The Corporate Evil in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-18

Featured Books
Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-18

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-18
ઓફીસનો રેગ્યુલર સમય પુરો થયો હતો અને નીલાંગી શ્રોફની ચેમ્બરમાં પહોંચી. લગભગ બધોજ સ્ટાફ ઘરે જવા નીકળી ગયો હતો. ચીફ એકાઉન્ટન્ટ સોમેશ ભાવે હજી બેઠો હતો એ એનાં કોમ્યુટરમાં હજી કંઇક કામ કરી રહેલો. પ્યુન ત્રણમાંથી એક માત્ર રહ્યો એ સૌથી સીનીયર હતો મહેશ. એ બેસી રહેલો એનાં માટે આ બધુ નવું નહોતું એ એનાં મોબાઇલમાં કંઇકને કંઇક જોયા કરતો સમય પસાર કરતો.
શ્રોફની ચેમ્બર ચીલ્ડ એસીની અસર હતી કોઇ ખુશ્બુદાર માદક સુગંધ પ્રસરેલી હતી અને શ્રોફની નજર એમનાં પર્સનલ લેપટોપમાં હતી. નીલાંગી અંદર પ્રવેશતાં પહેલાં નોક કરીને પૂછ્યું "મે આઇ કમીંગ સર ? અને શ્રોફે નજર ઊંચી કર્યા વિના જ કહ્યું "પ્લીઝ કમ ઇન નીલાંગી હજી એમણે નજર ઊંચી નહોતી કરી અને ખૂબ બીઝી હોય એમ કામ કરતાં રહ્યાં.
નીલાંગીને બેસવા કહ્યું પ્લીઝ વેઇટ એ મીનીટ એમ કહીને કંઇક કામ નીપટાવ્યું અને પછી નીલાંગીની સામે જોયુ અને પછી કહ્યું "હો નીલાંગી આજે તને હું કોર્પોરેટ જગતની વાત કરીશ. અને તેં ઘરે કીધુ છે ને ? કે તું કામ અંગે રોકાવાની છે ? તું કાંઇ ચિંતા ના કરીશ તને છેક ઘરે એવું હશે તો કોઇ મૂકી જશે મેં શાહણેને રોક્યો છે તારી સાથે આવશે ઘરે મૂકીનેજ જશે એપણ બોરીવલી જ રહે છે.
નીલાંગીએ કહ્યું કોઇ વાંધો નથી સર... હું કહીને આવી છું આઇને અને બાબાને પણ કહ્યું છે કે જરૂર પડે મને ફોન કરજે હું સામે આવી જઇશ લેવા અંગે એટલે ચિંતા નથી.
શ્રોફે કહ્યું "ઓહ ઓકે વેરી ગુડ એની વે ચાલ આપણે શરૂ કરીએ ? એમ કહીને શ્રોફે એમનું લેપટોપ નીલાંગી તરફ સ્ક્રીન કરીને કહ્યું "તારાં આવતાં પહેલાં મેં આ તૈયારી કરી રહ્યો હતો. અને શ્રોફે પહેલેથી જ શરૂઆત કરી. નીલાંગી આ ઓફીસ ચાલુ કરી ત્યારે સૌ પહેલાં એક રૂમમાં કામની શરૂઆત કરી હતી પછી જેમ જેમ કામ મળતું ગયું એમ એમ આપણે વધુને વધુ પ્રોગેસ કરતાં ગયાં અને કલાયન્ટનો વિશ્વાસ જીતતાં ગયાં. આજે એવી સ્થિતિ છે કે આપણે મુંબઇ ખાતે ફર્સ્ટ છીએ ચાર્ટડ એકાઉન્ટ તરીકે આપણું નામ છે તારી પાસે કલાયન્ટ લીસ્ટ આવી ગયું છે તે જોયું હશે આપણાં કલાયન્ટસમાં કેવા કેવા ઉધોગપતિઓ, રાજકારણીઓ, હીરો હીરોઇન મોટી મોટી સેલીબ્રીટીઓ છે અને બધાને આપણાં પર ખૂબ જ વિશ્વાસ છે. વિશ્વાસજ સૌથી મોટી મૂડી છે. મેં જે આ વિકાસ કર્યો છે એની મૂળ વાત વિશ્વાસ છે. મારાં પરનાં ભરોસાનો કારણે કલાયન્ટ વધતાં ગયાં. બધાએ એકબીજાને કહીનેજ આટલાં કલાયન્ટ થયાં છે અને હું એકલો હતો પહેલાં આજે મેં કેટલા ચાર્ટડ એકાઉન્ટન આપણી ઓફીસમાં કામ કરવા રોક્યા છે.
બધાંનાં અંગત ટ્રાજેકશન - વ્યવહાર - ટેક્ષની બચત મોટી મોટી સરકારી લોન - એની ચૂકવણી બધાંજ કામ એટલાં વિશ્વાસ અને વફાદારીથી થાય છે કે બધાં મારો પડ્યો બોલ ઝીલી લે છે. શ્રોફનું નામ એમજ નથી થયું અને હું તારાં જેવી વિશ્વાસુ અને ખંતથી કામ કરનાર છોકરીઓને કામ આપુ છું કારણકે કલ્યાન્ટની ચેઇન એવી છે કે એ લોકોને પણ મારી પાસે તૈયાર થયેલી છોકરીઓ અને માણસો પર વિશ્વાસ પડે છે અને આપણે ત્યાંથી જ એ લોકો ઘણી બધી એપોઇન્ટમેન્ટ કરી લે છે.
એનો મતલબ એવો પણ નથી કે હું જોબ માટેની કોઇ ઇન્સ્ટીયુટ કે સંસ્થા ચલાવું છું પછી હસતાં હસતાં કહ્યું "પણ સાવ અંગત કોર્પોરેટ્સ મારી પાસે તૈયાર થયેલી વિશ્વાસુ છોકરીઓ કામ પર રાખી લે છે કારણ કે એમનાં અંગત નાણાકીય વ્યવહાર કોઇકને તો વચ્ચે રાખીને કરવાનાં હોય છે... બસ આજ વાત છે. મને હોપ છે કે તું મારી વાત સમજી ગઇ હોઇશ...
બીજીવાત કહું કે હું પણ એવો સ્ટાફ રાખું છું કે એ લોકો કોર્પોરેટમાં જાય ત્યાં બધી રીતે શોભે એ જવા જરૂરી હોય છે કારણ કે એ લોકોએ ઘણીબધી મીટીંગ પાર્ટીર્સ અને એબ્રોડ પણ જવાનું હોય છે. એ લોકોને મહિનામાં 15 દિવસનો ફાઇવ સ્ટાર હોટલોમાં મીટીંગ હોય છે ત્યારે તમારુ કામ વધુ અગત્યનું હોય છે. ઘણી બધી ડીલ તો આ છોકરીઓજ કરી લે છે અને આવા કોર્પોરેટ્સનો ધંધો વધી જાય છે. અને એ લોકો પણ સામે ખૂબજ કાળજી લે છે અને મીનીમમ 5 ફીગરનો સેલેરી હોય છે. નીલાંગ પણ કાયમ સલાહ જ આપ્યાં કરે. શ્રોફ સર કેટલું બીજાઓનું ધ્યાન રાખી રહ્યાં છે. એમનો શું સ્વાર્થ છે ?
શ્રોફ સર કેટલું સ્ટ્રગલ કરીને આગળ આપ્યાં છે કેટલો અનુભવ છે. કેવા કેવા મોટાં લોકો સાથે સંબંધો સ્થાપ્યા અને સાચવ્યા છે કહેવું પડે.. છતાં ક્યાંય અભિમાન નથી કેવી સારી રીતે વાત કરે છે મનમાં ને મનમાં બોલી સર હું ખૂબ જ વિશ્વાસ અને વફાદારીથી કામ કરીશ જ.
શ્રોફે એને પૂછ્યું "અરે શું વિચારોમાં પડી ગઇ ? સાંભળે છે ને ? આ તારા માટે ખૂબજ અગત્યનું જ છે.
નીલાંગીએ કહ્યું "નો નો સર ખૂબ ધ્યાનથી હું સાંભળી રહી છું અને મનમાં ઉતારી રહી છું સાચુ કહુ સર ? મને એવો વિચાર આવ્યો કે તમે કેટલું ધ્યાન રાખી રહ્યાં છો આટલા એચિવમેન્ટ પછી પણ તમે કેટલાં સામાન્ય છો કેવું સરસ રીતે....
નીલાંગી આગળ બોલે પહેલાં શ્રોફે કહ્યું "અરે નીલાંગી હું સામાન્ય ઘરનો છોકરો ધીમે ધીમે મહેનત કરીને આટલો આગળ આવ્યો છું મને બધાની કિંમત છે મારા માથે મારાં એચીવમેન્ટનો નશો નથી.
તું સાચુ માનીશ ? આટલાં કોર્પોરેટ્સ અને રાજકારણીઓ સાથે મારે દોસ્તી અંગત સંબંધો પણ છે એ લોકોનાં કરોડો રૂપિયા ટેક્ષમાંથી બચાવુ છું એને વિચારીને ગોઠવું છું એમની અનેક ગ્રાન્ડ અને અંગત પાર્ટીઓમાં જઊ છું પણ આજ સુધી મેં ડ્રીંક ને હાથ નથી લગાડ્યો. હું સોફ્ટ ડ્રીંક કે જ્યુસજ લઊં અને દરેક કલાન્ટ જાણે છે કે શ્રોફ સર નહીં લે એટલે મને વિવેક પણ ના કરે અને રીસ્પેક્ટ સાચવે.
નીલાંગી સાંભળીજ રહી.. એણે કહ્યું "અરે વાહ સર કેવું સારું ? આજકાલ તો એનાં વિના નથી પાર્ટી થતી કે નથી સંબંધ સચવતા યુ આર ગ્રેટ સર...
સર કહેવું પડે તમે તો આ સમયનાં.... હું શું કહું સર મારાં સારાં નસીબ છે કે હું તમારે ત્યાં કામ કરું છું.
શ્રોફે નીલાંગી સામે જોયું અને માર્ક કર્યુ કે નીલાંગીને સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો છે એની આંખમાં આભારનો ભાવ અગે ભાર બંન્ને આવી ગયાં હતાં..
શ્રોફે બધુજ બરાબર જઇ રહ્યુ હતું અને આગળ કહ્યું તને એક અંગત વાત શેર કરુ છું.. ઘણાં કેસમાં તો એવું બને છે કે અહીંથી કોર્પોરેટમાં જોડાયાં પછી ઘણી છોકરીઓ શેઠીયાઓ સાથે પરણી જાય છે અને પછી ખડખડાટ હસતાં હસતાં બોલ્યાં "હું સાંભળીને એટલો આશ્ચર્ય પામું કે હું મેરેજ બ્યુરો ચલાવુ છું ? અને ફરીથી ખડખડાટ હસી પડ્યાં... નીલાંગી પણ હસી પડી.
શ્રોફે કહ્યું નીલાંગી હું કારમાં નીકળ્યો હોઊને અને રોડ કે ફુટપાથ પર ભૂખુ કૂતરુ જોઊંને તોય મારું આ વાણીયાનું દીલ દ્રવી જાય માટે કારમાં બીસ્કુટનાં પેકેટ્સ હોયજ કાર ઉભી રખાવુ અને ડ્રાઇવરને કહુ કે આ પેક્ટસ એ લોકોને આપ હું ખૂબ લાગણીશીલ છું મારાંથી કોઇનું દુઃખ જોવાતુંજ નથી એટલે ઘણીવાર હું મુશ્કેલીમાં મૂકાઇ જઊં છું પણ શું કરું પહેલેથી મારો સ્વભાવજ આવો છે. આતો તું સાવ અંગત છે અને ઓળખીતાનાં રેફરન્સથી આવી છે એટલે બધુ શેર કરુ છું બાકી હું આટલી વાત કોઇ સાથે શેર જ નથી કરતો.
નીલાંગી અહોભાવથી શ્રોફ સર સામે જોઇ રહી પછી શ્રોફે બેલ મારીને શાહણેને બોલાવીને બે કોફી લાવવા કહ્યું "અને નીલાંગીને પૂછ્યુ કંઇક સાથે લઇશ ? બિસ્કીટ કે કંઇ સ્પાઇસી નાસ્તો ? હું નાસ્તાનો બડો શોખીન છું પછી નીલાંગીનાં જવાબની રાહ જોયા વિના કહ્યું "શાહણે બે ગરમ કોફી કડક અને થોડો નાસ્તો લાવ.....
*************
નીલાંગ પેલાને સામાન ઉચકવા મદદ કરી રહ્યો અને એની સાથેજ બંગલામાં પ્રવેશી ગયો.અંદર જઇને જોયું ઓહો આવો મોટો બંગલો ? આવી ભવ્યતા તો કહી જોઇજ નહોતી અને આતો કીચન પાસેનો બેકયાર્ડ છે અંદર તો કેવુ હશે ? અને ઘરનો મહારાજ અને નોકર બંન્ને જણાં મદદમાં આવ્યાં અને નીલાંગે મહારાજને કહ્યું...........
વધુ આવતા અંકે ---પ્રકરણ-19