antarthi salam in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | અંતરથી સલામ

Featured Books
Categories
Share

અંતરથી સલામ

*અંતરથી સલામ*. વાર્તા.. ૨૯-૪-૨૦૨૦

અમુક માણસો સ્વાભિમાન થી જીવતાં હોય છે એમને મફત નું લેવું પરવડતું નથી...
આખા વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો અને એનાં પગલે ભારતમાં પણ એનાથી બચવા માટે થઈને લોકડાઉન કર્યું ..
એમાં મધ્યમવર્ગના અને ગરીબો અને રોજે રોજ કમાઇને ખાનાર વર્ગની હાલાત કફોડી થઈ ગઈ...
એમાં રીક્ષા વાળા, બૂટ પોલીસ અને બૂટ, ચંપલ રીપેરીંગ કરનારાઓ હાથ લારી, વિગેરે લિસ્ટ બહું લાંબુ થઈ જાય એટલે આપણે મુદ્દા ની જ વાત કરીએ...
અમદાવાદ ની એક પરા વિસ્તાર ની સોસાયટીમાં રહેતા સભ્યો... એમાં બાકીનો વર્ગ તો નોકરીયાત હતો પણ પરેશભાઈ અને સવિતાબેન પતિ પત્ની એક રૂમ રસોડાનાં નાનાં મકાન માં રહેતા હોય છે...
સોસાયટી બની ત્યારે જેની જેવી શક્તિ હતી એવાં મકાન લીધાં હતાં...
પરેશ ભાઈ અને સવિતાબેન બહું જ સ્વાભિમાન થી જીવતાં હોય છે અને એ નિઃસંતાન હોય છે....
પરેશ ભાઈ રોજ એક જુની સાયકલ ઉપર હોલસેલ નાં વેપારી ઓ પાસેથી પ્લાસ્ટિક ની કોથળી ઓ લઈને લારીવાળા અને નાનાં દુકાનદારો ને આપીને ગુજરાન ચલાવતા હતા...
સાદગી અને સરળતા થી રહેતાં હતાં... લોકડાઉન નહોતું એ પેહલા પણ કોઈ સોસાયટીના મદદરૂપ બનવા કોશિશ કરે પણ એ નાં જ પાડે...
રોજ રોજ મહેનતથી કમાણી કરે અને એક પેકેટ પારલે જી નું બિસ્કીટ નું પેકેટ રોજ કૂતરા ને ખવડાવે...
એમને મદદ થાય એ માટે જો સોસાયટીમાં થી કોઈ ઝીપ લોક વાળી કોથળી મંગાવે તો એ જેટલા રૂપિયા થતાં હોય એટલાં જ લે કોઈ સો રૂપિયાની નોટ આપી કહે કે રાખો ને પરેશ ભાઈ એમાં શું લેવાનાં પણ એ છૂટા રૂપિયા આપી જ દે એક રૂપિયો પણ વધારે લે નહીં એવાં સ્વાભિમાની સ્વમાની હતાં...
લોકડાઉન થયું પછી એમને તો જે થોડા ઘણા રૂપિયા હશે એ જ અને ઘરમાં જે કરિયાણું હશે એમાં જીવન ગુજારો કરતાં હતાં....
સરકાર દ્વારા રેશનકાર્ડ પર દરેક ગરીબ પરિવારોને અનાજ આપવામાં આવ્યું..
પણ એ લેવા નાં ગયા ... સોસાયટીમાં રેહેતો અનમોલ એમને કેહવા ગયો કે કાકા સરકાર અનાજ આપે છે આપ લઈ આવો...
નહીંતર આપનું રેશનકાર્ડ આપો હું લાવી આપું...
પરેશ ભાઈ કહે નાં બેટા મારો એ અનાજ પર કોઈ હક્ક નથી હું ના લઈ શકું....
કંઈ કેટલાય ઘરમાં ચૂલો નાં સળગતો હોય એને કામ આવશે...
હું ભૂખે નથી મરતો બેટા...
અને મારું મહેનતથી મળેલું જ ખાવું ગમે છે...
હું કંઈ એટલું કમાતો નથી અને કોઈ સરકારી ટેક્ષ ભરતો નથી એટલે આ અનાજ લેવા ને હું લાયક નથી ...
અનમોલે ઘણું સમજાવ્યું પણ પરેશભાઈ એમની વાત પર તટસ્થ રહ્યા...
અને ઘણા એવા પણ છે કે ઘરમાં અનાજ ભરેલું છે અને બંગલામાં રહે છે અને રૂપિયા છે એ લોકો પણ ગરીબોનું અનાજ લઈ આવે છે એટલે જ ગરીબોનાં મોમાં અનાજ નો કોળિયો જતો નથી...

અને એટલે જ અમુક લોકોને લીધે સરકાર ની વસ્તુઓ ગરીબો સુધી પહોંચતી નથી અને સરકાર પર માછલાં ધોવાઈ છે.....

સરકાર તો ગરીબો માટે યથાયોગ્ય નિર્ણય લઈને ગરીબો માટે અમુક સવલતો કરી આપે છે ..
અંતરથી સલામ છે આવા પરેશભાઈ જેવા ને જે ઘરમાં પડેલા થોડા અનાજમાં એક ટાઈમ જમીને સંતોષ માનીને જીવે છે...

પોતાને ભૂખ્યા રહેવું પસંદ છે પણ વગર મહેનતનું લેવું પસંદ નથી... આવાં માણસો ને લીધે જ ધરતી ટકી છે

પોતાની મહેનતથી મેળવેલું જ જોઈએ વણ હક્ક નું કશું પણ ના જોઈએ એવાં સ્વમાની અને સ્વાભિમાની પરેશભાઈ ને અંતરથી સલામ....
ભાવના ભટ્ટ અમદાવાદ....