગઈ એટલે મારે જવું પડશે. તારું ધ્યાન રાખજે. હું તારી જોડે આવી શકું એમ નથી માટે માફ કરજે અને હવે હું કદાચ શુક્રવારે સાંજે છેક તને મળીશ.બાય, love u my dear.... 'આવો મેસેજ વાંચીને અનિરુદ્ધ એ વિચાર્યું કે સારુ તો શુક્રવારે જ કઈ દઈશ.


નિહારિકા ઘરે જવાની હતી તે પેહલા એણે વિભૂતિ ને એના રૂમમાં બોલાવી કહ્યું, સાંભળ વિભુ, આવતા શુક્રવારે અનિરુદ્ધ નો જન્મદિવસ છે તો હું એને સરપ્રાઈઝ માં એક ખુબ જ મોટી વાત કેહવાની હતી પણ અચાનક મારે ઘરે જવાનુ થયું અને શુક્રવારે આવતા મોડું થઈ જશે. અને એમાં મેં જે વાત લખી એ સાંભળી એ એકદમ પાગલ થઈ જશે. અને એમાં તારે મારી મદદ કરવાની છે, હું તને જે ચિઠ્ઠી આપું એ તારે અનિરુદ્ધ ને એના બર્થડે ના દિવસે આપવાની છે. 'વિભૂતિ એ કીધું ભલે વાંધો નઈ.


શુક્રવારે સવારે અનિરુદ્ધ ને નિહારિકા એ કોલ કર્યો, 'HAPPY BIRTHDAY MY SWEAT HEART' આવુ સાંભળતા ની સાથે જ અનિરુદ્ધ ઝબકી ગયો. એને તો એનો બર્થડે યાદ જ નહતો. એણે થૅન્ક યુ કીધું પછી ક્યારે આવે, ક્યાં પહોંચી એવી વાત કરી વધુ વાત ના કરતા કામમાં છું એમ કહી કોલ કાપી નાખ્યો.અનિરુદ્ધ ને તો એના બર્થડે કરતા બ્રેકઅપ ની ઉતાવળ હતી. એ તો આજે સાંજે નિહારિકા ને બધું કહી દેવા તૈયાર હતો.

અનિરુદ્ધ જયારે કૉલેજ જાય છે આખો દિવસ પોતાના લફંગા મિત્રો જોડે મસ્તી કરી સાંજે હોસ્ટેલે જતો હતો ત્યારે વિભૂતિ એને નિહારિકા એ આપેલી ચીઠી આપે છે.
રૂમે આવી હાથ -પગ ધોઈ એ ચિઠી વાંચે છે જેમાં લખ્યું હોય છે, 'સૌથી પેહલા તો મને માફ કરજો આમ અચાનક ઘરે જવાનુ થયું એટલે અને હું આજના એટલે કે તમારા બર્થડે ના દિવસે પણ તમને વહેલી મળી ના શકી એના માટે પણ i am really very sorry.... પણ હું આજે તમને એક વાત કેવાની છું જેનાથી તમે ખુબ જ ખુશ થઈ જશો અને પેલા હતા એવા જ બની જશો. તમને નવાઈ લાગતી હશે કે હું હવે તું ની જગ્યા એ તમે કહીને કેમ બોલવું છું, પણ એનો જવાબ તમને આ ચિઠ્ઠી માં મળી જશે. જો સાંભળો મારી જાન,, એમાં થયું એવું કે આપડે એકવાર જયારે ફરવા ગયેલા ત્યારે તમારા મમ્મી અને મારાં સાસુમાં... તમને મળવા અહીં આવેલા પણ, એમણે આપણને જોડે જોઈ લીધેલા એટલે એ તમને મળવા ના બદલે મારી હોસ્ટેલે આવીને મારાં આવવાની રાહ જોતા હતા અને હું આવી ત્યારે મને બોલાવી કહ્યુ, 'જો બેટા, હું અનિરુદ્ધ ની માઁ છું. હું આજે એને જ મળવા આવેલી પણ,તમને જોડે જોયા એટલે ખ્યાલ આવી ગયો કે મારાં દીકરા એ સેટિંગ કરી લીધું લાગે એટલે મેં પેહલા અહીં આવી તારા વિશે બધું જાણ્યું બધા પાસેથી ખુબ સારા જવાબ મળ્યા અને હું ખુબ ખુશ છું કે તારા જેવી વહુ અમારા ઘરમાં આવે. પણ જો બેટા આ વાત તું અનિરુદ્ધ ને ના કેતી એના બર્થડે ના દિવસે એને સરપ્રાઈઝ આપજે.' જો સાંભળો અનિરુદ્ધ, માઁ પણ હવે આપણા રિલેશન થી ખુશ છે તો હવે તમારે ડરવાની કઈ જરૂર નઈ વળી માઁ કેહતા હતા કે, 'અનિના પપ્પા ને પણ હું સમજાવી દઈશ અને એ પણ આ વાત સાંભળી ખુશ થશે. 'એટલે જો અનુ(અનિરુદ્ધ )હવે કાંઈ ચિંતા ની વાત નથી બરોબર. તો હવે બન્ને ખુશ રેશુ. અને હા,તમે મને એક વાત તો કીધી જ ના હતી કે તમને અસ્થમા છે, આ તો મમ્મી એ મને કીધું પછી ખબર પડી. એટલે જ મેં એક સારા અસ્થમા સ્પેશ્યલિસ્ટ વિશે જાણ્યું છે, ત્યાંથી ઘણા લોકો ને સારવાર મળી છે અને સારુ પણ થઈ ગયું છે. એટલે જ મેં એક અઠવાડિયા પછી ત્યાં એપોઇન્ટમેન્ટ લીધી છે આપડે બન્ને ત્યાં જવાનુ છે તમારા અસ્થમા ના ચેકઅપ માટે. હવે આપણી વચ્ચે કશુ છુપાયેલ નથી.અને હા મારાં ઘરે થી પણ બધા માની ગયા. તમારા અને મારાં ફેમિલી એ એકબીજા જોડે વાત પણ નક્કી કરી નાખી છે આપણા બન્ને ની.એટલે જ હવે હું તમને તમે કહી ને બોલવું છું. અને હા, એક વાત યાદ રાખજો જે દિવસે તમે મને છોડશો એ દિવસ મારી જિંદગી નો છેલો દિવસ હશે... જો કે આવુ કોઈ દિવસ બનશે નહિ પણ તો પણ હું તમારા વગર હવે રહી શકું એમ નથી. અને અંત માં તો એટલું જ કહીશ.... happy birthday my life.... love you still my last breath...... લિ.. 'તમારી પાગલ '.ચિઠી આખી ભીંજાય ગઈ હતી અનિરુદ્ધ ના આસું થી. અનિરુદ્ધ ને પોતાની ભૂલ સમજાણી એને થયું મારી લાઈફ ની સૌથી મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો.

સાંજ પડતા જ અનિરુદ્ધ ના મોબાઈલ માં નિહારિકા નો કોલ આવે છે અને સામેથી કોઈ માણસ નો અવાજ આવે છે, 'હેલો, આ જેનો મોબાઈલ છે એ મેડમ જે બસ માં આવતા હતા એ બસ નું બાયપાસ આગળ ખુબજ મોટુ એકસિડેન્ટ થયું છે તો એમાં બેઠેલા બધા જ ને ખુબ ઇજા થઈ છે અને આ મેડમ ની સ્થિતિ પણ ખુબ જ સીરીયશ છે. હવે એ લાબું જીવે એમ નથી હાલત ખુબ જ ખરાબ છે એમની,એણે છેલ્લી વાર તમને કોલ કરેલો હતો એટલે મેં તમને કર્યો
.તમે જલ્દી આવી જાવ.' આટલું કહી માણસ કોલ કાપી નાંખે છે.

અનિરુદ્ધ તો જાણે સ્તબ્ધ જ બની ગયેલો એના પગ નીચે થી તો ધરતી ચાલી ગઈ હોય. એનો હાથ ધ્રુજવા લાગ્યો મોબાઈલ પણ નીચે પડી ગયો એ તરત જ ગીર્લ્સ હોસ્ટેલે જઈ વિભૂતિ ને બોલાવી બાયપાસ જવા નીકળી ગયો. બન્ને ત્યાં પહોંચ્યા ત્યાં તો નિહારિકા છેલ્લા શ્વાસ લઇ રહી હતી.અનિરુદ્ધ એની બાજુમાં ગયો અને એનું માથું એના ખોળામાં મૂક્યું. નિહારિકા ની આંખો બીડાય રહી હતી, એને ધ્રુજારી કરતા હાથ સાથે અનિરુદ્ધ ના ગાલે હાથ ફેરવી,શ્વાસ લેતા લેતા કહ્યું, 'હે..... હેપ્પી..... બર્થડે..... my life... 'આમ કહી એની આખો હંમેશા માટે બંધ થઈ ગઈ.

અનિરુદ્ધ તો નિહારિકા ને ગાલ ઉપર હાથ રાખી કેહવા લાગ્યો, 'ઉઠ નીરુ, બોલ મારી જોડે, મને મારી ભૂલ હવે સમજાય ઉઠ તું પ્લીઝ...મને આમ છોડીને ના જા પ્લીઝ.. 'અનિરુદ્ધ સાવ પાગલ જેવો થઈ ગયેલો.,અનિરુદ્ધ કશુ બોલતો જ નહત. ત્યારબાદ એને ચિઠી ની વાત યાદ આવી કે જેમાં નિહારિકા એ લખ્યું હતું કે, 'તમે જે દિવસે મને છોડશો એ મારી જિંદગી નો છેલો દિવસ હશે. 'આમ અનિરુદ્ધ ને થયું કે ભગવાને પણ નિહારિકા ની આ વાત સાંભળી લીધી લાગે. આમ એને થયું પોતાના લીધે જ નિહારિકા જોડે આવુ બન્યું.

આમ નિહારિકા ના અચાનક અકાળે મૃત્યુ થતા અનિરુદ્ધ સાવ પાગલ જેવો થઈ ગયેલો. એને થોડાક મહિના હોસ્પિટલ માં દાખલ કર્યા બાદ એને થોડું ભાન આવ્યું.

આજે આ વાત ને 20 વર્ષ વીતી ગયા છે. હજુ અનિરુદ્ધ એ લગ્ન કર્યા નથી અને હવે એ બીજા જોડે જિંદગી વિતાવવા ખુશ પણ નથી. આજની તારીખે પણ હજુ અનિરુદ્ધ પોતાની અને નિહારિકા ની યાદો તાજી રાખવા પોતાની કૉલેજે અવારનવાર જઈને પોતે બન્ને જ્યાં બેસીને મસ્તી કરતા અને પ્રેમ ની મહેફિલો માણતા ત્યાં બેસે છે અને વળી પોતાની બાઇક ને પણ હજુ એણે બદલાવી નથી કારણ કે એ બાઇક માં નિહારિકા ની ઘણી યાદો છે. અને હજુ એ પોતાના જન્મદિવસે નિહારિકા ની ચિઠી વાંચીને રડી પડે છે.

'"પ્રેમ અમર છે "'.....આ વાત સાચી છે...