Jivan Aek Sangharsh - 3 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | જીવન - એક સંઘર્ષ... - 3

Featured Books
Categories
Share

જીવન - એક સંઘર્ષ... - 3

" જીવન - એક સંઘર્ષ.. " પ્રકરણ-3

આપણે ગયા પ્રકરણમાં જોયું કે ભગવતીબેને તેમના દિકરા સમીરને તેના પપ્પાને ત્યાં મૂકીને આવવા કહ્યું એટલે સમીર આશ્કાને કોઈપણ ચાલ્યો ગયો.

સમીર ગયો તે ગયો પછી તેના કોઈ સમાચાર જ ન હતા, ન તો તેનો કોઈ ફોન આવ્યો કે ન તે આશ્કાને મળવા રૂબરૂ આવ્યો. સમીરની ઇચ્છા આશ્કાને મળવા આવવાની ખૂબ હતી પણ તે પોતાની મમ્મી ભગવતીબેનને કંઈજ કહી શકતો ન હતો. તે જાણતો હતો કે આશ્કા તેના જ બાળકની માતા બનવાની છે.

દિવસો ઉપર દિવસો પસાર થતા ગયા. આશ્કાને સાતમો મહિનો બેઠો એટલે તેના પપ્પા મનોહરભાઇના આશ્કાના સાસરે ફોન કરી આશ્કાને તેડી જવા તેમજ ખોળા ભરતની વિધિ પતાવવા કહ્યું પણ આશ્કાની સાસુ ભગવતીબેને અમારા કુટુંબમાં આવો કોઈ રિવાજ નથી કહી વાત પતાવી દીધી.

મનોહરભાઇ અને રમાબેનને થોડું અજુગતું લાગ્યું કે આ કેવા પ્રકારના માણસો છે..?? શું તેમના કુટુંબમાં આવો કોઈ રિવાજ જ નહિ હોય...?? તેમ પણ વિચારવા લાગ્યા પણ પછી દીકરી આશ્કાને દુઃખ ન થાય માટે તેમણે આ વાતની ચર્ચા કરવી ટાળી દીધી.

દીકરી આશ્કાએ પણ મમ્મી-પપ્પા જાણશે કે મારી સાસરીમાં આવી ખરાબ દશા છે તો તેમને ખૂબજ દુઃખ થશે વિચારે મમ્મી-પપ્પા કે બેન નિરાલીને કોઈ જ વાત જણાવી ન હતી.

આશ્કા વિચારી રહી હતી કે બાળકના જન્મ પછી, સમયની સાથે સાથે બધું બરાબર થઇ જશે.

અને બરાબર નવ માસ પૂરા થયા એટલે આશ્કાએ એક તેના જેવી રૂપાળી સુંદર દીકરીને જન્મ આપ્યો.

આશ્કાને બેબી આવ્યાના સમાચાર સાંભળ્યા એટલે તેની સાસુ ભગવતીબેને સમીરને આશ્કાની ખબર પૂછવા આશ્કાને પિયર મોકલ્યો. સમીર આવીને ખબર પૂછીને નીકળી ગયો. રમાબેન તેમજ મનોહરભાઇએ સમીરને બે-ત્રણ દિવસ રોકાવા ખૂબ ફોર્સ કર્યો પણ સમીર તેના મમ્મી ભગવતીબેનના કહેવા પ્રમાણે ખબર કાઢીને તુરંત ચાલ્યો ગયો.

સમીર વચ્ચે વચ્ચે આશ્કાને તેની અને પોતાની દીકરીની ખબર પૂછવા તેની મમ્મી ભગવતીબેનથી છાને છાને ફોન કર્યા કરતો હતો.

હવે આશ્કાની બેબી ઐશ્વર્યા ત્રણ મહિનાની થઈ એટલે તેના પપ્પાએ વેવાઇ રામકિશન ભાઇને આશ્કાને તેડી જવા માટે ફોન કર્યો એટલે ભગવતીબેને કહેવડાવ્યું કે ઐશ્વર્યા પાંચ મહિનાની થશે એટલે સમીર આવીને બંનેને તેડી જશે.

આ વખતે રમાબેન અને મનોહરભાઇને આશ્કાના સાસરપક્ષ વિશે થોડો ડાઉટ ગયો એટલે તેમણે આશ્કાને પૂછ્યું પણ ખરું કે, " બેટા, તને સાસરીમાં કોઈ તકલીફ તો નથી ને...?? તારા સાસુ-સસરા અને સમીર કુમાર તારી સાથે સારો વ્યવહાર રાખે છે ને..?? તને ત્યાં કોઈ તકલીફ તો નથી ને...?? " એટલે આશ્કા એ હસીને જવાબ આપ્યો કે, " ના ના, પપ્પા એવું કંઇ નથી મને બધા સારું જ રાખે છે. મારા સાસુ થોડા જબરા છે પણ વાંધો નહીં એ તો બધું બરાબર થઇ જશે. " આ જવાબ સાંભળીને રમાબેન અને મનોહરભાઇને થોડી રાહત થઈ.

મનોહરભાઇના આશ્કાના સાસુ ભગવતીબેનને ફરીથી ફોન કરીને જણાવ્યું કે આ વખતે આશ્કાને અને તેની બેબીને તેડવા તમારે બધાએ આવવું પડશે અને સાથે બેબી ઐશ્વર્યાને રમાડીને જે આપવાનું હોય તે પણ લેતા આવશો. આ વખતે ભગવતીબેન પાસે બીજો કોઈ ઉપાય ન હતો તેથી તેમણે " હા " પાડી.

ઐશ્વર્યા માટે એકાદ બે દાગીના અને એકવીસ જોડી કપડા લઇ દશ- બાર સગાવ્હાલાને લઇને ભગવતીબેન અને સમીર આશ્કાને તેમજ ઐશ્વર્યાને તેડવા આવી ગયા હતા.

રમાબેન અને મનોહરભાઇ ખૂબ ખુશ હતા પણ ભગવતીબેનના ચહેરા ઉપર આનંદની એક પણ ઝલક દેખાતી ન હતી. ભગવતીબેન પોતાના મોભા તેમજ પૈસાના પ્રમાણે એવું કંઈજ લઇને ઐશ્વર્યાને રમાડવા આવ્યા ન હતા. આ વાત બધાએ નોટીસ કરી પણ મનોહરભાઇને થયું કે તેમની જ દીકરી છે ને ઐશ્વર્યા પછી આપશે, અને દીકરી આશ્કા તેની સાસરીમાં સુખી હોય એટલે બસ, બીજું આપણે શું જોઈએ..??

ભગવતીબેન અને સમીર આશ્કાના મમ્મી-પપ્પા સાથે શું વાત કરે છે....વાંચો આગળના પ્રકરણમાં....