Punyaphal Part 3 in Gujarati Spiritual Stories by Mahesh Vegad books and stories PDF | પુણ્યફળ ભાગ 3

Featured Books
Categories
Share

પુણ્યફળ ભાગ 3

ભાગ – ૦૩
પુણ્યફળ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાયનાં પઠનનું પુણ્યફળ
“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”

“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”

આપણે આગળ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય બીજો “ સાંખ્ય યોગ ” માં સમજ્યા કે મનની શાંતિ અને વેરભાવના માંથી મુક્તિ મેળવવા માટે આપણે નિત્ય સવાર - સાંજ આપણી અનુકુળતા ના સમયે આ અધ્યાય નું પઠન – પાઠ કરવાથી આપણા મનને શાંતિ મળે છે . તેમજ આપણા માં રહેલા અન્ય પ્રત્યના વેરભાવની ભાવના દુર થાય ને ઈશ્વરરૂપે પ્રેમની કરૂણા આપણા માં જન્મ લે છે .

આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ત્રીજો
“ કર્મયોગ ” નું મહત્વ ને પુણ્યફળ સમજીએ
“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રીજો
{ “ કર્મયોગ ” }

એક ગુણવાનને વેદોનો જાણકાર વેપારી હતો . તેનું નામ ધનાનંદ હતું . તે શાસ્ત્રો ને વેદોનો જાણકાર હોવા છતાં પણ તે પોતાના કર્મ કરીને અધોગતિને પામ્યો . તેણે વિવિધ પ્રકારના વેપારો દ્વારા ખુબ જ ધન એકઠું કર્યું હતું . તેણે આ સમગ્ર ધનનો સદ્પયોગ ના કરતાં દુરુપયોગ કરવા લાગ્યો . તે જુગાર , શરાબ , દુરાચાર , ભોગ્વીલાશી , અને વેશ્યાગમન વગેરે જેવા ખરાબ કાર્ય કરવા લાગ્યો . તેણે કમાયેલું સધળું ધન આ બધા ખરાબ કાર્યમાં ગુમાવ્યું . તેનું બધું ધન ખૂટી જતા તે ચોરીના આડે રવાડે ચડીને ગેરમાર્ગે થી ફરીથી બધું ધન એકઠું કર્યું .

એક સમયે કેટલાક ચોરો રાતના સમયે તેના ઘરે જઈ તેને મારી તેની પાસે જે ધન હતું તે લઇ ગયા . તે મૃત્યુ પામતા તે વેપારી પ્રેત થયો . તે પ્રેતયોની માં તેના કર્મ અનુસાર ઘણો સમય દુઃખ ભોગવતો રહ્યો .
આ વેપારીને પૃથ્વી નામનો એક દીકરો હતો . તે વેપાર અર્થે વિદેશ ગયો હતો . જયારે તે પોતાને ગામ પાછો આવ્યો ત્યારે પોતાના પિતાના મુત્યુના સમાચાર જાણીને તે ખુબ દુઃખી થયો . તેણે તેના પિતાની ઉત્તરક્રિયા કરી . ઉત્તરક્રિયા કરવા છતાં તેના પિતાનો પ્રેતયોની માંથી ઉદ્ધાર ન થયો .

એક દિવસ પૃથ્વીને ત્યાં શહેરમાંથી તેનો મિત્ર આવ્યો . તે બીજે દિવસે સવાર થતા તેના મિત્ર એ નાહી – ધોઈ સ્નાન – સંધ્યા કરી ગીતાજીના ત્રીજા અધ્યાય નો પાઠ કરવા લાગ્યો . આ સમયે પેલા વેપારીનો પ્રેતયોનિમાંથી ઉદ્ધાર થયો . તેને માટે એક સુંદર તેજસ્વી અવકાશી વિમાન આવ્યું ને તે વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્સરાઓએ તેનું સ્વાગત કર્યું .

આ સમયે પૃથ્વીએ તેના પિતાને પૂછ્યું કે તમારી મુક્તિ કેવી રીતે થઈ ! ત્યારે તેના પિતાએ કહ્યું , તારા મિત્ર એ ગીતાજીના ત્રીજા અધ્યાય નો પાઠ કરવાથી તે સાંભળતા મારો પ્રેતયોનીમાંથી ઉદ્ધાર થયો . છતાં તેને એક કામ સોપું છું આપણા સગા-સંબધી ભાઈઓ અને પૂર્વજો હજી નર્કનું દુઃખ ભોગવે છે . તેમને દુઃખમાંથી મુક્ત કરવા ત્રીજા અધ્યાય નો નિત્ય પાઠ કરજે .

આ પ્રમાણે વેપારી – પુત્રે ત્રીજા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તેના પુણ્યબળે તેના પૂર્વજો નો પણ ઉદ્ધાર થયો અને સાથે સાથે તેને તેનો મિત્ર પણ મુત્યુ પછી વૈકુંઠલોક ને પામ્યા .
“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”

( સારાંશ : )
( શ્રીમદ્ ભગવદ્ ગીતા નો અધ્યાય ત્રીજો “ કર્મયોગ ”
નિયમિત પાઠ કરવાથી સગા – સંબંધી સ્નેહી મિત્રો અને પૂર્વજો જે અકાળેમૃત્યુ પામી પ્રેતયોની ના દુઃખ ભોગવે છે તેની મુક્તિ ને ઉદ્ધાર માટે આ અધ્યાય નું નિત્ય પઠન કરવું. )
{ પ્રેતયોની માંથી મુક્તિ – ઉદ્ધાર માટે }

બોલીએ શ્રી મુરલી મનોહર વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન કી જય