પ્રકરણ-૫
સાંજેે ઘરમાં પાર્ટી હોવાથી સુભદ્રા આજે આખો દિવસ તેની તૈયારીમાં રોકાયેલી હતી . તે જાતે જ ઘરના બીજા નોકરો... અને રસોઈયા પણ ઘરના સદસ્ય જેવા કરસન કાકા ને સૂચનાઓ આપતી જતી હતી ...... અને ...."બધું બરાબર છે ને ....? કાઈ રહી તો નથી ગયું ને .....? "જેવા પ્રશ્નો સાથે આખા ઘરમાં આમથી તેમ આંટાફેરા મારી રહી હતી.....
ધનંજયે પાછળથી આવીને તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી......
" મેડમ આજે એટલા બધા બીઝી થઈ ગયા છે કે એમના પતિદેવને પણ ભૂલી ગયા .....? "
સુભદ્રા ધનંજય બાજુ ફરી અને .....ધનંજય નાબાહુપાશ માંથી છૂટવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગી ....કારણકે ....ધનંજય ના બાહુપાશ માંથી છુટવુ એટલું સહેલું ક્યાં હતું.....?
આઇપીએસ ઓફિસરની કસાયેલી ભુજાઓ જો હતી....!! ભલભલા ગુનેગારોને દબોચી પલવારમાં પછાડી દેનારી ભૂજાઓમાથી છૂટવાનું બિચારી સસલી જેવી સુભદ્રાનું શું ગજુ ......?
સુભદ્રા બોલી....." ઘરમાં દીકરી જેેમ - જેમ મોટી થતી જાય છે ....એમ - એમ એના પપ્પા નાના થતા જાય છે .....કાંઈ શરમ જેવું છે કે નહીં ....? છોડો હવે..... દૂર હટો..... નંદિની આવી જશે....."
" આવી જશે નહીં.... એ તારી પાછળ આવીને ઉભી - ઉભી હસે છે....."
" હાય રામ ...... "
કહીને સુભદ્રા શરમાઈ ગઈ અને ધનંજય ને એક હળવો ધક્કો મારી દૂર કર્યો.....
સુભદ્રાની શરમથી પાણી પાણી થતી જતી પરિસ્થિતિ જોઈને નંદિની અને ધનંજય બંને હસવા લાગ્યા..... નંદિનીએ અને ધનંજયેે બંને એ હાઈ ફાઈ કરી એકબીજાને તાળી આપી.....
નંદિની સુભદ્રા પાસે આવી બોલી ....." મમ્મી.... તુંં તો હજી પણ એવી ને એવી જ રહી ....પપ્પા પાસે કેટલી શરમાય છે ......?અત્યારના જમાના પ્રમાણે થોડી બોલ્ડ માઈન્ડ બની જા......"
સુભદ્રાએ નંદિનીનો કાન ખેંચ્યો ....." આ છોકરી તો ...જો .....!!! મમ્મી-પપ્પા સાથે આવી વાતો કરતા શરમાતી નથી ....? બહુુ મોટી થઈ ગઈ છે તું તો......? "
" મમ્મી ...મારો કાન.... છોડ .....બહુ heart થાય છે ....મને જો તો આખો કાન લાલ લાલ થઇ ગયો.....!!! "
સુભદ્રાએ એકદમ કાન છોડી દીધો
" બહુ જોરથી પકડાયો હતો .....?બહુ દુખે છે .....? જોવા દે તો કેટલો લાલ થઇ ગયો......? "
ધનંજય અને નંદિની પાછા ખડખડાટ હસવા લાગ્યા.....
" મમ્મી ...સાચું કહું ને તો તને પાછળથી આવીને પકડવાનો પ્લાન મારો અને પપ્પાનો જ હતો..."
" શું.....?" સુભદ્રા બોલી
" હા ......" બંને જણા એક સાથે બોલ્યા.....
" શું ....તું પણ ..... નંદિની....? અને શું તમે પણ .....? તમને પણ શરમ નથી આવતી , દીકરી સાથે આવી બધી મજાક મસ્તી નો પ્લાન બનાવી મનેે હેરાન કરવાની......? "
" અરે .....મારી દીકરી તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે...... " ધનંજય બોલ્યા.....
" હા મમ્મી ...તે જ તો મને કહ્યું હતું ભૂલી ગઈ ? કે હુંં તારી મમ્મી પણ છું .....અને તારી બેસ્ટ ફ્રેન્ડ પણ...... તો બેસ્ટ ફ્રેન્ડ પાસે કાંઈ શરમાવા બરમાવા જેવું ના હોય ...કેમ પપ્પા સાચી વાતને.....?
અને સુભદ્રા પણ હસીને નંદિની ને જોઈ રહી .....ત્રણેય જણા એકમેકને વળગી પડ્યા . અનેે આ ત્રણેયની ત્રિપુટી થોડીવાર માટે એકબીજા ના પ્રેમનો અહેસાસ અનુભવતી એમ જ એકમેકને વળગી ને ઉભી રહી.....
" ચાલો ...ચાલો ....આઘા ખસો .....તમે બંને જણા તો નવરાધૂપ છો .આજે મારી દીકરીનો birthday છે ....મારે તો ઘણું બધું કામ છેે ....મારી પાસે ટાઈમ નથી તમારા બન્નેની જેમ વાતોના વડા કરવાનો.....!!!! " સુભદ્રાએ બંનેને પોતાનાથી દૂર ધકેલ્યા......
પણ નંદિની અને ધનંજયે જીદ કરીને થોડીવાર માટે સુભદ્રાને સોફા પર બેસાડી અને થોડો આરામ કરવા માટે કહ્યું . સુભદ્રા બેઠી તો હતી બહાર હોલમાં પણ તેનું ધ્યાન તો કિચનમાં શું ચાલી રહ્યું છે એના પર જ હતું.....
ધનંજય અને નંદિની બન્ને બાપ-દીકરી સુભદ્રા ની સામે જોઈને તેના મનની વ્યાકુળતા ને પામી ગયા અનેએકબીજાને ઈશારો કરી મનોમન હસતા લાગ્યા .....
આમ જ એકબીજાની સાથે મજાક મસ્તી કરતા કરતા સાંજ પડી ....પાર્ટીની બધી જ તૈયારીઓ પૂરી કરીને સુભદ્રા પોતે તૈયાર થવા બેડરૂમમાં ગઈ ...અને નંદિનીને પણ કહ્યું કે....
" બેટા ...હવે બધા ગેસ્ટનો આવવાનો ટાઈમ થતો જાય છે .....તો તું પણ સરસ મજાની તૈયાર થઈ જા .જા ....જલ્દી કર..."
" હા મમ્મી ....." અને નંદિની પણ પોતાના બેડરૂમમાં તૈયાર થવા ગઈ....
સુભદ્રાને તૈયાર થતી જોઈને પાછો ધનંજય રોમેન્ટિક મૂડમાં આવી ગયો .....અને સુભદ્રા સાથે રોમાન્સ કરવા લાગ્યો.
સુભદ્રા તેના બ્લાઉઝ ની દોરી બાંધી રહી હતી . ધનંજય તેની પાછળ આવીને ઉભો રહ્યો ....તે એટલો નજીક આવી ગયો કે તેના શ્વાસોશ્વાસ સુભદ્રા ની ગરદન પર અથડાતા હતા..... એના હોઠ સુભદ્રાની ગરદન અનેે ખભાને સ્પર્શ કરવા લાગ્યા....... તે સુભદ્રાનાથ માંથી દોરી લઇને બાંધવા લાગ્યો.......
પણ તેનું ધ્યાન દોરી બાંધવા કરતાં તો સુભદ્રાની પીઠ પર અને કમર પર અડપલા કરી ને સુભદ્રાને શરમથી પાણી પાણી કરવા પર વધારે હતું.....
કારણકે જ્યારે સુભદ્રા શરમાતી , ત્યારે તેના ગાલ પરના ખંજન વધારે ઊંડા અને લાલિમાં યુક્ત બની જતા.... અને ધનંજય તો તેમના લગ્ન પહેલા થી જ સુભદ્રાના ગાલના આ ખંજન માં ડૂબી ગયેલો હતો.....
ધનંજય અને સુભદ્રાના હતા તો એરેન્જ મેરેજ .પણ જ્યારથી પહેલીવાર ધનંજયે સુભદ્રાને એક પ્રસંગમાં જોઈ, ત્યારથી તેની અદાઓ ....તેના નખરા ઓ.... તેના ગાલ પર પડતાં શરમના શેરડા .....મૃગનયની જેવી વિશાળ અને ચંચળ આંખો ......પરવાળા જેવા લાલ હોઠ ......લાંબા , કાળા અને રેશમી લહેરાતા વાળ .....જાણે ...કે કોઈ ખજુરાહોની કંડારેલી પ્રતિમા હોય ....એવી એની દેહની આકૃતિ ....કોઈપણ નું મન આકર્ષિત કરતા એના ગાલોના ખંજન .....
આ બધી જ ઉપમાઓ સુભદ્રા ઉપર લગ્નના આટલા વર્ષો પછી પણ એકદમ બંધ બેસતી હતી .... અને સુભદ્રાના ગાલોના એ ખંજન માં તે દિવસથી ડૂબી ગયેલો ........આઇપીએસ ઓફિસર ધનંજયપ્રસાદ શાસ્ત્રી હજી સુધી બહાર નહોતો નીકળી શક્યો.....!!!!
સુભદ્રા પણ ધનંજય ને પોતાના જીવ થી પણ વધારે પ્રેમ કરતી . ધનંજયને છણકો કરીને દૂર ધકેલતી વખતે પણ સુભદ્રા મનોમન તો એમ જ ઈચ્છતી , કે ...ધનંજય આમ જ મને તેની બાહોમાંં જકડી રાખે , અને હું આમ જ તેનામાં સમાઈ જાઉં.....
અત્યારે પણ ધનંજય ના અડપલા તેનેે ગમતા મીઠા લાગતા હતા....
" ધનંજય...... " સુભદ્રાએ ખૂબ જ ધીમેથી કહ્યું....
" હમમમમ...... " ધનંજય બોલ્યો......
" મને મોડું થાય છે ...નીચે બધા ગેસ્ટ આવતા હશે ....અને આપણે ત્યાં ના હોઈએ તો કેવું લાગે......? નંદિની પણ એના રૂમમાં તૈયાર થાય છે .....નીચે કોઈ નથી ચાલો આપણેે નીચે જઇએ.
" મેડમ આજે તો કાંઈ જન્નતની હૂર લાગે છે ને મને પોતાનાથી દૂર જવાની વાત કરે છે....? અને મને કોણ તૈયાર કરશે..... તું નીચે જઈશ તો...? આજેે તો તને......."
"જાઓ ને હવે ......" કહીને સુભદ્રાએ ધનંજયને અળગો કર્યો....
ધનંજયે સુભદ્રાને એક કિસ કરી અને કહ્યું.......
" Ok .....ચાલ નીચે જઇએ......"
સુભદ્રાએ પણ ખૂબ જ પ્રેમથી ધનંજયને એક hug કર્યું . અને બંને નીચે આવ્યા.
પાર્ટી ઘરના ગાર્ડનમાં રાખી હતી , તેથી તેઓ ગાર્ડનમાં આવ્યા .ધીમેે ધીમે બધા ગેસ્ટ આવવા લાગ્યા હતા ....ધનંજય બધાને વેલકમ કરતો... અને સુભદ્રા પણ બધાને પ્રેમથી મળતી.....
રવિરાજ મહેતા અને તેમનું ફેમિલી પણ આવી ગયું.......
" Hey ....રવિ..... આવ..... આવ.... વેલકમ..." કહીને ધનંજયે એડવોકેટ રવિ રાજ મહેતા સાથે શેકહેન્ડ કર્યા.....
" નમસ્તે ભાભી આવો...."
" નમસ્તે ધનંજયભાઈ સુભદ્રા ક્યાં છે .....? " રવિરાજ ના ધર્મ પત્ની પૂૂર્વા બહેન બોલ્યાં....
એટલામાં સુભદ્રા પણ ત્યાં આવી ગઈ અને બધાને મળી.
આદિ ની નજર હવે નંદિનીને જોવા માટે તરસી રહી હતી. નંદિની કેવી તૈયાર થઈ હશે ......? કેવી લાગતી હશે ....? એ જોવા માટે હવે તેનું તરુણાવસ્થા નું મન આકુળ - વ્યાકુળ થતું હતું .....પરંતુ નંદિની ક્યાંય દેખાઈ નહીં....
" અરે ....birthday girl ક્યાં છે .....? દેખાતી નથી ....." એટલામાં પૂર્વાબહેન બોલ્યા.....
" એના રૂમમાં તૈયાર થાય છે આવતી જ હશે....." સુભદ્રાએ કહ્યું .
નંદિનીના સ્કુલ ફ્રેન્ડ જીયા , લીના ,પ્રતિક ,અવિનાશ વગેરે આવી ગયા અનેે બધા આદિ પાસે આવીને ઊભા રહ્યા......
જીયા અને લીના એ પૂછ્યું....
" આંટી નંદિની એના રૂમમાં છે ....?અમે જઈને મળી આવીએ......?"
" હા ..જાઓ .....એમાં મને થોડું પૂછવાનું હોય ? આ તમારું જ તો ઘર છે ....અને નંદિની તમારી ફ્રેન્ડ ....બધા જઈને મળી આવો..... Boys તમે પણ જાવ મળી આવો...."
સુભદ્રા એમ તો હવે થોડી મોર્ડન વિચારો ધરાવતી થઈ ગઈ હતી ,અને આદિ તો તેમના ફેમિલી ફ્રેન્ડ નો દીકરો હતો .એ તો અવાર નવાર ઘરે પણ આવતો રહેતો .આથી સુભદ્રા પણ નંદિની અને એના ફ્રેન્ડસને થોડી છૂટછાટ આપતી અને બહાર આવવા જવાની રજા આપતી હતી .નંદિનીના બધા જ ફ્રેન્ડસ નું ફેમિલી બેેકગ્રાઉન્ડ એકદમ gentle હતું તેથી તે નિશ્ચિંત હતી......
આદિને તો ' ભાવતું હતું ને વૈદ્યજી એ કહ્યું .....' એના જેવું થયું ... બધી girls સાથે સાથે એ ,અવિનાશ અનેે પ્રતિક પણ નંદિનીને મળવા એના રૂમમાં ગયા.....
જેવા ઘરમાં એન્ટર થયા કે નંદિની સીડીઓ ઉપરથી નીચે ઉતરતી દેખાઈ.....
આદિ તો નંદિનીને જોતો જ રહ્યો ...........અને ત્યાં જ ઉભો રહી ગયો ........એનાથી એક ડગલુ પણ આગળ વધી શકાયું નહિ.... બસ આંખો ફાડી-ફાડીને નંદિનીને જોતો જ રહ્યો .....જોતો જ રહ્યો.....
નંદિનીએ આજે વ્હાઈટ કલરનું ઘેરવાળુ , છેક પગની પાની સુધી નું લાંબુ પાર્ટીવેર ગાઉન પહેર્યું હતું .જેમાં તે ખુબજ સુંદર.... એકદમ પરી જેવી લાગતી હતી . તેનું ગાઉન લાંબુ અને ઘેરવાળુ હોવાથી , નંદિનીને ચાલવામાં uncomfortable ફિલ થતું હતું . તેથી તે બે હાથે ગાઉન ને સહેજ ઊંચું પકડીને ધીમે - ધીમે સીડીઓ ઉતરતી હતી.....
નિતંબ સુધી ના લાંબા વાળ અત્યારે તેણે ખુલ્લા મુક્યા હતા ,જે અત્યારે બંને બાજુથી આગળ આવી જઈને નંદિની ની મુશ્કેલીમાં ઔર વધારો કરતા હતા .તેની લાંબી અને મોટી - મોટી , અણીયારી અને હરણી જેવી કાળી ....કાળી.... આંખો અત્યારે કાજળ લગાવવાથી વધારે કાળી , અને ઘેરી બની હતી ....તેના રતુમડા ... ગુલાબની પાંદડીઓ જેવા હોઠ ...સહેજ અધખુલ્લા થઈ ગયા હતા . કાનમાં પહેરેલા ડાયમંડના earrings અત્યારે સીડીઓ ઉતરવાના કારણે થોડા થોડા ઝુલતા હોવાથી ડાયમંડના પ્રકાશની ઝાંય , તેના બંને ગાલ ઉપર પડતી અને ગાલની લાલિમા મા ઓર વધારો કરતી હતી..... ધનુષ્ય ના આકારની બંન્ને ભ્રમરોની વચ્ચે લગાવેલી ડાયમંડ ની નાની બિન્દી ને કારણે નંદિનીનુ મુખ જાણે ચંદ્ર ઉપર શુક્રની ટીલડી ચોડી હોય એમ ઝબકી રહ્યું હતું.....એના એક હાથમાં વોચ ....અને બીજા હાથમાં ડાયમંડ નુ જ બ્રેસલેટ હતું ....નંદિની ની આંગળીઓ પણ ડાયમંડની રિંગથી ઝબકી રહી હતી...!!!
આકાશમાંથી જાણે સાક્ષાત સૌંદર્ય ની દેવી ઉતરીને ધરતી પર આવી હોય એટલી સુંદર અને ગોર્જિયસ લાગતી હતી નંદિની.....!!!
કાન પાછળથી વાળની લટ આવીને નંદિનીના ગાલ ઉપર પડી .વાળની લટ નંદિનીને પરેશાન કરી રહી હતી . તેને પાછી કાન પાછળ કરવા એક હાથમાથી ગાઉન છોડીને હાથ ઊંચો કર્યો કે તરત જ નંદિનીના પગમાં ગાઉન ભરાયું.... અને નંદિની નું બેલેન્સ.....
હજુ તો એના ફ્રેન્ડસ કાંઈ સમજે..... તે પહેલા તો આદિ જે અત્યાર સુધી નંદિનીને જોવામાં એટલો બધો મગ્ન થઈ ગયો હતો , કે એક ડગલું પણ આગળ નહોતો વધી શક્યો , તેણે દોડીને એકદમ નંદિનીને પકડી લીધી .
આદિનો એક હાથ નંદિનીની કમર ફરતા વીંટળાઇ ગયો હતો , અને બીજા હાથથી નંદિનીને ટેકો આપ્યો ....હતો ....નંદિની નો હાથ પણ એકાએક આદિની ડોકમાં ભરાઈ ગયો....
નંદિની આદિના હાથમાં જ કમરમાંથી પાછળ તરફ ઝુકી ગઇ હતી આદિનું મો નંદિનીના મો ની ઉપર ઝૂકેલુ હતું , તેઓ એટલા બધા નજીક આવી ગયા હતા કે એકબીજાના શ્વાસોશ્વાસ પણ મહેસૂસ કરી રહ્યા હતા . આદિ અને નંદિની ના દિલની ધડકનો તેજ થઇ ગઇ ..... અને બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા .....
ખબર નહીં પણ આજે આદિનું દિલ એને એવું કેમ કહેતું હતું ...કે તે નંદિનીને બસ આમ જ જોયા કરે... નંદિની ને બસ આમ જ એની બાહોમાં પકડી રાખે..... આજે બસ આમ જ સમય થંભી જાય .....તો ...કેવું સારું.....? એને નંદિનીને પોતાનાથી અળગી કરવાનું મન જ નહોતું થતું ..... એ પોતાના દિલની કશ્મકશ ને સમજી શકવાની પરિસ્થિતિમાં જ નહોતો . એની સાથે જે આ ક્ષણે રહ્યું હતું તે અત્યાર સુધીમાં ક્યારેય નહોતું થયું......
" થેન્ક્સ આદિ...."
નંદિની બોલી.... ત્યારે જ આદિ ને ભાન થયું કે તે હજી પણ નંદિનીને પકડીને ઊભો છે , નંદિની હજી પણ તેની બાહોમાં છે.
તેણે નંદિનીને કમરમાંથી છોડી દીધી . અને તેનો હાથ પકડ્યો.... અને હાથ પકડીને નંદિની ને સીડી ઉતરવામાં મદદ કરવા લાગ્યો . નંદિની પણ આદિને જોઈ રહી ,એને આદિ અત્યારે કંઈક બદલાયેલો બદલાયેલો લાગ્યો.....
અવિનાશ અને પ્રતિક બંને એકબીજા સામું જોઈને હસવા લાગ્યા ...અવિનાશે પ્રતિકને કહ્યું.....
" બંદા તો ગયા કામ સે...."
એટલામાં આદિ પણ તેમની પાસે આવીને ઊભો રહ્યો , તેમને હસતા જોઈને આદિ પણ થોડું શરમાયો , અને મલકી પડ્યો ...... એને અત્યારે શું થઈ રહ્યું છે તે કાંઈ જ સમજાતું નહોતું ......
બધા નંદિની પાસે ગયા .
" Wow Nandini ......you are looking gorgeous....."
" Thanks......"
" Happy Birthday Nandini....."
જીયા અને લીનાએ નંદિનીને hug કરીને વિશ કર્યું.....
અવિનાશ અને પ્રતિક પણ નંદિનીને wish કરવા આગળ આવ્યા તેમણે નંદિનીને hug કર્યું અને કહ્યું.....
" Wish you a very very happy returns of the day Nandini .....Happy Birthday Nandini......."
" Thanks અવિનાશ ......"
"Thanks પ્રતિક ....."
હવે ફક્ત આદિ બાકી રહ્યો હતો નંદિનીને wish કરવા માટે... તેને પણ નંદિનીને hug કરવાનુ મન થયું ..... તેણે ઘણીવાર નંદિનીને બીજા બધા ફ્રેન્ડ ની જેમ hug કર્યું પણ હતું ..... છતાં પણ તે આજે કેમ નંદિનીને hug કરવામાં શરમાતો હતો ? તેની તેને કંઈ સમજણ ના પડી .... આજે આદિ ને કંઇક અલગ જ feelings મહેસૂસ થઇ રહી.....
" Happy Birthday Nandini......"
તેણે નંદિનીને એક ફોર્મલ hug કરવાની કોશિશ કરી..... પણ આજે અચાનક જ તેનાથી થોડું tight hug થઈ ગયું ....જે નંદિનીએ પણ અનુભવ્યું.......
" wow Nandini..... you are looking very ....very ....beautiful.... "આદિ નંદિની થી છુટો થતાં બોલ્યો.....
" Thanks aadi ......"
અરે .....આદી એમ નહીં .....પણ એમ કહે કે ....." wow Nandini.... you are looking ....very ....very .....beautiful..... and hot....."
આદિની ટાંગ ખેંચવા ના ઇરાદાથી જીયા બોલી અને એને લીના એ પણ સાથ આપ્યો......
" હા આદિ ...આજે તો નંદિની ખુબજ hot લાગે છે નહીં....?"
અવિનાશ અને પ્રતિક પણ હસવા લાગ્યા ....અને "મિલે સૂર મેરા તુમ્હારા ......" ની જેમ લીના અને જીયા ના સૂરમાં સૂર મિલાવવા લાગ્યા.....
આદિ તો કન્ફયુઝ થઈ ગયો ....શું બોલવું ....? એની કાંઈ જ સમજ ન પડવાથી એ આડુ અવળુ જોવા લાગ્યો , અને આ ચારેય આદિને આ સિચ્યુએશનમાં જોઈને મજા લેવા લાગ્યા.....
નંદિનીએ તો જીયા અને લીના ને ધમકાવતા કહ્યું......
"શું જેમ તેમ બોલો છો.....!!! "
તેણે આદિ સામું જોયું..... આદિ હજુ પણ તેને જ જોઈ રહ્યો હતો ..... એ વાત નંદિનીએ નોટિસ કરી અને તેનુ દિલ જોરથી ધબકવા લાગ્યું.........
" અરે તમે બધા હજી અહીંયા જ ગપ્પા મારો છો.....? ચલો બહાર નથી આવવું .....? કે પછી હજી પણ તમારા ગપ્પા પૂરા નથી થયા......? "
સુભદ્રા બધાને જોઈને બોલી અને બધા તેમની સાથે ગાર્ડનમાં ગયા . ધનંજયે સરસ મજાની ખૂબ જ મોટી નંદિની ની ફેવરિટ કેક નો ઓર્ડર આપ્યો હતો .બધા કેક કાપવા માટે ટેબલ પાસે આવ્યા.
નંદિની ફૂંક મારીને કેન્ડલ્સ બુઝાવવા જતી હતી , ત્યાં જ આદિ બોલ્યો .....wait નંદિની ......કેંડલ્સ બુઝાવતા પહેલા આંખો બંધ કરીને wish માંગ બર્થ ડે ગર્લ્સની wish god જરૂર પૂરી કરે છે.......
બધા આદિની વાત સાંભળીને હસવા લાગ્યા.....
" Really હું સાચું કહું છું.... તમે બધા હસો છો કેમ ? તમે સાચા દિલથી God પાસે માંગો અને તે ન મળે .....એ હું માનતો નથી કેમ મમ્મી બરાબર ને.....?"
" હા બેટા નંદિની ...... wish માંગીને પછી જ કેક કાપ....." પૂર્વા બહેને કહ્યું......
અને નંદિની એ આંખો બંધ કરી..... મનોમન નર્મદેશ્વર મહાદેવ ને યાદ કરતા ની સાથે જ તેનું મન પ્રતાપ ગઢ માં પહોંચી ગયું ....તેની યાદમાં રુદ્રાક્ષ નો ચહેરો..... તેની સ્માઈલ ....તેના તોફાન-મસ્તી .....બધું જ એક સામટુ તરવરવા લાગ્યું ....અને નંદિની ની આંખો ભરાઈ આવી.....
કોઈ ના જુએ એ રીતે આંખનો મેક અપ સરખો કરવાના બહાને નંદિનીએ આંખોની ભીનાશ લૂછી અને કેક કાપી.....
બધાએ નંદિનીને wish કરી અને gift આપી.....
જીયા અને લીના નંદિનીને એક બાજુ લઈ જઈ ને ચીડવવા લાગ્યા....
" નંદિની સાચું કહેજે ....શું માંગ્યું God પાસે ? પોતાના સપનાનો રાજકુમાર કે પછી.... એક મસ્ત ....હેન્ડસમ ...સ્માર્ટ ...અને ખૂબ જ કેરીગ.....બોયફ્રેન્ડ......?"
નંદિનીને શું કહેવું તેની કાંઈ સમજ ન પડી , અને એ કહેતી પણ શું ? કે એ તો wish જ નહોતી માંગી શકી .....તો પછી wish પૂરી કેવી રીતે કરશે ભગવાન......?
નંદિની પણ જીયા અને લીના સાથે હસવા લાગી .આદિને girls ની આવી વાતો સાંભળીને એક અજબ જ પ્રકારના ફીલિંગ્સ ની અનુભૂતિ થઈ ......આદિ કાંઇ સમજી જ નહોતો શકતો ..... કે આજે તેની સાથે આ શું થઈ રહ્યું છે......
મિત્રો આદિ અને નંદિનીના દિલની આ કશ્મકશ હવે પછી કેવો વળાંક લેશે તે જાણવા માટે વાંચો "રુદ્ર નંદિની " ની નો આગળ નો ભાગ......
ક્રમશઃ........