લાઈફ પાર્ટનર
દિવ્યેશ પટેલ
ભાગ 13
નવલનો આ ભાગ જે નવયુવાનો ભાગી ને લગ્ન કરે છે તેમને સમર્પિત અને શીખ રૂપ
*******
માનવે જેવો દરવાજો ખોલ્યો કે સામે પ્રિયા ઉભી હતી!!!
માનવ માટે આ એક સુખદ આંચકો જરૂર હતો પણ એક આશ્ચર્ય પણ હતું કે પ્રિયા સવારે ચાર વાગ્યે અહીં કેમ આવી અને કઈ રીતે આવી,ઉપર થી પ્રિયા અતિસુંદર લાગી રહી હતી તેને પહેરેલી આસમાની રંગની કુર્તિ માં તે આસમાનમાં ઉગેલ ચાંદ લાગી રહી હતી,માનવ ને તો તે એક અપ્સરાથી પણ વધારે સુંદર લાગી રહી હતી અને ખુલ્લા વાળ સવાર ના મીઠા પવનમાં લહેરાઈ રહ્યા હતા અને તે ધીરે ધીરે આખો પટપટાવી રહી હતી સાથે જ માનવ પ્રિયા ને અને પ્રિયા માનવને એકીટશે જોઈ રહ્યા હતા અને સાથે જ તેના લયબદ્ધ અંગોના વળાંકો ના લીધે માનવ ને શરાબ નો નશો ઉડી ગયો હતો પણ હવે પ્રિયાને જોઈને તેને શબાબ નો નશો ચડી રહ્યો હતો જેના પર તે મહાપરાણે કાબુ મેળવે છે જેના માટે તે બીજી તરફ જોઈ જાય છે.આ જોઈ પ્રિયા ને પોતે અત્યારે કઈ હાલતમાં છે એ બધું ભૂલી ને હસવું આવી જાય છે.
પ્રિયા માનવના મુખ આગળ ચપટી વગાડે છે એટલે એ ઝબકી ને થોડો ભાનમાં આવે છે સાથે જ પ્રિયાને કહે છે "અરે અંદર આવ બીજી બધી વાત પછી" પ્રિયા તેનો વિરોધ કરતા કહે છે "ના માનવ એટલો સમય નથી તું સાંભળ હું શું કહેવા માગું છું."
"હા બોલ" માનવે પણ ચિંતા મીશ્રીત સ્વરે કહ્યું
"જો માનવ કાલે મારા લગ્ન છે અને જો આજે કાઈ ન થયું તો આપડે કદાચ હંમેશા માટે અલગ થઈ જશું..."પ્રિયાએ રડમસ અવાજે કહ્યું
"હા...તો..?"હજી માનવ ને સમજ ન પડતા પૂછ્યું
"તો આપડે બન્ને ભાગીને લગ્ન કરી લઈએ એમ" પ્રિયાએ ઘટસ્ફોટ કરતા કહ્યું
"તું શું બોલે છે એવું તો કરાતું હશે!"માનવે ગુસ્સે થઈ ને કહ્યું
"પણ એમાં પ્રૉબેલ્મ શુ છે?" પ્રિયાએ પણ સહેજ મોટા અવાજે કહ્યું
"પ્રોબ્લેમ શુ છે એમ...? અરે પ્રૉબેલ્મ એ પ્રોબ્લેમ જ છે અરે આ તારા પપ્પાએ તને આટલી મોટી કરી આટલી તારી સારસંભાળ રાખી અને તારી આટલી જરૂરિયાતોનો ધ્યાન રાખ્યું અને તું એમની સાથે જ દગો કરવા માંગે છે!"
"પણ મીકુ એ મારા વિશે તો વિચાર જ નથી કરતા કે મારી પસંદ શુ છે મારો નિર્ણય શુ છે!" પ્રિયાએ આક્રોશ સાથે કહ્યું
"અચ્છા તારો નિર્ણય નથી માનતા એમ તો તારા પપ્પા એ તારા આજ સુધીના બધા નિર્ણયો ને માન્ય રાખ્યા તો શું તું તેમનો એક નિર્ણય ન સ્વીકારી શકે?"માનવે કહ્યું
"પણ આપણે બંને એ સાથે જીવવાના સપના જોયા હતા એનું શું? અને આપડા પ્રેમનું શુ?"પ્રિયાએ એક ટેન્શન સાથે કહ્યું
"જો પ્રિયા બધા સપનાતો સાચા ન થઈ શકે ને અને કદાચ એ સાથે જ ઘણા બીજા સાપનાઓ પણ સચવાઈ જશે જેમકે તારા પપ્પા ના તારી સાથે જોડાયેલા અને રહી વાત પ્રેમની તો કોણે તને એવું કહ્યું કે સાથે રહીએ તો જ પ્રેમ થઈ શકે કદાચ કાલે તારા લગ્ન મારી સાથે ન થાય તો શું થયું તારો માનવ તને હંમેશા એટલોજ પ્રેમ કરતો રહેશે ભવિષ્યમાં તું કોઈ મુસીબત માં હોય ત્યારે સૌથી પહેલા તારા પતી પહેલા આ માનવ ને યાદ કરજે"માનવે રડમસ અવાજે કહ્યું
"અચ્છા તો તું હસતા મુખે આ સ્વીકારે છે એમ ને?"પ્રિયાએ માનવને એકી ટશે જોતા કહ્યું
"ના હસતા મુખે તો નહીં પણ હસતા મને જરૂર સ્વીકારું છું જો પ્રિયા ઘણી વાર જિંદગી પરીક્ષાઓ લે છે તેમા જિંદગી ફક્ત બે જ વિકલ્પ આપે છે અને બંને તરફ નુકશાન હોય છે એક તરફ પોતાનું તો એક તરફ કોઈ સ્નેહીજન નું તો ત્યારે ખૂબ વિચારી ને નિર્ણય લેવો ખૂબ જરૂરી છે"માનવે એકદમ સચોટ જવાબ આપતા કહ્યું
"તો તું પણ બીજા લગ્ન કરી લઈશ ?"પ્રિયાએ પૂછતાં કહ્યું
"ના બીજા લગ્ન તો નહીં કરું કેમકે મારે કોઈ મજબૂરી નથી તું તો મજબૂરી માં આ વસ્તુ કરી રહી છે તારો એક દોસ્ત બની ને હંમેશા રહીશ હા તારા માટે જે લાઈફ પાર્ટનર ની ફીલિંગ હતી એને બદલી ને દોસ્ત ની કરવી એ મારા માટે ખૂબ અઘરું રહેશે પણ હવે એજ સ્વીકારવું જ રહ્યું?"
"અને આખી જિંદગી એકલોજ જીવીશ અને તારી જાત ને આવડી મોટી સજા આપી રહ્યો છું એના કરતાં મારા પપ્પા તો એક મહિના માં ભૂલી પણ જશે!"પ્રિયાએ માનવ સાથે તેની આત્મીયતા સાથે કહ્યું
"અરે લગ્ન ન કરવામાં સજા ની શુ વાત છે જેની પત્ની લગ્ન બાદ મરણ પામે છે તે રહે છે એકલા સાથે પોતાના બાળકો નો ઉછેર પણ માં બની ને કરે છે " માનવએ તેના મમ્મીના ફોટા તરફ નજર કરતા કહ્યું
"મને લાગે છે તું કઈક મારાથી સંતાડી રહ્યો છે જે હોય એ મને સાચું કહે"માનવ થોડી થોડી વારે પાછળ ફોટો જોતો હતો એ જોઈ પ્રિયાએ કહ્યું
"હા પ્રિયા હવે મારે કાઈ નથી સાંતળવું કદાચ આ છેલ્લો વાર્તાલાપ હોય શકે છે" માનવે થોડા ભાવુક થઈને કહ્યું
"હા બોલ"પ્રિયા એ ઉત્કંઠા ભર્યા અવાજે કહ્યું
"મારા મમ્મી પપ્પાના પણ લવ મેરેજ થયેલા અને મારા નાના નાની ને તે મંજુર નહોતું અને તે બળવાખોર સ્વભાવના હતા આથી મારા પપ્પા મારા મમ્મી ને લઈ ને ક્યાંક દૂર રહેતા હતા અને સાથેજ ત્યાં મારો જન્મ થયો અને પછી મારા મામા એ શોધી લીધું કે તેઓ ક્યાં રહે છે અને મારી બહેન આ દુનિયા માં આવવાની જ હતી કે મારા મામા એ એમણી જ બહેન એવી મારી મમ્મી નું કાટલું કાઢી લીધું તે સાથે મારી બહેન પણ...."માનવ આટલું બોલતા જ પ્રિયા ને વળગી ને રડવા લાગે છે
"ઓહ માનવ આવડી મોટી વાત તે મરાથી સંતાડી"પ્રિયા એ ગુસ્સા મીશ્રીત ભાવે કહ્યું
"કેમ તે પણ રાજલની વાત મારાથી સંતાડી હતી"માનવે કહ્યું પણ પ્રિયા થોડી ક્ષોભીલી પડી અને કઈ બોલી ન શકી એટલે માનવે કહ્યું "પછી મારા પપ્પાની જીવવાની તો કોઈ ઈચ્છા ન હતી પણ કદાચ મારા માટે આજ સુધી જીવ્યા છે"
"ઓહ તો તારા સગાંવહાલાં ક્યાં રહે છે"પ્રિયા એ દુઃખ સાથે કહ્યું
"મારા મમ્મીના સગાઓ સાથે સંબંધો રાખવાનો તો કોઈ સવાલ જ નહોતો અને મારા પપ્પા પણ બાળપણ થી અનાથ હતા એટલે સાગા માં કોઈ નહીં"માનવે કહ્યું
"ઓહ માનવ(કદાચ મીકુ ન બોલી શકી) તારી કહાની ખૂબ દુઃખદ છે તને કોઈ સગાંવહાલાં નો ડર નથી તેમ છતાં તું ભાગી ને લગ્ન નો કેટલો કિલાફ છો તો હું પણ મારો નિર્ણય બદલું છું" આટલું બોલી પ્રિયાના મુખ પર ખોટું સ્મિત આવી ગયું
"અને હા આ પાગલ ને સાવ ભૂલી ન જતી"માનવે કહ્યું
"કેવી વાત કરશ ડફર"પ્રિયા એ તેને હગ કરી ને ત્યાંથી જવા લાગી
ક્રમશ...