આગળનાં ભાગમાં આપણે જોયું કે પ્રિયા ખુબ ગંભીર હાલતમાં છે અને આ બાજુ કંદર્પ ના આશ્ચર્ય વચ્ચે પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિનો પર્દાફાશ કરવા જતાં પોલીસના હાથે સતીષ પકડાય છે આ બધી ઘટનાઓ ઉપરાંત અમોલ પેલા અવાવરું મકાનમાંથી ભાગી ગયો છે અને તે ક્યાં ગયો હશે તેનાથી સહુ અજાણ છે ત્યાંથી આગળ....
પ્રિયાની હાલતમાં સુધાર આવે એ માટે બધા પરિવારજનો ભગવાનને ખુબ જ પ્રાર્થના કરી રહ્યા છે એવામાં "રોકર્સ" ગ્રુપના બધાં જ મિત્રો હોસ્પિટલમાં આવી પહોંચે છે અને પ્રિયાના પરિવારજનો ને હિંમત આપે છે.આ બાજુ કૃતિ પેલા બેગને તપાસવા માટે ફરીથી પ્રિયાના ઘરે જાય છે અને તેણે જ્યાં એ બેગ સંતાડ્યું હતું ત્યાંથી જોવા જાય છે ત્યારે તેને ખબર પડે છે કે બેગ ત્યાં છે જ નહીં.આ વાત ની જાણ કરવા માટે તે કંદર્પ ને કરવાનું વિચારે છે એવામાં ફરીથી પેલી કાળા કપડાં પહેરેલ વ્યક્તિ ત્યાં દેખાય છે.તેને જોતા જ તેને ખબર ન પડે તેમ કૃતિ એક મોટો પથ્થર લઇને પેલા વ્યક્તિને પાછળથી એ પથ્થરથી મારીને બેભાન કરી દે છે.અને જલ્દીથી કંદર્પ ને ફોન કરીને પ્રિયાના ઘરે આવવાનું કહે છે.
આ બાજુ કંદર્પ હજુ વિશ્વાસ નથી કરી શકતો કે પેલી કાળા કપડાં પહેરેલ વ્યક્તિ રોહન નથી પણ સતીષ છે.એટલે તે પોલીસની ગાડીનો પીછો કરવા જાય છે.અને રસ્તામાં તેને કૃતિનો ફોન આવતા તે તેને પ્રિયાના ઘરે તરત જ આવવાનું કહે છે.આથી કંદર્પ પ્રિયાના ઘરે દોડી આવે છે.કંદર્પ આવે ત્યાં સુધીમાં કૃતિ પેલા વ્યક્તિને બાંધીને જકડી રાખે છે અને કંદર્પ ના આવતા જ તેને બધી વાત જણાવે છે અને તે બંને મળીને પેલા વ્યક્તિનો માસ્ક દુર કરે એવા જ આઘાતમાં સરી પડે છે.કારણ કે આ કાળા કપડાં પહેરેલ વ્યક્તિ અમોલ છે તે વાતનો કંદર્પ કે કૃતિ બંનેમાંથી કોઈને પણ વિશ્વાસ થતો નથી.કંદર્પ ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે પણ કૃતિ તેને શાંત પાડે છે અને અમોળને આ બધું તે કોના કહેવાથી કરી રહ્યો છે તે સાચેસાચું જણાવવા માટે અમોલ ને સમજાવે છે.અચાનક અમોલ રડવા લાગે છે અને કંદર્પ ને કૃતિ ની માફી માગી માત્ર એટલું જ જણાવે છેકે પોતે કઈ જ નહીં કહી શકે કારણ કે તે ખુબ મજબુર છે અને ગમે ત્યારે ત્યાં ગુંડાઓ આવી પહોંચશે એવી તેને ખાતરી છે આથી કંદર્પ અને કૃતિ ને પોતાના જીવને જોખમમાં ન મુકવાનું અને ત્યાંથી જતા રહેવાનું કહે છે પણ એ બંને પુરી હકીકત જાણ્યા વિના ત્યાંથી ક્યાંય નહિ જાય એવી જીદ કરે છે એટલે ના છૂટકે અમોલ તેમને પુરી વાત જણાવે છે.
'રોકર્સ' ગ્રુપની જીતને સેલિબ્રેટ કરવા માટે રોહને આપેલી પાર્ટીમાં અમોલ સતિશને જોઈ અને ઓળખી ગયો હતો અને પાર્ટીમાં તેણે રોહન અને રશ્મિને પણ ખુબ બદલાયેલા અનુભવ્યા હતા.એટલે દાળમાં કંઈક કાળું હોવાની શંકા લાગતા તેણે સતત એ ત્રણેય પર નજર રાખી હતી.એવામાં રોહનને કોઈ મળવા માટે આવ્યું છે એમ કહીને તે થોડીવાર માટે પાર્ટી માંથી બહાર જવા માટે નીકળ્યો એવો જ અમોલ પાર્ટીમાં આમતેમ સતીષ અને રશમીને પણ શોધવા લાગ્યો પણ અમોલ ના આશ્ચર્ય વચ્ચે તેઓ બંને પણ રોહનની જેમ જ થોડીવાર માટે ગાયબ થઈ ગયા હતા.એટલે અમોલ તરત જ રોહનની ભાળ મેળવવા માટે બહાર આવ્યો.પણ ત્યાં સુધીમાં રોહન ઘણે દૂર નીકળી ગયો હતો એટલે અમોલ ક્યાં જવું અને શું કરવું તે વિચારવા લાગ્યો.
એટલી વારમાં તો રોહન પોતાની સાથે એક જુના ફ્રેન્ડ કમ ફોટોગ્રાફર ને લઇને આવ્યો અને એ ફોટોગ્રાફર પાર્ટીમાં આવીને એકદમ જ એન્જોય કરવા લાગ્યો.તે પાર્ટીમાં આવેલા બધા મિત્રો અને ગેસ્ટ માંથી માત્ર કંદર્પ અને કૃતિ ના જ ફોટા પાડયા કરતો હતો.
કોણ હશે એ રોહન નો ફોટોગ્રાફર ફ્રેન્ડ?? શા માટે તે કંદર્પ અને કૃતિ ના જ ફોટા પાડયા કરતો હતો??!!શું અમોલ ને થયેલા શક મુજબ રોહન સતીષ અને રશ્મિ સાથે મળીને રોકર્સ ગૃપમાંથી કોઈને કઈક મોટું નુક્સાન કરવાની યોજના બનાવી રહ્યો હશે??!શું કંદર્પ અને કૃતિ અમોલ પાસેથી પૂરી હકીકત જાણી શકશે??! આ બધું જાણવા માટે વાંચતા રહેશો આગળનો ભાગ....
અને આપના કિમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.....