Taras premni - 65 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૬૫

Featured Books
Categories
Share

તરસ પ્રેમની - ૬૫



મેહા અને મિષા રેસ્ટોરન્ટમાં જાય છે.

રજતના બીજા કેટલાંય વીડીયો વાઈરલ થયા. પરિણામે દિવસે દિવસે આ રેસ્ટોરન્ટમાં ભીડ વધવા લાગી.

રજતે જીન્સ, શર્ટ ઉપર જેકેટ પહેર્યું હતું. રજતે પોતાના વાળને વ્યવસ્થિત બાંધી દીધા હતા. દાઢી પણ માપસરની... રજત ખરેખર ચાર્મિગ અને હેન્ડસમ લાગતો હતો. મિષા અને મેહા ટેબલ પર બેઠાં. મેહાની પાસેના ટેબલ પર કેટલીક યુવતીઓ બેઠી હતી. મેહાને એ યુવતીઓનાં શબ્દો સંભળાયા... "કેટલો hot છે આ રજત રઘુવંશી.
"મન તો થાય છે કે આ રજતને બાઈટ કરી લઉં."
મેહાને ન ગમ્યું કે આ લોકો રજત વિશે આવી વાત કરે છે.

રજત સ્ટેજ પર ગયો. મેહાને સ્હેજ પણ ખ્યાલ ન આવે એ રીતે રજતે મેહા તરફ બે થી ચાર વાર નજર કરી. જો કે મિષાને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો.

રજતે બોલવાનું શરૂ કર્યું... "છોકરીઓ જીદ્દી નથી હોતી બસ એ પોતાની વાત મનાવીને ખુશ થાય છે...
ને જીદ પણ તે ત્યાં જ કરે છે જ્યાં એને વિશ્વાસ હોય છે કે આ વ્યક્તિ મારી જીદ પુરી કરશે."

રજત આગળ બોલે તે પહેલાં જ એક યુવતી બોલી
"સર મેં તમારા ઘણાં વીડીયો જોયા છે. તમે યુવતીઓના મનની વાત આટલી સરળતાથી કેવી રીતના સમજી શકો છો?"

રજત:- "બસ અનુભવથી બોલી રહ્યો છું."

યુવતી:- "સર મેં તમારી નૉવેલ "અધૂરી વાર્તાનો છેડો" વાંચી છે... એમાં તમારી વાઈફ વિશે જાણવા મળ્યું. તો તમારી વાઈફ ક્યાં છે અત્યારે?"

રજત:- "કદાચ એ પણ અત્યારે મને જોઈ રહી હશે..."

યુવતી:- "મતલબ તમારી વાઈફ તમારી સાથે નથી? તમે અલગ થઈ ગયા છો."

રજત:- "હા એક ગેરસમજણને લીધે અમે અલગ થઈ ગયા છે...પણ મારી વાઈફ હંમેશા મારા દિલમાં રહેશે. પ્લીઝ હવે કોઈ પર્સનલ સવાલ નહીં."

બીજી યુવતીએ કહ્યું "સર મારી એક રિકવેસ્ટ છે."

રજત:- "હા બોલો."

યુવતી:- "સર એક રોમેન્ટિક Song ગાઓને પ્લીઝ."

રજત:- "પણ મને ગાતાં નથી આવડતું."

બધા યુવક અને યુવતીઓ રજતને રીકવેસ્ટ કરવા લાગ્યાં કે એક રોમેન્ટિક Song ગાવા માટે.

રજત:- "ઑકે તમારી બધાની ફરમાઈશ છે તો ગાવાની કોશિશ કરીશ... મેં મારી બહેન અને જીજુ પાસેથી થોડીક ટ્રેનિંગ લીધી છે... તો પ્રયત્ન કરીશ ઑકે?"

રજતે એક મ્યુઝિશિયન પાસેથી ગિટાર લીધું.

अब मुझे रात दिन तुम्हारा ही ख्याल है
अब मुझे रात दिन तुम्हारा ही ख्याल है

क्या कहूँ प्यार में दीवानों जैसा हाल है
दीवानों जैसा हाल है तुम्हारा ही ख्याल है

हो हो आ हा हा हा ला ला ला ला ला ला

अब मुझे रात दिन तुम्हारा ही ख्याल है
क्या कहूँ प्यार में दीवानों जैसा हाल है

तुम को देखे बिना चैन मिलता नहीं
दिल पे अब तो कोई ज़ोर चलता नहीं
जादू है कैसा दिल की लगी में
डूब गया हूँ इस बेखुदी में

हो हो आ हा हा हा ला ला ला ला ला ला

हर पल ढूंढे नज़र तुम को ही जानेमन
हद से बढ़ने लगा मेरा दीवानापन
दिल में बसा लूँ अपना बना लूँ
या फिर नज़र में तुमको छुपा लूँ

हो हो आ हा हा हा ला ला ला ला ला ला

अब मुझे रात दिन तुम्हारा ही ख्याल है
क्या कहूँ प्यार में दीवानों जैसा हाल है

हो हो आ हा हा हा ला ला ला ला ला ला

हो हो आ हा हा हा ला ला ला ला ला ला

Song પૂરું થયું. બધાએ રજતના song ના ખૂબ વખાણ કર્યાં. મેહા ઉભી થઈ રજતનો ઓટોગ્રાફ લેવા જતી હતી. મેહા તો હજી એક બે કદમ ચાલે છે એટલામાં તો રજત યુવક યુવતીઓથી ઘેરાઈ ગયો.
ખાસ્સીવાર સુધી મેહા રાહ જોઈ રહી.

મિષા:- "મેહા હું જાઉં છું."

મેહા:- "સારું હું પણ આવું છું..ચલ."

રજત મેહાને જતાં જોઈ રહ્યો. મેહાએ એકવાર પાછળ ફરીને જોયું તો રજત તો યુવક યુવતીઓ સાથે સેલ્ફી લેવામાં બિઝી હતો.

મેહા ઘરે તો પહોંચે છે પણ એને સતત રજતના જ વિચાર આવે છે. આ તરફ રજત ઘરે આવે છે. રજતની ખુશીનો તો કોઈ પાર જ નહોતો. પેલી કહેવત રજતને યાદ આવી જાય છે.

ये ज़िन्दगी का फंडा है बॉस,
दुखों वाली रात नींद नहीं आती,
और ख़ुशी वाली रात कौन सोता है...??

મેહાને ખબર હતી કે રજત અઠવાડિયામાં બે દિવસ વેલેન્ટાઈન રેસ્ટોરન્ટમાં આવે છે.

એક સાંજે મેહા ક્રીના સાથે બહાર ગઈ હતી. રસ્તામાં જ મેહાને મિષા મળી જાય છે. શોપીંગ બેગ પકડીને ઉભા રહેલા રૉકીને જોય છે.

રૉકી:- "hi મેહા..."

મેહા:- "ઑહ hi રૉકી... તું અમારી સાથે સ્કૂલમાં હતો ને?"

રૉકી:- "હા મેહા હું એ જ રૉકી છું અને હવે હું મિષાનો હસબન્ડ અને એક બિઝનેસમેન છું."

મેહા મિષાને કાનમાં કહે છે "તે કહ્યું કેમ નહીં કે તે રૉકી સાથે લગ્ન કરી લીધા."

મેહા થોડી ક્ષણ વિચારે છે. પછી મેહાને ખ્યાલ આવ્યો કે "કદાચ મિષાએ કહ્યું પણ હશે...પણ મને જ યાદ નહીં હોય. હું તો બધું ભૂલી ગઈ છું..."

મેહા:- "ઑકે તો પછી મળીયે."

મિષા:- "bye."

મેહા ઘરે પહોંચે છે. મેહા બાલ્કની માં ઉભી ઉભી વિચારે છે કે "રૉકી રજતની ડાન્સ ટીમમાં હતો. રૉકી અને રજત બેસ્ટ ફ્રેન્ડ છે. શું ખબર કે મિષા અને રૉકીને લીધે કદાચ હું અને રજત નજીક આવી ગયા હોય... મેહા તું પણ શું વિચારે છે? હું અને રજત...આ તો impossible જેવું લાગે છે. રજત એની વાઈફને કેટલું ચાહે છે. તે વિચારી પણ કેવી રીતે લીધું કે રજત તારી સાથે...."

એક સાંજે મેહાએ મિષા અને રૉકીને વેલેન્ટાઈન રેસ્ટોરન્ટમાં બોલાવ્યા. રજત હંમેશાની જેમ સ્ત્રીના સન્માન વિશે કંઈ ને કંઈ બોલતો રહ્યો. રજત છેલ્લે રૉકીને મળવા આવ્યો.

રજત:- "Hi રૉકી...hi મિષા..."

રજત તો બસ રૉકી અને મિષા સાથે વાત કરતો રહ્યો. મેહાને મનમાં થયું કે રજતે તો મારી સામે જોયું પણ નહીં. રજત મને કદાચ ઓળખતો પણ નહીં હોય. મેહાની આંખોમાં ઉદાસી છવાઈ ગઈ.

રજતે મેહા સામે હાથ લંબાવ્યો અને કહ્યું "હૅલો ડ્રામાક્વીન... What's up..."

મેહા ખુશ થઈ. મેહાએ પણ shake hand કરીને "Hi" કહ્યું.

રજત:- "તો શું ચાલે છે લાઈફમાં?"

મેહા:- "કંઈ ખાસ નહીં બસ ચાલ્યા કરે છે."

રજતે રૉકી તરફ જોઈને કહ્યું ''ઑકે રૉકી ચાલ હવે હું નીકળું છું અને હા કાલે ઑફિસે મળજે."

રજત ગોગલ્સ પહેરીને જતો રહ્યો. મેહા રજતની પીઠને જોઈ રહી. મેહાને ખબર નહીં કેમ અહેસાસ થયો કે રજત ઉપરથી ખુશ છે પણ ભીતરથી
ખૂબ ઉદાસ.

મેહા આવી ત્યારથી રજત મેહાને મળવા માટે બેચેન હતો. આજે મેહા સાથે વાત કરી ત્યારે રજતની આંખોમાં પાણી આવી ગયા. કોઈ જોય એ પહેલાં રજત‌ ગોગલ્સ પહેરીને જતો રહ્યો. રજત મેહાની સામે પોતાની જાતને સંભાળી ન શક્યો. એટલે તરત જ ત્યાંથી નીકળી ગયો. રજતને તો ખૂબ મન હતું મેહા સાથે વાત કરવાનું.

મેહા મિષાને ધીરેથી કાનમાં કહે છે "રૉકી અને રજત એક જ ઑફિસમાં છે?"

મિષા:- "ના બંનેની કંપની નજીક જ છે એટલે."

મેહા:- "મિષ એક ફેવર કરીશ મારા પર."

મિષા:- "હા‌ બોલ ને?"

મેહા:- "મને રજતની‌ ઑફિસમાં જોબ પર લગાવી દે ને."

મિષા:- "પણ હું કેવી રીતે લગાવી શકું?"

મેહા:- "રૉકી સાથે તું વાત કરને. મેં રૉકી સાથે ક્યારેય વાત નથી કરી. તો તું વાત કરને."

મિષા:- "સારું સારું હું વાત કરીશ."

રૉકી:- "તમે બંને ક્યારના શું ગુસપુસ કરો છો?"

મિષા:- "કંઈ નહીં. લેડીઝ ટોક."

ત્રણેય બહાર નીકળે છે. મિષા અને રૉકી પોતાના ઘર તરફ અને મેહા વ્હીકલ લઈ પોતાના ઘરે જાય છે.

મિષા રૉકીને બધી વાત કરે છે. મેહા સવારે ચા નાસ્તો કરી રહી હતી. મેહા એ જ વિચારી રહી હતી રજતની નજીક કેવી રીતના રહેવું.

પરેશભાઈ સવારની પહોરમાં ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. ન્યૂઝપેપરમા રજતની બુક વિશે કંઈક છપાયું હતું. મેહાની નજર મોટા અક્ષરે છપાયેલાં "અધૂરી વાર્તાનો છેડો" મથાળા પર ગઈ. પરેશભાઈએ ન્યૂઝપેપર વાંચી લીધું. પછી મેહાએ ન્યુઝપેપર લીધું અને રજતની વાર્તા વિશે વાંચવા લાગી.

મેહાની નજર vacancy પર જાય છે. મેહા આ વાંચીને ખુશ થઈ ગઈ. મેહાએ તરત જ મિષાને ફોન કર્યો.

મેહા:- "હૅલો મિષા RR કંપનીમાં જોબ કરવા માટે તારે રૉકીને કંઈ કહેવાની જરૂર નથી."

મિષા:- "કેમ શું થયું? તું તો બહુ બેચેન હતી ને રજતની કંપનીમાં જોબ કરવા માટે."

મેહા:- "RR કંપનીમાં vacancy પડી છે. આસિસટન્ટ ની જગ્યા ખાલી છે."

મિષા:- "ઑકે જા. અને best of luck..."

મેહા:- "thanks...મિષા હજી એક વાત પૂછવી છે."

મિષા:- "હા બોલ."

મેહા:- "તને કે રૉકીને રજતની વાઈફ વિશે કંઈ ખ્યાલ છે‌ કે?"

મિષા:- "ના મને ખ્યાલ નથી. તું છોડને એ બધી વાત. સારી રીતના ઈન્ટરવ્યુ આપજે."

મેહા:- "સારું પણ..."

મિષા:- "હૅલો હું પછી ફોન કરું. રૉકીને ઑફિસ જવાનું છે. ને આ બેબી પણ રડે છે. ચાલ bye..."

મિષાએ ફોન ડિસકનેક્ટ કરી દીધો.

રૉકી:- "તું મેહાને જૂઠું કેમ બોલી? હું તો ઑલરેડી તૈયાર જ છું ઓફિસ જવા માટે...અને બેબી તો હજી સુધી ઊંઘે જ છે."

મિષા:- 'તો શું કરું? મેહા રજતની વાઈફ વિશે જાણવાની કોશિશ કરતી હતી એટલે તારું બહાનું બનાવી ફોન કટ કરી દીધો."

રૉકી:- "સારું હવે હું જાઉં છું. અને મેહાની જોબ માટે રજત સાથે વાત કરીશ."

મિષા:- "એની કોઈ જરૂર નથી. રજતે ન્યુઝ પેપરમાં vacancy ની જગ્યા માટે છપાવી દીધું છે."

રૉકી:- "પણ મિષ એની કંપનીમાં તો કોઈ જગ્યા ખાલી‌ નથી."

મિષા થોડીવાર સુધી વિચારે છે.

મિષા:- "તે રજતને કહ્યું હતું કે મેહા ને જોબ જોઈએ છે."

રૉકી:- "હા ગઈકાલે રાતે ફોન કરીને કહ્યું હતું."

મિષા:- "વાહ! તો રજતે રાતોરાત vacancy માટે છપાવડાવી પણ દીધું. તો આ જોબ ફક્ત મેહાને જ મળશે. રજતે સ્પેશિયલી મેહા માટે આ vacancy છપાવી છે. રજત જાણી ગયો છે કે મેહા એને મનોમન ચાહે છે."

રૉકી:- "એવું હોય તો બંને માટે સારું છે. ચાલ હવે હું નીકળું છું. Bye."

મિષા:- "bye..."

મેહા:- "પપ્પા હું જોબ કરવા માંગુ છું."

પરેશભાઈ:- "સારું તો તને હું સાથે જ લઈ જઈશ. અને આપણી કંપની વિશે બધું સમજાવી દઈશ."

મેહા:- "પપ્પા તમારી સાથે કે નિખિલભાઈ સાથે હું કામ કરીશ તો શીખી નહીં શકું. તમે મારી દરેક ભૂલોને નજર અંદાજ કરી દેશો અથવા સુધારી દેશો. કારણ કે તમે મને બહુ પ્રેમ કરો છો એટલે."

નિખિલ:- "તો ક્યાં જોબ કરવા જવાની છે?"

મેહા:- "RR કંપનીમાં..."

મેહાની વાત સાંભળી બધા થોડી ક્ષણો માટે શોક્ડ થઈ ગયા.

મેહા:- "શું થયું? તમે બધાં આમ શોક્ડ કેમ થઈ ગયા?"

મેહાની વાત સાંભળી બધા નોર્મલી બિહેવ કરવા લાગ્યા.

થોડીવાર વિચાર કરી પરેશભાઈએ હા કહ્યું.

મેહા તો ખુશ ખુશ થઈ ગઈ. મેહા ઈન્ટરવ્યુ માટે ફટાફટ તૈયાર થઈ ગઈ. મેહા RR કંપનીમાં પહોંચી જાય છે. એક પછી એક યુવતીને બોલાવવામાં આવી. મેહાની આસપાસ તો ઘણી યુવતીઓ હતી.
મેહાને તો સ્માર્ટ સુંદર યુવતીઓને જોઈને વિચાર આવ્યો "મેહા ૧૦૧ % ની ગેરંટી કે આ જોબ તો નહીં મળે. તેના કરતાં બેટર છે કે અહીંથી ખસકી જાઉં." એક યુવતી ઇન્ટરવ્યુ આપીને આવી. બહાર આવીને એ બહું ખુશ દેખાતી હતી. એ યુવતીએ કહ્યું "મને દરેક સવાલના જવાબ આવડ્યા. મારી જોબ તો પાક્કી છે." મેહા ઉભી થઈને નીકળવાની જ હતી કે મેહાનું નામ બોલાય છે. મેહાને એક રૂમમાં બોલાવવામાં આવી. મેહા સામે ત્રણ જણ બેઠાં હતા. મેહા મનોમન વિચારે છે "લાગે છે કે રજત નહીં પણ આ લોકો ઈન્ટરવ્યુ લેશે."

મેહાને જે જવાબ આવડ્યા તે આપ્યા. મેહા બહાર નીકળી. મેહાની નજર રજતને શોધી રહી હતી પણ રજત નહોતો.

ને સીધી વ્હીકલ લઈને ઘરે જ પહોંચી.
સાંજે મેહા વિચારી રહી હતી‌ કે રજતની ઑફિસમાં રહી રજતની નજીક રહી શકાતે. પણ હવે તો જોબ મળવાની નથી. તો રજતની નજીક કેવી રીતે રહીશ?
એટલામાં જ મેહાને મોબાઈલ પર મેસેજની ટોન સંભળાય છે. મેહા‌ મેસેજ વાંચી ખુશ થઈ ગઈ.
મેહાને વિશ્વાસ ન આવ્યો કે પોતાને જોબ મળી ગઈ છે.

મેહાને બીજા દિવસથી ઑફિસ જોઈન કરવાની હતી. મેહા સવારે ઉઠી. મેહા ખુશ હતી‌ કે હવે રજત સાથે રહેવાનું મળશે. મેહા નાહીને નાસ્તો કરી લે છે. મેહા ઑફિસ જવા તૈયાર થઈ. ક્યો ડ્રેસ પહેરીને જાઉં? એવું વિચારવા લાગી. મેહાએ સિમ્પલ ડ્રેસ પસંદ કર્યો. યેલો કલરનો ચૂડીદાર ડ્રેસ પહેર્યો. મમ્મી પપ્પાને bye કહી જતી રહે છે.

મેહા વ્હીકલ પર ઑફિસ પહોંચે છે. એક યુવતી મેહાને થોડું કામ સમજાવી દે છે.

યુવતી:- "Hi હું મેઘના."

મેહા:- "મારું નામ મેહા."

મેહાની આંખો વારંવાર રજતને શોધી રહી હતી. રજત પોતાની કેબિનમાં બેસી મેહાને જોઈ રહ્યો હતો.

તને જોવાનો મોકો હું આજે છોડીશ નહીં.
ભલે ને પછી તને મારી જ નજર લાગી જાય...

રજતની કેબિનમાં શું ચાલે છે તે કોઈને પણ ખ્યાલ ન આવે એવી રીતે કેબિન બનાવડાવી હતી. રજત કર્મચારીઓ શું કરે તે બધી પ્રવૃત્તિઓ જોઈ શકતો.
મેહા ક્યારની રજતને જોવા માટે ફાંફાં મારી રહી હતી. રજતથી મેહાની તડપ નથી જોવાતી. રજત ફોન કરે છે. મેઘના મેહાને લેન્ડ લાઈન ફોન રિસીવ કરવા કહે છે.

મેઘના:- "મેહા તું સર ની આસિસટન્ટ છે એટલે તારે જ સરનુ બધું કામ કરવું પડશે."

મેહા ફોન રિસીવ કરે છે.

મેહા:- "હૅલો સર..."

રજત:- "મારી કેબિનમાં એક કપ ચા લઈને આવ. જલ્દી."

મેહા:- "જી સર."

મેહા મેઘનાને ચા વિશે પૂછે છે. મેઘના સમજાવી દે છે. મેહા ખુશ થઈ કે એ બહાને રજતને‌ જોવાનું મળશે. મેહા ચા લઈને રજતની કેબિનનો દરવાજો ખોલીને કહે છે "may i come in sir?"

રજત કોઈ ફાઈલ જોઈ રહ્યો હતો. રજતે દરવાજા તરફ જોયા વગર જ કહ્યું "Come..."

મેહા તો રજતને જોઈ જ રહી. રજતને જોતાં જ મેહાના દિલને રાહત થાય છે. રજતે મેહા તરફ નજર કરી.

રજત:- "મેહા તું છે મારી નવી આસિસટન્ટ?"

મેહા:- "હા સર..."

રજત:- "ઑકે‌ ચા અહીં મૂકી દે. અને આ ફાઈલ જોઈ લેજે."

મેહા ચા‌ મૂકી દે છે અને ફાઈલ લઈ ને બહાર જતી હોય છે કે બહારના કર્મચારીઓ શું કરી રહ્યા છે તે મેહા જોય છે. મેહા ઝડપથી નીકળી જાય છે.

મેહા મનોમન વિચારે છે "હું જે હરકત કરતી હતી તે રજતે જોઈ હશે. ખબર નહીં રજત મારા વિશે શું વિચારતો હશે. શું વિચારવાનો? એમ જ વિચારતો હશે કે આ અલ્લડ છોકરીને આ કંપનીમાં કેવી રીતે જોબ મળી ગઈ. મેહા હવે તારા બિહેવ પર કંટ્રોલ રાખજે."

ક્રમશઃ