ajanyo shatru - 22 in Gujarati Fiction Stories by Divyesh Koriya books and stories PDF | અજાણ્યો શત્રુ - 22

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

અજાણ્યો શત્રુ - 22

છેલ્લે આપણે જોયું કે મેરી મિલીને પણ મિશનમાં જોડાવા માટે રાજી કરી લીધી હતી. રાઘવ નતાશાને ફરજિયાત પોતાની સાથે મિશનમાં જોડાવા માટે દબાણ કરે છે. ત્રિષા નતાશાને આ પરિસ્થિતિમાંથી મુક્તિ અપાવવા માટે મનોમન તેની મદદ કરવાનું નક્કી કરે છે.

હવે આગળ........

*******

સાંજ ઢળવા આવી હતી. મેરી ફ્લેટને લોક કરી જલ્દી જલ્દી નીચે પાર્કિંગમાં આવી. મિલી તેની વાટ જોતા ત્યાં જ ઉભી હતી. મેરીએ આવતા વેંત જ કાર સ્ટાર્ટ કરી રાઘવની વિલા તરફ મારી મૂકી, આમપણ તેણે રાઘવને સમય આપ્યો હતો તેના કરતાં એ અડધો કલાક મોડી હતી. તે ફુલ સ્પીડમાં ગાડી ભગાવતી રાઘવના બંગલો પર પહોંચી.

રાઘવે મેરી અને મિલી બંગલો પર આવવાના છે, એ વાતની જાણ ફક્ત વિરાજ અને જેકને જ કરી હતી, ત્રિષા કે નતાશાને આનાથી અજાણ હતા. એમાં પણ નતાશાને તો દરેક વાતથી દૂર જ રખાતી હતી. તેને પણ અહીંની કોઇ જ બાબતમાં રસ નહતો, પણ રાઘવના કહેવાથી તેના બોસે પણ તેને રાઘવ સાથે જ રહેવાનું કહ્યું હતું. અને બોસને ના કહી શકે, એટલી હિંમત તેનામાં નહતી.

મેરી અને મિલી બંગલો પર પહોંચ્યા ત્યારે રાઘવ અને વિરાજ અંદર તેમનાં રૂમમાં આગળની યોજનાનું આયોજન કરી રહ્યા હતા. ત્રિષા બહાર બગીચામાં બેઠી હતી અને નતાશા હોલમાં બેઠા બેઠા જૂના મેગેઝિન ફંફોસી રહી હતી, આમય તેના ભાગે કોઈ કહે નહીં, ત્યાં સુધી કરવા માટે બીજુ કોઈ કામ તો હતું નહીં.

ત્રિષા મેરી અને મિલીને ઓળખતી નહતી, પણ મિલીને જોઈ તે ભારતીય હશે એટલો ખ્યાલ આવી ગયો. મેરી અને મિલીનું ધ્યાન બંગલો તરફ જ હતું, માટે બગીચામાં બેસેલી ત્રિષા તરફ તેમનું ધ્યાન ગયું નહીં. પરંતુ ત્રિષા તેમને બરાબર જોઈ શકતી હતી. મિલી અને મેરી જેવા બંગલાની અંદર દાખલ થયા, ત્રિષા પણ તેમની પાછળ પાછળ જ બંગલામાં દાખલ થઈ. પરંતુ તેને થયું કે રાઘવ કદાચ આ લોકો સાથે વાતચીત દરમિયાન તેને હાજર રહેવા દેશે નહીં. આથી તે સીધા મુખ્ય દરવાજાથી હોલમાં દાખલ થવાની જગ્યાએ રસોડાના બગીચા તરફ પડતાં દરવાજાથી અંદર દાખલ થઈ એક ખૂણામાં ઉભી ગઈ, જ્યાં આસાનીથી એ કોઈની નજરમાં આવે નહીં. હોલમાં નતાશા એકલી જ બેઠી હતી. મેરી અને મિલી તેની પાસે ગયા. મેરી નતાશાને ઓળખતી નહતી. પરંતુ નતાશાને મેરીનો ચેહરો ક્યાંક જોયો હોય એવું લાગ્યું.

મેરીએ નતાશાને રાઘવને બોલાવા માટે કહ્યું. નતાશાએ મેરીને તેનું નામ પૂછ્યું. "રાઘવને કહેજે કે મેરી આવી છે." મેરીએ પગથી માથા સુધી નતાશાનું નિરીક્ષણ કરતાં કહ્યું.

મેરીનું નામ સાંભળીતા જ નતાશાને તે કોણ છે? એ યાદ આવી ગયું. તેના ચેહરાનો રંગ ઉડી ગયો. પણ એજ વખતે રાઘવ અને વિરાજ સીડી ઉતરતા નીચે આવ્યા. આથી મેરીનું ધ્યાન એ તરફ ગયુ, નતાશાનાં ચેહરાનો ઉડેલો રંગ એને જોયો નહીં. પરંતુ ત્રિષા આ બધું જોઈ રહી હતી. તેને દાળમાં કંઈક કાળુ લાગ્યું. પરંતુ રાઘવ અને વિરાજને નીચે આવતા જોઈ એ ફરી ખૂણામાં લપાઈ ગઈ.

મિલીની નજર જેકને શોધી રહી હતી. તે નતાશાને જાણતી નહતી અને વિરાજ અને રાઘવ પણ આવી ગયા હતા અને ત્રિષા સાથે હજુ તેમનો સામનો થયો નહતો, પરંતુ જેક ક્યાંય દેખાઈ નહતો રહ્યો. મિલીની નજર ચારેકોર જેકને જોવા માટે ફરી વળી. પણ તેને જેક હાજરી પરખાઈ નહીં. વિરાજ મિલીની આ ચેષ્ટા પારખી ગયો. "જેક બહાર ગયો છે, હમણાં આવી જશે." કોઈએ પૂછ્યું નહતું, પણ હાજર સૌ જાણતા હતા કે વિરાજ મિલીને કહી રહ્યો હતો.

રાઘવ જેક આવે પછી આગળની યોજના માટે ચર્ચા કરવાનું કહી ફરી રૂમ ચાલ્યો ગયો. પણ જતા જતાં એ ત્રિષાની હાજરી પારખી ગયો. બન્યું એવું કે રાઘવ ફરી રૂમમાં જવા માટે સીડીના પગથિયા ચડતો હતો ત્યારે અનાયાસે જ તેની નજર રસોડા તરફ ગઈ. તેને ત્રિષા તો દેખાઈ નહીં, પણ રસોડાની બારીમાંથી આવતા પ્રકાશના કારણે તેને ત્રિષાનો પડછાયો દેખાયો. પરંતુ સીડી પરથી કોણ છુપાયેલું હતું? એ પામી શકાતું નહતું. પહેલા તો રાઘવને થયું કે જે હોય તેને સીધા જ પકડી ઠેકાણે પાડી દે. પણ પછી વિચાર આવ્યો કે કોણ છે? એ જાણ્યા વિના આમ ઉતાવળે પગલુ ભરવુ યોગ્ય નહતું. આવનાર વ્યક્તિની તૈયારી કેવી છે? અને એ દોસ્ત છે કે દુશ્મન, એ જાણવું જરૂરી હતું. આથી રાઘવ છાને પગલે પરંતુ સાહજિક રીતે ઉપર ચાલ્યો ગયો. ઉપરથી ત્રિષા સંપૂર્ણ દેખાતી હતી. ત્રિષાને ત્યાં છુપાયેલી જોઈ રાઘવને મનોમન હસવું આવી ગયું. તેને આ છોકરી હવે સમજાતી નહતી. પહેલા તેનો વ્યહાર મિશન માટે યોગ્ય નહતો, પણ સાહજિક હતો. કેમકે એક ઝાટકે કોઈ માણસની જીંદગી 180°નો વળાંક લે, ત્યારે ભલભલા માણસ હચમચી જાય. માટે ત્રિષાનું વર્તન કોઈ નવી વાત નહતી. પણ છેલ્લા બે દિવસથી એનો વ્યહાર કોઈને પણ સમજાતો નહતો. ક્યારેક તે એકદમથી નિરાધાર, એકલી બની જતી, તો ક્યારેક વિરાજ કે રાઘવને આશા પણ ન હોય એવા પ્રશ્નો કરી પોતાને સાબિત કરતી.

જેકના આવતા જ મિલી દોડી તેને જોરથી ભેટી પડી. ત્રિષાને આ દ્રશ્ય જોઈ સવારના પોતે રાઘવને ભેટી પડી હતી, એ યાદ આવી ગયું. તેના ચેહરા પર લાલાશ તરી આવી. પણ એજ વખતે ફરી હોલમાં બેસેલી નતાશા પર નજર પડતાં તેનો મૂડ ઓફ થઈ ગયો. એ જાણતી હતી કે રાઘવને નતાશા માટે કંઈ લાગણી નહતી. નતાશાએ જવાની વાત કરી ત્યારનો રાઘવનો નતાશા સાથેનો વ્યવહાર તેણે જોયો હતો, છતાં રાઘવ જે રીતે નતાશાને ઉંચકીને હોલમાં લાવ્યો હતો, એ જોઈ ત્રિષાને એક સ્ત્રી સહજ લાગણી થતી હતી.

જેક આવ્યો એટલે વિરાજે રાઘવને પણ નીચે બોલાવી લીધો. રાઘવના આવ્યા બાદ થોડી ક્ષણો એમજ મૌન પસાર થઈ ગઈ. રાઘવે બધાના ચેહરાઓનું નિરીક્ષણ કર્યા બાદ વિરાજને ત્રિષાને પણ બોલાવી લેવા કહ્યું.
રાઘવની વાત સાંભળી જેક અને વિરાજના ચેહરા પર આશ્ચર્ય તરી આવ્યું. કેમકે આજે પહેલીવાર રાઘવે સામેથી ત્રિષાને આટલી અગત્યની ચર્ચા દરમિયાન શામેલ કરવાનું કહ્યું હતું.બાકી નાની મોટી વાત કે ત્રિષાના ભાગે જે કામ આવવાનું હોય એમાં જ એને શામેલ કરવામાં આવતી. એ સિવાય કોઈ વાત તેને જણાવવામાં આવતી નહીં.

ત્રિષા પણ આ સાંભળી ખુશ થઈ ગઈ. એ કોઈની નજર ન પડે તેમ એ છાનીમાની રસોડામાં ચાલી ગઈ અને જાણે પોતાને કંઈ ખબર જ ન હોય, એવો ડોળ કરતાં ફરી રસોડામાંથી હાથમાં જ્યુસનો ગ્લાસ લઈ બહાર આવી.

રાઘવને તેની આ વાત ગમી. કારણ કે હાજર લોકોમાંથી ફક્ત તે જ જાણતો હતો કે ત્રિષા ત્યાં છુપાઈ હતી. અને જે ત્વરાથી ત્રિષા વાત સાંભળતા જ ત્યાંથી ચાલી ગઈ એ કાબિલે તારીફ હતું. કેમકે જો એક વાર વિરાજ તેને બોલાવવા માટે અવાજ દે પછી તે છુપાઈને રસોડા જઈ શકે નહીં. તેને ફરજિયાત એ છુપાઈ હતી, ત્યાંથી જ બહાર આવવું પડે, જે આ પરિસ્થિતિ પ્રમાણે ઉચિત હતું નહીં.

ત્રિષા તરફ ધ્યાન પડતાં જ જેકે કહ્યું, "આ ત્રિષા પણ આવી ગઈ. હવે ચર્ચા આરંભ કરો."

વિરાજે સૌપ્રથમ ત્રિષા, મેરી અને મિલીને એકબીજાનો પરીચય આપ્યો. એ નતાશાનો પરીચય આપવા જતો હતો, પરંતુ રાઘવે તેને ઇશારાથી જ ના પાડી દીધી. માટે વિરાજે વાત ફેરવી નાખી.

રાઘવ પહેલા તો નતાશાને આ ચર્ચામાં શામેલ કરવા ઈચ્છતૈ નહતો, પણ પછીથી કંઈક વિચાર કરી તેને અહીં જ હાજર રહેવા દીધી. વાતનો દોર જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ જેક અને મેરીને નતાશા કોણ છે? એ જાણવાની તાલાવેલી વધી ગઈ. કેમકે એ બન્નેને જ સચ્ચાઈ જાણવામાં રસ હતો. રાઘવ અને વિરાજ તો નતાશા વિશે જાણતા જ હતા અને મિલી અને ત્રિષાને એ કોણ છે? શું કામ આવી છે? એ જાણવું તો હતુ, પણ એ કરતાં પણ અહીંથી આ જંજાળમાંથી છુટકારો પામવાની તેમની ઈચ્છા વધારે હતી. માટે નતાશા ગમે તે હોય, તેનાથી એ બન્નેને કોઈ ફર્ક પડતો નહતો.

જેક અને મેરીની તાલાવેલી વધવાનું કારણ પણ હતું, કેમકે હર્બિન વિશે, તેના ભૂગોળ અને લોકો વિશે અને તેમને કામ આવે એવા સરકારી નાનામાં નાના ચોકીદારથી લઈ મોટા લશ્કરી અને સરકારી અમલદારો વિશે એ જેક અને મેરી કરતાં તે વધારે જાણતી હતી. મેરી છેલ્લા ઘણા સમયથી અહીં હતી, અને બાકી કોઈપણ વ્યક્તિ કરતાં પૈસા અને સંસાધન તેની પાસે વધારે હતા. છતાં તે પહેલાં રાઘવ અને અત્યારે નતાશાથી પાછળ પડી રહી હતી. ફરી એકવાર તેનામાં અમેરિકન હોવાનું અભિમાન બળવત્તર બનવા માંડ્યું.

જેકની હાલત પણ કંઈક એવી જ હતી, જોકે તેના માટે પરિસ્થિતિઓ જુદી હતી. નતાશા દરેક બાબતે તેના કરતાં સવાયી હતી, જે જેક માટે ફાયદાકારક નહતું. કેમકે તેને રાઘવને મદદ કરવાનાં બદલામાં મોટી રકમ મળવાની હતી, જે એ ચાઈના વિરુદ્ધ પોતાના દેશની મદદ માટે વાપરવાનો હતો. અને જો તેનું કામ વધારે સારું રહ્યું તો ભારત તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મદદ કરવાની રાઘવે તેને ખાતરી આપી હતી. પરંતુ પહેલા મેરી અને હવે નતાશાનાં શામેલ થવાથી તેને પોતાની કિંમત ઘટતી હોય એમ લાગ્યું.

આખરે મેરીથી રહેવાયું નહીં. "આ છોકરી કોણ છે?" મેરીએ પૂછી જ લીધું. ખરેખર પૂછ્યું તો મેરીએ એકલી એ હતું, પણ વિરાજ સિવાય સૌ એ જાણવા માંગતા હતા, કેમકે આજ પહેલા ક્યારેય તેના નામનો ઉલ્લેખ સુધ્ધાં થયો નહતો અને અચાનક જ આવી તે સૌ પર ભારી પડતી હતી.

"તેનું નામ નતાશા છે,અને.... "કહેતા વિરાજ અટકી ગયો. તેણે વારાફરતી સૌના ચેહરા તરફ નજર ફેરવી અને છેલ્લે રાઘવ પર નજર ઠેરવતા આછેરૂં રહસ્યમય સ્મિત કર્યું.

હાજર બધા વ્યક્તિ હવે રાઘવ તરફ જોવા લાગ્યા. તેમનાથી હવે વધુ સમય વાટ જોવાય એમ નહતી. એ લોકોને એક એક ક્ષણ પસાર કરવી અઘરી લાગતી હતી.

" એ રશિયન માફિયા માટે કામ કરે છે. "એટલું કહી રાઘવ બધાનું રિએક્શન જોવા રોકાયો અને પછી ઉમેર્યું" અને અત્યારે આ મિશનમાં આપણી મદદ કરશે. "
રાઘવની વાત સાંભળી મેરી અને જેકના પગ તળેથી જમીન સરકી ગઈ. જ્યારે મિલી અને ત્રિષાને આ વાતથી કોઈ ખાસ ફરક પડ્યો નહીં, કેમકે એ બન્ને જાણતી જ નહતી કે રશિયન માફિયા એ કઈ બલાનુ નામ છે.

*********

શું મેરી નતાશા સાથે કામ કરવા સંમત થશે? શું મિલી બધી સચ્ચાઈ જાણી રાઘવ અને વિરાજનો સાથ આપશે? કે તેમની વિરુદ્ધ જશે? જાણવા માટે વાંચતા રહો, "અજાણ્યો શત્રુ"

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિંદ.