બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત
(15)
આજે ચાર વર્ષ વીતી ગયાં છે. હું એજ વ્યક્તિ છું. એ વ્યક્તિ જેણે તમે ઓળખતા હતા. જરાક પણ બદલાવ આવ્યો નથી મારી અંદર. હા! એ વાત જુદી છે કે, હેર સાથે બીઅર્ડની માત્રામાં વધારો કર્યો છે. નાહ! આખું જંગલ વાવ્યું હોય એવી મારી બીઅર્ડ અને હેર સ્ટાઈલ છે. જ્યારે હું કોલેજમાં હતો ને, ત્યારે બીઅર્ડ અને લાંબા હેર ધરાવનાર વ્યક્તિઓથી ચિઢ ચડતી. ખબર નહીં કેમ? પરંતુ, મને આ બધાથી દૂર રહેવું જ યોગ્ય લાગતું. પરંતુ, આજે પરિસ્થિતિ અલગ છે. કહેવાય છે ને? સમય સાથે આપણા વિચારોમાં પણ બદલવા આવે છે. મેઘનાનું સપનું સાકાર થયું. મેં એ એપ બનાવવામાં કામયાબી મેળવવી. પરંતુ, દુઃખ એ વાતનું છે કે, મેં પૂજા મેમ જેવા સારા એવા મિત્રને ખોયા. હા! પૂજા મેમ હવે રહ્યા નથી. એ દિવસે એક ઘટના બની હતી. અમે મેઘનાના ડ્રિમ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. કામ તોહ, મેમના મિત્રો જ કરી રહ્યા હતા. અમે બસ કામનું નિરીક્ષણ કરી રહ્યા હતા. મેમનું ડેડીકેશન અલગજ લેવલનું હતું. મેં તેમને રિજેક્ટ કર્યા. સ્ટીલ તેઓ મારી હેલ્પ માટે આગળ આવ્યા હતાં. ખબર નહીં કેમ? પરંતુ, મનમાં થોડી હલચલ મચી હતી. વારંવાર શંકરના એ શબ્દો યાદ આવી રહ્યા હતા. 'મેમ જેવા વ્યક્તિ શહેરમાં દીવો લઈને શોધવાથી પણ ન મળે.' મેં આ વિષે વિચાર કરી જોયો. શંકરના સમજાવ્યા બાદ, મને લાગ્યું કે કદાચ પૂજા મેમ સાથે જીવન વિતાવવું યોગ્ય રહેશે. શંકરએ મને સમજાવ્યો એ વાતને મહિનાઓ વીતી ગયા હતા. મેમને મારી માટે હજુ પણ પ્રેમ છે. અને આ વાતની ઉર્વીએ કેટલીક વાર પૃષ્ટિ કરી છે. એપ તૈયાર થઈ અને લોન્ચ પણ થઈ ગયેલો હતો. અને સાથેસાથે એપ કાર્યરત પણ હતો. અમારી આ સિલસીલામા એક મોટી કંપનીએ હેલ્પ કરી હતી. અને બધોજ ખર્ચ તેઓ ઉપાડી રહ્યા હતા. એપ પણ તેઓ જ ચલાવવાના હતા. પરંતુ, પ્રોજેકટમાં નામ અમારું હતું. અને એ કંપની પણ મેમના કોઈ સંબંધીની જ હતી. મેમ મારી આજે પણ આટલી હેલ્પ કરી રહ્યા હતા. માટે જ હું તેમના વિષે વિચાર કરવા પર મજબૂર થઈ ગયો હતો. અને માટે જ હું એક રીંગ ખરીદી અને તેમના ઘેર જવા માટે નીકળી ગયો. થોડાં સમયમાં તેમના ઘેર પહોંચ્યો. અને બેલનો બટન દબાવ્યો. દરવાજો ઉર્વીએ ખોલ્યો. અને સામેના સોફા પરના દ્રશ્યો જોઈ હું ખખડી ગયો. મારા અંદરથી વીજળીનું કરંટ આવી પસાર થઈ ગયું હોય! એવું મને લાગ્યું. મેમ અને કોઈ તેમની ઉંમરનોજ વ્યક્તિ પાસે-પાસે બેઠા હતાં. એ વ્યક્તિનો હાથ મેમના ગળાથી વીંટળાયેલો હતો. અને બંને જોર-જોર થી હસી રહ્યા હતા. હું વિચારોની દુનિયામાં ખોવાઈ ગયો હતો. ઉર્વી મને વારંવાર અંદર આવવાનું કઈ રહી હતી. અને ત્યારેજ મેમ એ મારી તરફ નજર કરી. હાથમાં રહેલ ગુલદસ્તો મારા હાથમાંથી સરકી ગયો. અને મેમ કાંઈ બોલે એ પહેલાં હું ત્યાંથી ભાગ્યો. મેમ મારી પાછળ છે કે નહીં? એ પણ મેં જોવાનું પ્રયાસ કર્યું નહીં.
હું સીધો જ ઘેર પહોંચ્યો. દરવાજો લોક કરી અને સોફા પર બેસી વિચારો કરવા લાગ્યો. આ વિચારોની વચ્ચે ક્યારે ઊંઘી ગયો એની ભાન પણ મને નહોતી રહી. અચાનક બેલનો અવાજ સંભળાયો. કોઈ વારંવાર દરવાજાની બેલ મારી રહ્યો હતો. આ બેલના અવાજના કારણે મારી ઊંઘ ઊડી ગઈ. એની સાથે એ વ્યક્તિ વારંવાર દરવાજો પણ ખખડાવી રહ્યો હતો. હું આંખો લૂંછતો દરવાજો ખોલવા માટે આગળ વધ્યો. મેં દરવાજો ખોલ્યો. અને સામે ઉર્વી હતી. ઉર્વી રડી રહી હતી. તે મને ભેટી પડી. મેં ઉર્વીને શાંત રહેવા માટે કહ્યું. પરંતુ, તે શાંત થવા તૈયાર નહોતી. હું વારંવાર તેને પ્રશ્ન કરી રહ્યો હતો..શું થયું? કેમ રડે છે? પરંતુ, ઉર્વી કોઈજ જવાબ નહોતી આપી રહી. આખરે શંકર પણ ત્યાં આવી પહોંચ્યો. અને આખી વાતની મને જાણ કરી. અને એ વાત સાંભળી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું નીચે ઢળી પડ્યો. શંકરએ મને સંભાળ્યો. વાત એમ હતી કે, પૂજા મેમ હવે આ દુનિયામાં રહ્યા નહોતા. તેમનું અકસ્માત થયું હતું. અને એનું કારણ હું હતો. ઉર્વીએ મને સંપૂર્ણ માહીતી આપી. એ વ્યક્તિ તેમનો કઝીન હતો. તેમનો ભાઈ હતો. અને તેઓ તેમના બાળપણનું આલ્બમ જોઈ રહ્યા હતા. તેમના બાળપણના કિસ્સાઓને યાદ કરીને આનંદ લઈ રહ્યા હતા. એવામાં હું ત્યાં પહોંચી ગયો. અને મેમને એ વ્યક્તિ સાથે જોઈ ઉંધું સમજી બેઠો. કંઈ પણ વિચાર કરવા પહેલાં હું ત્યાંથી ભાગી નીકળ્યો. મેમ મારો પીછો ન કરત. એ આ મેટર કાલે પણ સોલ્વ કરી શકત. પણ ત્યારે તેમણે મારી એ અંગૂઠી જોઈ. જેમાં પૂજા મેમનું નામ મેં લખાવ્યું હતું. અને એ અંગૂઠી જોઈ મેમ એટલું તોહ, સમજી ગયાં હતાં કે, હું તેમને પ્રપોઝ કરવા આવ્યો હતો. માટે તેમને મારી ચિંતા થઈ. તેમને થયું કે, હું કોઈ ખોટું કદમ ઉપાડી લઈશ. માટે તેઓ મારી પાછળ દોડ્યા. અને મેંન હાઈવે પર પુરપાટ જતી એક કારએ તેમને ટક્કર મારી દીધી. ડ્રાઈવર ભાગી નીકળ્યો. આસપાસના લોકોએ એમ્બ્યુલન્સ તોહ, બોલાવી. પરંતુ, ત્યાર સુંધીમાં વધારે લેટ થઈ ગયું હતું. આમ, એ દિવસે એક વાતની જાણ થઈ. કે, નજરે જોવેલું એ હંમેશા સાચું જ નથી હોતું. આપણે ક્યારેક એ વિષે ખોટું વિચારી લેતા હોઈએ છીએ. કદાચ, એ દિવસે હું ત્યાં ઉભો રહ્યો હોત તોહ, આજે મેમ મારી સાથે હોત. પરંતુ, કદાચ મારા જીવનમાં પ્રેમ છેજ નહીં.
આ ઘટના બાદ, મેં મારા એપ આખાની જવાબદારી શંકરને સોંપી દીધી. અને હું કોઈને કહ્યા વગર અહીં પહાડો તરફ નીકળી આવ્યો. મિત્રો અને પરિવારને મળ્યે આજ ચાર વર્ષ થઈ ગયાં છે. પહેલાં મેઘના ત્યારબાદ, પૂજા મેમના જવાથી હું અંદરથી ડામાડોળ થઈ ગયો છું. પરંતુ, આત્મહત્યા કરી લઉં એટલો પણ મુર્ખ નથી. આત્મહત્યા કરવી મુર્ખાઓનું કામ છે. આપણે આ ધરતી પર કોઈના કોઈ કારણસર જન્મ લીધું છે. અને જો આ જન્મ કોઈને કામમાં લાગી શકતું હોય તોહ કેમ નહીં? હું માત્ર શંકરના ટચમાં છું. ગરીબો માટે બનાવેલું એપ સારું એવું કાર્ય કરી રહ્યો છે. પરંતુ, તમને મેં કહ્યું હતું ને? મારા જીવનમાં મુસીબતો અને દુઃખો આવ્યા કરે છે. શંકરનો કોલ આવ્યો હતો. કઈ રહ્યો હતો કે, મારા પિતાને હાર્ટએટેક આવ્યો છે. આ ખબરથી હું હલબલી ગયેલો. મારા મમ્મી જીદ કરી રહ્યા હતા. કે, મારે ત્યાં આવવાનું જ છે. જો નહીં આવે તોહ, મારું મરેલું મોઢું જોવું પડશે. અને મારે આખરે ચાર વર્ષે મારા શહેર પરત ફરવાનું હતું. આ પહાડોની હવે આદત પડી ગઈ હતી. હું અહીં એક પત્રકાર તરીકે કાર્ય કરી રહ્યો હતો. અહીંના પ્રોબ્લેમ્સ પર આર્ટીકલ લખતો. જરૂરિયાતમંદ લોકોની હું મદદ કરતો. ઓફિશથી ઘેર અને ઘેરથી ઓફિશ. અને જીવન પણ આરામાંથી કપાઈ રહ્યું હતું. કેટલાંક મિત્રો હતા. એમાનો મુસ્તફા એક મારો એવો ખાસ મિત્ર હતો. હું અને મુસ્તફા આખો દિવસ સાથે રહેતાં. મુસ્તફા અહીં એક હોટેલમાં ચા વેચવાનું કામ કરતો. ભલો વ્યક્તિ હતો. ભણવામાં હોશિયાર હતો. પરંતુ, ફેમીલીનું ભાર એની પર હોવાથી દશમી કક્ષા સુંધીજ ભણી શક્યો. મેં તેને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. અને તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ સુધરે માટે હું હર મહિને સહાય પણ કરતો. આમ, મુસ્તફા અને મારી મિત્રતા ગાઢ થઈ હતી.વિદાય લેતી વખતે મુસ્તફા ખુબ રડ્યો હતો. પરંતુ, હું અહી પરત ફરીશ એવો મેં તેને વાયદો આપ્યો હતો. અંતે મિત્રોને ભેટી અને હું નીકળી પડ્યો ફરી સફર પર. આ વખતે પરિવાર પાસે પરત ફરવાની સફર હતી.
જયોતીની હાલત હજું એવીજ હતી. હવે તો માત્ર કોઈ ચમત્કાર જ તેણે પહેલાં જેવી હાલતમાં લાવી શકવાનો હતો. અહીંની હવામાં કોઈ જાદુ હતો. મારો અહીંથી પરત શહેર જવાનો કોઈ ઈરાદો નહોતો. આ શહેર મને વારંવાર પાછું જવા માટે ખેંચી રહ્યો હતો. પરંતુ, જવાનું તો છે જ. હવે વિદાય લેવાની તો છે જ. મનને મારી હું શહેર તરફ આગળ વધી ગયો. ફરી એ વ્યક્તિઓ હશે. ફરી એજ ચહેરાઓ હશે. ફરી એજ યાદો હશે. અને ફરી એજ નામથી પોકારનારાઓ હશે. આ બધાથી દૂર તોહ, જવું હતું મારે. મેઘના અને પૂજા મેમની યાદોને ભુલાવવી હતી. પરંતુ, પ્રેમને ભૂલી જવું અશક્ય છે. મારા યોગા આશન પણ પ્રેમને ભૂલાવી દેવામાં મદદરૂપ નહોતા થઈ રહ્યા. સાચું કહું? તોહ, હું છૂટવા માંગતો હતો એ બધા જ બંધનોમાંથી. મારું એકલવાયું જીવન કોઈની મદદ કરી અને એકલા રહી વિતાવવાનો હતો. પરંતુ, એ બધું ક્યાં શક્ય છે જ? આ મારું જીવન છે. મારા જીવનમાં મુસીબતો વારંવાર આવતી રહે છે. એ વાત અલગ છે કે, મુસીબતોએ મને આજે ચાર વર્ષ બાદ, યાદ કર્યો હતો. દાદાના ગયાં બાદ જ હું આ નિર્ણય લેવાનો હતો. બધાને હંમેશા માટે છોડી જવાનો હતો. પરંતુ, મેઘનાનું સપનું સાકાર કરવાનું હતું. અને એ સપનું સાકાર થયાં બાદ, હું નીકળી ગયો. ક્યાં જઈશ? શું કરીશ? ક્યાં રહીશ? કોની સાથે રહીશ? એના વિષે કશું જ જાણતો નહોતો. બસ મંજીલ જ્યાં લઈ જશે ત્યાં જઈશ. આ વિચાર સાથે અહીં દૂર હજારો કિલોમીટર પહાડો તરફ નીકળી આવ્યો હતો. આજે! આજે અહીંથી ફરી પરત ત્યાંજ જઈ રહ્યો હતો જ્યાંથી આવ્યો હતો. ત્યારનો સમય અને આજનો સમય જુદો છે. ત્યારે પરિવાર માટેની લાગણીઓ અહીં આવવાથી રોકી રહી હતી. અને આજે પણ આ શહેર પ્રત્યે બંધાઈ ગયેલી લાગણીઓ મને વતન જવાથી રોકી રહી છે. આજ મારું વતન બની ગયું છે. અહીં જ છે મારો પરિવાર. મારી આ શહેર સાથે યાદો બંધાઈ ગઈ છે. અને અહીં પરત આવજે! જરુર આવજે એવો આદેશ મને આ ભુમી આપી રહી છે. દેખતે હૈ સબ સહી રહા તોહ, વાપસભી આવેંગે. ઔર જીવન ફિર સે જીવેંગે. ચલો, આતે હૈ.
ક્રમશઃ